રીંગણનું ભડથું તો ઘણી વખત ખાધું હશે પણ શું તમે લીલા મરચાનું ભડથું ખાધું છે? જાણો તેની સરળ રેસિપી. રીંગણ અને બટાકાનું ભડથું તો તમે ઘણું ખાધું હશે, પણ શું તમે ક્યારેય મરચાનું ભડથું ખાધું છે? મરચાનું ભડથું અસલમાં એક રાજસ્થાની રેસિપી છે, જેને મરચાનું કુટ્ટૂ પણ કહેવામાં આવે છે. આ વાનગી બનાવવી એકદમ સરળ છે, અને જો તમારે કોઈ નવી ડીશ ટ્રાઈ કરવી છે, તો આ વાનગી તમે જરૂર બનાવો.
મરચાનું ભડથું બનાવવામાં ઘણો વધારે સમય નથી લાગતો, આથી ઘરે મહેમાન આવે ત્યારે ઝટપટ કંઈક બનાવવું હોય, તો આ રેસિપી જરૂર ટ્રાય કરો. તો ચાલો જણાવીએ કે તમે સ્વાદિષ્ટ અને ચટપટું મરચાનું ભડથું કઈ રીતે બનાવી શકો છો. જણાવવી દઈએ કે, આને બનાવવામાં 20-25 મિનિટ લાગે છે, અને તેને ફ્રીઝમાં 3 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.
કુલ સમય : 20 min
તૈયારી માટે સમય : 10 min
બનાવવા માટે સમય : 10 min
સર્વિંગ : 4
કુકીંગ લેવલ : નીચું
કોર્સ : અન્ય
કેલરી : 250
પ્રકાર : ભારતીય
જરૂરી સામગ્રી :
200 ગ્રામ લીલા મરચા
2 ચમચી રાઈ
1.5 ચમચી વરિયાળી
1 ચમચી મેથીના દાણા
3/4 કપ દહીં
1/2 ચમચી હળદર પાવડર
1/2 ચમચી ખાંડ (વિકલ્પ)
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી તેલ
મીઠું સ્વાદ અનુસાર
બનાવવાની રીત :
સ્ટેપ 1 : મરચાનું ભડથું બનાવવા માટે સૌથી પહેલા 1 ચમચી રાઈ, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી મેથીના દાણાને સારી રીતે ડ્રાઈ રોસ્ટ કરીને તેનો પાવડર બનાવી લો. હવે લીલા મરચાને ખાંડણી દસ્તાની મદદથી ખાંડી લો.
સ્ટેપ 2 : હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં વધેલી રાઈ અને મેથીના દાણા નાખો.
સ્ટેપ 3 : જયારે તે શેકાય જાય તો તેમાં ખાંડેલા લીલા મરચા નાખો. ધ્યાન રહે કે તેની પેસ્ટ નથી બનાવવાની તેને ખાંડવાનાં છે.
સ્ટેપ 4 : હવે હળદર પાવડર નાખો. તેને 30 સેકેંડ સુધી પકવો.
સ્ટેપ 5 : હવે પેનમાં દહીં, મીઠું અને ખાંડ નાખીને મિક્સ કરો. ત્યારબાદ પાવડર બનાવેલુ બધું મિશ્રણ નાખો અને તેને સારી રીતે હલાવો.
સ્ટેપ 6 : હવે તેને ત્યાં સુધી પકવો જ્યાં સુધી તેનું પાણી ઉડી (બળી) ન જાય. તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેની ઉપર જો તમારે કોઈ સીઝનિંગ નાખવું હોય, જેમ કે ઓરેગાનો વગેરે તો તે નાખી શકો છો. તો તૈયાર છે તમારું મરચાનું ભડથું.
તેને રૂમના તાપમાને ઠંડુ કર્યા પછી ફ્રીઝમાં મૂકી શકો છો.
જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો આને લાઈક અને શેયર જરૂર કરો. કોઈ સલાહ હોય તો અમને જણાવી શકો છો.
આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com