26.5 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

સંયુક્ત નામ ઉપર મકાન ખરીદવું છે ખુબ ફાયદાકારક સોદો, જાણો કેવી રીતે, જણાવી રહ્યા છે એક્સપર્ટ.

ઘણા બધા ફાયદા છે સંયુક્ત નામ પર મકાન ખરીદવાના, એક્સપર્ટ દ્વારા જાણો કેવી રીતે. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું રોકાણ સંયુક્ત નામ સાથે કરવું જોઈએ. તેમાં ઘણા પ્રકારના ફાયદા છે. મેં વિચાર્યું કે મારા વાચક મિત્રોને પણ આ ફાયદા વિષે જાણકારી જરૂર મળવી જોઈએ.

મારા એક સંબંધીને હાલમાં એક પ્રોપર્ટી લેવી હતી. મેં સ્વભાવિક રીતે જ પૂછી લીધું કે તમે કોના કોના નામ ઉપર પ્રોપર્ટી લેવાનું વિચાર્યું છે. એટલે તેમણે કહ્યું કે તેમાં વિચારવાનું શું છે. હું મારા જ નામ ઉપર પ્રોપર્ટી લઈશને? પછી મેં તેમને જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું રોકાણ સંયુક્ત નામ સાથે કરવું જોઈએ. તેમાં ઘણા પ્રકારના ફાયદા છે. મેં જયારે શાંતિથી તેને આ ફાયદા વિષે જણાવ્યું તો તેમણે ન માત્ર મારો આભાર માન્યો, પરંતુ પ્રોપર્ટી સંયુક્ત નામ ઉપર ખરીદવા માટે સહમત પણ થઇ ગયા.

તમે કયા લોકોને બનાવી શકો છો સંયુક્ત માલિક? પ્રોપર્ટી ખરીદતી વખતે તમે કઈ વ્યક્તિને સંયુક્ત માલિક બનાવી શકો છો અને કોને નહિ, તે અંગે કોઈ કાયદા નથી. તમે કોઈ નજીકના સગા, બિઝનેસ પાર્ટનર કે ત્યાં સુધી કે નજીકના મિત્રને સંયુક્ત માલિક બનાવી શકો છો. કોઈ પ્રોપર્ટી ખરીદતી વખતે તે જરૂરી નથી કે, જોઈન્ટ હોલ્ડર પણ કોઈ પૈસાનું યોગદાન કરે.

જો તમે એકલા પુરા પૈસા આપી રહ્યા છો તો તમારી પત્ની કે બાળકોને પ્રોપર્ટી એગ્રીમેંટ પેપરમાં જોઈન્ટ માલિકના રૂપમાં સામેલ કરવા લાભદાયક સાબિત થાય છે. જો તમારા લગ્ન નથી થયા તો તમે તમારા માતા-પિતા કે ભાઈને સંયુક્ત માલિક બનાવી શકો છો. તમે પ્રોપર્ટી ખરીદતી વખતે ઘણા બધા લોકોને સંયુક્ત રૂપે માલિક બનાવી શકો છો. જાણો સંયુક્ત નામથી પ્રોપર્ટી ખરીદવાના ફાયદા શું છે?

1. હોમ લોન લેતી વખતે : હોમ લોન લેતી વખતે બેંક બધા સંયુક્ત માલિકોને સંયુક્ત રીતે લોન લેવા ઉપર ભાર આપે છે. જો તમે તમારા સગાસંબંધી, માતા-પિતા કે બાળકો જેવા નજીકના સંબંધીઓને સહ-ખરીદદાર બનાવીને લોન માટે અરજી કરો છો, તો તમને વધુ રકમની લોન મળી શકે છે. મોટાભાગની બેંક આ નજીકના સંબંધીઓ સિવાય કોઈ બીજાને સહ-ખરીદદાર બનાવવા ઉપર અરજદારો પર વધુ ભાર નથી આપતી. એટલું જ નહિ, મિત્ર, ભાગીદાર કે ત્યાં સુધી કે ભાઈ બહેનને સંયુક્ત રીતે માલિક બનાવવા ઉપર તમારી લોન અરજી રદ પણ થઇ શકે છે.

