31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

શું ગુરુ ગ્રહ ઉપર ક્યારેય માણસ રહી શકશે? જાણો તેના વિષે ખાસ અને રોચક વાતો.

પૃથ્વી કરતા કેટલો અલગ છે ગુરુ ગ્રહ, જાણો ગુરુ ગ્રહની એવી રોચક વાતો જે તમે પહેલા વાંચી નહીં હોય. આપણા સૌરમંડળમાં ઘણા ગ્રહો અને ઉપગ્રહો છે, અને તેમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે જે વાયુઓનો ગોળો છે. તેને શનિ, અરુણ અને વરુણ ગ્રહો સાથે વાયુના ગ્રહ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. પ્રાચીન કાળથી લોકો આ ગ્રહ વિશે જાણે છે. ઉપરાંત, આ ગ્રહ પૌરાણિક કથાઓ, અનેક સંસ્કૃતિઓ અને ધાર્મિક માન્યતાઓ સાથે પણ સંકળાયેલો છે.

ભારતમાં આ ગ્રહને ‘ગુરુ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ‘જ્યુપિટર’ (jupiter) તરીકે ઓળખાય છે. આ ગ્રહનું નામ અંગ્રેજી નામ રોમન સભ્યતાએ તેમના પૌરાણિક દેવતા ‘જ્યુપિટર’ ના નામ પરથી રાખ્યું છે. ચાલો આપણે જાણીએ કે, મનુષ્ય ક્યારેય પણ આ ગ્રહ પર જીવી શકશે કે નહીં. ઉપરાંત આને લગતી કેટલીક રસપ્રદ બાબતોને જાણવાનો પ્રયાસ કરીએ.

જ્યાં પૃથ્વી પર એક દિવસ 24 કલાકનો હોય છે, ત્યાં વળી ગુરુ ગ્રહ ઉપર એક દિવસ ફક્ત નવ કલાક અને 55 મિનિટનો હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, પૃથ્વીના 11.9 વર્ષો ભેગા થાય ત્યારે ગુરુ ગ્રહનું એક વર્ષ થાય છે.

ગુરુ મુખ્યત્વે એક ચતુર્થાંસ હિલીયમ દ્રવ્યમાન સાથે મુખ્યરૂપથી હાઇડ્રોજનથી બનેલો છે. તે હંમેશા એમોનિયા ક્રિસ્ટલ્સના વાદળો અને સંભવત એમોનિયમ હાઇડ્રોસલ્ફાઇડથી ઢંકાયેલો રહે છે. આ ગ્રહ પર કોઈ સપાટી નથી. આવી સ્થિતિમાં મનુષ્યનું અહીં જીવવું લગભગ અશક્ય છે.

આ ગ્રહનું પોતાનું શક્તિશાળી ગુરુત્વાકર્ષણ બળ છે અને આ કારણોસર તેને સૌરમંડળનું ‘વેક્યૂમ ક્લીનર’ પણ કહેવામાં આવે છે. હકીકતમાં તે સૌરમંડળમાં આવતી બાહ્ય ઉલ્કાઓને પોતાની તરફ ખેંચી લે છે અને આપણને તેમના હુમલાથી બચાવે છે.

વૈજ્ઞાનિકોના મતે આ ગ્રહ પર આશરે 355 વર્ષથી ભયંકર તોફાન ચાલી રહ્યું છે, જેને ‘ધ ગ્રેટ રેડ સ્પોટ’ કહેવામાં આવે છે. હકીકતમાં આ તોફાન લાલ સ્પોટ જેવું દેખાય છે. આ તોફાન વિશે એવું કહેવામાં આવે છે કે, તે એટલું મોટું છે કે પૃથ્વી જેવા ત્રણ ગ્રહો તેમાં આરામથી સમાઈ શકે છે. જોકે વૈજ્ઞાનિકો તેને સતત નિહાળી રહ્યા છે, પરંતુ સેંકડો વર્ષોથી આ વાવાઝોડું સતત કેવી રીતે ચાલુ ને ચાલુ છે તેનું રહસ્ય તેઓ શોધી શક્યા નથી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

હવે તમને મળશે ફક્ત શુદ્ધ સરસવનું તેલ, બધા પ્રકારના ભેળસેળ ઉપર લાગશે પ્રતિબંધ.

