24.9 C
Amreli
25/09/2020
bhaskar-news

શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા; અત્યાર સુધીમાં 22.67 લાખ કેસજાણીતા શાયર રાહત ઈન્દોરીનો કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈન્દોરમાં તેમને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત ઈન્દોરીના પુત્ર સતલજે આ અંગેની માહિતી આપી છે. પછીથી આ અંગે રાહત ઈન્દોરીએ પણ ટ્વિટ કર્યું છે.

બીજી તરફ પુડુચેરીના બે કેબિનેટ મંત્રી કંડાસામી અને કમલકન્નનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વી.નારાયણસામીએ કહ્યું હું તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરું છું.

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 22 લાખ 67 હજાર 153 થયો છે. રાહતની વાત એ છે કે તેમાંથી 15 લાખ 81 હજાર 640 લોકો સાજા થયા છે. 24 કલાકમાં 53 હજારથી વધુ દર્દીઓ વધ્યા છે. તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો 3 લાખને વટાવી ગયો છે. સોમવારે 5 હજાર 914 દર્દીઓ વધ્યા છે. આ આંકડો covid19indiaના મુજબનો છે.

5 રાજ્યોની સ્થિતિ

1.મધ્યપ્રદેશ
રાજ્યમાં સોમવારે 19 દર્દીઓના મોત થયા છે. મોતનો આંકડો 1015 પર પહોંચી ગયો છે. તેમાં ઈન્દોર-ભોપાલમાં 564 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 52 જિલ્લાઓમાંથી છ જિલ્લા ડિંડોરી, નિવાડી, અનૂપપુર, શહડોલ, પન્ના અને બાલાઘાટમાં એક પણ મોત થયા નથી. હાલ કુલ કેસ લગભગ 40 હજારની નજીક પહોંચી ગયા છે. તેમાંથી પ્રથમ દસ હજાર કેસ 75 દિવસમાં મળ્યાં હતા, જોકે છેલ્લા 10 હજાર માત્ર 12 દિવસમાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાની તપાસ ઝડપથી થઈ રહી હોવાના પગલે કેસની સંખ્યા વધી રહી છે. જો આ જ ગતિ ચાલુ રહી તો 22 ઓગસ્ટ સુધીમાં કુલ કેસ 50 હજારનો આંકડો વટાવી શકે છે.

2.રાજસ્થાન
રાજ્યમાં સોમવારે સૌથી વધુ 1173 સંક્રમિતો મળ્યા છે. તેની સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 53 હજાર 670 થઈ ગઈ છે. કોટાએ અત્યાર સુધીનો તેનો રેકોર્ડ તોડ્યો અને એક દિવસમાં સૌથી વધુ 264 સંક્રમિતો મળ્યા. ડુંગરપુરમાં 3, બાડમેર, જોધપુર અને કોટામાં 2-2, રાજસમંદ અને પાલીમાં 1-1 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ભીલવાડા રાજ્યનો 15મો જિલ્લો બની ગયો, જેમાં દર્દીઓની સંખ્યા 1000થી વધુ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 39060 લોકો સાજા થઈ ચૂક્યા છે.

3.બિહાર
રાજ્યમાં સતત કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ 14 જિલ્લા પૂરથી અસરગ્રસ્ત છે. સોમવારે આ પડકારોની વચ્ચે વૈશાલી પ્રશાસને સોમવારે રાધોપુરમાં હોડીમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. આ હોડીમાં તૈયાર કરવામાં આવેલી એમ્બ્યુલન્સમાં પીપીઈ કિટમાં તપાસ દળની સાથે એક ડોક્ટર, એક આસિસ્ટન્ટ સિવાય મેડિકલ ટીમ રહેશે. તેમાં સ્ટ્રેચર, બેડ, ઓક્સિજન સિલિન્ડર, દવા, સ્લાઈનની સુવિધા છે.

4.મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9181 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા 5,24,513 થઈ છે. રાહતની વાત એ છે કે સોમવારે 6711 લોકો સાજા થયા છે. તેની સાથે જ સાજા થનારા દર્દીઓનો આંકડો વધીને 3,58,421 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં બીજા 293 લોકોના મોત થવાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 18050 થઈ છે.

5.ઉતરપ્રદેશ
રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1 લાખ 26 હજાર 722 થયો છે. સોમવારે 24 કલાકની અંદર 4 હજાર 197 દર્દીઓ વધ્યા છે, જ્યારે 51 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ 9 મોત કાનપુરમાં થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Shire Relief Indorino Corona report positive, 53016 patients in 24 hours in the country; 22.67 lakh cases so far

Related posts

વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન, 3.20 લાખ લોકોને ઘર બહાર નહીં નિકળવા સલાહ

Amreli Live

Covid-19: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ વધ્યા, કુલ 108 કેસ નોંધાયા

Amreli Live

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

Amreli Live

દેશમાં કોરોનાના 10 હજાર કેસ માત્ર અમદાવાદ અને મુંબઈમાં, ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા

Amreli Live

અત્યાર સુધી 12,760કેસ: દિલ્હીમાં SIનો પરિવાર કોરોના સંક્રમિત, પોલીસ કોલોનીના ત્રણ બ્લોક સીલ કરાયા

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

રાજકોટમાં ભાજપના કાર્યકરોએ મીઠાઈ વહેંચી ઉજવણી કરી, ભાજપ કાર્યાલયને શણગારી નેતાઓ રાસ રમ્યા

Amreli Live

સુશાંતના સાંજે વિલે પાર્લેના પવનહંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર, પિતા મુંબઈ આવ્યા

Amreli Live

બ્રાઝીલમાં મૃતકોનો આંકડો 95 હજારની નજીક, બોલિવિયાના ઉર્જા મંત્રી પણ સંક્રમિત; વિશ્વમાં અત્યાર સુધી 1.84 કરોડ લોકો સંક્રમિત

Amreli Live

અમેરિકાના આયોગના રિપોર્ટમાં દાવો- પાકિસ્તાનમાં કોરોના સંકટમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓને ખાવાનો સામન અપાઈ રહ્યો નથી

Amreli Live

7 દિવસથી 15થી ઓછા મોત, સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ-828 ડિસ્ચાર્જ, કુલ કેસ 45 હજારને પાર

Amreli Live

રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા

Amreli Live

જંગલેશ્વરની એક જ શેરીમાં આજે 5 સહિત 24 કલાકમાં 7 અને ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

Amreli Live

શહેરમાં નવા 152 કેસ સાથે કુલ 1652 પોઝિટિવ કેસ, કુલ 69 લોકોના મોત, સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ પૂર્ણ

Amreli Live

6.97 લાખ કેસઃ દરરોજ લગભગ 24 હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ 1 લાખ કેસ આવી શકે છે

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

દોષી મનુ શર્મા 14 વર્ષની સજા ભોગવ્યા બાદ મુક્ત; દિલ્હીના LGએ રિવ્યૂ બોર્ડની ભલામણ બાદ નિર્ણય કર્યો, સારી વર્તણૂકનો આધાર લીધો

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live

139 નવા પોઝિટિવ કેસ સાથે 24 કલાકમાં 367 કેસ , વધુ પાંચના મોત સાથે મૃત્યુઆંક 63, કુલ દર્દી 1643

Amreli Live