34.2 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

સપનામાં પાણી, લગ્ન, સાપ સાથે આ વસ્તુઓ દેખાય, તો તેનો શું અર્થ છે, જાણો એવા 100 ઉદાહરણ.

જો તમારા સપનામાં પૈસા, સ્વર્ગ, દુશ્મન વગેરે વસ્તુઓ દેખાય તો જાણો તેનો શું અર્થ થાય છે.

જો સપનામાં પાણી દેખાય છે, તો તેનો અર્થ છે કે ધનની પ્રાપ્તિ થવાની છે. જીવતા વ્યક્તિને સપનામાં મૃત જોઈ લીધો, તો માનવામાં આવે છે કે તેનું આયુષ્ય વધવાનું છે. આવા પ્રકારની ઘણી માન્યતાઓ છે.

આપણે બધા જોઈએ છીએ. સપનાની દુનિયા સદાથી રહસ્યમયી રહી છે. ઘણા સપના વિચિત્ર હોય છે, તો ઘણા સુખદ, ઘણા બિહામણા તો ઘણા એવા જેને ક્યારે પણ ભૂલવાનું મન નથી થતું. પરંતુ સપનાથી જીવનની ઘટનાઓના સંકેત મળે છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે જો સપનામાં પાણી દેખાય તો તેનો અર્થ એ છે કે આપણેને ધનની પ્રાપ્તિ થવાની છે. જો કોઈ જીવતા વ્યક્તિને સપનામાં મૃત જોઈ લીધા તો માનવામાં આવે છે કે તેનું આયુષ્ય વધવાનું છે.

આ રીતે ઘણી વાતો છે, ઘણી માન્યતાઓ છે. સ્વપ્નશાસ્ત્રના જાણકારો, જ્યોતિષીઓ, હસ્તરેખા નિષ્ણાંતોનું માનવું છે કે સપનામાં ભવિષ્યમાં બનનારી ઘટનાઓની આગમચેતી મળે છે જે સાંકેતિક હોય છે. જો આપણે તેની ઉપર ઘ્યાન આપીશું તો સપનામાં મળેલા સંકેત અને વાસ્તવિક જીવનની ઘટનાનો એકબીજા સાથે ક્યાય કોઈ સંબંધ સ્થાપિત હોય છે. અહિયાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવા ઘણા સંકેત અને તેનાથી પ્રાપ્ત થનારા સંભવિત ફળ.

1) સાંપ દેખાય – ધન લાભ

2) નદી દેખાય – સૌભાગ્યમાં વૃદ્ધી

3) નાચવા ગાવાનું દેખાય – અશુભ સમાચાર મળવાના યોગ

4) નીલગાય દેખાય – ભૌતિક સુખોની પ્રાપ્તિ

5) નોળિયો દેખાય – દુશ્મનના ભયથી મુક્તિ

6) પાઘડી દેખાય – માન-સન્માનમાં વૃદ્ધી

7) પૂજા થતી જોવા મળે – કોઈ યોજનાનો લાભ મળવો

8) ફકીર દેખાય – અતિ શુભ ફળ

9) ગાયનું વાછરડુ દેખાય – કોઈ સારી ઘટના બનવી

10) વસંત ઋતુ જોવા મળે – સૌભાગ્યમાં વૃદ્ધી

11) પોતાની બહેનને જોવી – કુટુંબીજનોમાં પ્રેમ વધવો

12) બિલ્લીપત્ર દેખાવા – ધન-ધાન્યમાં વૃદ્ધી

13) ભાઈ દેખાય – નવા મિત્ર બનવા

14) ભીખ માગવી – આર્થિક નુકશાન થવું

15) મધ દેખાય – જીવનમાં અનુકુળતા

16) પોતાનું મૃત્યુ દેખાય – ભયંકર રોગ માંથી મુક્તિ

17) રુદ્રાક્ષ દેખાય – શુભ સમાચાર મળવા

18) પૈસા દેખાય – ધન લાભ

19) સ્વર્ગ દેખાય – ભૌતિક સુખોમાં વૃદ્ધી

20) પત્ની દેખાય – દાંપત્ય જીવનમાં પ્રેમ વધવો

21) સ્વસ્તિક દેખાય – ધન લાભ થવો

22) હાથકડી દેખાય – ભવિષ્યમાં મોટી મુશ્કેલી

23) માં સરસ્વતીના દર્શન – બુદ્ધીમાં વધારો

24) કબુતર દેખાય – રોગ માંથી છુટકારો

25) કોયલ દેખાય – ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ

26) અજગર દેખાય – વેપારમાં નુકશાન

27) કાગડો દેખાય – ખરાબ સમાચાર મળવા

28) ગરોળી દેખાય – ઘરમાં ચોરી થવી

29) ચકલી દેખાય – નોકરીમાં બઢતી

30) પોપટ દેખાય – સૌભાગ્યમાં વૃદ્ધી

31) ભોજનની થાળી દેખાય – આર્થિક નુકશાનીના યોગ

32) ઈલાયચી દેખાય – માન-સન્માનની પ્રાપ્તિ

33) ખાલી થાળી દેખાય – ધન પ્રાપ્તિના યોગ

34) ગોળ ખાતા જોવા મળવું – સારો સમય આવવાનો સંકેત

35) સિંહ દેખાય – દુશ્મનો ઉપર વિજય

36) હાથી દેખાય – એશ્વર્યની પ્રાપ્તિ

37) કન્યાને ઘરમાં આવતા જોવી – માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવી