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ રહેશે શુભ, નોકરીમાં હોદ્દો વધે તેવી શક્યતા છે.

Amreli Live

બાળકો મીઠાઈ ખાવાની કરી રહ્યા છે જીદ્દ, તો આ પાંચ રીતે છોડાવો વ્યસન.

Amreli Live

ચીનને ખૂબ ઓછા નુકશાન સામે મોટો ઝાટકો આપી શકે છે ભારત

Amreli Live

મહાદેવની કૃપાથી આ 7 રાશીઓની આર્થિક તંગી થશે દૂર, ઉત્સાહથી ભર્યો રહશે દિવસ

Amreli Live

કોરોના પછી મૂડ ફ્રેશ કરવા આસપાસની આ જગ્યાઓ પર જઈ શકો છો તમે.

Amreli Live

પાંચમાં નોરતે સ્કંદમાતાના આશીર્વાદથી ૫રિવારમાં સુખશાંતિ રહે, બઢતીના સંજોગ સર્જાય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

CNG ગેસ બનાવવા પાલનપુરમાં પશુઓના ગોબરના વેચાણથી લાખો રૂપિયા કમાણી થઈ શરૂ. જાણવા જેવી ક્રાંતિ.

Amreli Live

બ્યુટી ટિપ્સ : દરરોજ કરો એક ટુકડા ગોળ સાથે આ વસ્તુનું સેવન, ચહેરા પર આવશે ગજબનો ગ્લો.

Amreli Live

ધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર

Amreli Live

ફોર્ચ્યુનરને ટક્કર મારવા MG ની આ દમદાર SUV થઇ લોન્ચ, જાણો કિંમત અને બીજી માહિતી

Amreli Live

વારાણસીમાં આજથી જ ખુલી ગયા સંકટ મોચન મંદિરના દ્વાર, આ ગાઇડલાઇન પ્રમાણે કરી શકશો દર્શન.

Amreli Live

કન્યા રાશિના લોકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ દેખાઈ રહ્યા છે, જાણો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

10 રાજ્યોમાં આવ્યા છે કોરોનાના 86% કેસ, સરકાર અને અધિકારી સ્વીકારી રહ્યા નથી કમ્યુનિટી ટ્રાંસમિશન, 10 કરોડ સુધી કેસ થઇ શકે છે

Amreli Live

ભોલે ભંડારીની કૃપા દ્રષ્ટિથી આજે આ 7 રાશિઓના જીવનમાં આવશે રાજયોગ, થશે ધનલાભ

Amreli Live

કપલ ચેલેન્જ વાળાને પકડી પકડી વંચાવો ઘોડો લેશો કે સફરજન, વાંચવા જેવી વાર્તા.

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

ઇકોનોમી બચવાના ચક્કરમાં કેટલાક દેશની સરકારે કોરોનાના ખતરાને નજર અંદાજ કર્યો.

Amreli Live

માં લક્ષ્મીનો ફોટો શેયર કરીને હોલીવુડ એક્ટ્રેસ સલમા હાયેકએ એવું તે શું લખ્યું કે…

Amreli Live

મીન રાશિના લોકોને મહાદેવની કૃપાથી આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો બીજી રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

Amreli Live

કોરોનામાં સ્કૂલ કઈ રીતે ખુલે, જાણો દુનિયાના જે દેશોમાં સ્કૂલ શરૂ થઈ, ત્યાં કઈ કઈ તૈયારી કરવામાં આવી.

Amreli Live