26.8 C
Amreli
20/09/2020
કલેક્ટર ઓફિસ

સરકારની કોરોના ટેસ્ટિંગ પોલિસીએ દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી છેઃ હાઈકોર્ટ

નિકુંજ સોનીઃ કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે સરકારી મેડિકલ ઓફિસરની મંજૂરી લેવાની પોલિસી બનાવ્યા બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ફેરવી તોળ્યું હતું. સરકાર તરફથી કોર્ટમાં જણાવાયું કે, પ્રાઈવેટ લેબ્સને મેડિકલ ઓફિસરની મંજૂરી લેવાની જરૂર નથી, તેમણે માત્ર ઓફિસરને જાણ કરવાની છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે કહ્યું કે, પ્રાઈવેટ લેબોરેટરીને કોરોના ટેસ્ટ માટે સરકારી મેડિકલ અધિકારીની મંજૂરી લેવાની નવી સિસ્ટમે દર્દીઓ માટે મુશ્કેલી સર્જી છે. જેના પર રાજ્ય સરકારે ફેરવી તોળતા કોર્ટમાં જણાવ્યું કે, નવી સિસ્ટમમાં પ્રાઈવેટ લેબોરેટરીઓએ અધિકારીને જાણ કરવાની હતી, મંજૂરી લેવાની નહોતી.

પ્રાઈવેટ લેબોરેટરીમાં કોવિડ-19ના ટેસ્ટિંગ માટે મૂકેલા પ્રતિબંધોને પડકારતી અરજીની સુનાવણી જસ્ટીસ પારડીવાલા અને જસ્ટીસ વિક્રમનાથની બેન્ચ કરી રહી હતી. જસ્ટીસ પારડીવાલાએ કહ્યું, ‘તેઓ (ડોક્ટર્સ અને પ્રાઈવેટ લેબ) જાણ કરવા માટે ફરજથી બંધાયેલા છે, પરંતુ અધિકારીઓએ હું પરમીશન આપીશ કે નહીં તે ન કહેવું જોઈએ.’

બેન્ચે બાદમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને નોટિસ મોકલવાનું નક્કી કર્યું, જેથી તેમના દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ અને પ્રાઈવેટ લેબોરેટરીમાં ટેસ્ટિંગ પર પ્રતિબંધ વચ્ચે તર્કસંગત શું છે તે જાણી શકાય. કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી એવી દલીલ આપવામાં આવી કે તેઓ માત્ર ICMRની ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યા છે, જેના જવાબમાં કોર્ટે આવો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 17મી મેથી કોરોના ટેસ્ટ કરવા માટે પ્રાઈવેટ લેબને સરકારી મેડિકલ ઓફિસરની મંજૂરી લેવી ફરજિયાત બનાવ્યું હતું. આ નિર્ણયને અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) અને પ્રિતેશ શાહએ પોતાના એડવોકેટ અંશિન દેસાઈ અને પાર્થ કોન્ટ્રાક્ટર દ્વારા હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં દલીલ કરી કે, કોરોનાની ટેસ્ટિંગ કિટ્સની કોઈ અછત નથી અને સરકાર માત્ર ICMRની ગાઈડલાઈન્સનું પાલન કરી રહી છે. આ માત્ર જાણ કરવાની છે અને મેડિકલ ઓફિસર દ્વારા 1 કલાકની અંદર રિસ્પોન્સ આપવામાં આવે છે.

શહેરના અન્ય એક સીનિયર સર્જન ડો. મલય પટેલ દ્વારા પણ રાજ્ય સરકારની ટેસ્ટિંગ પોલિસી સામે પીટિશન દાખલ કરવામાં આવી હતી. તેમના વકીલ યતિન ઓઝાએ અરજીમાં જણાવ્યું કે, સરકાર કોઈ વ્યક્તિને ટેસ્ટ કરતા રોકી ન શકે.