2. પ્રોપર્ટીને એક નામથી બીજા નામ ઉપર કરવામાં નથી પડતી કોઈ મુશ્કેલી : આજના સમયમાં મોટાભાગના લોકો હાઉસિંગ સોસાયટીમાં ફ્લેટ ખરીદે છે. તેવામાં સંયુક્ત નામ સાથે પ્રોપર્ટી ખરીદવી સારી રહે છે. એવું એટલા માટે કે કાલે ભગવાન ન કરે જોઈન્ટ હોલ્ડર્સમાંથી કોઈને કાંઈ થઇ ગયું, તો સોસાયટી સામાન્ય રીતે બીજા જોઈન્ટ હોલ્ડરના નામે પ્રોપર્ટી કરી દે છે. તેના માટે સામાન્ય રીતે તે પ્રોબેટ કે બીજા કાયદાકીય ઉપરી અધિકારીઓ પાસે એનઓસી નથી માંગતા. આમ તો, સોસાયટીમાં નોમીનેશન પેપર જમા કરાવવાની જોગવાઈ હોય છે, પરંતુ સંયુક્ત માલિકીની સરખામણીમાં નીમીનીને ફ્લેટ ટ્રાંસફર કરાવવામાં વધુ તકલીફ પડે છે.

3. આયકર અને બીજા લાભ : સંયુક્ત નામથી પ્રોપર્ટી ખરીદવા ઉપર તમને ઉત્તમ ટેક્સ પ્લાનિંગમાં પણ મદદ મળે છે. તમે હોમ લોનના મુખ્ય માલિક ઉપર સેક્શન 80C કે સેક્શન 24b હેઠળ રહેણાંક લોન ઉપર મળનારી ટેક્સ છૂટનો ફાયદો લઇ શકે છે. તે બંને ટેક્સ છૂટનો લાભ માલિક કે સંયુક્ત માલિકને મળે છે. તમને હોમ લોન સાથે જોડાયેલા આ ટેક્સમાં રાહતના લાભ તેવા કેસમાં નહિ મળે, જો લોન તમારા નામ ઉપર છે પરંતુ ઘર તમારા નામ ઉપર નથી.
આજના સમયમાં શહેરોમાં 50 લાખ રૂપિયાથી ઓછામાં મકાન મળવું મુશ્કેલ છે. તેવામાં આપણે જોઈએ તો આઠ ટકાના દરથી 50 લાખ રૂપિયા ઉપર દર વર્ષે 4 લાખ રૂપિયાનું વ્યાજ ચડે છે.

જો તમે તમારા રહેવા માટે ઘર લીધું છે અને મકાન અને લોન માત્ર તમારા નામ ઉપર છે, તો તમે એક વર્ષમાં વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીના વ્યાજ ઉપર જ ટેક્સમાં રાહતનો લાભ પ્રાપ્ત કરી શકો છો, આમ તો જો તે પ્રોપર્ટીને જો તમે સંયુક્ત નામ સાથે લો છો તો બંને જોઈન્ટ હોલ્ડર બે-બે લાખ રૂપિયાની ટેક્સની રાહતનો ક્લેમ કરી શકે છે. બંને જોઈન્ટ હોલ્ડર મુખ્ય માલિકની ચુકવણીની બાબતમાં પણ કોઈ પણ પ્રકારની ટેક્સમાં રાહતના લાભ મેળવી શકે છે.

4. સ્ટેમ્પ ડયુટીમાં પણ મળી શકે છે રાહત : અમુક બાબતોમાં જો મહિલાના નામ ઉપર રજીસ્ટ્રેશન થાય છે તો ઓછી સ્ટેમ્પ ડયુટી આપવી પડે છે. તે રીતે હોમ લોનમાં જો મહિલા પહેલી અરજદાર રહે છે, તો અમુક બેંક વ્યાજ દરમાં થોડી રાહત આપે છે. આ બધા પાસાઓ ઉપરથી એ લગભગ સ્પષ્ટ થઇ ગયું છે કે, સંયુક્ત નામથી મકાન ખરીદવાની ગણતરીએ ફાયદાનો સોદો છે. તેમાં ન માત્ર પ્રોપર્ટીને એક નામથી બીજા નામ ઉપર ટ્રાંસફર કરવામાં મદદ મળે છે પરંતુ ટેક્સમાં રાહતના લાભ પણ મળે છે.

