29 C
Amreli
22/09/2020
bhaskar-news

સમય છે કાલે સવારે આવજો કહીં ડોક્ટરે કાઢી મુકેલી પ્રસુતાએ રોડ ઉપર પુત્રને જન્મ આપ્યોલોકડાઉનના માહોલમાં લિંબાયતની એક સગર્ભાને ડોક્ટરે કાઢી મૂક્યા બાદ ક્લિનિક બહાર રોડ ઉપર પ્રસુતિ થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પ્રસુતિની પીડાથી કણસતી સગર્ભાની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું અને 9 મહિના પુરા થયા બાદ અચાનક દુઃખાવો ઉપડતા પરિવાર ઘર નજીકના ક્લિનિકમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ રોડ ઉપર પ્રસુતિ થયા બાદ પ્રસુતાને કોઈ તબીબી સારવાર ન મળતા હાથમાં નવજાત બાળકને લઈ પ્રસુતા ઘરે ચાલી જવા મજબૂર બની હોવાનો પરિવારે ડોક્ટર પર આરોપ મુક્યો છે.

ક્લિનિકમાંથી બહાર આવતા જ મહિલા રોડ પર ઢળી પડી

જલાલુદીન અન્સારી (પીડિત મહિલા ના પતિ) એ જણાવ્યું હતું કે હાલ કોરોના વાઇરસને લઈ લિંબાયત વિસ્તાર હોટ સ્પોટ જાહેર થયો છે. આવા સંજોગોમાં રવિવારની મોડી સાંજે તેમની સગર્ભા પત્ની જમીલાને અચાનક પ્રસુતિનો દુઃખાવો ઉપડતા પરિવારના સભ્યો ઘર નજીકના ખાનગી ડોક્ટરના ક્લિનિક પર લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક ચેકઅપ કરી ડોક્ટરે ઘરે ચાલી જવાની સલાહ આપી સવારે આવજો હજી સમય છે એમ કહીં કાઢી મુક્યાં હતા. આવા સંજોગોમાં પ્રસુતિની પીડા સાથે ક્લિનિક બહાર આવતા જ જમીલા રોડ ઉપર ઢળી પડી હતી અને ગણતરીની મિનિટોમાં બાળકને જન્મ આપ્યો હતો.

કોરોનાના કહેર વચ્ચે ડોક્ટર માનવતા ભૂલી ગયો

પરિવારજનો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબની બુમો પાડતા રહ્યા પણ કોઈ મદદે આવ્યું ન હતું. એટલું જ નહીં પણ બાળકના જન્મ બાદ નાળ કાપી દવા આપનાર ડોક્ટરે 8 હજારનું બિલ બનાવી રૂપિયાની માંગ કરી હતી. સાહેબ આટલા બધા રૂપિયા કેવી રીતે થાય એટલું જ પૂછતાં દવાખાનામાંથી કાઢી મુક્યા હતા. એક બાજુ પ્રસુતિ બાદનો દુઃખાવો અને બીજી બાજુ હાથમાં નવજાત બાળકને લઈ જમીલા ઘરે આવી ગઈ હતી. જમીલાની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને જમીલાને આ ચોથી પ્રસુતિ હતી. કોરોનાના કહેર વચ્ચે એક ડોક્ટર માનવતા ભૂલી ગયો હોવાનું પહેલીવાર જોયું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મહિલાએ રોડ પર પુત્રને જન્મ આપ્યો

Related posts

આવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

શહેરમાં નવા 164 કેસ અને 19 મોત સાથે કુલ 2543 પોઝિટિવ કેસ, 128 દર્દીના મોત

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

Amreli Live

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

1 જૂનથી સમગ્ર દેશમાં 200 સ્પેશિયલ ટ્રેનો પાટા પર દોડશે, એડવાન્સ અને તત્કાલ ક્વોટાની ટિકિટ મળશે

Amreli Live

વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

Amreli Live

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; અધિકારીએ અંતિમ સંસ્કાર કર્યા

Amreli Live

ચીની કંપનીઓની 5 લાખ રેપિડ એન્ટિ બોડી ટેસ્ટ કિટ ખરાબ, ઓર્ડર રદ્દ, સરકારે કહ્યું-ડીલ રદ્દ થવાથી આપણો એક રૂપિયો પણ ડૂબશે નહીં

Amreli Live

મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો

Amreli Live

હાલોલ-વડોદરા રોડ પર આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતું દંપતી પોઝિટિવ આવ્યું, સાથી કામદારોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે

Amreli Live

21.52 લાખ કેસઃ સતત ત્રીજા દિવસે 60 હજારથી વધુ દર્દી વધ્યા, પરંતુ સારા સમાચાર તો એ છે કે ત્રણ દિવસથી 50 હજારથી વધુ દર્દી સાજા પણ થયા

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

કોરોના પ્રસર્યો તેના 28 દિવસમાં પ્રથમ વખત એકસાથે 78 કેસ, વધુ ત્રણનાં મોત, મૃતકમાં ત્રણે ત્રણ મહિલાઓ

Amreli Live

રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

અત્યાર સુધી 11,637 કેસ-399 મોતઃ દેશમાં હોટસ્પોટ વાળા 170 જિલ્લા, હજુ સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 492 કેસ અને 33ના મોત, કુલ 18,609 કેસ- મૃત્યુઆંક 1155

Amreli Live