25.9 C
Amreli
11/08/2020
મસ્તીની મોજ

શેયર બજારમાં રિટેલ અને નવા રોકાણકાર હોય, તો યસ બેન્કના સ્ટોક વિષે જરૂર જાણવું જોઈએ.

તમે શેયર બજારમાં રિટેલ અને નવા રોકાણકાર છો, તો તમારે યસ બેન્ક જેવા સ્ટોકને જરૂર સમજવો જોઈએ, જાણો તમારા પૈસા કેવી રીતે ડૂબ્યા

હાલમાં યસ બેન્કના શેર એફપીઓના ભાવ પણ નીચે ઉતરી ગયા છે.

જૂન ત્રિમાસિક ગાળામાં બેંકને ફક્ત 45 કરોડનો નફો, એનપીએ 17 ટકા થયો

તમે જો બજારમાં છૂટક રોકાણકાર છો. તમે તાજેતરમાં અથવા પહેલાથી પણ રોકાણ કર્યું છે, તો તમારે યસ બેન્ક જેવા શેરો વિષે જરૂર જાણવું જોઈએ. એક એવી બેંક જે દેશમાં ખાનગી ક્ષેત્રમાં ચોથી મોટી બેંક હતી. એક સમયમાં 400 રૂપિયા તેના શેરનો ભાવ હતો. પરંતુ માત્ર એક બે વર્ષમાં આ શેરમાં રોકાણકારોની બધી કમાણી ખોવાઈ ગઈ. વચ્ચે વચ્ચે તક મળી ત્યારે રોકાણકારોની લાલચ વધી અને આ લાલચમાં જે પણ મળ્યું તે પણ ગુમાવી દીધું.

કોઈ શેરમાં કેવી રીતે નફો અને ખોટ નક્કી કરવું?

શેરબજારમાં વિશ્લેષકોનો એક ખૂબ જાણીતો અભિપ્રાય છે. અભિપ્રાય એ છે કે તમે એ કંપનીઓમાં રોકાણ કરો જેનું સંચાલન, બેલેન્સશીટ અને શાસન સારું હોય. સાથે જ તમે લાલચ ન કરો. એટલે કે તમને સરેરાશ વળતર મળે તો તમારે નીકળી જવું જોઈએ. એવું એટલા માટે છે કારણ કે તમે જેટલી વધુ વળતરની અપેક્ષા રાખો છો, એટલું જ તેમાં જોખમ વધારે છે.

પરંતુ એવું જોવામાં આવે છે કે મોટાભાગના રોકાણકારો લાલચમાં ફસાઈ જાય છે. આજે જો કોઈ શેર 10 રૂપિયા ઉપર છે તેને 12 રૂપિયા સુધી જુવે છે. સાથે જ તે રોકાણ ત્યારે કરે છે જયારે શેર ખૂબ મોંઘા સ્તરે પહોંચી જાય છે. અથવા તો પછી રાતોરાત બમણાની લાલચમા સસ્તા 5-10 રૂપિયાવાળા શેર ઉપર દાવ લગાવે છે. જેમ કે તાજેતરમાં જોવા મળ્યું છે. નવા અને છૂટક રોકાણકારોએ આ શેરો ઉપર દાવ લગાવ્યો છે.

યસ બેંકનો શેર કેવો રહ્યો?

આ શેર એક મહિના પહેલા 28 રૂપિયા ઉપર હતો અને આજે 11.10 રૂપિયા ઉપર છે. તેણે ગયા અઠવાડિયે એફપીઓના માધ્યમથી આશરે 13,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા. FPO ની કિંમત 12 થી 13 રૂપિયા હતી. હવે આ શેર તેની નીચે છે. એટલે કે જે લોકોએ એફપીઓમાં ખરીદ્યો. તેઓ પણ નુકસાનમાં છે. જેમણે તે પહેલાં જયારે પણ ખરીદી હશે તે પણ નુકસાનમાં છે. તો ફાયદો કોને થયો? તે પણ જાણો.

યસ બેંકના એફપીઓમાં નફો કોણે કર્યો

સૌથી વધુ ફાયદો એસબીઆઇએ મેળવ્યો છે. એવું એટલા માટે કારણ કે જ્યારે યસ બેન્કનો શેર માર્ચમાં તૂટીને રૂ 5.55 ની નીચી સપાટીએ પહોચી ગયો હતો ત્યારે એસબીઆઈના કન્સોર્ટિયમમાં ઘણી બેંકોએ તેમાં નાણાંનું રોકાણ કર્યું હતું. એસબીઆઇને સૌથી વધુ 48 ટકાથી વધુ શેર મળ્યા. તેની સાથે એક્સિસ, આઈસીઆઈસીઆઈ અને અન્ય બેંકો પણ હતી. એફપીઓમાં એસબીઆઇએ તેની હોલ્ડિંગ ઘટાડીને 30 ટકા કરી દીધી. તેણે માર્ચમાં 10 રૂપિયા પ્રતિ શેર દીઠ રૂ. 7,250 કરોડ લગાવ્યા હતા.

