સપનામાં આ વસ્તુઓ દેખાવી હોય છે ઘણી શુભ, ધન લાભના આપે છે સંકેત.
સપના વિષે દરેક માણસનો વિચાર અને મંતવ્ય અલગ અલગ હોય છે. જ્યાં અમુક લોકો સપનાને માત્ર મગજની ઉપજ માને છે તે, ઘણા બધા લોકો એવું પણ માને છે કે સપનાનો આપણા ભૂત, ભવિષ્ય, વર્તમાન સાથે ગાઢ સંબંધ હોય છે. આમ તો જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો સપનોથી માણસના ભૂત ભવિષ્ય અને વર્તમાન વિષે ઘણી બધી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે છે.
જ્યાં અમુક સપના આપણેને આપણા ભવિષ્યમાં આવતા જોખમ વિષે અવગત કરે છે તે, અમુક સપના આપણેને મળનારા લાભ વિશે પણ જાણકારી પ્રદાન કરે છે. બસ જરૂરત છે તો આ સપનામાં મળી રહેલા સંકેત સમજવાની. તો આવો આજે જાણીએ કાંઈક એવા સપના વિષે જે માણસ મળી રહેલા સંકેત સમજવાની. તો આવો આજે જાણીએ કાંઈક એવા સપના વિષે જે માણસને એ વાત તરફ ઈશારો કરે છે કે, આપણેને ભવિષ્યમાં ધન લાભ થવાની સંભાવના છે.
આ સપના આ જોયું તો સમજી જાવ કે તમને થવાનો છે ધન લાભ
જો તમને સપનામાં અખરોટ ખાતા જોવા મળે તો તે ઘણું શુભ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે, ટૂંક સમયમાં જ વ્યક્તિને ક્યાંકથી ઘણા પૈસા મળવાના છે.
તે ઉપરાંત જો સપનામાં સાધુ મહાત્મા જોવા મળે તો પણ તેને ઘણું શુભ માનવામાં આવે છે કેમ કે, શાંતિના પ્રતિક માનવામાં આવે છે. તેથી આ સંકેતનો એ અર્થ કાઢવામાં આવે છે કે, ભગવાન તમારી ઉપર ઘણા પ્રસન્ન છે અને વહેલી તકે તમને તમારા જીવનમાં પ્રગતી અને સમૃદ્ધી મળવાની છે.
તે ઉપરાંત જો તમને સપનામાં દાડમના લાલ દાણા ખાતા જોવા મળે છે કે લાલ રંગના ફૂલ જોવા મેળે છે, તો તેને પણ ઘણું શુભ માનવામાં આવે છે. આ સપના પણ માં લક્ષ્મીના આગમન તરફ ઈશારો કરે છે અને તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
જો તમને સપનામાં રૂપિયા પૈસાની લેવડ દેવડ થતી જોવા મળે છે, તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેનાથી લોકોને ધન લાભ થવાની પ્રબળ સમભાવના હોય છે.
તે ઉપરાંત જો સપનામાં દૂધ અને દહીંથી ભરેલો કળશ દેખાય છે કે પાનના પાંદડા જોવા મળે તો તેને ઘણું શુભ માનવામાં આવે છે. તે વ્યક્તિની પ્રગતી સાથે સાથે ધન લાભ તરફ પણ ઈશારો કરે છે.
તે ઉપરાંત સપનામાં જો તમને હરિયાળી જોવા મળે તો તેનો અર્થ થાય છે કે, તમને કોઈ ઘણી જ મોટી રકમ મળવાની છે.
સપનામાં શંખ જોવા મળે કે શંખનો અવાજ સંભળાઈ, તો તેને પણ શુભ માનવામાં આવે છે. તે એ વાતનું પ્રતિક છે કે, તમારા જીવનમાં ટૂંક સમયમાં જ ધન વર્ષા થવાની છે.
જો તમને સપનામાં સફેદ કે સોનેરી રંગનો સાંપ જોવા મળે તો તે એ વાતને દર્શાવે છે કે, તમારા ઘરમાં માં લક્ષ્મીનો વાસ છે અને ટૂંક સમયમાં જ તમારા હાથમાં કોઈ મોટી સંપત્તિ લાગી શકે છે.
સપનામાં ઘઉં જોવા મળે તે પણ શુભ માનવામાં આવે છે, તે એ વાતનું પ્રતિક છે કે તમને ભવિષ્યમાં ધનની પ્રાપ્તિ થઇ શકે છે.
તે ઉપરાંત સપનામાં ઘુવડ જોવા મળે તે પણ ઘણું શુભ હોય છે. જાણકારી માટે જણાવી આપીએ કે, ઘુવડમાં લક્ષ્મીનું વાહન છે. તેથી સપનામાં ઘુવડ જોવું ધન લાભ તરફ ઈશારો કરે છે.
આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com