27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યુંરાત્રે નવા વાગતા જ સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળી ઉઠ્યું છે. લોકોએ દીવા પ્રગટાવવાની સાથે સાથે ફટાકડા પણ ફોડ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારમાં લોકોએ ફટાકડા ફોડ્યાં છે. જ્યારે વડોદરામાં લોકોએ ચાઇનીઝ તુક્કલ ઉડાવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આવેલા દેવસ્થાનોમાં પણ રોશની કરવામાં આવી છે. જેમાં સાળંગપુરમાં આવેલા હનુમાનજી મંદિરનું પરિસર પણ દીવડાંઓથી ઝગમગી ઉઠ્યું છે. તો બીજી તરફ ગોંડલમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ 5000 દીવાઓ પ્રગટાવવામાં આવ્યાં છે.સાળંગપુરમાં આવેલા હનુમાનજી મંદિરમાં દીવડાં પ્રગટાવવામાં આવ્યાં છે. જેમાં સમગ્ર મંદિર પરિસર દીવાઓથી ઝળહળી ઉઠ્યું છે.ન્યૂ સાઉથ વેલ્સ,ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓએ ત્યાં દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાનના સંદેશને આવકાર્યો છે. ડિમ્પલ વૈષ્ણવ, પરાશર વૈષ્ણવ અને ઇશાન વૈષ્ણવે પોતપોતાનાઘરના દરવાજે દીપ પ્રાગટ્ય કર્યું છે.

લોકોએ વિવિધ પ્રતિકૃતિ બનાવી એકતાનો સંદેશ આપ્યો
રાજ્યમાં લોકોએ દીવાથી વિવિધ પ્રતિકૃતિ બનાવી એકતાનો સંદેશ આપ્યો છે. ત્યારે રાજકોટમાં પોલીસે લોગો બનાવ્યો છે. તો બીજી તરફ પેટ્રોલપંપમાં મોદીના નામની આકૃતિ બનાવવામાં આવી છે. વડોદરામાં લોકોએ ભારતનો નકશો બનાવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ક્યાંક ગો કોરોના ગો જેવા સ્લોગન આકારમાં પણ લોકોએ પ્રતિકૃતિ બનાવી છે.

રાજકોટ પોલીસે દીવાઓથી લોગો બનાવ્યો

અમદાવાદની શેરીઓ પણ દીવાથી ઝળહળી

અમદાવાદના અનેક વિસ્તારોમાં સ્થાનિકોએ પોતપોતાના ઘરના ઓટલાઓ પર ઉભા રહીને હાથમાં દીવડાઓ તેમજ મીણબત્તી પ્રગટાવી છે. હવે નવ મિનિટ સુધી સતત પ્રજવલિત રાખી કોરોના વાઇરસને ડામવા માટે એકતાનો સંદેશ આપ્યો.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકોએ ફટાકડાં પણ ફોડ્યાં છે. જ્યારે ઘાટલોડીયામાં લોકોએ ફટાકડાની સાથે સાથે શંખનાદ પણ કર્યો છે.

રાજકોટના એક પેટ્રોલ પંપમાં દીવાથી મોદીના નામની આકૃતિ બનાવી

પેટ્રોલપંપ બહાર દીવાથી મોદીનું નામ લખ્યું

રાજકોટમાં એક પેટ્રોલપંપની બહાર મોદીના નામની દીવડાંથી આકૃતિ બનાવી છે. ત્યારે બીજી તરફ રૈયા ચોકડી પાસે આવેલ ઓમ વાટિકા સોસાયટીમાં આજે સોસાયટીના અગ્રણીઓ દિપકભાઈ હરણેશા, ભાવેશભાઈ લીંબડ, નરસિંહભાઇ ચાવડા, ઋત્વિક સંચાણીયા દ્વારા કોરોના સામેની લડતમાં દીપ જ્યોતિની એક નાનકડી પ્રવૃત્તિ કરવામાં આવી.

સુરતમાં પણ ઘરની લાઈટો બંધ કરી દીવડા કર્યા
શહેરમાં દરેક ઘરમાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યાં હતાં. નવ વાગતાની સાથે જ ઘરની તમામ લાઈટો બંધ કરીને પરિવારના દરેક સભ્યો એકસાથે કપૂરના દીવા લઈને બાલ્કનીમાં અને છત પર પહોંચી ગયાં હતાં. કોરોના સામેની અંધકારભરી લડાઈમાં દીવડાં પ્રગટાવીને કોરોના સામેની લડતમાં જીત મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

રીબડા ગુરુકુળનું પ્રાંગણ સાત હજાર દીવડાંઓથી ઝળહળીયું

ગોંડલના અક્ષર મંદિરે 5000 દીપ પ્રગટાવવામાં આવ્યા

ગોંડલના રીબડામાં આવેલા SGVP ગુરુકુલનું પ્રાંગણ સાત હજાર દીવડાઓની ઝળહળી ઉઠ્યું છે. જે દીવડાઓ દ્વારા પોલીસનો લોગો બનાવવામાં આવ્યો હતો અને કોરોનાના કાળા કેરમાં પોતાના જીવને જોખમમાં મૂકી રાત્રિ-દિવસ લોકોની સુખાકારી માટે ખડેપગે સેવામાં જોડાયેલા પોલીસ કર્મીઓ તથા મેડિકલ કર્મીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી સહિત વડાપ્રધાનના માતાએ પણ દીવડાં પ્રગટાવ્યાં

