25.8 C
Amreli
19/09/2020
મસ્તીની મોજ

સંત ના બે વાક્ય પણ વ્યક્તિના જીવનને બદલી શકે છે, રાજ દરબારમાં ચોરને પકડીને લાવામાં આવ્યો પછી.

ભૂલથી ચોર સાંભળી ગયો, સાચા સંતના આ બે વાક્યો અને પછી જે એની સાથે થયું એવું તમારી સાથે પણ થઈ શેકે છે, જાણો આખી વાત.

એક શહેરમાં એક વૃદ્ધ ચોર રહેતો હતો. સોળ વર્ષનો તેને એક દીકરો પણ હતો. ચોર જયારે વૃદ્ધ થઇ ગયો, તો તેના દીકરાને ચોરીની વિદ્યા શીખવવા લાગ્યો. થોડા જ દિવસોમાં તે છોકરો ચોરીની વિદ્યામાં પારંગત થઇ ગયો. બંને બાપ-દીકરો આરામથી જીવન પસાર કરવા લાગ્યા. એક દિવસ ચોરે પોતાના દીકરાને કહ્યું, જો દીકરા, સાધુ-સંતોની વાત ક્યારે પણ ન સાંભળવી જોઈએ. જો ક્યાંક કોઈ સંત ઉપદેશ આપતા હોય, તો આપણા કાનમાં આંગળી નાખીને ત્યાંથી ભાગી જવું, સમજ્યો.

‘હા બાપુ, સમજી ગયો.’ એક દિવસ છોકરાએ વિચાર્યું, આજે તો રાજાના દરબારમાં જ હાથ સાફ કરી લઉં. એવું વિચારીને ત્યાંથી નીકળી પડ્યો. થોડે દુર ગયા પછી તેણે જોયું કે રસ્તાની બાજુમાં થોડા લોકો એકઠા થઇને ઉભા છે. તેણે એક આવતા વ્યક્તિને પૂછ્યું, તે સ્થળ ઉપર આટલા લોકો કેમ એકઠા થયા છે?

તે વ્યક્તિએ જવાબ આપ્યો, ‘ત્યાં એક સંત ઉપદેશ આપી રહ્યા છે.’ તે સાંભળીને તેનું માથું ફરી ગયું. ‘તેનો ઉપદેશ નહિ સાંભળું.’ એવું વિચારીને તેના કાનમાં આંગળી નાખીને તે ત્યાંથી ભાગી નીકળ્યો. જેવો તે ભીડ પાસે પહોચ્યો એક પથ્થર સાથે ઠેસ લાગી અને તે પડી ગયો. તે સમયે સંતજી બોલી રહ્યા હતા, ‘ક્યારેય ખોટું ન બોલવું જોઈએ. જેનું ઋણ ખાવ તેનું ક્યારેય ખરાબ ન વિચારવું જોઈએ. એવું કરવાથી ભગવાન કાયમ સુખી રાખે છે.’

raja darbar
raja darbar

તે બે વાત તેના કાનમાં પડી. તે ઝડપથી ઉઠીને કાન બંધ કરી રાજાના મહેલ તરફ ચાલવા લાગ્યો. ત્યાં પહોચીને જેવો અંદર જવા લાગ્યો કે તેને ત્યાં બેઠેલા ચોકીદારે અટકાવ્યો, ‘અરે ભાઈ ક્યાં જાય છે? તું કોણ છો? તેને સંતનો ઉપદેશ યાદ આવ્યો, ‘ખોટુ ન બોલવું જોઈએ.’ ચોરે વિચાર્યું, આજે સાચું બોલીને જોઈએ. તેણે જવાબ આપ્યો, ‘હું ચોર છું, ચોરી કરવા જઈ રહ્યો છું.’

‘સારું જાવ.’ ચોકીદારે વિચાર્યું કે રાજમહેલનો નોકર હશે. મજાક કરી રહ્યો છે. ચોર સાચું બોલીને રાજમહેલમાં પ્રવેશ કરી ગયો. એક રૂમમાં ગયો. ત્યાં ઘણા બધા પૈસા અને ઘરેલા જોઈ તે આનંદિત થઇ ગયો. એક થેલામાં બધું ધન ભરી લીધું અને બીજા રૂમમાં ગયો. ત્યાં રસોડું હતું. અનેક પ્રકારના ભોજન ત્યાં રાખવામાં આવ્યા હતા. તે ભોજન ખાવા લાગ્યો.

ભોજન કર્યા પછી તે થેલો ઉપાડીને ચાલવા લાગ્યો કે ત્યારે ફરી સંતનો ઉપદેશ યાદ આવ્યો, ‘જેનું ઋણ ખાવ, તેનું ખરાબ ન વિચારો.’ તેણે મનમાં કહ્યું, ભોજન કર્યું તેમાં ઋણ પણ હતું. એટલે તેનું ખરાબ ન વિચારવું જોઈએ.’ એટલું વિચારીને, થેલો ત્યાં મુકીને તે પાછો જવા નીકળી પડ્યો. ચોકીદારે ફરી પૂછ્યું, શું થયું, ચોરી કેમ ન કરી?

