18.3 C
Amreli
27/01/2021
અજબ ગજબ

શિયાળામાં ઝટપટ નાસ્તો બનાવવા માટે કામ આવશે આ 6 રેસિપીઓ

આ 6 રેસિપીઓથી પોતાનો શિયાળો બનાવો ચટાકેદાર, ઘરે બનાવો આ સરળ રેસિપીઓ. ઠંડી શરુ થઇ ગઈ છે અને આ દિવસોમાં સૌથી મોટી સમસ્યા એ હોય છે કે સવારે જલ્દી કેમ ઉઠવું. જયારે તમે રજાઈની અંદર બેઠા હો છો ત્યારે ઉઠીને નાસ્તો બનાવવો પણ એક મોટી સમસ્યા છે. તેથી હંમેશા આપણે કાંઈક ઈંસ્ટંટ બનાવવા વિષે વિચારીએ છીએ અને એવું લાગે છે કે બસ ફટાફટ કોઈ કામ થઇ જાય. તો કોઈ એવી રેસીપીની ટ્રાય કરવામાં આવે જે જલ્દી બની જાય.

આમ તો રોજના આપણા નાસ્તામાં ઉપમા-પૌવા જેવી રેસીપીઓ ટ્રાઈ કરતા હોઈશું, પરંતુ ઢોંસા, પૈનકેક્સ, ઈડલી વગેરે પણ 10 મીનીટમાં બની શકે છે. બસ તમને યોગ્ય ટ્રીકની જાણ હોવી જોઈએ. તો આવો જાણીએ એ રેસીપીઓ.

(1) એગલેસ પૈપકેક – સવારની શરુઆત કાંઈક ગળ્યાથી થાય તો કેવું સારું લાગે છે. પરંતુ તમે ચિંતા ન કરો આ ગળ્યા એગલેસ પૈનકેક્સ પણ ઘણી જલ્દી તૈયાર થઇ જાય છે.

સામગ્રી – 1 કપ હોલ વ્હીટ લોટ, 1 ચપટી મીઠું, 1 નાની ચમચી બેકિંગ પાવડર, ¼ ચમચી તજ પાવડર, 3 ચમચી સાકર, 1.5 કપ દૂધ, 3 ચમચી અનસોલ્ટેડ માખણ

રીત – એક વાસણમાં પહેલા લોટ, મીઠું, 1 ચમચી માખણ, 3 ચમચી સાકર ભેળવો. ત્યાર પછી તેમાં બેકિંગ પાવડર અને તજ પાવડર નાખીને બધા સુકા મસાલાને સારી રીતે મિક્સ કરો. હવે એક વાસણમાં દૂધ ગરમ કરો. તેને ઉકાળવાનું નથી બસ દૂધ ગરમ કરવાનું છે અને તેમાં 1 ચમચી માખણ નાખવાનું છે. તેને સારી રીતે મિક્સ કરો. હવે તેને ડ્રાઈ મસાલામાં નાખો અને સ્મૂથ બેટર બનાવો. બસ પ્રયત્ન કરો કે કોઈ લંપ્સ ન બને. જો તે વધુ ઘાટું લાગે તો થોડું દૂધ વધુ ભેળવી લો.

હવે તવો ગરમ કરો અને તેમાં થોડું માખણ નાખો. એક પૈન કેક જેટલું બૈટર તેમાં નાખો અને મીડીયમ તાપમાં તેને પકાવો. જયારે તેમાં બબલ્સ દેખાવા લાગે તો તેને ઉલટાવીને પકાવો. તરત જ ગરમા ગરમ પીરસો. તમે તેની સાથે મધ કે મેપલ સીરપ પણ લઇ શકો છો.

(2) રવા ઈડલી – આમ તો ઈડલી બનાવવું થોડું મુશ્કેલ કામ હોઈ શકે છે. પરંતુ રવા ઈડલી સૌથી સરળ રીતે બની જાય છે.

