22 C
Amreli
28/11/2020
અજબ ગજબ

શેભર ગોગ મહારાજના મંદિરની પૌરાણિક કથા છે ઘણી રસપ્રદ, ગોગ મહારાજ પોતે પ્રગટ થયા હતા અને પછી….

ગુજરાતના ઉત્તર ભાગમાં મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે ચાણસોલ. આ ગામથી 5 કિલોમીટરના અંતરે શેભર ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જણાવી દઈએ કે, આ મંદિર પર્વતોની વચ્ચે આવેલું છે જેની બાજુમાંથી નદી વહે છે. જો તમે એક-બે દિવસની રજામાં ફરવા જવાનું વિચારી રહ્યા હોય, તો કુદરતી સૌંદર્યથી ભરપુર આ પૌરાણિક જગ્યાની મુલાકાત લઈ શકો છો. અહીં ઉંચા ઉંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લેશે. અને તમને પ્રવાસમાં મજા આવી જશે.

જો તમે અમદાવાદથી ખેરાલું થઇને પાલનપુર જશો તો રસ્તામાં શેભર નામનું ગામ આવે છે. તે અમદાવાદથી 130 કિલોમીટરના અંતરે આવેલું છે. આ જગ્યાએ પાતાળના દેવ શેષનારાયણ ભગવાનનું મંદિર છે. આ મંદિર સાથે પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે. અહીંના દેવ શેભર ગોગા તરીકે પૂજાય છે.

આ મંદિર સાથે જોડાયેલી એક પૌરાણિક કથા અનુસાર, શેભર ગામમાં એક રાજા રાજ કરતો હતો. એક વાર ત્યાં ચોરી થઈ હતી. તે ચોરીનો આરોપ ત્યાં રહેતા એક વાણીયા પર આવ્યો. રાજાએ તે વાણીયાને હદપારની સજા સંભળાવી. ગુના વગર સજા મળવાથી વાણીયો દુઃખી થયો. તે રાજસ્થાન ગયો ત્યાં શેભરગઢ નામનું ગામ હતું. એક રબારીની દીકરી ત્યાં શેભર ગોગાની પૂજા કરતી હતી. વાણીયો થોડા સમય સુધી ત્યાં જ રહ્યો અને તેમની પૂજા કરી. પછી તે રબારીની દીકરી જે સતી હતી તેણે કહ્યું કે, તમારી સજા માફ થશે અને રાજા તમારું બહુમાન કરશે.

પછી ત્યાંથી વાણીયો ઘરે આવ્યો. અને સાચા ચોર પણ પકડાઈ ગયા. રાજાએ વાણીયાને પોતાનો મુનીમ બનાવ્યો અને કારભાર સોંપ્યો. એ વાણીયાએ ત્યાં શેભર ગોગાની સ્થાપના કરી. પણ કાળે કરીને એકવાર પાલનપૂરના નવાબે ત્યાં ચઢાઈ કરી, અને શેભર ગામનો નાશ થયો. મહારાજની મૂર્તિ નદીમાં તણાઈ ગઈ. એ સમયે બે ચોધરી ત્યાંથી પસાર થતાં હતા. તેમણે તે મૂર્તિ જોઈ અને તેને પોતાના ગાડમાં મુકી દીધી. પછી ગોગ મહારાજ ગાડામાં પ્રગટ થયા અને કહ્યું કે, હું શેભરગઢનો ગોગ છું અને મને અહીં મુકી રાખો.

આ સાંભળી ચૌધરી ભાઈઓએ કહ્યું કે, અમારા ઘરે ચાલો ત્યાં અમે તમારી સેવા પૂજા કરીશું. પછી મહારાજ કહ્યું કે, જ્યાં ગાડુ ઉભુ રહેશે ત્યાં હું મારું સ્થાપન કરીશ. રસ્તામાં ગાડું એક વડલા નીચે આવીને ઉભું રહ્યું. પછી ત્યાં જ મહારાજની મૂર્તિની સ્થાપના થઈ. આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, અને વડલાની અંદર શંકર બેસેલા છે. શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે. તે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે, તે વડલામાં તેમનો સમસ્ત પરિવાર છે. મંદિરમાં શેષનારાયણ રૂપે દેવ બિરાજમાન છે. તેમની પૂજા શિવજીની પૂજા સમાન છે.

તમે આ મંદિરમાં પ્રવેશ કરશો તો તમને ચારે તરફ સર્પાકાર શિલ્પકામ જોવા મળશે. આ મંદિરની અંદર પગ મૂકતા જ તમને તેના સ્તંભો, ગર્ભગૃહ અને પરિસરમાં જ્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જોવા મળશે. તે જોઈને એક સમયે તો તમને એવું થશે કે, તમે નાગલોકમાં જ આવી ગયા છો. અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે. સ્થાનિક લોકો તેને કુંવારિકા કહે છે. આ નદી દરિયાને મળતી નથી એટલે તેને કુંવારિકા કહેવાય છે.

