18.3 C
Amreli
27/01/2021
અજબ ગજબ

શું તમે જાણો છો ભારતનું પહેલું રેલવે સ્ટેશન કયું છે, ક્યાં આવેલું છે અને તેનો ઇતિહાસ શું છે?

ભારતમાં ક્યારે અને કઈ જગ્યાએ શરુ થઇ હતી પહેલી ટ્રેન, જાણો ટ્રેનના ઇતિહાસ વિશેની દરેક માહિતી. ભારતમાં રેલ્વેની શરુઆત અંગ્રેજોના શાસનકાળમાં થઇ હતી. ભારતીય રેલ્વેનો ઈતિહાસ આજે 168 વર્ષ જુનો થઇ ચુક્યો છે. ઇન્ડીયન રેલ્વેની પહેલી ટ્રેન 19 મી સદીમાં ચલાવવામાં આવી હતી. ઇન્ડિયન રેલ્વે આજે દુનિયાનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક બની ગયું છે.

ભારતમાં ક્યારે અને ક્યાં ચાલી હતી પહેલી ટ્રેન? ભારતમાં પહેલી ટ્રેન 16 એપ્રિલ 1853 ના રોજ બંબઈ (મુંબઈ) ના બોરી બંદર સ્ટેશન (છત્રપતિ શિવાજી ટર્મિનલ) થી થાણે વચ્ચે ચલાવવામાં આવી હતી. દેશની આ પહેલી ટ્રેન વરાળવાળા એન્જીન (સ્ટીમ એન્જીન) થી ચલાવવામાં આવી હતી. આ ટ્રેને 34 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તે દરમિયાન ટ્રેનમાં લગભગ 400 મુસાફરોએ મુસાફરી કરી હતી. ભારતમાં તે સમયે ટ્રેનની શરુઆત દેશની સૌથી મોટી સિદ્ધીઓમાંથી એક હતી.

ભારતની પહેલી ‘હેરિટેજ’ અને ‘ટોય ટ્રેન’ : ભારતની પહેલી હેરિટેજ ટ્રેનનું નામ ‘ફેયરી ક્વીન’ હતું. વર્ષ 1881 માં આ ટ્રેન પહેલી વખત પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં ચલાવવામાં આવી હતી. આ ટ્રેનમાં વિશ્વનું સૌથી જુનું વરાળ એન્જીન લગાવવામાં આવ્યું હતું, જેનું નિર્માણ ઈ.સ. 1855 માં બ્રિટીશ કંપની કિટસને કર્યું હતું. વર્ષ 1997 પછી આ ટ્રેનને ‘હેરિટેજ ટ્રેન’ ના રૂપમાં ચલાવવામાં આવવા લાગી. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે આખા દેશમાંથી લોકો દાર્જીલિંગ જાય છે.

1909 માં થઇ હતી ટ્રેનોમાં ટોયલેટની શરુઆત : ઈ.સ. 1909 માં ટ્રેનોમાં પ્રવાસીઓ માટે ટોયલેટની સુવિધાની શરુઆત કરવામાં આવી હતી. તે પહેલા ટ્રેનોમાં ટોયલેટ ન હતા. ઈ.સ. 1891 માં માત્ર પ્રથમ શ્રેણીના ડબ્બાને આ સુવિધાથી જોડવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના એક પ્રવાસી અખિલ ચંદ્ર સેને રેલ્વે સ્ટેશનને એક ચિઠ્ઠી લખીને ફરિયાદ કરી હતી કે, તે લઘુશંકા માટે ગયા હતા અને તે દરમિયાન તેમની ટ્રેન છૂટી ગઈ. ત્યાર પછી રેલ્વેએ તેની ફરિયાદ ઉપર સુનાવણી કરીને તમામ ડબ્બામાં પ્રવાસી માટે ટોયલેટની સુવિધા શરુ કરી હતી.

દિલ્હી-ભોપાલ વચ્ચે ચાલી દેશની સૌથી ઝડપી ટ્રેન : દેશની સૌથી ઝડપી ગતિથી ચાલતી ટ્રેન ‘શતાબ્દી એક્સપ્રેસ’ વર્ષ 1988 માં દિલ્હી અને ભોપાલ વચ્ચે ચલાવવામાં આવી હતી. તેની ગતિ 150 કીલોમીટર પ્રતિ કલાક હતી. પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની પુણ્યતિથિના અવસર પર આ ટ્રેન શરુ કરવામાં આવી હતી.

ઘણા વર્લ્ડ રેકોર્ડ છે ભારતીય રેલ્વેના નામે : ભારતીય રેલ્વેના નામે ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયા છે. આ સમયે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ ભારતની ચિનાબ નદી ઉપર બની રહ્યો છે. તેની ઉંચાઈ પેરીસના એફિલ ટાવરથી પણ વધુ છે. ઇન્ડિયન રેલ્વે અમેરિકા, ચીન અને રશિયા પછી દુનિયાનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે, જે લગભગ 1,15,000 કિલોમીટર લાંબા રેલ્વે ટ્રેકમાં ફેલાયેલું છે.