સામગ્રી – 1 કપ રવો, ½ કપ દહીં, ½ કપ પાણી, 1 ચમચી ઈનો, શાકભાજી જો જરૂરી હોય તો, 2 ચમચી ઘી, 1 ચમચી રાઈ, 1 ચમચી ચણા દાળ, 10 મીઠા લીમડાના પાન, 1 ચમચી હિંગ, 1 ચમચી લીલા મરચા (ઝીણા કાપેલા), 1 ઇંચ આદુનો ટુકડો.

રીત – રવા ઈડલી બનાવવી ઘણી સરળ છે. પહેલા બટર ઘોળવા માટે તમે રવો, દહીં, પાણી અને ઈનોને ભેળવો. એમ કરીને તમારે તેને ફરમેંટ કરવા માટે રાખવાની જરૂર નહિ રહે. ત્યાર પછી ઈડલી મેકિંગ પ્લેટને ગ્રીસ કરો અને તેમાં તે બૈટર નાખો. તેને 10 મિનીટ લાગશે પાકવામાં અને ત્યાર પછી તેને કોઈ ચટણી સાથે એમ જ ખાઈ શકો છો કે પછી મીઠા લીમડાના પાંદડા, ઘી, લીલા મરચા, આદુ, સરસીયું, ચણા દાળનો વઘાર કરીને તેને ફ્રાઈ કરી શકો છો.

(૩) રવા ઢોંસા – જે રીતે રવા ઈડલી જલ્દી બની જાય છે એવી જ રીતે રવા ઢોંસા પણ ઘણા જલ્દી બની જાય છે.

સામગ્રી – ½ કપ રવો, ½ કપ ચોખાનો લોટ, ¼ કપ મેંદો, ½ લીલા મરચા, 1 મીડીયમ સાઈઝની ડુંગળી ઝીણી કાપેલી, ½ ઇંચ આદુનો ટુકડો, 8-10 મીઠા લીમડાના પાંદડા, 1.2 ચમચી ઝીણી કાપેલી કોથમીર, ½ ચમચી કાપેલા મરચા, ½ ચમચી જીરું, 2 કપ પાણી, સ્વાદમુજબ મીઠું, તેલ કે ઘી ઢોંસા પકાવવા માટે.

રીત – રવો, મેંદો, લોટ એક સાથે ભેળવો અને તેમાં કાપેલી ડુંગળી, લીલા મરચા અને આદુ વગેરે નાખો. હવે તેમાં કાપેલા મરચા, જીરું, ઝીણા કાપેલા મીઠા લીમડાના પાંદડા, મીઠું અને પાણી વગેરે નાખો. તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે નરમ ન થઇ જાય. તેને તરત બનાવવા માટે તેમાં થોડો ઈનો નાખો. હવે તવો ગ્રીસ કરો અને ગરમ તવા ઉપર ઢોંસા બટર નાખો અને ગોળ ફેલાવો.

જયારે એક સાઈડથી થોડો પાકી જાય તો થોડું તેલ ઉપર લગાવીને તેને બીજી સાઈડમાં પણ પકાવો. બની શકે છે કે પહેલી વખત તમારાથી તે સારી રીતે ન બને એટલા માટે ધીમા તાપ ઉપર પકાવો અને પ્રેક્ટીસ થયા પછી જ તાપ વધારો.

(4) પનીર ભુર્જી : જો તમને સવારે સવારે પ્રોટીનથી ભરપુર કાંઈક ચટપટુ ખાવું છે અને પૌવા-ઉપમા વગેરેથી મન ભરાઈ ગયું છે તો પનીર ભુર્જી સૌથી સારી રહેશે.

સામગ્રી – 3 ચમચી ઘી, ½ ચમચી જીરું, ½ કપ કાપેલી ડુંગળી, 3-4 લસણની કળીઓ કાપેલી, 1 ઇંચનો આદુનો ટુકડો કાપેલો, 1-2 લીલા મરચા કાપેલા, 1 કપ ઝીણા કાપેલા ટમેટા, ¼ ચમચી હળદર પાવડર, ½ ચમચી મરચું પાવડર, ½ ચમચી ધાણા પાવડર, ½ ચમચી ગરમ મસાલા પાવડર, 200 ગ્રામ પનીર, મીઠું સ્વાદ મુજબ, ગાર્નીશ માટે કોથમીર.