(લેખક ટેક્સ એન્ડ ઈંવેસ્ટમેંટ એક્સપર્ટ અને Apnapaisa. Com ના ચીફ એડિટર છે. પ્રકાશિત વિચાર લેખકના અંગત છે.)

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

બુધવારે ચંદ્ર પર રાહુની પડશે નજર, આ 3 રાશિઓ માટે દિવસ સારો નથી, 8 રાશિઓએ સાવચેત રહેવું પડશે.

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

ચાણક્ય નીતિ : આ 5 ની વચ્ચેથી ભૂલથી પણ નહિ નીકળવું જોઈએ, જાણો શું છે તેનું કારણ.

Amreli Live

તમારા વિનાશનું કારણ બને છે જ્યારે તમે સફળતા મળ્યા પછી પોતાના કર્તવ્યોને ભૂલી જાઓ છો.

Amreli Live

થોડા દિવસોમાં પોપ્યુલર થઇ તારક મેહતાની નવી અંજલિ ભાભી, જાણો એક દિવસની કેટલી ફી લે છે સુનૈના ફોજદરા.

Amreli Live

રાજા દશરથ કરવા માંગતા હતા શનિદેવનો અંત, પણ શનિએ તેમને આપ્યા હતા 3 વરદાન, વાંચો પૌરાણિક કથા.

Amreli Live

એવું કયું કારણ છે કે ભસ્મથી ચોળાયેલું હોય છે ભગવાન ભોલેનાથ નું શરીર.

Amreli Live

મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

Amreli Live

ઘર કંકાસ થી છુટકારો મેળવવા માટે અપનાવો ફેંગ શૂઈના આ રામબાણ ઉપાય.

Amreli Live

જન્મદિવસ વિશેષ : ‘શક્તિમાન’થી લઈને ‘ભીષ્મ પિતામહ’ની મુખ્ય ભૂમિકા નિભાવવા વાળા મુકેશ ખન્નાએ જણાવી સંધર્ષનો વૃતાંત

Amreli Live

23 સપ્ટેમ્બરે રાહુ-કેતુ બદલશે ચાલ, એપ્રિલ સુધી રહશે એની અસર, જાણો કઈ રાશિઓ પર પડશે પ્રભાવ.

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

IAS ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, એક વર્ષમાં કુલ કેટલી મિનીટ હોય છે? વધ-ઘટ સિવાય સાચો જવાબ આપી નોકરી લઇ ગયો છોકરો

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : પકડાઈ ગયું સૂરજ પંચોલીનું સૌથી મોટું જુઠ્ઠું, દિશા સાલીયાણ સાથે ફોટો થયો વાયરલ.

Amreli Live

મહિનાનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે, વાંચો દૈનિક રાશિફળ

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મોટી સફળતા, લક્ષ્યોને સફળતા પૂર્વક પ્રાપ્ત કરશે.

Amreli Live

રામ સંજ્ઞાના રૂપમાં ભારતીય રાષ્ટ્રના હીરો છે અને વિશેષણના રૂપમાં છે મનપસંદ આદર્શ.

Amreli Live

દેવગુરુ બૃહસ્પતિનો આશીર્વાદ મેળવવા માટે કરો આ ખાસ ઉપાય, દરેક ઈચ્છાઓ થશે પૂરી.

Amreli Live

ઋષિ કપૂરના 68 માં જન્મદિવસ પર દીકરી રિધિમાં થઇ ઈમોશનલ, શેયર કર્યા ના જોયેલ ફોટા.

Amreli Live

અયોધ્યાની આ મસ્જિદ તૂટી તો હનુમાનગઢીના મહંતે કરાવ્યું સમારકામ

Amreli Live

કર્ક રાશિવાળાને થશે મોટો ફાયદો, જાણો સોમવારે અન્ય રાશિઓની કેવી રહેશે સ્થિતિ.

Amreli Live