18.4 C
Amreli
26/01/2021
અજબ ગજબ

શિયાળામાં નાનકડી ભૂખ માટે ઝટપટ બનાવો ચટાકેદાર અને ક્રન્ચી પનીર બોલ્સ.

શિયાળામાં જો 15 મિનિટમાં કોઈ ટેસ્ટી નાશ્તો બનાવવો હોય તો આ રીતે દરેકને પસંદ આવે એવા પનીર બોલ્સ બનાવો. શિયાળો આવી ગયો છે અને આ ઋતુમાં ચટપટું અને ગરમાગરમ ખાવાનું મન તો થાય છે, પણ બનાવવાનું મન નથી થતું. શિયાળાની ઋતુ એવી જ હોય છે કે, તેમાં ગોદડાંમાંથી નીકળવાનું મન જ નથી થતું. એવામાં જો તમારું પણ કંઈક ચટપટું ખાવાનું મન થઈ રહ્યું છે, તો તમે સ્પાઈસી અને કરકરા પનીર બોલ્સ જરૂર બનાવી શકો છો. આ પનીર બોલ્સ બનાવવામાં ફક્ત 25 મિનિટનો સમય લાગશે અને તેના માટે ઘરમાં રહેલો સામાન જ પૂરતો રહેશે.

આ નાસ્તો એટલો સ્વાદિષ્ટ છે કે, બાળકોને ઘણો વધારે ગમે છે અને તેને બનાવવામાં વધારે ઝંઝટ પણ નથી થતી. તો ચાલો જાણીએ કઈ રીતે બનાવવા સ્પાઈસી પનીર બોલ્સ. તમે આ રેસિપીને પોતાના હિસાબે કસ્ટમાઇઝ કરી શકો છો. તેમાં પોતાની પસંદના શાકભાજી અને મસાલા મિક્સ કરી શકો છો.

કુલ સમય : 25 min

તૈયારી માટે સમય : 15 min

બનાવવા માટે સમય : 10 min

સર્વિંગ્સ : 4

કુકીંગ લેવલ : નીચું

કોર્સ : નાસ્તો

કેલરી : 300

પ્રકાર : ભારતીય

જરૂરી સામગ્રી :

200 ગ્રામ પનીર

1/4 કપ કાપેલા શિમલા મરચા

1/4 કપ કાપેલા ગાજર

1/4 કપ કાપેલી ડુંગળી

1/2 નાની ચમચી ચીલી ફ્લેક્સ

1/2 નાની ચમચી ઓરેગાનો

1 ચમચી લીંબુનો રસ

1/2 કપ ચોખાનો લોટ

મીઠું સ્વાદ અનુસાર

તળવા માટે તેલ

બનાવવાની રીત :

સ્ટેપ 1 : સૌથી પહેલા પનીરને છીણી લો અથવા તેને હાથથી ક્રશ કરી લો.

સ્ટેપ 2 : હવે તેમાં ગાજર, શિમલા મરચું, ડુંગળી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને લીબુંનો રસ નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરવાનું છે જેથી બધા ફ્લેવર્સ આરામથી મિક્સ થઈ જાય.

સ્ટેપ 3 : હવે તેમાં ઉપરથી ચોખાનો લોટ નાખો. જો તમારી પાસે ચોખાનો લોટ નથી, તો તમે બેસનનો ઉપયોગ પણ કરી શકો છો. છેલ્લે તેમાં મીઠું નાખો.

સ્ટેપ 4 : તેને ફરીથી સારી રીતે મિક્સ કરો. તમારે તેને એટલું ઘટ્ટ રાખવાનું છે કે તે મિશ્રણમાંથી નાના-નાના બોલ્સ બની જાય. જો તેમાંથી બોલ્સ નથી બનતા તો તેમાં થોડું પાણી મિક્સ કરી શકો છો. તમારે તેને સારી રીતે દબાવવાના છે, જેથી તળતા સમયે તે ખુલી ન જાય.

સ્ટેપ 5 : હવે તમારે તેને તળવાના છે. તમારે તેને ગરમ તેલમાં તળવાના છે પણ ગેસની ફ્લેમ મીડીયમ રાખવાની છે, કારણ કે જો તમે હાઈ ફ્લેમ પર આને તળશો તો તે ઉપરથી તરત જ ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહેશે.