દીવા સાથે વડાપ્રધાનના માતા હિરાબા

ગુજરાતના મુખ્યમંત્રી સહિત તેમના પત્નીએ પણ ઘરઆંગણે દીવા પ્રગટાવી વડાપ્રધાનના સંદેશને આવકાર્યો છે. આ ઉપરાંત વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવડાં પ્રગટાવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વડાપ્રધાનના માતાએ પણ દીવડાં પ્રગટાવ્યા


મુખ્યમંત્રીએ પણ દીપ પ્રાગટ્ય કર્યું


નાયબ મુખ્યમંત્રી પણ મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરી સહપરિવાર સાથે ઘરના બારણે ઊભા રહ્યાં હતા


રાજકોટ ડ્રોન વ્યૂ


લોકોએ ‘ગો કોરોના ગો’નું સ્લોગન બનાવ્યું


હનુમાનજી મંદિર દીવાથી ઝળહળી ઉઠ્યું


વિદેશમાં રહેતા ભારતીયોએ દિપ પ્રગટાવ્યાં

Related posts

ગુજરાતમાં શોપિંગ મોલ તો ખુલ્યા, પણ 24 દિવસેય હજી કાગડા ઉડે છે, 50% દુકાનો બંધની બંધ

Amreli Live

કોરોનાના સંકટની વચ્ચે રશિયાએ અમેરિકાની મદદ માટે હાથ લંબાવ્યો, ટ્રમ્પે કહ્યું- પુતિનની શાનદાર ઓફર

Amreli Live

ભાવનગરમાં 15 મિનિટમાં 1 ઇંચ, રસ્તાઓ પર પાણી ભરાયા, બાબરાના ધરાઇ ગામે 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

Amreli Live

‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે નિધન

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 28/03/2020 ને સાંજે 7.45 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

મોદીની ટકોરથી ગુજરાતે એકાએક ટેસ્ટ વધાર્યા, છતાં અન્ય રાજ્યો કરતાં હજી ઓછા, ગુજરાત કરતાં આસામમાં કેસ ઓછા-ટેસ્ટિંગ બમણું

Amreli Live

મોડી રાત્રે સચિન પાયલટ જૂથના 15 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા, હાઈકમાન્ડને રજૂઆત કરશે

Amreli Live

કોરોના સંકટ વચ્ચે આઝાદીની ઉજવણી, થોડીવારમાં વડાપ્રધાન મોદી ધ્વજ ફરકાવશે

Amreli Live

કોરોના પોઝિટિવની માહિતી આસપાસના લોકોને મળે એ માટે AMCએ નામ આપવાનું સૌ પ્રથમ શરૂ કર્યું, અચાનક જ બંધ પણ કરી દીધું

Amreli Live

ATMથી ચેપ; 3 આર્મી જવાનના રિપોર્ટ પોઝિટિવ, મૃત્યુ આંક 10 પર પહોંચ્યો, 221 પોઝિટિવ કેસ

Amreli Live

કોરોના વોરિયર્સ પર હુમલો કરનારા કુલ 26 લોકો સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કરીઃ શિવાનંદ ઝા

Amreli Live

વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી, તાંદલજામાં સેનેટાઇઝની કામગીરી પૂરજોશમાં

Amreli Live

સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

Amreli Live

કોરોનાનો ચેપ લાગ્યા બાદ 100માંથી 79 દર્દીઓમાં હાર્ટ ડેમેજ અને હૃદયમાં સોજો આવવાની ફરિયાદ નોંધાઈ, કોરોનામાંથી રિકવર થયા બાદ 80%ને હૃદય સંબંધિત સમસ્યાઓ શરૂ

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક જ ઘરમાં ઘૂસેલા 2 અધિકારી અને 2 જવાનો સાથે આર્મીનો કલાકોથી સંપર્ક નથી થઇ રહ્યો

Amreli Live

જેમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ 25, ચીન મુદ્દે PMને પુછ્યુ- જવાનોને હથિયાર વગર કોણે મોકલ્યા;એકમાં લખ્યું- મારા કાર્યકર્તાઓ પર આંચ નહીં આવવા દઉં

Amreli Live

ભારત-ચીનમાં આ વર્ષે 70 પ્રોગ્રામ થવાના હતા, પરંતુ ગલવાનના પગલે અશકય; સરકાર ચીન પર ઝડપથી કેટલાક આર્થિક પ્રતિબંધો લગાવી શકે છે

Amreli Live

બપોર બાદ જામનગર-સુરતમાં એક-એક પોઝિટિવ કેસ, રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના 16 દર્દી વધ્યાં

Amreli Live

મહાનગરોમાં નોકરીઓ ઘટી; અમદાવાદ, બેંગલુરુ, ચંડીગઢ જેવાં શહેરોમાં નોકરીઓ વધી, કોર્પોરેટ્સ પણ શિફ્ટ થઈ રહ્યા છે

Amreli Live