આ 2 અક્ષરોથી શરૂ થતા નામવાળી છોકરીઓ સંબંધમાં હોય છે ઘણી ઈમાનદાર, ક્યારેય દગો નથી આપતી. દરેક માણસ માટે તેના જન્મની તારીખ, મહિનો અને નામનો પહેલો અક્ષર ઘણું મહત્વ ધરાવે છે. તેનાથી માણસનો સ્વભાવ, વ્યક્તિત્વ, હાવ-ભાવ અને ભવિષ્ય વિષે પણ જાણી શકાય છે.
નામની વાત કરવામાં આવે તો કોઈ પણ માણસનું નામ તેની કુંડળી અનુસાર જ રાખવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ માટે તેનું નામ ઘણું મહત્વપૂર્ણ હોય છે. ઘણી વાર નામથી જ એ વાત જાણી શકાય છે કે, કોઈનો સ્વભાવ કેવો છે. તો આજે અમે આ આર્ટિકલમાં 2 એવા અક્ષરના નામની છોકરીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે દિલની સાફ હોય છે.
(1) R અક્ષરની છોકરીઓ :
સાફ દિલની માલિક : R અક્ષરના નામવાળી છોકરીઓ સાચા અને સાફ દિલની માલિક હોય છે. આ છોકરીઓને ક્યારેય પણ કોઈની પીઠ પાછળ તેમની નિંદા કરવાનું પસંદ નથી. તેમના મનમાં જે પણ વાત હોય છે તે સામે જ કહે છે. સાફ દિલની હોવાને કરીને કોઈની પાસેથી પણ જલ્દી દગો નથી મેળવતી. એટલું જ નહિ જો તે કોઈની સાથે એકવાર સંબંધમાં જોડાઈ જાય છે, તો પછી તેના સંબંધને તોડવા વિષે સપનામાં પણ નથી વિચારતી.
મનમોજી : આ છોકરીઓ પોતાના મનની માલિક હોય છે અને પોતાના હિસાબે કામ કરવાનું પસંદ કરે છે. એવામાં તેઓ બીજાને પરેશાન કરવાની જગ્યાએ પોતાનું કામ કરવામાં વિશ્વાસ રાખે છે. આવી છોકરીઓ પોતાના જીવનમાં દરેક ક્ષણને માણવાનું પસંદ કરે છે.
પૈસાની બાબતમાં હોય છે લક્કી : આ છોકરીઓની આર્થિક સ્થિતિ ઘણી સારી હોય છે, એટલે કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય પૈસાને લઈને બીજા પર નિર્ભર નથી રહેવું પડતું. એટલું જ નહિ આ છોકરીઓ જે છોકરા સાથે લગ્ન કરે છે, તે પણ પૈસા વાળો હોય છે.
મહેનતી : R અક્ષરથી શરૂ થતા નામવાળી છોકરીઓ ક્યારેય પણ મહેનત કરવાથી પાછળ નથી હટતી. તેમને ખબર હોય છે કે, મહેનત વગર જીવનમાં કોઈ વસ્તુ મળતી નથી. એટલા માટે તે પોતાના જીવનમાં ઘણી મહેનત કરે છે અને કરિયરમાં સફળ થાય છે.
મદદગાર : આ છોકરીઓની સામે જો કોઈ મદદ માટે વિનંતી કરે છે, તો તે તેમની મદદ જરૂર કરે છે. તે હંમેશા લોકોની મદદ કરવા માટે તૈયાર રહે છે.
મળે છે માન-સમ્માન : જોકે તે મહેનતી હોય છે, એજ કારણ છે કે તે કરિયરમાં શિખર સુધી પહોંચે છે. એવામાં તેમને સમાજમાં ઘણું માન-સમ્માન મળે છે. ઓફિસમાં હોય કે ઘરે તેમને દરેક જગ્યા પર માન-સમ્માન મળે છે.
(2) P અક્ષરની છોકરીઓ :
દિલની સાચી : જે છોકરીઓના નામની શરૂઆત P અક્ષરથી શરૂ થાય છે, તે દિલની ઘણી સાફ હોય છે. તે પોતાના મનમાં કોઈ વાત રાખવાની જગ્યાએ તેને કહેવામાં વિશ્વાસ રાખે છે. તે સ્વભાવથી ઘણી કોમળ હોય છે, અને એટલું જ નહિ લોકો તેમનાથી ઘણી જલ્દી ઈમ્પ્રેસ થઈ જાય છે.
ખુશમિજાજ : આ છોકરીઓ સ્વભાવથી ઘણી ખુશ મિજાજ હોય છે, તેમના ચહેરાના હાસ્યથી જ દરેક વ્યક્તિ તેમના પ્રત્યે આકર્ષિત થાય છે. એવામાં તેમની ફ્રેન્ડ લિસ્ટ ઘણી લાંબી હોય છે.
સુંદર : પી અક્ષરની છોકરીઓ દેખાવમાં ઘણી સુંદર હોય છે. સાથે જ તેમને ફેશન ટ્રેંડ સાથે ચાલવું પસંદ હોય છે.
સ્વાભિમાની : આ છોકરીઓ કોઈ પણ વસ્તુમાં જલ્દી સમાધાન કરવાનું પસંદ નથી કરતી. તે પોતાના માન-સમ્માન માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર રહે છે. એટલું જ નહિ આ છોકરીઓ કોઈની મરજી પ્રમાણે ચાલવાનું પસંદ નથી કરતી. તે દરેક કામ પોતાની રીતે જ કરવાનું પસંદ કરે છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com