26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહાર તમામ દુકાનો ખુલશે; 50% સ્ટાફ કામ કરી શકશેકોરોના વાઈરસને અટકાવવા માટે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનને આજે એક મહિનો પૂરો થઈ ગયો છે. કેન્દ્ર સરકાર ધીમે ધીમે તેમા છૂટ આપી રહી છે. આ કડીના ભાગરૂપે ગૃહ મંત્રાલયે શુક્રવારે રાત્રે એક આદેશ જારી કરી શનિવારથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રજિસ્ટર્ડ દુકાનોને કેટલીક શરતોસાથે ખોલવાની મંજૂરી આપી છે. આ છૂટ ફક્ત એવી દુકાનોને જ મળશે કે જે નગર નિગમો અને નગરપાલિકાઓની સીમામાં આવતી નથી. શહેરી વિસ્તારોમાં શોપિંગ મોલ્સ અને કોમ્પ્લેક્ષ હજુ ખુલશે નહીં. જોકે, નગર નિગમો અને નગરપાલીકાઓની સીમામાં આવતા રેસિન્ડેન્સિયલ કોમ્પ્લેક્ષ તથા આજુબાજુની તમામ દુકાનો ખુલશે.

ગૃહ મંત્રાલયે તેના આદેશમાં કેટલીક શરતો પણ રજૂ કરી છે. તે પ્રમાણે તમામ દુકાનો સંબંધિત રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્થાપના અધિનિયમ હેઠળ રજિસ્ટર્ડ હોવી જોઈએ. આ દુકાનોમાં મહત્તમ 50 ટકા સ્ટાફને જ કામ કરવા પરવાનગી મળશે.

પ્રશ્ન અને જવાબથી સમગ્ર બાબતને સમજીએઃ

1) શું તમામ પ્રકારની દુકાનોને ખોલવાની પરવાનગી મળી છે?

હા, હવે દૂધ, ફળ, રાશન જેવી આવશ્યક સામગ્રી ઉપરાંત બિનઆવશ્યક સામાનની દુકાનોને પણ ખોલી શકાશે. જોકે, આ માટે સરકારે કેટલીક શરતો નક્કી કરી છે.

2) દુકાન ખોલવા માટે જરૂરી શરતો કઈ છે?
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી બનશે. કોઈ પણ દુકાનમાં 50 ટકાથી વધારે સ્ટાફ કામ કરી શકશે નહીં. તમામે માસ્ક પહેરવું ફરજીયાત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા રાજ્યના સ્થાપના અધિનિયમ હેઠળ આ દુકાનોની નોંધણી જરૂરી છે.

3) શું દેશભરમાં શોપિંગ કોમ્પ્લેક્ષ અને બજાર ખુલશે?
નહીં, શહેરી સીમાથી બહારના માર્કેટ કોમ્પ્લેક્ષ ખુલી શકશે
4) શું દેશના દરેક ભાગ માટે આ નિયમ છે અને શું રાજ્ય તેમા કોઈ નિર્ણય લઈ શકશે?
નહીં, હોટસ્પોર્ટ અને કન્ટેનમેન્ટ ઝોન માટે આ છૂટ નથી. તે દુકાનો હજુ બંધ જ રહેશે. રાજ્ય તેમની અનુકૂળતાને આધારે આ અંગે નિર્ણય લઈ શકે છે.

5) શું મોલ ખુલશે?
નહીં, કોઈ સિંગલ અથવા મલ્ટી બ્રાન્ડ મોલને ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી.
6) અત્યાર સુધીમાં કેટલી દુકાનોને છૂટ મળી છે?
દૂધ, રાશન, શાકભાજી સહિત કૃષિ ઉપકરણ અને અનેક પ્રકારના ઉદ્યોગો ખોલવા માટે છૂટ મળી છે.

7) આ છૂટ આપવા પાછળ શું કારણ છે?

સરકાર ઈચ્છે છે કે નાના કારોબારીઓને નુકસાન ન થાય, લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે, ધીમે ધીમે આર્થિક પ્રવૃત્તિઓમાં ગતિ આવે. શનિવારે રમઝાનની શરૂઆત પણ તેની પાછળનું એક કારણ માનવામાં આવે છે.

નિગમ સીમામાં રહેલી દુકાન 3 મે સુધી બંધ રહેશે

ગૃહ સચિવ અજય ભલ્લાએ આદેશમાં એમ પણ કહ્યું છે કે નગમ નિગમ અને નગરપાલિકાની સીમામાં આવતી કોઈ પણ કોલોની, રહેવાસી ક્ષેત્રની આજુબાજુની દુકાનો ખોલવા છૂટ મળશે. જોકે, સ્થાનિક નગરીય સીમાની અંદર રહેલી બજારોની દુકાન 3 મે સુધી બંધ રહેશે.

20 એપ્રિલથી લોકડાઉનથી જે છૂટ મળવાની શરૂઆત થઈ છે, તેને ઈન્ફોગ્રાફિક્સથી સમજીએ…..

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ગૃહ મંત્રાલયના આદેશ બાદ મોટાભાગના નાના વિસ્તારો અને ગામોમાં રાશન, શાકભાજી ઉપરાંત દૈનિક સામગ્રીની દુકાનો આજથી ખુલશે. આ સાથે આર્થિક પ્રવૃત્તિઓને ગતિ મળશે

Related posts

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

ડાયમંડ ઉદ્યોગ ફરી સાવચેતી સાથે શરૂ કરાશે, ટેક્સટાઈલ માર્કેટ બંધ નહીં કરાય

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

શ્રાવણમાં ડાયજેસ્ટ સિસ્ટમમાં ફેરફાર થવાથી શરીરમાં તાકાત ઘટી જાય છે, એટલા માટે ખાવા-પીવામાં સાવધાની રાખવી જરૂરી

Amreli Live

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

Amreli Live

અત્યાર સુધી 5373 કેસઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%

Amreli Live

લીલીયા પંથકમાં 4 કલાકમાં 5, રાજુલામાં 1 કલાકમાં 4 અને જાફરાબાદમાં 3.5 ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

Amreli Live

પ્રેરણાત્મક સંબોધનમાં કોરોના નામના અંધકાર સામે લડાઈ માટે મોદીનો મંત્ર- ‘તમસો મા જ્યોર્તિગમયમ્’; 5 એપ્રિલે રાત્રે 9 વાગે દિવો પ્રગટાવવાની અપીલ

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અત્યાર સુધી 2 લાખ મોતઃ પાકિસ્તાનમાં ડોક્ટરો ભૂખ હડતાળ પર બેઠાં, બ્રિટનમાં મોતનો આંકડો 20 હજારને પાર

Amreli Live

અમદાવાદની સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરાઈ, 30થી વધુએ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

પહેલી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળ સાથે કેબિનેટ બેઠક કરી

Amreli Live

કોરોના કાબુમાં આવતો નથી ને અમદાવાદ મ્યુનિ. સિંગલ-ડબલિંગ રેટની ‘ડેટાગેમ’ વડે લોકોને રમાડી રહ્યા છે

Amreli Live

જો તમને મળવા લાગે આ સંકેત, તો સમજવું માતા લક્ષ્મી છે પ્રસન્ન, તમે જલ્દી બની શકો છો ધનવાન

Amreli Live

હવે બનાસકાંઠામાં પણ કોરોના ઘૂસ્યો, 5 વર્ષનાં બાળક અને 55 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં આંકડો 521એ પહોંચ્યો

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live

સિહોરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, ઇતિહાસમાં પ્રથમવાર અખાત્રીજે રાજકોટની સોની બજાર બંધ

Amreli Live