હવે ચાર મહિના પછી એસબીઆઇએ એફપીઓમાં 18 ટકાથી વધુ હિસ્સો 13 રૂપિયામાં વેચી દીધી. એટલે કે ચાર મહિનામાં તેને 20-25 ટકા વળતર મળી ગયું. જોકે તેની સાથે જ અન્ય બેંકોએ પણ ભાગીદારી વેચી છે.

યસ બેંકમાં નુકશાન કોણે થયું?

યસ બેંકમાં ખાસ કરીને નુકશાન રિટેલ રોકાણકારોને થયું છે. ઘણા બધા રોકાણકારોએ તે સમયે તેમાં રોકાણ કર્યું જ્યારે આ શેર 400 રૂપિયા અથવા 300 રૂપિયા ઉપર હતો. ત્યાંથી જ્યારે શેર તુટવા લાગ્યો ત્યારે ઘણા રોકાણકારોએ એમ વિચારીને રોકાણ કર્યું કે હવે તે અડધા ભાવે મળશે અને વળતર મળશે.

આ રીતે રોકાણકારો સતત તેમાં રોકાણ કરતા ગયા. ત્યાં સુધી કે 30 રૂપિયા, 50 રૂપિયા, 80 રૂપિયામાં પણ ખરીદી થતી રહી. પરંતુ વાત ત્યારે બગડી, જયારે એસબીઆઇએ તેમાં હિસ્સો ખરીદ્યો. અહીંયા 5 રૂપિયાનો શેર ફરી એક વખત 89 રૂપિયા સુધી 10 દિવસમાં પહોંચી ગયો. આથી રોકાણકારો ફરીથી ફસાઈ ગયા.

રોકાણકારોને લાગ્યું કે હવે આ શેર ફરી વખત 200 ઉપર જશે. પરંતુ જે લોકોએ શેર 5 થી 89 સુધી પહોચાડ્યો, તે તરત જ વેચીને બહાર નીકળી ગયા. શેર ફરીથી આજે તે જ સ્તરે પાછો આવી ગયો છે.

શેરમાં શા આટલો ઉતાર ચડાવ કેમ થાય છે?

યસ બેન્કને શરૂઆતથી જ પૈસાની જરૂર હતી, જેથી તે આરબીઆઈના નિયમો અનુસાર કાર્ય કરી શકે. જ્યારે તેની પૈસાની જરૂરિયાત હવે એફપીઓ દ્વારા પૂરી થઇ ગઈ તો પછી ફરી શેર શા માટે તૂટી રહ્યો છે? વિશ્લેષકોના મતે તેમાં સેબીએ તપાસ કરવી જોઈએ કે આ 5 રૂપિયાનો શેર કયા આધારે 89 રૂપિયા ઉપર આવી ગયો અને પછી ક્યા આધારે 11 રૂપિયા ઉપર આવી ગયો છે. જો એસબીઆઈના નામે તે 89 ઉપર પહોચી ગયો, તો એસબીઆઇ હજી પણ તેમાં છે. પરંતુ શેર કેમ તૂટી રહ્યો છે?

સેબીનો શું મત છે?

આમ તો સમાચાર એ છે કે સેબી એફપીઓમાં કેટલાક દલાલોની તપાસ કરી રહી છે. કારણ કે એફપીઓ ખુલતા પહેલા જ તેમાં ઘણા બધા શેર વેચવામાં આવ્યા હતા. એક મહિના પહેલા તે શેર 28 રૂપિયા ઉપર હતો. 10 દિવસ પહેલા તે 18 રૂપિયા ઉપર હતો. છેવટે આ શેર FPO પછી પણ તૂટીને 11 રૂપિયા ઉપર આવી ગયો.

સાત ટ્રેડિંગ દિવસથી સતત તૂટી રહ્યો છે શેર

યસ બેન્કના શેરમાં સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો આવ્યો છે. યસ બેન્કના શેર ઘટીને એફપીઓના ભાવથી નીચે આવી ગયા છે. તે દરરોજ લોઅર સર્કિટ મેળવી રહ્યો છે. આ વર્ષે યસ બેન્કના શેર અત્યાર સુધીમાં 76 ટકા નીચે આવી ગયો છે. એફપીઓના ફ્લોર પ્રાઈઝ બહાર પડ્યા પછી યસ બેન્કના શેરમાં 56 ટકા નીચે આવી ગયો છે.