38) સફેદ બિલાડી દેખાય – આર્થિક નુકશાન

39) દૂધ આપતી ભેંસ દેખાય – ઉત્તમ અન્ન લાભના યોગ

40) ચાંચ વાળું પક્ષી દેખાય – ધંધામાં લાભ

41) પોતાને દિવાળીયા જાહેર કરવા – ધંધો બંધ થવો

42) ચકલીને રડતી જોવી – ધન-સંપત્તિનો નાશ થવો

43) ચોખા જોવા – કોઈ સાથે દુશ્મની સમાપ્ત થવી

44) ચાંદી દેખાય – ધન લાભ થવો

45) કાદવ જોવો – ચિંતાઓ વધવી

46) કાતર જોવી – ઘરમાં ઝગડા થવા

47) સોપારી જોવી – રોગ માંથી મુક્તિ

48) લાકડી જોવી – માન વધવું

49) ખાલી બળદગાડી જોવી – નુકશાન થવું

50) ખેતરમાં પાકા ઘઉં જોવા – ધન લાભ થવો

51) કોઈ સંબંધીને જોવા – ઉત્તમ સમયની શરુઆત

52) તારામંડળ જોવું – સૌભાગ્યની વૃદ્ધી

53) તાશ જોવા – સમસ્યામાં વૃદ્ધી

54) તીર દેખાવા – ધ્યેય તરફ આગળ વધવું

55) સુકું ઘાંસ દેખાવું – જીવનમાં સમસ્યા

56) ભગવાન શિવ જોવા – મુશ્કેલીઓનો અંત

57) ત્રિશુલ દેખાવું – દુશ્મનોથી છુટકારો

58) દંપત્તિ જોવું – દાંપત્ય જીવનમાં અનુકુળતા

59) દુશ્મન દેખાવો – ઉત્તમ ધનલાભ

60) દૂધ દેખાવું – આર્થિક પ્રગતી

61) ધનવાન વ્યક્તિ દેખાય – ધન પ્રાપ્તિના યોગ

62) દીવાસળી સળગાવવી – ધનની પ્રાપ્તિ

63) સુકું જંગલ દેખાવું – મુશ્કેલીમાં વધારો

64) મૃતદેહ જોવો – બીમારી દુર થવી

65) ઘરેણા દેખાવા – કોઈ કાર્ય પૂર્ણ થવું

66) જાંબુ ખાવા – કોઈ સમસ્યા દુર થવી

67) જુગાર રમવું – વેપારમાં લાભ

68) ધન ઉધાર આપવું – વધુ ધનની પ્રાપ્તિ

69) ચંદ્ર દેખાવો – સન્માન મળવું

70) ચીલ દેખાવું – દુશ્મનોથી નુકશાન

71) ફળ-ફૂલ ખાવું – ધન લાભ થવો

72) સોનું મળવું – આર્થિક નુકશાન થવું

73) શરીરનું કોઈ અંગ કપાયેલું જોવું – કોઈ કુટુંબીજનનું મૃત્યુના યોગ

74) કાગડો દેખાવો – કોઈના મૃત્યુના સમાચાર મળવા

75) ધુમાડો દેખાવો – વેપારમાં નુકશાન

76) ચશ્માં પહેરવા – જ્ઞાનમાં વધારો

77) ભૂકંપ દેખાવો – સંતાનને દુઃખ

78) રોટલી ખાવી – ધન લાભ અને રાજયોગ

79) ઝાડ ઉપરથી પડતા જોવું – કોઈ રોગથી મૃત્યુ થવું

80) સ્મશાનમાં દારુ પીવો – તરત મૃત્યુ થવું

81) રૂ જોવું – નીરોગી થવાના યોગ

82) કુતરા દેખાવા – જુના મિત્રોને મળવું

83) સફેદ ફૂલ દેખાવું – કોઈ સમસ્યા માંથી છુટકારો

84) ઘુવડ દેખાવું – ધન હાની થવી

85) સફેદ સાંપ કરડવો – ધન પ્રાપ્તિ

86) લાલ ફૂલ દેખાવું – ભાગ્ય ચમકવું

87) નદીનું પાણી પીવું – સરકાર તરફથી લાભ

88) ધનુષ્ય ઉપર પ્રત્યંચા ચડાવવી – ખ્યાતીમાં વૃદ્ધી અને બઢતી

89) કોલસા દેખાવા – ખોટા ઝગડામાં ફસાવું

90) જમીન ઉપર પથારી કરવી – દીર્ઘાયુ અને સુખમાં વૃદ્ધી

91) ઘર બનાવવું – પ્રસિદ્ધી મળવી

92) ઘોડો જોવો – સંકટ દુર થવું

93) ઘાંસનું મેદાન દેખાવું – ધન લાભના યોગ

94) દીવાલમાં ખીલી મારવી – કોઈ વડીલ વ્યક્તિથી લાભ

95) દીવાલ જોવી – સન્માન વધવું

96) બજાર જોવી – ગરીબી દુર થવી