‘જુવો જેનું ઋણ ખાધુ છે, તેનું ખરાબ ન વિચારવું જોઈએ. મેં રાજાનું ઋણ ખાધું છે, એટલા માટે ચોરીનો માલ ન લાવ્યો. તે રસોડામાં જ છોડી આવ્યો.’ એટલું કહીને તે ત્યાંથી નીકળી પડ્યો. ત્યાં રસોઈયાએ બુમો પાડી, પકડો, પકડો ચોર ભાગી રહ્યો છે.’ ચોકીદારે ચોરને પકડીને દરબારમાં હાજર કર્યો. રાજાએ પૂછ્યું તો તેણે જણાવ્યું કે એક સંત દ્વારા આપવામાં આવેલા ઉપદેશ મુજબ મને ચોકીદારે પૂછ્યું, તો હું ચોર છું એમ કહ્યું કેમ કે હું ચોરી કરવા આવ્યો હતો.

તમારું ધન ચોર્યું પરંતુ તમારું અન્ન પણ ખાધું, જેમાં ઋણ ભળેલું હતું. એટલા માટે તમારા પ્રત્યે ખરાબ વ્યવહાર ન કર્યો અને ધન છોડીને ભાગ્યો. તેના જવાબથી રાજા ઘણા ખુશ થયા અને તેના દરબારમાં નોકરી આપી દીધી. તે બે-ચાર દિવસ ઘરે ન ગયો, તો તેના પિતાને ચિંતા થઇ કે દીકરો પકડાઈ ગયો, પરંતુ ચાર દિવસ પછી છોકરો આવ્યો તો પિતા આશ્ચર્યચકિત થઇ ગયા પોતાના દીકરાને સારા કપડામાં જોઇને.

દીકરો બોલ્યો – પિતાજી તમે તો કહેતા હતા કે કોઈ સાધુ સંતની વાત ન સાંભળો. પરંતુ મેં એક સંતની વાત સાંભળી અને તે મુજબ કામ કર્યું તો જુવો સત્યનું ફળ, મને રાજમહેલમાં સારી નોકરી મળી ગઈ.


Source: 4masti.com

Related posts

વરસાદમાં ઘરની દીવાલો ઉપર ભેજ કે લુણો લાગ્યો હોય તો આ 8 ટિપ્સથી મેળવો છુટકારો.

Amreli Live

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના અને પર્લ વી પુરીનું થયું બ્રેકઅપ? સામે આવ્યું કારણ.

Amreli Live

જન્માષ્ટમી ઉપર 27 વર્ષ પછી મહાસંયોગ, આ 3 ભાગ્યશાળી રાશિઓને લાભ.

Amreli Live

ઘરે ચટાકેદાર ગુજરાતી ઢોકળા બનાવવાની રેસિપી જાણો

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

આમણે શ્રી રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી 5 કિલો 535 ગ્રામ ચાંદીની ઈંટો

Amreli Live

અનુષ્કા શર્માની આ ડ્રેસની કિંમતમાં તમે કેટલા ડ્રેસ લઇ શકો છો.

Amreli Live

આજે આ 7 રાશિઓ માટે મોટો દિવસ છે, આર્થિક રીતે મજબૂત બન્યા રહેશો.

Amreli Live

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચ્યું ભારત, ફ્રાન્સથી પણ વધુ દર્દીઓ

Amreli Live

ઘરે બેઠા રાશન કાર્ડમાં આવી રીતે ઉમેરી શકો છો પરિવારના સભ્યનું નામ, જાણો રીત

Amreli Live

ઘર કંકાસ થી છુટકારો મેળવવા માટે અપનાવો ફેંગ શૂઈના આ રામબાણ ઉપાય.

Amreli Live

ટ્રોલર્સે માહી વિજને જણાવ્યું : ‘તમે ફક્ત દીકરી તારાને જ પ્રેમ કરો છો’ તો એક્ટ્રેસે આપ્યો આવો જોરદાર જવાબ

Amreli Live

બુધવારે મળશે આ 6 રાશિના લોકોને સોનેરી તક, મળશે મોટી સફળતા

Amreli Live

આ સરળ રીતે તમે ઘરે પણ કરી શકો છો શ્રાદ્ધ વિધિ, શ્રાદ્ધના મહત્વની સાથે જાણો કયા દિવસે રહશે ક્યુ શ્રાદ્ધ.

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજના દિવસે ખુલશે આ રાશિઓના ભાગ્યના દ્વાર, વાંચો રાશિફળ.

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

ઓડિશાના ગામથી UN સુધી પહોંચી અર્ચના સોરેંગ : ઘરની સ્થિતિ સારી ના હતી, પિતાને પણ ગુમાવ્યા.

Amreli Live

પાંચ સૌથી બુદ્ધિશાળી પ્રાણી, જાણો તેમની સાથે જોડાયેલ રોચક વાતો.

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

અધિક માસમાં 15 તિથિઓ શુભ, ખરીદી અને ધાર્મિક અનુષ્ઠાન કરવું ફળદાયક

Amreli Live