જૂન ત્રિમાસિક ગાળામાં માત્ર 45 કરોડનો નફો થયો

બેંકને જૂન ત્રિમાસિક ગાળામાં માત્ર 45 કરોડ રૂપિયાનો નફો થયો હતો. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 114 કરોડ રૂપિયાના નફાની સરખામણીમાં આ 60 ટકા ઓછો છે. બેંકનો ગ્રોસ એનપીએ આ સમયગાળા દરમિયાન 16.8 થી વધીને 17.3 ટકા થઇ ગયો છે. નેટ એનપીએ 5.03 થી ઘટીને 4.96 ટકા રહ્યો છે. તેમાં સોલ્વેસુ, મૂડી પર્યાપ્તતા પ્રમાણ અને રેગ્યુલેટરી આવશ્યકતાઓ પણ શામેલ છે. આ પહેલા ગુરુવારે પણ યસ બેન્કના શેરમાં 20 ટકાનો લોઅર સર્કીટ લાગ્યો.

યસ બેન્કના એફપીઓ માટે જે સંસ્થાકીય રોકાણકારો (ક્યૂઆઈબી)એ બોલી લગાવી હતી તેમાં એસબીઆઈ, એલઆઈસી, આઈઆઈએફએલ, એચડીએફસી લાઇફ, પંજાબ નેશનલ બેંક, પંજાબ નેશનલ બેંક, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, યુનિયન બેંક, બજાજ હોલ્ડિંગ્સ, અવેન્ડસ વેલ્થ મેનેજમેન્ટ, ઇફ્ફકો ટોકીયો જનરલ ઇન્શ્યોરન્સ વગેરે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ફક્ત આટલા સ્ટેપ્સ કરવાથી તમને ફરીથી મળી જશે તમારો ખોવાયેલો કે ચોરી થઈ ગયેલો પાન કાર્ડ

Amreli Live

આવા અનોખા લગ્ન તમે ક્યારે પણ નહિ જોયા હોય, હનીમૂનની જગ્યાએ સેવા અને વધેલા પૈસાનું દાન કર્યું, આ નવ પરણિત કપલે.

Amreli Live

જાણો સંકટ મોચન હનુમાનજીને કઈ વસ્તુ ચડાવવાથી શું મળે છે ફળ

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

પિતા સાથે બજારમાં ગયેલો 6 વર્ષનો નિર્દોષ બાળક બિજબિહાડા આતંકી હુમલામાં મૃત્યુ પામ્યો

Amreli Live

બોલીવુડ માફિયા ઉપર કંગનાનો આક્ષેપ : ફિલ્મી બેગ્રાઉન્ડ વગરનાને આગળ વધતા રોકવા માટે તે ષડયંત્ર કરે છે.

Amreli Live

સેક્સ લાઈફને બરબાદ કરી રહ્યો છે કોરોના વાયરસ, થઈ રહી છે આ ખરાબ અસર.

Amreli Live

દિવ્યા ખોસલાનો ટ્રોલ્સને જવાબ : ગુસ્સો થૂંકી દો, નહિ તો નાક ફૂલી જશે

Amreli Live

સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

Amreli Live

પહેલી વાર સરહદ ઉપર રસ્તો બનાવતા મરનારને મળ્યું શહીદ જેવું સમ્માન, વાયુસેનાના વિમાનમાં આવ્યું શબ

Amreli Live

ગુરુના રાશિ પરિવર્તનથી ધનુ રાશિને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

દીકરાના મોંઘા શોખથી પરેશાન પિતાએ કર્યું કંઈક એવું, જેની આશા કોઈને હતી નહિ.

Amreli Live

રક્ષાક્ષેત્ર માટે મેગા પ્લાન, 2025 સુધી નિકાસ 35 હજાર કરોડ કરવાનું લક્ષ્ય

Amreli Live

ભાઈએ રિક્ષા ચલાવીને ભણવાનો ખર્ચ કર્યો, બહેન બની ડેપ્યુટી કલેક્ટર.

Amreli Live

પેટ, કમર અને હાથની ચરબીને ઝડપથી ઓછી કરે છે, તમારા રસોડામાં રહેલી આ સફેદ વસ્તુ.

Amreli Live

સુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી કરશે કોરોનાથી પીડિત લોકોની મદદ

Amreli Live

મહિલાઓની દરેક બીમારીનો ઈલાજ છે આ ઔષધિ, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ

Amreli Live

સતત 500 કુશ્તી જીતવાવાળા દારા સિંહના પ્રેમ અને કિંગકોંગની મૂછો ઉખાડવાના કિસ્સા, અહીં વાંચો.

Amreli Live

લક્ષ્મીજીને આકર્ષવા માટે કરો આ ઉપાય, રૂપિયા-પૈસાથી ભરેલી રહશે તિજોરી

Amreli Live

શ્રાવણમાં દુર્ગા સપ્તશતીના પાઠથી ભક્તોને મળશે ખાસ ફળ, અનેક પ્રકારની અડચણો થશે દૂર.

Amreli Live

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ ઉઠાવશે શહિદ સુનિલ કાલેના બાળકોના શિક્ષણનો ખર્ચ

Amreli Live