26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

સંક્રમિતોનો આંક 25.98 લાખ, 1.81 લાખના મોત: પાકિસ્તાનમાં 10 હજારથી વધુ સંક્રમિત; ડોક્ટરોએ કહ્યું- મસ્જીદોમાં નમાઝની મંજૂરી રદ્દ કરે સરકારવિશ્વભરમાં કોરોનાના 25,98461લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1.81લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 7લાખ 12હજાર 254લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. પાકિસ્તાનમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે. અહીં ડોક્ટર્સ એસોસિએશને સરકાર સમક્ષ માંગ કરી છે કે તે રમઝાન સમયે મસ્જીદોમાં નમાઝની મંજૂરી તાત્કાલિક પાછી ખેંચે. બીજી બાજુ પ્રધાનમંત્રી ઈમરાન ખાનો ટેસ્ટ બુધવારે લેવામાં આવ્યો હતો. ગુરુવારે આ રિપોર્ટ આવે તેવી શક્યતા છે.

સ્પેનમાં મૃત્યુનું પ્રમાણ ઘટી રહ્યુ છે. સરકાર આગામી મહિને કેટલાક નિયંત્રણો હળવા કરી શકે છે.ઓક્સફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓ ગુરુવારથી કોરોનાની રસીનું ટેસ્ટિંગ માણસ ઉપર શરૂ કરશે. આ રસીને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓએ બનાવી છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે કહ્યું કે વેક્સીન માટે અમે દરેક પ્રકારનો ભોગ આપવા માટે તૈયાર છીએ. બ્રિટનની સરાકર ઈમ્પીરિયલ કોલેજને વેક્સીન ઉપર રિસર્ચ કરવા માટે રૂ. 210 કરોડ (22.5 મિલિયન પાઉન્ડ) આપશે. બ્રિટનમાં કોરોનાથી અત્યાર સુધીમાં 17 હજાર 337 લોકોના જીવ ગયા છે. અહીં 1 લાખ 29 હજાર પોઝિટિવ કેસ છે.

એશિયામાં મહામારીથી 15 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લાખ 12 હજાર 247 લોકો સંક્રમિત છે. તુર્કીમાં 95 હજાર 591 લોકો સંક્રમિત છે. જ્યારે 2259 લોકોએ જીવ ગુમાવ્યા છે.

UNની ચેતવણી- મહામારીના કારણે દુષ્કાળનું જોખમ

સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે મહામારીના કારણે વિશ્વમાં ઘણા દેશોમાં દુષ્કાળ પડવાનું જોખમ છે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમના પ્રમુખ ડેવિડ બેસ્લેએ કહ્યું હતું કે 30થી વધારે વિકાસશીલ દેશોએ દુષ્કાળને રોકવા માટે કાર્યવાહી કરવી જોઈએ. આ સંકટના કારણે લગભગ 26.5 કરોડ લોકોએ ભુખમરીનો સામનો કરવો પડી શકે છે. ફૂડ ક્રાઈસિસના ચોથા રિપોર્ટમાં યમન, કોંગો, અફઘાનિસ્તાન, વેનેઝુએલા, ઈથિયોપિયા, દક્ષિણ સુદાન, સીરિયા, નાઈઝીરીયા અને હૈતીનો સમાવેશ કરાયો છે. મહામારી પહેલા પણ પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયાના અમુક ભાગમાં દુષ્કાળથી ગંભીર ખાદ્ય સંકટ હતું. એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બેસ્લેએ કહ્યું કે વિશ્વએ બુદ્ધિથી અને ઝડપથી કામ કરવું પડશે. વાસ્તવિકતા એ છે કે આપણી પાસે વધુ સમય નથી. થોડા મહિના પછી આપણી સામે દુષ્કાળ જેવી સ્થિતિ હશે.

અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં 8.19 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. 45 હજાર 340 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 2804 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં 60 દિવસ સુધી પ્રવાસીઓને આવવા ઉપર પ્રતિબંધ રહેશે.

કોરોનાની બીજી લહેર વિનાશકારી હશે

અમેરિકામાં 24 કલાકમાં 25985 કેસ નોંધાયા છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે ચેતવણી આપી છે કે કોરોનાની બીજી લહેર વધારે વિનાશકારી હશે. બીજી સંભાવા એ છે કે આગામી ઠંડીની મોસમમાં આપણે ફરી મહામારીના ભરડામાં આવી જશું.