નદીને લઈને એવી માન્યતા છે કે, નવદંપતિ જો આ નદીમાંથી સાથે પસાર થાય તો નદી તેમને તાણી જાય છે. ભેખડો વચ્ચે વસેલું અને પર્વતોથી ઢંકાયેલું આ મંદિર ગુજરાતમાં ત્રિદેવના સ્થાનક તરીકે પ્રખ્યાત છે. સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે. માન્યતા છે કે તે જીવિત હોય તેવી રીતે બધાના કામ પણ કરે છે.

જય ગોગા મહારાજ.


Source: gujaratilekh.com

Related posts

કેમ દરરોજ ઓછી થઇ રહી છે ગોવર્ધન પર્વતની ઉંચાઈ? આ કથામાં છુપાયેલ છે રહસ્ય

Amreli Live

કરણ પટેલની બર્થ ડે પર દીકરી મેહરે પપ્પાને આપી ખાસ ભેટ, માં અંકિતાએ સોશિયલ મીડિયા પર દેખાડી ઝલક.

Amreli Live

ઘરમાં 5 મિનિટમાં ફુદીના મસાલો બનાવો, રાયતા અને શાકનો સ્વાદ થઇ જશે બમણો

Amreli Live

નોકરી મેળવવામાં આવી રહી છે સમસ્યા, તો નવરાત્રીમાં કરો આ ઉપાય.

Amreli Live

9 વર્ષથી લગ્ન જીવન પસાર કરી રહેલી મહિલાને અચાનક ખબર પડી કે પોતે પુરુષ છે. તેને એ રોગ જોવા મળ્યો જે પુરુષમાં જ થઇ શકે છે.

Amreli Live

મર્યા પછી શરીરનું કેટલું વજન ઓછું થાય છે? જાણો UPSC ના એવા સવાલ જેનો જવાબ આપતા પરસેવો છૂટી જશે.

Amreli Live

ઘરે બેઠા મળી શકે છે સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, આ છે તેની આખી પ્રક્રિયા

Amreli Live

Honda Amaze નું સ્પેશિયલ એડિશન ભારતમાં થયું લોન્ચ, કિંમત આટલા લાખથી શરૂ.

Amreli Live

એક એપિસોડ માટે આટલી બધી ફી વસુલે ભારતી, કપિલ અને કૃષ્ણા, જાણો શો ના દરેક કલાકારોની ફી કેટલી છે.

Amreli Live

આ રાશિના લોકોને ધનલાભના યોગ છે, વેપારમાં લાભ થાય, ગૃહસ્થજીવનમાં સુખશાંતિ રહે.

Amreli Live

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

Amreli Live

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આ રાશિમાં લાગશે, જાણો તેનો પ્રભાવ.

Amreli Live

PPF એકાઉન્ટ બંધ થઇ જાય તો ના થશો પરેશાન, આ રીતે તેને ફરીથી કરી શકો છો શરૂ.

Amreli Live

ખરતા વાળ, માથામાં ખોડો વગેરે સમસ્યા દૂર કરી તેને મજબુત અને સિલ્કી બનાવે છે આ દિવ્ય રસ, આ રીતે ઘરે બનાવો.

Amreli Live

ફરીથી જાહેર થયું સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો તેમાં ક્યાં સુધી કરી શકો છો રોકાણ.

Amreli Live

ધનતેરસ પર પૂજાની સાથે બનાવો આ ખાસ વ્યંજનો.

Amreli Live

ઉપરવાળાએ આપ્યું તો ‘છાપરું ફાડીને’ આપ્યું, આકાશમાંથી એવો ખજાનો પડ્યો કે કંગાળ બની ગયો કરોડપતિ.

Amreli Live

આજે કુંભ રાશિના લોકોના માન મોભામાં વૃદ્ઘિ અને ધનલાભ થવાના સંકેત છે, નોકરી ધંધાના ક્ષેત્રે લાભ મળશે.

Amreli Live

શિવ પાતાળેશ્વર મંદિર, અહીં ભગવાન શિવને ભેટ કરવામાં આવે છે સાવરણી

Amreli Live

મગજ ચકાસવા માટે આવી રીતે મુશ્કેલમાં નાખી દે છે અધિકારી, IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ગર્લફ્રેન્ડ માટે નોકરી છોડી દેશો?

Amreli Live

14 વર્ષનો બાળક કરી રહ્યો હતો બિલાડી પાળવાની જીદ્દ, ના પાડી તો ભર્યું આવું ખરાબ પગલું.

Amreli Live