કોર્ટમાં વરિષ્ઠ સલાહકાર અંશિન દેસાઈએ પણ અમદાવાદ મિરરમાં પબ્લિશ થયેલી રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં  કોરોના ટેસ્ટની રાહ જોઈ રહેલા વ્યક્તિનું પ્રાઈવેટ હોસ્પિટલમાં મોત થઈ ગયું હતું. દેસાઈએ દલીલમાં કહ્યું, અમદાવાદ મિરર છેલ્લા ત્રણ દિવસથી ટેસ્ટિંગની રાહ જોતા મોતને ભેટેલા દર્દીઓની સ્ટોરી પબ્લિશ કરે છે. આ સૌથી દુઃખદ અને હેરાન કરનારી બાબત છે.


Source: iamgujarat.com

Related posts

ચીન બોર્ડર પહોંચવા માટે મહત્વનો બૈલી બ્રિજ 10 સેકન્ડમાં જ તૂટી પડ્યો

Amreli Live

બિસ્કિટનો ઉપયોગ કરીને આ રીતે બનાવો બાળકોના મનપસંદ ચોકલેટ બોલ્સ

Amreli Live

મુંગળવારથી શરુ થાય છે શ્રાવણ મહિનો, આ રીતે ઘરમાં શિવ પૂજા કરવાથી દૂર થાય છે કષ્ટો

Amreli Live

ટીવી પર ડેબ્યૂ કરશે એક્ટ્રેસ ઈશા દેઓલ!, આ પૌરાણિક સીરિયલમાં જોવા મળશે

Amreli Live

ગેંગસ્ટર વિકાસ દુબે પર બનશે વેબ સીરિઝ, જાણો સમગ્ર માહિતી

Amreli Live

નીતિન પટેલની જાહેરાત, ગુજરાતમાં હવે રુ. 2500માં ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થશે

Amreli Live

સુશાંતને માતાની જેમ સાચવતી હતી અંકિતા, કરિયર પણ દાવ પર લગાવી દીધું હતું : સંદીપ સિંહ

Amreli Live

COVID 19: હોસ્પિટલની મુલાકાત લેતી વખતે આટલી બાબતોની ખાસ તકેદારી રાખજો

Amreli Live

ચટપટું ખાવાના શોખીન હો તો બનાવો ‘આલુ-ચણા ચાટ’, માત્ર 20 મિનિટમાં બની જશે

Amreli Live

ચીનમાં કોરોનાના 60થી વધુ કેસ સામે આવ્યા, યુદ્ધ સ્તરે તપાસ શરુ કરાઈ

Amreli Live

એડમ ગિલક્રિસ્ટે આ ભારતીય નર્સનો માન્યો આભાર, રાતોરાત બની ગઈ સ્ટાર

Amreli Live

પ્રતિબંધીત ચીની એપ્લિકેશનને સરકારની ચેતવણી, આદેશ ન માન્યો તો…

Amreli Live

15 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર, દુનિયાનો ત્રીજો આવો દેશ બન્યો

Amreli Live

કોરોનાના કારણે ક્રિકેટમાં આવ્યો આ નવો નિયમ, તેનો ભંગ કરનાર પ્રથમ ખેલાડી બન્યો સિબ્લી

Amreli Live

બાંદ્રામાં જોવા મળ્યા નીતૂ કપૂર, તેમના લૂક નહીં આ બાબતે ખેંચ્યું સૌનું ધ્યાન

Amreli Live

ડિસ્કાઉન્ટ, કેશબેકની જોરદાર ઓફર્સ, છતાંય મોલમાં કાગડા ઉડી રહ્યા છે!

Amreli Live

દુનિયાની કોઈ તાકાત ભારતની એક ઈંચ જમીનને પણ છીનવી શકે તેમ નથી: રાજનાથ

Amreli Live

અસ્થમાથી પીડિત મહિલાને હોસ્પિટલ્સે આપ્યો નહીં પ્રવેશ, થયું મોત

Amreli Live

10 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને થોડી મહેનતથી જ સારું પરિણામ મળશે

Amreli Live

શિયાળબેટ પર લોકોની લોકોની જાગરૂકતાને ધન્યવાદ : જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક

Amreli Live