એવો કયો જીવ છે જેને અડસો તો કરંટ લાગે છે? IAS ઇન્ટરવ્યૂના આવા સવાલ જેના જવાબ તમને ખબર નઇ હોય. યુપીએસસી સિવિલ સેવા મુખ્ય પરીક્ષા જાન્યુઆરીમાં આવવાની છે, અને ઉમેદવારો તેની તૈયારીમાં લાગેલા છે. પરીક્ષામાં પાસ થયા પછી તે ઉમેદવારો ઇન્ટરવ્યૂનો સામનો કરશે. ઇન્ટરવ્યૂ પાસ કર્યા પછી ઓફિસરની ખુરશી માટેનો રસ્તો ખુલશે. પણ આ ઇન્ટરવ્યૂના ચક્રવ્યુને ધુરંધર જ તોડી શકે છે. યુપીએસસી ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં પુછવામાં આવતા સવાલ ઘણા મુશ્કેલ હોય છે. આ સવાલ તમારા મગજને કસરત કરાવશે અને તમને તેના જવાબ શોધવામાં મજા પણ આવશે.
હકીકતમાં ઇન્ટરવ્યૂમાં ઘણી વાર ટ્રિકી સવાલ પૂછવામાં આવે છે જે ચોપડીયા જ્ઞાનવાળા નહિ પણ મગજ કસવાવાળા હોય છે. તર્કશક્તિથી જ તેનો સાચો જવાબ શોધી શકાય છે. યુપીએસસીના ત્રીજા સ્ટેજમાં જયારે પર્સનાલિટી ટેસ્ટ એટલે કે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, ત્યારે સારા-સારા લોકોનો પરસેવો છૂટી જાય છે. તેમાં ઉમેદવારના વિચાર, તર્કશક્તિ અને ક્ષમતા પારખવામાં આવે છે. હકીકતમાં, આઈએએસ ઇન્ટરવ્યૂના સવાલ અને તેના મજેદાર જવાબ વાંચીને તમારું સામાન્ય જ્ઞાન વધશે.
સવાલ : તે કયું ફળ છે જેને ધોયા વગર સરળતાથી ખાઈ શકાય છે?
જવાબ : કેળું.
સવાલ : જો પૃથ્વી પરથી 5 સેકન્ડ માટે ઓક્સિજન ગાયબ થઈ જાય તો શું થાય?
જવાબ : આપણા પગ નીચેથી જમીન ખસીને 10-15 કિલોમીટર નીચે જતી રહે. ધાતુઓના છેડા વેલ્ડિંગ વગર જ આપમેળે જોડાઈ જાય. ધરતી પર ઠંડી વધી જાય. દરેક જીવિત કોશિકાઓ ફૂલીને ફાટી જાય. અને દરેક જીવજંતુ મૃત્યુ પામે.
સવાલ : માઈકલના પિતાના ત્રણ દીકરા છે. પહેલાનું નામ મે અને બીજાનું નામ જૂન છે, તો ત્રીજાનું નામ શું હશે?
જવાબ : માઈકલ.
સવાલ : એક છોકરો છોકરી પાસેથી પસાર થતા બોલ્યો 143. છોકરીએ જવાબ આપ્યો 25519, જણાવો છોકરીએ શું કહ્યું?
જવાબ : છોકરાના 143 નો અર્થ I love you થયો, તો છોકરીએ 25519 કહ્યું જેનો અર્થ છે,
25 = Y
5 = E
19 = S
એટલે કે ‘હા’.
સવાલ : ‘મને ઓછો ના સમજતા’ નો અંગ્રેજી અનુવાદ કરો.
જવાબ : Don’t Underestimate Me.
સવાલ : માણસ હૃદય વગર કેટલા દિવસ જીવતો રહી શકે છે?
જવાબ : હૃદય વગર માણસનું જીવતા રહેવું કોઈ ચમત્કારથી ઓછું નહિ હોય. પણ અમેરિકામાં એક વ્યક્તિ હૃદય વગર એક બે દિવસ નહિ પણ દોઢ વર્ષ સુધી જીવતો રહ્યો. અમેરિકામાં મિશિગન રાજ્યના પિસિલેંટ શહેરમાં 25 વર્ષીય એક વ્યક્તિનું હૃદય ન રહેવા છતાં પણ તે દોઢ વર્ષ સુધી જીવતો રહ્યો. સીએનએનના રિપોર્ટ અનુસાર, તે વ્યક્તિનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું, તે પહેલા તે 555 દિવસ સુધી (લગભગ દોઢ વર્ષ) હૃદય વગર જીવતો રહ્યો.
સવાલ : દુનિયામાં સૌથી વધારે ગર્લફ્રેન્ડ ક્યા પુરુષની હતી?
જવાબ : હોલીવુડની ટાઈટેનીક ફિલ્મના સુપરહેન્ડસમ અભિનેતા Leonardo Dicaprio ઘણા મોટા સુપરસ્ટાર છે. તેમની ફીમેલ ફેન ફોલોઈંગ દુનિયાભરમાં ઘણી વધુ રહી છે. લિયોનાર્ડોને સિક્રેટ મોડલ્સ સાથે રીલેશન માટે પણ ઓળખવામાં આવે છે. 2016 માં તેમણે એક શો માં તે વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે લગભગ 9,125 લોકો સાથે રીલેશનમાં રહ્યા છે. એટલા માટે સૌથી વધુ પાર્ટનર કે ગર્લફ્રેન્ડ લિયોનાર્ડોની રહેલી છે.
સવાલ : ટ્રેનના પાટા પર કાટ કેમ નથી લાગતો?
જવાબ : સતત ઘર્ષણ થવાને કારણે.
સવાલ : તે કઈ વસ્તુ છે જેના વગર કોઈને ઓળખી નહિ શકાય?
જવાબ : નામ.
સવાલ : જાપાનના લોકો કેળું ખાધા પછી તેની છાલનું શું કરે છે?
જવાબ : ફેંકી દે છે.
સવાલ : ગુલાબ, જાસુદ અને કમલમાં શું સમાનતા છે?
જવાબ : તે ત્રણેય ફૂલ છે.
સવાલ : જો તમે જમીનમાં ખાડો ખોદતાં જાવ તો શું અવકાશમાં નીકળશો?
જવાબ : 1970 માં રશિયાના વૈજ્ઞાનિકોએ ધરતીમાં ખાડો ખોદવાનું શરુ કર્યું હતું, પણ ફક્ત 12,262 મીટર સુધી પહોંચીને જ મશીને કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારે જમીનની અંદરનું તાપમાન 180 ડિગ્રી હતું. વૈજ્ઞાનિકો અનુસાર પૃથ્વીની સપાટી 6400 કિમિ ઊંડી છે. અને ખાડો ખોદીને અવકાશમાં જવાની વાત બકવાસ છે.
સવાલ : એવો કયો જીવ છે જેને અડસો તો કરંટ લાગે છે?
જવાબ : Electric Eel એક માછલી છે જે લગભગ 1.56 થી 2 મીટર લાંબી હોય છે, અને 600 થી 700 વોલ્ટનો કરંટ આપી શકે છે.
સવાલ : શું ખાંડની શોધ ચીનમાં થઈ હતી?
જવાબ : ના ભારતમાં.
સવાલ : સંસ્કૃત મૂળાક્ષરમાં કેટલા અક્ષર હોય છે?
જવાબ : સંસ્કૃત મૂળાક્ષરમાં 54 અક્ષર હોય છે.
સવાલ : પ્લાસ્ટિક મની કોને કહેવામાં આવે છે?
જવાબ : ક્રેડિટ કાર્ડને.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com