29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણયકોરોના મહાસંકટનો સામનો કરવા માટે લાગુ કરાયેલ લોકડાઉનમાં ત્રીજી વખત કેન્દ્ર સરકારે વધારો કર્યો છે.શુક્રવારે સાંજે જાહેર કરાયેલ નિર્ણય મુજબ3મેએ પૂરી થનારી લોકડાઉનની મુદતમાં વધુ બે અઠવાડિયાનો ઉમેરો કરાયો છે.આથી હવે17મે સુધી સમગ્ર દેશ લોકડાઉનમાં રહેશે. ભારતમાં હવે કુલ 56 દિવસનું લોકડાઉન થયું છે.

સતત વધતા કોરોનાના કેસને રોકવા નિર્ણય

દેશભરમાં લાગુ કરાયેલ લોકડાઉનની બીજી મુદત આગામી3મેના રોજ પૂર્ણ થાય એ પહેલાં ગૃહ મંત્રાલયે વધુ બે અઠવાડિયાનો વધારો જાહેર કરી દીધો છે.દેશભરમાં કોરોના સંક્રમણના સતત વધી રહેલા કેસને રોકવા અને ખાસ તો અત્યાર સુધી લોકડાઉનના ચુસ્ત પાલન વડે મેળવેલ ફળશ્રુતિને આગળ વધારવા લોકડાઉનની અવધિ લંબાવવામાં આવી છે.આ અંગે ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા પણ જાહેર કરશે. આગામી બે સપ્તાહ સુધી રેલ વ્યવહાર, બસ સેવા, મેટ્રો, હવાઇ સેવા (ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક) બંધ રહેશે. આ સિવાય સ્કૂલ, કોલેજ, મોલ પણ બંધ રહેશે.

ક્લસ્ટર એરિયામાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે

અગાઉ રાજ્ય સરકારોએ નક્કી કરેલ રેડ,ઓરેન્જ અને ગ્રીન ઝોનના વિસ્તારોમાં આંશિક છૂટછાટો મળી શકે છે.ક્લસ્ટર એરિયામાં જોકે લોકડાઉનનું પૂરી સખ્તાઈથી પાલન કરવામાં આવશે.લોકડાઉનની અવધિ લંબાવવામાં આવતાં હવાઈ સેવા,જાહેર પરિવહન અને રેલવે સેવા સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે.

આ પ્રતિબંધ દરેક ઝોનમાં લાગૂ રહેશે

 • એરટ્રાવેલ, રેલવે, મેટ્રો, રાજ્યો વચ્ચે કોઇ પણ પ્રકારનું પરિવહન બંધ રહેશે.
 • સ્કૂલ, કોલેજ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
 • હોટલ, રેસ્તરાં, સિનેમા હોલ, જિમ , સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ રહેશે.
 • કોઇ પણ પ્રકારના રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોના આયોજન પર રોક છે.
 • 65 વર્ષથી વધુની ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અન એવા લોકો જેમને પહેલાથી બીમારી છે, તેમને બહાર નિકળવાની મંજૂરી નથી.
 • ઓપીડી, મેડિકલ સર્જરીની સેવાઓ ચાલુ રહેશે.
 • રેડ ઝોનમાં શું શું ચાલુ રહેશે
 • દેરક ઉદ્યોગ, બાંધકામ કાર્યોની મંજૂરી રહેશે. તેમાં મનરેગા, ફુડ પ્રોસેસિંગ યુનિટ, ઇંટ ભઠ્ઠી ચાલુ રહેશે
 • ગ્રામીણ ક્ષેત્રોમાં શોપિંગ મોલ છોડીને દરેક પ્રકારની દુકાનો ચાલુ રહેશે. ખેતી અને પશુપાલનથી જોડાયેલી ગતિવિધિઓ શરુ થશે.
 • બેન્ક, ફાયનાન્સ કંપની, વીમા અને કેપિટલ માર્કેટની એક્ટિવિટી ચાલુ રહેશે. આંગણવાડીનું કામ પણ ચાલુ રહેશે.
 • પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, આઇટી સેક્ટર, ડેટા અને કોલ સેન્ટર, કોલ્ડ સ્ટોરેજ પ્રાઇવેટ સિક્યોરિટી સર્વિસ ચાલુ રહેશે.
 • મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ડ્રગ્સ, ફાર્મ, મેડિકલ ડિવાઇસ, જૂટ ઇન્ડસ્ટ્રી ચાલુ રહેશે, પરંતુ અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે.
 • ઓરેન્જ ઝોનમાં આ ગતિવિધિઓમાં છૂટ
 • ટેક્સી અને કેબ સંચાલનની મંજૂરી . એક ડ્રાઇવર સાથે એક જ પેસેન્જર રહેશે
 • જિલ્લાની અંદર આવવા જવાનું થઇ શકશે.
 • ફોરવ્હિલરમાં માત્ર બે લોકો સફર કરી શકશે.
 • ગ્રીન ઝોનમાં શેની છૂટ રહેશે
 • બસોના સંચાલનમાં છૂટ, પરંતુ એક બસમાં 50 ટકા પ્રવાસીઓના બેસવાની મંજૂરી.
 • દરેક પ્રકારની ગતિવિધિઓ માટે મંજૂરી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી.
 • કોઇ પણ કાર્યક્રમ કરાવવા પહેલા વહીવટીતંત્રની મંજૂરી લેવી પડશે. કાર્યક્રમમાં નિર્ધારિત લોકો જ સામેલ થઇ શકશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


