26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખીજમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈમરાન ખેડાવાલાએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા,ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ બેઠક કરી હતી. ત્યારે સરકાર આ બાબતે એલર્ટ થઈ ગઈ છે. સીએમવિજય રૂપાણીએ આગામી તમામ બેઠકોમુલતવી રાખી છે.ઇમરાન ખેડાવાલા છેલ્લા કેટલાય દિવસથી કોટ વિસ્તારમાં લોકોને કોરોના ટેસ્ટ માટે સમજાવતા હતા.કોટ વિસ્તારમાં અનેક લોકોને તેઓ મળ્યા હતા. ત્યારેખેડાવાલાને કોરોના થતા હવે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, MLA ગ્યાસુદ્દીન શેખ અને MLA શૈલેષ પરમારસેલ્ફ આઈસોલેશનમાં જશે?

મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓનેક્વોરન્ટીન કરવામાં આવી શકે
આજે બપોરે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી આવેલા કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ કે જે ખેડાવાલા સાથે સંપર્કમાં આવ્યા હતા. તમામને ક્વોરન્ટીન કરવા પડે તેવી સંભાવના છે.ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગયાસુદીન શેખ એક જ કારમાં બેસીને આવ્યા હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા કેટલાક પત્રકાર મિત્રો અને અધિકારીઓને પણ મળ્યા હતા. તેમજમુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગેપત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા.

શહેરના કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારને 21 એપ્રિલ સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સાથે શહેરમાં લદાયેલા કર્ફ્યુની જાહેરાત કરી હતી. આવતીકાલથી સવારે 6 વાગ્યાથી કર્ફ્યુનો અમલ થશે. મહિલાઓ માત્ર બપોરે 1થી 4 વાગ્યા સુધી ઘરની બહાર નીકળી શકશે. આ મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું છે.સૌથી વધુ કેસ અમદાવાદમાં આવે છે અનેઅમદાવાદમાં કેસો અને સંક્રમણ વધતા ચિંતા વધી છે. જેથી કોટ વિસ્તારમાં કરફ્યુ લગાવ્યો છે.ટ્રેસ અને ટેસ્ટ કરીએ છીએ.વૃદ્ધ જેઓને કોઈપણ બીમારી હોય તો તેઓએ ખાસ ધ્યાન રાખવું.બધા લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. જેથી એપ્લિકેશન દ્વારા જો આસપાસ કોઈ પોઝિટિવ દર્દી કે શંકાસ્પદ હશે તો માહિતી મળશે અને આપણે તેનાથી સતર્ક બની શકીશું. ટ્રેસ અને ટેસ્ટ કરીએ છીએ. વૃદ્ધોને કોઈપણ બીમારી હોય તો તેઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

14 એપ્રિલના રોજ દિવસ દરમિયાન બનેલી શહેરની મહત્વપૂર્ણ ઘટનાઓ

અતિઆવશ્ય સેવા માટે પાસ લેવા જરૂરી
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા શાહપુર, કારંજ, દરિયાપુર, ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં આવતીકાલ સવારે 6 વાગ્યાથી જ કર્ફ્યૂ લગાવવામાં આવશે. સ્થાનિક પોલીસ સાથે આ તમામ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ, હોમગાર્ડ, એસઆરપી, પેરામિલિટ્રી ફોર્સ, બીએસએફ, આરએએફ સહિતના સ્ટાફને તૈનાત કરવામાં આવશે. કર્ફ્યૂના સમય દરમિયાન બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી માત્ર મહિલાઓ જ દૂધ, અનાજ, કરિયાણું વગેરે જેવી વસ્તુઓ લેવા જઈ શકશે. જ્યારે અતિઆવશ્યક સેવા માટે પાસ લેવા ફરજિયાત રહેશે. આ પાસ લેવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે.

બપોરે CM રૂપાણીએ કોંગ્રેસના 3 MLA સાથે બેઠક કરી હતી
કોરોનાને પગલે અમદાવાદના કોટ વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરાયો છે. ત્યારે અમદાવાદના 3 વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિટિંગ યોજી હતી. મિટિંગમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી. જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોરોના કેસને પગલે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા.

અમદાવાદમાં નવા 31 કેસ નોંધાયા

કોરોના પોઝિટિવના નવા 31 કેસો સાથે અમદાવાદમાં પોઝિટિવ કેસોનો આંકડો 351 પર પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટછાટ ન આપવા નિર્ણય કર્યો છે તેથી અમદાવાદના તમામ હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટ નહીં મળે. કોરોનાના પગલે દેશભરમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવાયું છે.