રીત – પનીરને છીણીને અલગ કરી દો અને હવે એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં જીરું નાખો. ત્યાર પછી ડુંગળી નાખીને શેકો. જયારે ડુંગળીનો રંગ બદલવા લાગે તો તેમાં આદુ-લસણની પેસ્ટ, લીલા મરચા વગેરે નાખો. 30 સેકન્ડ પછી તેમાં ટમેટા નાખો અને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી ટમેટા નરમ ન થઇ જાય. ત્યારે તેમાં બધા સુકા મસાલા નાખો અને 30 સેકંડ સુધી પકાવો. ત્યાર પછી ક્રશ કરેલુ પનીર તેમાં નાખીને સારી રીતે ભેળવો. તેને વધુ પકાવશો નહિ. હવે તેમાં કાપેલી કોથમીર અને પનીર ભુર્જીનો આનંદ ઉઠાવો.

(5) ઢોકળા – જે રીતે આપણે ઈંસ્ટંટ ઈડલી બનાવી તે રીતે આપણે ઈંસ્ટંટ ઢોકળા રેસીપી પણ ટ્રાઈ કરી શકીએ છીએ.

સામગ્રી – 1 કપ બેસન, 1.5 કપ સોજી, 3 ચમચી સાકર, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, ½ ચમચી ઈનો, 1 ચમચી તે, 8-10 મીઠા લીમડાના પાંદડા, 1 ચમચી સરસીયું, 1 ચમચી તલ, ચપટીભર હિંગ, કાપેલી લીલી કોથમીર

રીત – વઘાર કરવાની સામગ્રી સિવાય બધી સામગ્રીને એક સાથે ભેળવો અને એક થીંક બૈટર બનાવો. હવે તેને કોઈ ગ્રીસ કરેલા કંટેનરમાં નાખો અને તેને 10-15 મિનીટ સુધી સ્ટીમ કરો. એક કડાઈમાં તેલ, સરસીયાના બીજ, તલ, લીલા મરચા, હિંગ વગેરે ભેળવો અને વઘાર જયારે શેકાઈ જાય તો સ્ટીમ થયેલા ઢોકળા ઉપર નાખો અને તેને નાના નાના પીસમાં કાપીને મજા ઉઠાવો.

(6) બ્રેડ પકોડા – જો રજાના દિવસે શીયાળાની સવારે કાંઈક ચટપટુ અને ફ્રાઈ નાસ્તો મળી જાય તો વાત જ કાંઈક અલગ હોય છે. અહિયાં અમે વાત કરી રહ્યા છીએ બ્રેડ પકોડાની.

સામગ્રી – જરૂર મુજબ તેલ, 1 ચમચી સરસિયાના બીજ, 1 ચમચી મીઠા લીમડાના પાન (વાટેલા, 1 ¼ ચમચી હિંગ, 2 ચમચી લીલા મરચા કાપેલા, 1 ચમચી આદુની પેસ્ટ, 1 બાફેલું બટેટુ, સ્વાદમુજબ મીઠું, 1.5 ચમચી લાલ મરચા પાવડર, 1 ચમચી ગરમ મસાલા, ½ ચમચી અજમો, ¼ કપ ચોખાનો લોટ, 2 પનીરની સ્લાઈસ (ઓપ્શનલ)

રીત – એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં સરસિયા, હિંગ મીઠા લીમડાના પાંદડા વગેરે નાખો. હવે તેમાં લીલા મરચા નાખીને પકાવો, તેમાં બાફેલું બટેટુ નાખો અને મીઠું, હળદર વગેરે સુકા મસાલા ભેળવો. હવે એક વાસણમાં બેસન ઓગાળો અને તેમાં બધા સુકા મસાલા, ચોખાનો લોટ અજમો વગેરે ભેળવો.