સ્ટેપ 6 : તમે તેને પલટતા રહો અને ગોલ્ડન બ્રાઉન થવા પર બહાર કાઢી લો અને તેને સર્વિંગ પ્લેટમાં મૂકી દો.

તો તમારા પનીર બોલ્સ તૈયાર છે, તમે તેને પોતાની મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કિસ્સો : જયારે રાજકુમારે અમિતાભની મજાક ઉડાવતા કહી હતી સૂટના કપડાથી પડદા સીવડાવવાની વાત.

Amreli Live

30 નવેમ્બરનું ચંદ્રગ્રહણ આ 5 રાશિઓ માટે ખરાબ પ્રભાવ લઈને આવ્યું છે, જાણો કઈ છે તે રાશિઓ.

Amreli Live

મેષ રાશિમાં મંગળનો પ્રવેશ, આ 8 રાશિઓનું ચમકશે ભાગ્ય.

Amreli Live

બાળકો સાથે મોજ કરવા હિમાચલ પહોંચી રવિના ટંડન, વાયરલ થયા ફોટા.

Amreli Live

શ્રાવણમાં મંગળવારે કરવા જોઈએ આ 5 કામ, હનુમાનજીની પૂજા હોય છે અગત્યની

Amreli Live

ઠંડા મગજથી વિચારીને જવાબ આપજો, પગ નથી પણ ચાલે છે, બધાના ઘરમાં રહે છે, જણાવો એ કોણ છે?

Amreli Live

30 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા પર થશે ગંગા સ્નાન, આ દિવસે રાશિ અનુસાર કરો આ વસ્તુઓનું દાન

Amreli Live

સૂર્ય ગોચર : પૂરો થઈ રહ્યો છે સૂર્ય-શનિનો અશુભ સંજોગ, 8 રાશિઓને થશે લાભ.

Amreli Live

દીકરી હોય તો આવી : કોરોનામાં પિતાની નોકરી ગઈ તો રિક્ષા ચલાવવા લાગી દીકરી, ભરી રહી છે પરિવારનું પેટ.

Amreli Live

ભારતમાં આ જગ્યાએ પહેલી એર ટેક્સી સર્વિસની થઇ શરૂઆત, ફક્ત 45 મિનિટમાં પહોંચાડશે આ જગ્યાએ.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે, સરકાર તરફથી લાભ થાય.

Amreli Live

ગુજરાતની આ ભજન ગાયિકાએ લિંગ પરિવર્તન કરાવ્યું, કહ્યું – કોલેજમાં છોકરાઓ પાસેથી ગુણોની ખબર પડી હતી.

Amreli Live

રાશિફળ 2021 : તુલા રાશિવાળાઓ માટે કેવું રહેશે 2021?

Amreli Live

પોતાના નામના અક્ષરોને આ રીતે ઉમેરીને જાણો પોતાનો લકી નંબર અને ખાસ વાતો.

Amreli Live

આ જગ્યાએ સ્પાની આડમાં ચાલી રહ્યો હતો ગોરખધંધો, રેડ પાડી તો ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં પકડાઈ યુવતીઓ.

Amreli Live

સરદાર પટેલ પુણ્યતિથિ : એ સરદાર જેમણે દેશને ‘એક’ કરીને શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું

Amreli Live

ખુબ જ નસીબદાર હોય છે આ 4 રાશિના લોકો, જલ્દી મેળવે છે પ્રસિદ્ધિ અને સફળતા.

Amreli Live

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ ઘટાડ્યું 100 કિલો વજન, કપિલ શર્મા બોલ્યા : તમે તો 2 માણસને…

Amreli Live

લોકલ હેલમેટ પહેરશો તો લાગશે ભારે દંડ, વેચવા અને બનાવવા પર થઇ શકે છે જેલ, વાંચો નવા નિયમ.

Amreli Live

ધનવાન બનવું છે તો ચાણક્યની આ વાતોને જીવનમાં ઉતારી લો, જાણો આજની ચાણક્ય નીતિ.

Amreli Live

મહેસાણાવાળાને પર્યાવરણ માટે કાંઈક કરવાની મળી તક, આ જગ્યાએથી મફત અથવા સામાન્ય દરે મળી રહેશે વૃક્ષો

Amreli Live