પરપ્રાંતીય મજૂરો લોકડાઉન ભંગ કરે તેવી શક્યતા
લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં,ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામા આવ્યા છે.
સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક લખાણ સામે સાયબર ક્રાઈમની નજર
લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં લોકો બીભત્સ અને ઉશ્કેરણીજનક લખાણ લખતા હોવાને લઇ સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર નજર રાખતી હોય છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફેસબુક પર કોરોના વાઇરસને લઈ બીભત્સ લખાણ લખનાર બે શખ્સ સામે અલગ અલગ ગુના નોંધ્યા છે. બિલાલ ખાન પઠાણ નામના યુવકે ફેસબુક પ્રોફાઈલ પર બીભત્સ લખાણ લખનાર સામે ગુનો નોંધ્યો છે. જ્યારે જુનેદ ફસારી ખાન નામના યુવકે ખાનગી ચેનલની પત્રકાર સામે બીભત્સ લખાણ લખ્યું હતું. તેમજ બિસ્કિટ અને તમાકુ, પાન બીડીવાળા સામે ઉપરાંત દારૂની બોટલ મૂકીને પણ બીભત્સ લખાણ લખ્યું હતું. જેથી સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આજે એક વર્ષની બાળકી લઈ 80 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ
કોરોના વાઈરસના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં આજે નવા 31 કેસો સામે આવ્યા છે. તમામ કેસોમાંથી 25 કેસો હોટસ્પોટ વિસ્તારમાંથી સામે આવ્યા છે, જ્યારે અન્ય 6 કેસ નવા વિસ્તારમાં એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. આજે આવેલા નવા કેસોમાં દાણીલીમડાના સફી મંઝીલમાં રહેતી એક વર્ષની બાળકીથી લઈ માણેકચોકના 80 વર્ષ વુદ્ધા સુધીના કેસો નોંધાયા છે. આજે નોંધાયેલા કેસોમાં હોટસ્પોટ અને ક્વોરન્ટીન કરાયેલા એવા દાણીલીમડામાં 11 કેસો, નવરંગપુરા વિસ્તારમાં 7, માણેકચોકમાંથી 5, દરિયાપુર અને વટવામાંથી 3-3, આંબાવાળી અને બહેરામપુરામાંથી 1-1 કેસ સામે આવ્યો છે.
આજના 31 કેસોમાં પુરુષો કરતા મહિલાની સંખ્યા વધુ
31 કેસમાંથી નવરંગપુરા વિસ્તારમાં આવેલી સહકાર નિલકંઠ સોસાયટીમાં રહેતા એક જ પરિવારમાં 8 વર્ષની બાળકી સહિત 6 સભ્યોનો કેસો પોઝિટિવ આવ્યા છે. જ્યારે દાણીલીમડાના સફી મંઝીલમાં રબિયા એપાર્ટમેન્ટમાંથી 9 કેસ નોંધાયા છે. દાણીલીમડાના સફી મંઝીલ વિસ્તાર હાલમાં ક્વોરન્ટીન હેઠળ છે. નવરંગપુરામાં એક જ પરિવારનો કેસ સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પરિવારના કોન્ટ્રેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી છે. આજે જે 31 કેસો સામે આવ્યા છે, જેમાં પુરુષો કરતા મહિલાની સંખ્યા વધુ છે. 31માંથી 18 મહિલાઓ અને 31 પુરુષોનો સમાવેશ થાય છે. જેમાં એક 7 વર્ષની બાળકીઓ પણ કોરોનાનો ભોગ બની છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Ahmedabad Live Ahmedabad hotspot not got relief on lockdown 2 so far 351 positive cases in ahmedabad


Corona Ahmedabad Live Ahmedabad hotspot not got relief on lockdown 2 so far 351 positive cases in ahmedabad


Corona Ahmedabad Live Ahmedabad hotspot not got relief on lockdown 2 so far 351 positive cases in ahmedabad

Related posts

અત્યાર સુધી 11 લાખ કેસ, 64 હજાર મોતઃ બ્રિટનમાં 24 કલાકમાં 708 લોકોના મોત, અમેરિકામાં 8 હજારથી વધુ મોત

Amreli Live

કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

Amreli Live

ભરૂચ જિલ્લામાં પહેલા 70 દિવસમાં કોરોનાના માત્ર 100 કેસ હતા, પછીના 31 દિવસમાં કેસની સંખ્યા 6 ગણી વધીને 607 થઇ

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

શંકાસ્પદ દર્દીનો મૃતદેહ 2 કલાક રઝળ્યા બાદ પરિવારને સોંપ્યો, સિવિલ RMOએ કહ્યું: ‘ઉતાવળે મૃતદેહ રીક્ષામાં લઇ ગયા’

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

ગુજરાતમાં તૈયાર થયા સસ્તા સ્વદેશી વેન્ટિલેટર, ડીઆરડીઓએ બનાવ્યા પર્સનલ સેનિટાઈઝેશન ચેમ્બર અને ફેસ માસ્ક

Amreli Live

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટની મંજૂરી

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 549 કેસ, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને પાર

Amreli Live

કુલ 30,631 કેસ, નાગાલેન્ડ સરકારે પેટ્રોલ પર રૂપિયા 6 અને ડીઝલ પર રૂપિયા 5 કોવિડ-19 સેસ લગાવ્યો

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

રાજ્યમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

Amreli Live

કુલ કેસ 1 કરોડને પારઃ ઈજિપ્તમાં કેસ વધવા છતાં પ્રતિબંધ હટાવાયા, 25% ક્ષમતાથી જિમ-ક્લબ-કાફે ખુલશે

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને સ્પેશ્યલ ટ્રેન ભોપાલ પહોંચી,પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન માટે રવાના

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ આવશેઃ MHA

Amreli Live

અત્યાર સુધી 23,134કેસ,મૃત્યુઆંક 722: ત્રિપુરા દેશનું ચોથું કોરોના મુક્ત રાજ્ય બન્યું, દેશમાં છેલ્લા 5 દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 હજારથી વધુ

Amreli Live

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

રાજ્યમાં ટેસ્ટ ડબલ થયા પણ કેસ નહીં, સતત બીજા દિવસે નવા કેસ 1100ની નીચે, 15ના મોત સાથે મૃત્યુઆંક 2,748

Amreli Live