જો તમે બ્રેડની સ્લાઈસ લો તેને વચ્ચેથી ત્રણ ખુણીયા કાપો અને તેમાં બટેટાનું ફીલિંગ ભરો. તેમાં પનીર પણ નાખો. હવે તેને બેસનના બૈટરમાં ડુબાડીને ડ્રીપફ્રાઈ કરો. આ બધી રેસીપી ટ્રાઈ કરો અને તમારા અનુભવ અમને હરજિંદગીની ફેસબુક પેજ ઉપર જણાવો. આવી જ બીજી સ્ટોરી વાચવા માટે જોડાયેલા રહો હરજિંદગી સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ઓનલાઇન ગેમ રમીને કમાઈ શકો છો ઢગલા બંધ પૈસા, અહીં જાણો રીત.

Amreli Live

તમે પણ ગળામાં પહેરો છો આ માળા, તો જાણી લો તેનાથી થતા લાભ.

Amreli Live

જો તમે પણ હોમલોન વિશે વિચારી રહ્યા છો, તો આ જાણકારી ફક્ત અને ફક્ત તમારા માટે જ છે.

Amreli Live

2021 માં દુકાળ, ભૂકંપ, મહામારીઓનો દોર? જાણો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ.

Amreli Live

22 ઓગસ્ટ શનિવારે છે ગણેશ ચતુર્થી, આ ખાસ બાબતોને લઈને આ વખતે અલગ રહશે આ ઉત્સવ

Amreli Live

ભારતમાં આ જગ્યાએ પહેલી એર ટેક્સી સર્વિસની થઇ શરૂઆત, ફક્ત 45 મિનિટમાં પહોંચાડશે આ જગ્યાએ.

Amreli Live

પિતાના મૃત્યુ પછી નિરાશ થઈને 3 વર્ષ પહેલા પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું, આજે 25 લોકોની બોસ છે આ છોકરી.

Amreli Live

તમને ગુંડા-ગર્દીવાળા શહેરના DM બનાવી દઈએ તો શું કરશો? IAS ઇન્ટરવ્યૂમાં છોકરાએ આપ્યો આવો બહાદુરી ભરેલો જવાબ

Amreli Live

દુનિયાનો એક એવો દેશ, જ્યાં લાકડાના બોક્સમાં સંતાડીને રાખવામાં આવે છે ગણેશજીની મૂર્તિ.

Amreli Live

ઘડપણને જો તમારે રાખવું છે દુર, સફેદ વાળ અને ચહેરાની કરચલીઓ દુર કરાવી છે, તો આપનાવો આ ઉપાય.

Amreli Live

નુકશાનને કવર કરવા માટે પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ બનાવવાની તૈયારીમાં રેલવે.

Amreli Live

ગિરનારના જંગલમાં થતું આ ઝાડ છે ઘણું ઉપયોગી, જાણો તેના વિષે વિસ્તારથી.

Amreli Live

પોતાના મોબાઈલ અને લેપટોપને વધારે સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 4 રીત.

Amreli Live

Micromax ના અપકમિંગ ફોનની કિંમત, લોન્ચ ડેટ અને સ્પેસિફિકેશન આવ્યા સામે

Amreli Live

બાળકો મીઠાઈ ખાવાની કરી રહ્યા છે જીદ્દ, તો આ પાંચ રીતે છોડાવો વ્યસન.

Amreli Live

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ ‘Steamed Vegetables’, રાખો પોતાને ફિટ અને ફાઈન

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

આ છે દુનિયાનો અદ્દભુત દરબાર જ્યાં મહાદેવ 3 રૂપોમાં છે વિરાજમાન, ભક્ત ધરાવે છે આવો વિચિત્ર ભોગ

Amreli Live

પર્સનલ ચેટનો સ્ક્રીનશોટ શેયર કરવા પર અભિનવ પર ભડકી શ્વેતા તિવારી, શું હજી પણ રહે છે સાથે

Amreli Live

ભોલેનાથની કૃપાથી આજે નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે, આવક વધવાના યોગ છે.

Amreli Live

દુનિયાના અમુક એવા દેશ, જ્યાં ક્યારેય થતી જ નથી રાત.

Amreli Live