ટ્રમ્પે કહ્યું કે ઈમિગ્રેશનના નિયમોમાં છૂટ પણ આપીશું. પણ અમેરિકાની અર્થવ્યવસ્થા ઉપર તે આધાર રાખશે કે અહીં કાયમી રહેનારા ઉપર 60 દિવસ પછી પણ પ્રતિબંધ વધશે કે નહીં. જરૂર પડશે તો તેને 30 દિવસ કે વધારે વધારવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા પહેલા પોતાના કારીગરોનું ધ્યાન રાખવા ઈચ્છે છે. કોરોના સંકટના કારણે લાખો અમેરિકાના લોકોએ નોકરી ગુમાવી છે. તેમની સાથે અન્યાય નહીં થાય.

ટ્રમ્પે કહ્યું કે મહામારી એવા સમયે ફેલાઈ જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું હતું. ચીન ઉપર તેઓના જેવી કડક વલણ કોઈએ અપનાવ્યું નથી. ખબર નથી કે અચાનક આ અદ્રશ્ય દુશ્મન ક્યાંથી આવી ગયો.

અમેરિકા: લોસ એન્જેલસમાં ટેસ્ટિંગ સેન્ટરમાં તપાસ કરાવી રહેલ યુવક. અહીં આઠ લાખથી વધારે સંક્રમિત છે.

કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 819,164 45,340
સ્પેન 204,178 21,282
ઈટાલી 183,957 24,648
ફ્રાન્સ 158,050 20,796
જર્મની 148,453 5,086
બ્રિટન 129,044 17,337
તુર્કી 95,591 2,259
ઈરાન 84,802 5,297
ચીન 82,788 4,632
રશિયા 52,763 456
બ્રાઝીલ 43,079 2,741
બેલ્જિયમ 40,956 5,998
કેનેડા 38,422 1,834
નેધરલેન્ડ 34,134 3,916
સ્વિત્ઝરલેન્ડ 28,063 1,478
પોર્ટુગલ 21,379 762
ભારત 20,080 645
પેરુ 17,837 484
આયરલેન્ડ 16,040 730
સ્વીડન 15,322 1,765
ઓસ્ટ્રિયા 14,873 491
ઈઝરાયલ 13,942 184
સાઉદી અરેબીયા 11,631 109
જાપાન 11,512 281
કેનેડા: કેનેડાની આર્મીના સ્વાસ્થ્ય કર્મચારીઓ નજરે પડે છે. તેઓ વરિષ્ઠ નાગરિકોની સારસંભાળ રાખશે.

સેનેટમાં 480 અબજ ડોલરનું રાહત પેકેજ પાસ
અમેરિકા સેનેટમાં 480 અબજ ડોલરનું ઈમરજન્સી પેકેજ મંજૂર કરાયું છે. આ રકમને કોરોના સંકટ દરમિયાન નુકસાન ઉઠાવી રહેલા નાના વેપારીઓ, હોસ્પિટલો અને દેશભરમાં થઈ રહેલા ટેસ્ટિંગ પાછળ ખર્ચ કરાશે.

જર્મની: બર્લિન મેરેથોન સ્થગિત
ભીડ ભેગી ન કરવાના જર્મની સરકારના પ્રતિબંધના કારણે 27 સપ્ટેમ્બરના રોજ યોજાનાર બર્લિન મેરેથોનને સ્થિગિત કરવાનો નિર્ણય કરાયો છે. જર્મનીમાં કોરોનાના કુલ કેસ 1 લાખ 48 હજાર 453 નોંધાયા છે અને 5 હજાર 86 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં 95 હજાર 200 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ એક્ટિવ કેસ અહીં 48 હજાર 167 છે.

જર્મની: ડ્રેસડેનના નેઉમરકટમાં તહેનાત પોલીસ અધિકારી. અહીં પાંચ હજાર 86 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ચીનમાં 30 નવા કેસ નોંધાયા
ચીનમાં મંગળવારે 30 નવા કેસ નોંધાયા છે. જેમાં 23 કેસ બહારથી આવ્યા હતા. ચીનમાં હાલ એક હજાર પાંચ એક્ટિવ કેસ છે. અહીં કોરોનાના કુલ 82 હજાર 788 કેસ નોંધાયા છે.હતા અને 4632 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ચીન: બેઈજિંગમાં ચાર રસ્તા ઉપર ડાન્સ કરતું કપલ. ઘણા શહેરોની સ્થિતિ સારી થઈ રહી છે.