97) મૃત વ્યક્તિને બોલાવવી – મુશ્કેલી અને દુઃખ મળવું

98) મૃત વ્યક્તિ સાથે વાત કરવી – મનપસંદ ઈચ્છા પૂરી થવી

99) મોતી દેખાય – પુત્રી પ્રાપ્તિ

100) શિયાળ દેખાવું – કોઈ નજીકના વ્યક્તિ દ્વારા દગો મળવો.


Source: 4masti.com

Related posts

તમારા વિનાશનું કારણ બને છે જ્યારે તમે સફળતા મળ્યા પછી પોતાના કર્તવ્યોને ભૂલી જાઓ છો.

Amreli Live

ટીના અંબાણીએ દીકરા અંશુલને જન્મદિનની આપી શુભેચ્છાઓ, સુંદર ફોટા શેર કરી લખ્યું – કુટુંબનો ખજાનો

Amreli Live

આ મંત્રનો જાપ કરી પૂજા દરમિયાન થયેલી વિધિ-વિધાનની ભૂલોની ક્ષમા માંગી શકો છો

Amreli Live

8GB રેમ અને Snapdragon 765G પ્રોસેસર સાથે Vivo X50e 5G થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસીફીકેશન્સ.

Amreli Live

આ બેંકોમાં ખોલી શકો છો ઝેરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ, જમા પૈસા પર મળશે સારું વ્યાજ.

Amreli Live

ભણવાની એવી ધગશ કે નેટવર્ક માટે યુવતીએ પહાડ ઉપર બનાવી ઝૂંપડી.

Amreli Live

શાસ્ત્રોમાં જણાવ્યું છે, કયા કારણોસર વ્યક્તિના ધનનો થાય છે નાશ, દેવી લક્ષ્મી પણ છોડે છે તેનો સાથ.

Amreli Live

અધિકમાસના કારણે એક મહિનો મોડેથી શરુ થશે શારદીય નવરાત્રી

Amreli Live

બુધનો આપણા જીવનમાં શું છે ફાળો? જાણો તેને મજબૂત કરવાના સરળ ઉપાય.

Amreli Live

આ અઠવાડિયે આ 8 રાશિઓ ઉપર વરસશે માતા રાણીની કૃપા, સુખ સંપત્તિથી ભરી દેશે ઘર

Amreli Live

બોલીવુડના 10 ધનાધન ડાયલોગ જેને સાંભળીને દેશભક્તિની ભાવના જાગૃત થઈ જશે.

Amreli Live

રાત્રે કે દિવસે આ એક વખત પીવો અને પથરીને હંમેશા માટે કહી દો ટાટા બાયબાય

Amreli Live

ડોક્ટર માતા છે ઘરમાં કોરેન્ટાઇન, દીકરીની માતાને જોવાની જિદ્દને કારણે દરવાજામાં લગાવવો પડ્યો કાચ, જાણો વધુ વિગત.

Amreli Live

ઉદયગિરિની ગુફામાં વિરાજમાન છે દેશની સૌથી પ્રાચીન બાળ ગણેશની મૂર્તિ, જાણો કોણે બનાવડાવી હતી.

Amreli Live

આ કિંમત પર લોન્ચ થયો દુનિયાનો પહેલો અંડર-ડિસ્પેલ કેમેરા વાળો 5G સ્માર્ટફોન, જાણો બીજા ફીચર્સ

Amreli Live

શું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે? જાણો એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ માહિતી

Amreli Live

‘તારક મેહતા’ ની અંજલિએ શો છોડવાનું જણાવ્યું કરણ, બોલી – ‘સેટ પર….’

Amreli Live

દૂધડેરી ઉપર 7000 રૂપિયા એક લિટરના ભાવે મળશે ગધેડીનું દૂધ, દૂધના ફાયદા છે અઢળક.

Amreli Live

કુંડળીમાં કેમદ્રુમ યોગ : જાણો જ્યોતિષિય પ્રભાવ અને દોષ નિવારણ ઉપાય

Amreli Live

જન્માષ્ટમી પર પૂજા-પાઠ સાથે જ ઉપવાસ કેમ કરવામાં આવે છે? યોગ, આયુર્વેદ અને ગ્રંથ દરેકમાં જણાવ્યું છે તેનું મહત્વ

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live