25.3 C
Amreli
13/08/2020
અજબ ગજબ

સંક્રમણથી સુરક્ષિત રાખશે ‘રક્ષક વેન્ટિલેટર’, જાણો ખાસિયતો

‘રક્ષક વેન્ટિલેટર’ જે સંક્રમણથી રાખશે સુરક્ષિત, જાણો આની વિશેષની ખાસિયતો

કાનપુરના બે ઇજનેરોએ એવું વેન્ટિલેટર બનાવ્યું છે, જેમાં ચેપનું જોખમ બિલકુલ નથી. તેના એવા ભાગો દર વખતે બદલી શકાય છે.

કાનપુરના બે ઇજનેરોએ એવું વેન્ટિલેટર બનાવ્યું છે, જેમાં ચેપનું જોખમ બિલકુલ નથી. તેના એવા ભાગો દર વખતે બદલી શકાય છે. એક સમયે 10 દર્દીઓનું સમર્થન કરી શકાય છે. વાંચો અને શેર કરો કાનપુરથી વિક્સેન સેક્રોડીયાનો રિપોર્ટ.

કાનપુર, ઉત્તર પ્રદેશના હરર્કોર્ટ બટલર ટેક્નિકલ યુનિવર્સિટી (એચબીટીયુ) ના કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગ માંથી બે બી.ટેક યુવાન એન્જિનિયરો શિવશંકર ઉપાધ્યાય અને શુભંકર બંકાએ ટેકબ્લેઝ ટેકનોલોજીકલ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટઅપ હેઠળ રક્ષક નામનું આ મેડિકલ વેન્ટિલેટર બનાવ્યુ છે. તે માત્ર રૂ. 2,500 રૂપિયામાં રેસ્પોરેટરી ચેનલ, દર્દીના સંપર્કમાં આવનારા ભાગોનો સેટ બદલી નાખશે, જેથી ચેપનું જોખમ લગભગ દૂર થઇ જાય છે. તેની એક વિશેષતા એ પણ છે કે તેમાં ઈમરજન્સી સિસ્ટમ સાથે જોડાયેલી છે. કોઈ કારણસર એક મશીન બંધ થઇ જાય તો બીજું શરૂ થઇ જશે. હાલમાં આ વેન્ટિલેટરની કિંમત એક લાખ રૂપિયા આવી છે, જ્યારે વ્યાપારી ઉત્પાદનનો થશે એટલે ખર્ચ આશરે 80 હજાર રૂપિયા થઇ જશે.

રક્ષકની વિશેષતાઓ

– આ વેન્ટિલેટરમાં ઈમરજન્સી સીસ્ટમ પણ જોડાયેલી છે.

– દર્દીના સંપર્કમાં આવનારા ભાગો બદલી દેવામાં આવશે.

– ચેપનું જોખમ લગભગ દુર થઇ જશે.

– આ વેન્ટિલેટરનો ખર્ચ એક લાખ રૂપિયા આવ્યો છે.

– તે ઇલેક્ટ્રિક અને બેટરી બંનેથી ચાલે છે.

– દર્દી જો ડોક્ટરને બોલાવવા માંગે છે, તો તેમાં અલાર્મ સુવિધા પણ છે.

શિવશંકર અને શુભંકરે જણાવ્યું કે તેને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં તે તમામ સુવિધાઓ છે, જે 15 લાખ રૂપિયાના વેન્ટિલેટરમાં પણ નથી હોતી. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વેન્ટિલેટરને કેમિકલ દ્વારા સ્ટરલાઈઝ અથવા બેક્ટેરિયા મુક્ત કરવામાં આવે છે, પરંતુ પાઇપ વગેરેના આંતરિક ભાગો સંપૂર્ણ રીતે સ્ટરલાઈઝ થયા છે કે કેમ તે અંગે શંકા રહે છે. ઘણીવાર આ ભાગોમાંના વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થઇ શકતા નથી. તેથી જ વેન્ટિલેટરને ચેપનું એક કારણ માનવામાં આવે છે.

શિવશંકરે જણાવ્યું, આવી સ્થિતિમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીને વેન્ટિલેટર દ્વારા મળેલા અન્ય કોઈપણ ચેપ જીવલેણ સાબિત થઈ શકે છે. અમે આ સમસ્યાનું સમાધાન રજૂ કર્યું છે. વેન્ટિલેટરને રેસ્પેરેટટી ચેનલ એટલે કે કમ્પ્રેશન વિભાગને જ એકમાત્ર ઉપયોગ માટે રાખવામાં ચાલુ રાખ્યો છે. એકવાર એક દર્દી ઉપર ઉપયોગ કર્યા પછી, તેનો નિકાલ કરી શકાય છે અને નવા દર્દી માટે 2,500 ની કિંમતનો નવો સેટ લગાવવામાં આવે છે. તેમાં અંબુ બેગ ઇનબિલ્ટ કરવામાં આવ્યો છે, જે પોતે જ પમ્પ કરીને દર્દીની જરૂરિયાત મુજબ શ્વાસ આપે છે.