દિલ્હી ગુડગાંવ સ્થિત બોર્ડર પર ઊભા રહેલા પોલીસ કર્મી. દિલ્હીમાં કોરોના વાઇરસના વધતા જતા કેસ મામલે હરિયાણા સરકારે આ સરહદને સીલ કરવાનો નિર્ણય કર્યો છે.

Related posts

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

ખાખી પહેરી છે તો ખતરો તો હોય જ, અમે ફ્રન્ટ પર છીએ પણ લોકોની સુરક્ષા માટે અમે છીએ : રાજ્ય પોલીસવડા

Amreli Live

આજે સવારે 6 વાગ્યાથી યાત્રા શરૂ, હાલ ભીડ ઘણી ઓછી;પહેલા ગર્ભગૃહથી દર્શન કરવામાં અઢી કલાકનો સમય લાગતો હતો, હવે માત્ર પાંચ મિનિટ લાગે છે

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી, અમિતાભ-અભિષેક હજુ પણ સારવાર હેઠળ

Amreli Live

કુલ કેસ 5.85 લાખઃ આરોગ્ય સેતુ એપ લોગઈન કરવામાં મુશ્કેલી, બંગાળ સરકારની માંગ-હોટ સ્પોટથી વિમાની સેવા અટકાવવામાં આવે

Amreli Live

અત્યાર સુધી 4822 કેસઃCM ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રી નજીક ચા વેચતો વ્યક્તિ સંક્રમિત, અહીંયા તહેનાત 150 જવાન ક્વૉરન્ટીન

Amreli Live

હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી 36 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ તબીબના સંપર્કમાં આવેલા 28 દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા

Amreli Live

1 કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ બનાવવા ગુજરાત સરકારે દવા કંપનીઓને ઓર્ડર આપ્યો

Amreli Live

17 દિવસે સમજાયું, તંત્ર ફફડ્યું; અંતે કર્ફ્યૂ, જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીમાં 400 પોલીસની કિલ્લેબંધી

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

વિશ્વભરમાં મૃત્યુઆંક બે લાખને પાર: અમેરિકામાં 24 કલાકમાં 2494 લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને સ્પેશ્યલ ટ્રેન ભોપાલ પહોંચી,પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન માટે રવાના

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું-ડેમોક્રેટ કેન્ડિડેટ બાઈડન એટલા સક્ષમ નથી કે દેશની કમાન સંભાળી શકે, તે માનસિક થાકેલા છે

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

બિપિન રાવતે કહ્યું- કોરોનાએ ત્રણેય સેનાને ઓછી અસર કરી, ધૈર્ય અને અનુશાસનથી તેનો સામનો કરી શકાશે

Amreli Live

સતત ત્રીજા દિવસે નવા 500થી વધુ કેસ, રાજ્યમાં કુલ કેસ 24628, મૃત્યુઆંક 1534 અને 17090 દર્દી ડિસ્ચાર્જ

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશે, અરજી કરવા માટે સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરાશેઃ અશ્વિની કુમાર

Amreli Live