28.6 C
Amreli
19/10/2020
અજબ ગજબ

શું ફ્રીજમાં રાખ્યા પછી પણ ખરાબ થઇ જાય છે કોથમી-પાલક, આ ટ્રિકથી લાંબા સમય સુધી તાજી રહે છે શાકભાજી

આ ટ્રિક્સ અને ટિપ્સ અપનાવીને તમે તમારા ફ્રીઝમાં રાખેલ શાકભાજીને લાંબા સમય સુધી રાખી શકશો તાજી. શિયાળાની સીઝન શરૂ થતાંની સાથે જ બજારમાં વિવિધ પ્રકારના લીલા પાંદડાવાળા શાકભાજી (Green vegetables) મળવા લાગે છે. જે ન ફક્ત સ્વાદમાં જ કમાલના હોય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ નંબર 1 હોય છે. પરંતુ ઘણીવાર લીલા શાકભાજી બગડવાનો ભય રહે છે.

લોકોના મનમાં એક સવાલ હોય છે કે, લીલા શાકભાજી લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા પછી પણ બગડી જાય છે, અને ન ઇચ્છવા છતાં પણ ફેંકી દેવા પડે છે. તો ચાલો આજે તમારી આ સમસ્યાને દૂર કરીએ, અને તમને જણાવીએ કે કેવી રીતે તમે લીલા પાંદડાવાળા શાકભાજીને યોગ્ય રીતે સ્ટોર કરીને ઘણા અઠવાડિયા સુધી તાજી રાખી શકો છો.

બજારમાંથી લીલા પાંદડાવાળા શાકભાજીની ખરીદી કર્યા પછી તરત જ સૂકા, ખરાબ થયેલા પાંદડાને તાજા પાંદડાથી અલગ કરી દો, નહીં તો બધા શાકભાજી ખરાબ થઇ શકે છે.

લીલા પાંદડાવાળા શાકભાજીને હંમેશા કાપીને અને કાગળમાં લપેટીને રાખો. તેનાથી તેમાં ભેજ જળવાઈ રહે છે.

જો લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે, કોથમીર, પાલક, મેથી અને ઔષધિઓને તાજા રાખવા હોય, તો તેને માખણ અથવા તેલ સાથે બરફની ટ્રેમાં સંગ્રહિત કરો. તેનાથી તે અઠવાડિયા સુધી તાજા રહેશે.

ઘણીવાર આપણે ગ્રેવીવાળા શાકભાજીનો સ્વાદ વધારવા માટે તેમાં કસૂરી મેથી ઉમેરીએ છીએ. તેને તમે ઘરે પણ બનાવી શકો છો. તેના માટે તમારે ફક્ત મેથીને છાંયડામાં સૂકવીને તેને એરટાઈટ કન્ટેનરમાં બંધ કરીને રાખવી પડશે. આ રીતે તમે આ મેથીનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન પરાઠા, શાકભાજી અને ગ્રેવીમાં કરી શકો છો.

કઢીથી લઈને પૌંઆ સુધી દરેક વાનગીમાં કઢી લીમડો (મીઠો લીમડો) વપરાય છે. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા માટે તેને હંમેશા તેલમાં તળીને રાખો. આ રીતે તેને કેટલાય અઠવાડિયા સુધી રાખી શકાય છે. પરંતુ ધ્યાન રહે કે તેને એરટાઇટ ડબ્બામાં જ રાખો.

હંમેશા લીલા શાકભાજી ફેલાવીને અને થોડા થોડા અંતરે રાખો. તેનાથી શાકભાજી વધુ દિવસો સુધી તાજી રહેશે. સાથે જ શાકભાજીઓને ટોપલીમાં એકની ઉપર એક રાખવી જોઈએ નહિ.

કાકડી, શિમલા મરચાં (કેપ્સિકમ), સરગવો, રીંગણ જેવા શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને ભીના સુતરાઉ કાપડમાં લપેટીને રાખો. આમ કરવાથી શિમલા મરચાં વધુ સમય માટે તાજા રહેશે.

કોથમીર (લીલા ધાણા) અને લીલા મરચાં દરેક શાકભાજીમાં અલગ સ્વાદ લાવે છે. તેમને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેમને ટીશ્યુ પેપરમાં સારી રીતે લપેટીને કોઈ કાણાંવાળા ડબ્બા અથવા ટોપલીમાં રાખો.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live

એક્ટર વિવેક ઓબરોયના ઘરે પોલીસનો છાપો, પોલીસના નજરોથી ફરાર છે આ વ્યક્તિ

Amreli Live

મેડીક્લેમ લેતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો, નહી તો ભેરવાઈ જશો.

Amreli Live

ભારતમાં સૌથી વધારે વેચાય છે ચાઈનીઝ સ્માર્ટફોન, જાણો કઈ છે ભારતીય કંપનીઓ.

Amreli Live

Samsung Galaxy F41 સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ, મળે છે 32 MP નો સેલ્ફી કેમેરો જાણો બીજી વિગત

Amreli Live

જસદણની યુવતીને લઈને દીવ ગયો જામનગરી, પછી જે થયું તે દરેક છોકરીએ જાણવું જોઈએ.

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

આ કારણોને લીધે દેશમાં આ 5 શહેર બની રહ્યા છે કોરોનાના ચેપના મોટા કેન્દ્ર, અહીં છે 50 ટકા કેસ

Amreli Live

રશિયાના સમુદ્રમાં સૌથી મોટો વિનાશ, કિનારા પર લાગ્યો જીવોના લાશોનો ભંડાર.

Amreli Live

વૃષભ રાશિ માટે આજનો દિવસ છે શુભફળદાયી, આકસ્મિક ધનલાભનો યોગ છે, પણ આ રાશિ માટે દિવસ શુભફળદાયી નથી.

Amreli Live

આયુર્વેદિક ઉકાળાની શોધ પુરી, હવે થશે કોરોના પર વળતો પ્રહાર, 60 દર્દી પર થયો સફળ પ્રયોગ

Amreli Live

કર્ક રાશિ માટે આજનો દિવસ આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો રહેશે, જાણો અન્ય રાશિ શું કહે છે.

Amreli Live

ગામમાં 70 વર્ષથી રોડ ન હતો, સોનુ સુદને કારણે ગામવાળાઓએ બનાવી દીધો રોડ.

Amreli Live

એક 65 વર્ષની મહિલાને 13 મહિનામાં 8 બાળકો, એક દિવસમાં બે વાર બાળકો પણ.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

આ અઠવાડિયે માં દુર્ગાના આશીર્વાદથી નોકરીમાં ઇન્સેન્ટીવ, બઢતી કે પગાર વધારાની શક્યતાઓ છે, વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય.

Amreli Live

મગ અને મસૂરની દાળ મિક્સ કરીને ખાવાથી પેટ રહેશે હંમેશા સ્વસ્થ, મળશે આ લાભ

Amreli Live

અર્જુન એવોર્ડ મળવાથી ઇશાંત શર્મા બોલ્યા – મારી પત્ની આ પુરસ્કારની વધારે હકદાર છે.

Amreli Live

અમેરિકી વૈજ્ઞાનિકોએ આ પ્રાણીઓ માંથી બનાવ્યો ખાસ પ્રકારનો સ્પ્રે, જે નાકમાં સ્પ્રે કરવાથી PPE કીટ કરતા પણ વધુ આપશે સુરક્ષા.

Amreli Live

ભગવાન બુદ્ધ દ્વારા જાણો જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે છે? સાથે જાણો જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું નિરાકરણ

Amreli Live