શુભંકરે જણાવ્યું, તેમાં લગાવેલા કંસંટ્રેટર મશીન હવામાં રહેલા ઓક્સીજન લઇને તેમાંથી નાઇટ્રોજનને અલગ કરે છે અને દર્દીને વધુમાં વધુ ઓક્સિજન આપે છે. તે ઇલેક્ટ્રિક અને બેટરી બંને દ્વારા સંચાલિત છે. વેન્ટિલેટરથી એક સાથે 10 દર્દીઓને જીવનરક્ષી સપોર્ટ પૂરા પાડી શકે છે. જુદા જુદા દર્દીઓની દેખરેખ પણ સ્ક્રીન ઉપર રાખી શકાય છે. આઈસોલેટ કરવામાં આવેલા દર્દીઓની સંભાળ રાખવા વાળા કોઈ નથી હોતા. તેવી સ્થિતિમાં જો દર્દી ડોક્ટરને બોલાવવા માંગે તો તેમાં એલાર્મની સુવિધા પણ છે.

ચેપને ધ્યાનમાં રાખીને વેન્ટિલેટરમાં સૌથી મહત્વપૂર્ણ રેસ્પેરેટરી ચેનલ અથવા ટ્યુબિંગ હોય છે. તેને ડીસઈંફેક્ટ કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર વાયરસ રહી જાય છે. ફૂગનું પણ જોખમ રહે છે. તેનાથી બચવા માટે ટ્યુબિંગ બદલવું જોઈએ, પરંતુ ખર્ચાળ હોવાને કારણે, હોસ્પિટલો બદલવામાં અચકાય છે. જો 2,500 રૂપિયામાં ટ્યુબિંગ બદલી શકાય છે, તો તે ખૂબ જ સારી બાબત છે. આનાથી ચેપ લાગવાનું કોઈ જોખમ જ રહેશે નહીં.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

જાણો શું હોય છે Cytokine Storm, કોરોના વાયરસ સાથે શું છે એનો સંબંધ.

Amreli Live

પોતાનું પેટ ઓછું કરવા માંગતા હોય, તો આ 3 પ્રકારની દાળ તમારા માટે છે ઉપયોગી.

Amreli Live

એક બહુ જ હોંશિયાર છોકરાએ સહપરિવાર આત્મહત્યા કરી, પણ ગરબડ ક્યાં થઈ કે આવું પગલું ભરવું પડ્યું?

Amreli Live

આ રાશિઓ માટે શ્રાવણનો પહેલો સોમવાર શુભ ફળ આ૫નારો રહેશે, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

રામ ઉપર નેપાળના દાવા પછી હવે શ્રીલંકાએ રાવણને લઈને છંછેડયો નવો મધપુડો.

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટિ રહેશે, વેપાર ધંધામાં લાભ થાય.

Amreli Live

ટાલિયા હોય તે લોકો માટે ઘાતક થઈ શકે છે કોરોના, સંશોધનમાં ખુલાસો.

Amreli Live

આ અઠવાડિયે આ 3 રાશિઓ પર રહેશે વિષ્ણુની કૃપા, પણ આ રાશિના લોકો વધુ લાલચ કરશે તો નાણાં ગુમાવશે.

Amreli Live

જાણો શું હોય છે અમોનિયમ નાઇટ્રેટ? જેનાથી હલી ગઈ લેબનાન અને રાજધાની બેરૂતની ધરતી

Amreli Live

આ રાશિવાળાનો વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે, ભાગીદારીમાં લાભ મળશે.

Amreli Live

વ્યક્તિને તીખા તમતમતા મોમોઝ ખાવા પડ્યા ભારે, પછી થયું એવું કે હલી જશો

Amreli Live

1 ઓગસ્ટ શનિ પ્રદોષ પર કરો આ વિધિથી પૂજા, શનિ દોષ થશે દૂર, શિવજીની મળશે વિશેષ કૃપા

Amreli Live

સેનિટાઇઝર ખરીદતા પહેલા ચેક કરી લો આ જરૂરી વાત, આ પ્રકારના સેનિટાઇઝર હોઈ શકે છે ખૂબ ભયંકર

Amreli Live

કોરોનાની શિકાર થઇ મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડા, સસરા પણ થયા કોરોના પોજીટીવ.

Amreli Live

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

આ વિટામિનની ઉણપ ધરાવવાતા 99 ટકા સંક્રમિતોનું થયું મૃત્યુ.

Amreli Live

લોકડાઉનમાં પતિની નોકરી ગઈ પત્નીઓએ ઘરની કમાન સંભાળી, માસ્ક સીવીને કરી 25 લાખ રૂપિયાની કમાણી

Amreli Live

ઇન્ડોનેશિયા સરકારનો દાવો – નીલગિરીની એક પ્રજાતિથી ખતમ થાય છે કોરોના વાયરસ

Amreli Live

ચીની ઉત્પાદનોના વિરોધને નબળું જણાવવું એટલે પોતાની જ શક્તિને ઘણી ઓછી કરીને આંકવી.

Amreli Live