અપડેટ્સ
રશિયાની રાજધાની મોસ્કોમાં 24 કલાકમાં 28 લોકોના મોત થયા છે. રશિયામાં 52 હજાર 763 કેસ નોંધાયા છે અને 456 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પાકિસ્તાનના કરાચીમાં મંગળવારે કોરોના ટેસ્ટ સેન્ટરમાં એક બાળકીનું તાપમાન તપાસતા મેડિકલ વર્કર


25.57 lakh cases, 1.78 lakh deaths: Trump says 60-day immigration ban in US


25.57 lakh cases, 1.78 lakh deaths: Trump says 60-day immigration ban in US


નાઈઝીરીયામાં લોકડાઉન દરમિયાન અબુજા શહેરમાં ખાદ્ય સામગ્રી લેવા એકઠી થયેલી મહિલાઓ.


અમેરિકા: ન્યૂયોર્કમાં એનવાઈયુ મેડીકલ સેન્ટર બહાર ફોટો પડાવતો મેડીકલ સ્ટાફ. ન્યૂયોર્ક રાજ્યમાં 2.56 લાખ પોઝિટિવ કેસ છે.


ન્યૂયોર્કના વર્કર જસ્ટિસ પ્રોજેક્ટના કાર્યકર્તા મિડટાઉન મેનહટ્ટનમાં પ્રવાસી કારીગરોના અધિકારી માટે પ્રદર્શન કરી રહ્યા છે.

Related posts

સંક્રમણ વધુ છે ત્યાં લોકડાઉનનો કડક અમલ થશે, રાજ્યમાં કર્ફ્યૂભંગના 482 ગુનામાં 544ની ધરપકઃ DGP

Amreli Live

વડાપ્રધાન મોદીએ દેશમાં 3 મે સુધી લોકડાઉન વધાર્યું, અનુશાસિત રીતે પાલન કરવાની અપીલ કરી

Amreli Live

મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

અત્યાર સુધી 12,456 કેસ: ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કીટ લઈને વિશેષ વિમાન રવાના, જેમાં 15 મિનિટમાં ટેસ્ટ કરનારી રેપિડ કીટ પણ સામેલ

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

એક દિવસની પ્રેક્ટિસમાં પહેલી વખત ફ્લાય પાસ્ટ, ઘરની છત પરથી ફાઇટર પ્લેન દેખાશે, એરફોર્સના 12 એરક્રાફ્ટ સામેલ થશે

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

ખાખી પહેરી છે તો ખતરો તો હોય જ, અમે ફ્રન્ટ પર છીએ પણ લોકોની સુરક્ષા માટે અમે છીએ : રાજ્ય પોલીસવડા

Amreli Live

અમદાવાદમાં વધુ 13 કેસો નોંધાયા, રાજ્યમાં સૌથી વધુ 77 કોરોના પોઝિટિવ કેસો થયા

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

અત્યાર સુધી 1.82 લાખ મોતઃ પાકિસ્તાનમાં 10 હજારથી વધુ કેસ, ડોક્ટરોએ કહ્યું, ‘સરકાર મસ્જિદમાં નમાજની મંજૂરી રદ કરે’

Amreli Live

અત્યાર સુધી 20,333 કેસ- 652 મોતઃસંક્રમણના કેસ વધ્યા બાદ મુંબઈ-પૂણે હવે હાઈ રેડ ઝોનમાં, જયપુરમાં આજથી 400 મોબાઈલ ઓપીડી વેન શરૂ કરાઈ

Amreli Live

મોદીએ કહ્યું- કોરોનાએ પ્રોફેશનલ જીવન બદલી નાખ્યું; ઘર ઓફિસ અને ઇન્ટરનેટ મીટિંગ રૂમ છે, હું પણ બદલાવને અપનાવી રહ્યો છું

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ, 3 કિ.મી સુધીના ગામો ખાલી કરાવ્યાં, 2 બાળકો સાથે 11ના મોત

Amreli Live

4.72 લાખ કેસઃ એક દિવસમાં રેકોર્ડ 16868 દર્દી વધ્યા, ગત સપ્તાહે સંક્રમિતોનો સૌથી વધુ ગ્રોથ રેટ તેલંગાણામાં રહ્યો

Amreli Live

આજે નવા 135 કેસ નોંધાયા, 8ના મોત સાથે મૃત્યુઆંક 103 થયો, 35 સાજા થયા, કુલ દર્દી 2407

Amreli Live

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

Amreli Live

63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

Amreli Live