ભારતીય ટ્રેનોમાં પ્રતિ દિવસ લગભગ 2.5 કરોડ લોકો પ્રવાસ કરે છે. ભારતમાં નાના મોટા લગભગ 7,500 રેલ્વે સ્ટેશન છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું નામ દુનિયાના સૌથી મોટા ‘રૂટ રીલે ઈંટરલોકીંગ સીસ્ટમ’ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયું છે. વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મનો રેકોર્ડ પણ ભારતીય રેલ્વેના નામે જ છે. ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં આવેલા સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ 1366.33 મીટર છે. ભારતીય રેલ્વેનું મસ્કટ (ખાસ પ્રતીક ચિન્હ) ‘ભોલુ’ નામનો હાથી છે.

ભારતમાં પહેલી મેટ્રો ટ્રેન 1984 માં શરૂ થઈ હતી : ભારતમાં પહેલી વખત મેટ્રો ટ્રેનની શરુઆત 1984 માં કોલકાતામાં થઇ હતી. તેના 18 વર્ષ પછી 24 ડીસેમ્બર 2002 ના રોજ દિલ્હી મેટ્રોની શરુઆત થઇ. આજે દેશના 13 રાજ્યોમાં મેટ્રો ચાલી રહી છે. આઝાદીના 4 વર્ષ પછી વર્ષ 1951 માં ઇન્ડિયન રેલ્વેનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું. વર્તમાનમાં ઇન્ડિયન રેલ્વે લગભગ 14 લાખ કર્મચારીઓ સાથે દુનિયામાં સૌથી વધુ રોજગારી આપવાવાળો વિભાગ છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

એક છોકરાએ છોકરીને 143 કહ્યું, છોકરીએ જવાબ આપ્યો 25519, જણાવો તે છોકરીએ શું કહ્યું હશે.

Amreli Live

ક્યારેક લીધી જાનૈયા સાથે સેલ્ફી તો ક્યારેક લગાવ્યા ઠુમકા, ભાઈના લગ્નમાં આવી રીતે મજા લેતી દેખાઈ સંધ્યા વહુ

Amreli Live

આ યુવકે એક છોકરી પાછળ કરી દીધી પોતાની આવી હાલત, વાંચો એના જ શબ્દોમાં સ્ટોરી.

Amreli Live

ભગવાન શ્રી રામ અને શિવજી વચ્ચે થયું હતું ભયંકર યુદ્ધ.

Amreli Live

શું લાડ કરવાના ચક્કરમાં તમે જ તમારા બાળકોને બગાડો છો? જાણો શું કહે છે રિસર્ચ.

Amreli Live

નોર્વેના એક શહેરમાં ફક્ત 40 મિનિટની હોય છે રાત, જાણો શું છે કારણ.

Amreli Live

ધન લાભ માટે 30 ડિસેમ્બર પહેલા કરો આ સરળ ઉપાય, ખુલી શકે છે નસીબના દરવાજા.

Amreli Live

કયા દેશમાં લગ્ન માટે થઇ ગઈ છે છોકરાઓની અછત? IAS ઇન્ટરવ્યૂમાં કુંવારી છોકરીને પૂછ્યો GK નો મુશ્કેલ સવાલ

Amreli Live

ટિક્ટોક પર સુંદર છોકરીઓ જોઈ ફસાતા હતા ફૌજી જવાન, ફ્રેન્ડશીપ કરી હોટલ પહોંચતા અને પછી….

Amreli Live

કર્ક રાશિના નોકરી વ્‍યવસાય કરનારાઓ માટે દિવસ ખૂબ લાભકારક હશે, પણ આ રાશિના લોકોને નોકરી ધંધામાં તકલીફ સર્જાય.

Amreli Live

ગુજરાતના વૈભવ સિદ્ધપુરના “રુદ્રમહાલય” નો આ ઇતિહાસ દરેક ગુજરાતીએ જાણવો જોઈએ ખીલજી અને અહમદ શાહના આક્રમણ…

Amreli Live

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રાખો આ 4 વસ્તુ, દેવી લક્ષ્મીની કૃપાથી મળશે આશીર્વાદ

Amreli Live

સુર્ય, મંગલ, બુધ અને શુક્ર કરી રહ્યા છે આ જ મહિનામાં રાશિ પરિવર્તન, અહીં જાણો કયો ગ્રહ કોને કરશે નુકશાન.

Amreli Live

આ નદી માંથી મળી 1 ટન વજનની ભગવાન શિવની પ્રાચીન મૂર્તિ.

Amreli Live

સૂર્યદેવના આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી મળે છે સફળતા, થાય છે શક્તિનો સંચાર

Amreli Live

કેટલું ભણેલા છે મુકેશ અંબાણી? આ મજબૂરીને કારણે પૂરું ના કરી શક્યા પોતાનું ભણતર, છતાં પણ બન્યા બિઝનેસના બાદશાહ.

Amreli Live

મજેદાર જોક્સ : એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા ત્યારે એક વૃદ્ધ મહિલા આવીને તેમની બાજુમાં બેસી ને બોલી….

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય.

Amreli Live

વાસ્તુ વાંસળી ટિપ્સ : આ બધા ફાયદા થશે જ્યારે કનૈયાની વાંસળીને જો તમે ઘરે લાવશો.

Amreli Live

સૂર્યના શુભ પ્રભાવથી આ 5 રાશિઓના લોકોને કરિયરમાં આગળ વધવાની મળશે સુવર્ણ તક, ખુલશે ભાગ્ય.

Amreli Live

રેમો માટે ઉઠ્યા અમિતાભ બચ્ચનના હાથ, સોશિયલ મીડિયા પર માંગી જલ્દી સાજા થવાની દુઆ

Amreli Live