26.6 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

શાકાહારી લોકોમાં જોવા મળતી બી 12 ની ઉણપ જાણો કેવી રીતે દુર કરી શકાય.

જે પણ લોકો બી 12 ની ઉણપથી પીડાય છે તે લોકોમાં કયા લક્ષણ જોવા મળે છે, અને કેવી રીતે તમે આ ઉણપને દુર કરી શકો, જાણો વિસ્તૃત માહિતી.

આજે આપણે વિટામિન બી 12 વિષે વાત કરીશું. આજે આપણે જાણીશું છે કે વિટામિન બી 12 આપણા માટે શા માટે જરૂરી છે? તેની ઉણપના લક્ષણ કયા છે? અને તે ક્યાંથી મળે છે? આજે આપણે આ બધા વિષે વિસ્તારથી જાણીશું.

કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં સંતુલિત આહાર લેવાનું પસંદ કરતા હોય છે. પણ આજકાલના ભાગદોડ ભરેલા જીવનમાં આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, અથવા ભોજનમાં કોઈ તત્વો લેવાના રહી જાય, તો તેના કારણે આપણે વારંવાર બીમાર પડતા હોઈએ છીએ.

આપણા શરીરને અલગ અલગ પ્રકારના વિટામિન, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઇડ્રેટ અને આયરન વગેરેની જરૂર પડતી હોય છે. પણ એક એવું ખાસ તત્વ છે જેની ઉણપથી મનુષ્યને અનેક પ્રકારના રોગો થઈ શકે છે. અને તેનું નામ છે વિટામિન બી 12. આવો તેના વિષે વિગતવાર જાણીએ.

વિટામિન બી 12 શા માટે જરૂરી છે?

વિટામિન બી 12 એક એવું વિટામિન છે જે સામાન્ય રીતે આપણી માંસપેશીઓ અને કોષોની અંદર જોવા મળે છે. બી 12 દ્વારા આપણા કોષોમાં રહેલા ડીએનએ પોતાનું સમારકામ કરે છે અને તેમાં યોગ્ય ફેરફાર કરતા રહે છે. આ ઉપરાંત તે આપણા મગજ અને નર્વસ સિસ્ટમના અમુક તત્વોની રચના કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે.

આપણા શરીરની રક્ત કોશિકાઓ ફક્ત બી 12 દ્વારા જ બને છે. બી 12 શરીરના અલગ અલગ ભાગમાં જરૂરી એવું પ્રોટીન બનાવતું હોય છે. બી 12 આપણા આંતરડાની અંદર શોષાય છે, જેથી આપણા આંતરડા મજબૂત બને છે અને આપણી પાચનશક્તિમાં પણ વધારો થાય છે.

વિટામિન બી 12 ની ઉણપના લક્ષણો :

વિટામિન બી 12 એ આપણા શરીરનું મહત્વનું તત્વ છે, અને દરેક વ્યક્તિને તેની જરૂર પડતી હોય છે. જો શરીરમાં વિટામિન બી 12 ની ઉણપ સર્જાય તો તેના કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. શરીરમાં વિટામિન બી 12 ની ઉણપના લક્ષણો નીચે મુજબ છે.

1. હાથ પગમાં ધ્રુજારી આવવી અને બળતરા થવી.

2. યાદશક્તિમાં ઘટાડો.

3. માથું ભારે ભારે લાગવું.

4. જરૂર વગરનો થાક લાગવો.

5. વ્યવહારમાં અસ્થિરતા.

6. હતાશા (ડિપ્રેશન) માં આવી જવું.

7. મસલ્સમાં દુઃખાવો થવો.

વિટામિન બી 12 ક્યાંથી મળશે?

સામાન્ય રીતે આપણા દૈનિક આહારમાં એવા ઘણા બધા તત્વો છે જેમાંથી આપણને વિટામિન બી 12 મળી રહે છે. અને તેમાંથી અમુક નીચે મુજબ છે.

1. દૂધ અને દહીં : શાકાહારી લોકો માટે દૂધ અને દહીં વિટામિન બી 12 નો સર્વશ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ગાયના દૂધ અને તેમાંથી બનેલા દહીંમાં ભરપૂર માત્રામાં વિટામિન બી 12 હોય છે. તેના અંદાજિત 100 ગ્રામમાં 15% જેટલું વિટામિન બી 12 હોય છે. આથી દૂધ અને દહીંનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તેમાંથી જરૂરી વિટામિન બી 12 મળી રહે છે.

2. ચીઝ અને પનીર : ચીઝ અને પનીરની અંદર વિટામિન બી 12 ની માત્રાની વાત કરીએ, તો 100 ગ્રામ જેટલા પનીરમાં તેની માત્રા 3.34 માઇક્રોગ્રામ જેટલી હોય છે. આ ઉપરાંત ચીઝમાં પણ વિટામિન બી 12 ભરપૂર માત્રામાં હોય છે.

3. જમીનમાં ઉગતા શાકભાજી : જમીનની અંદર ભરપૂર માત્રામાં વિટામિન બી 12 હોય છે, આથી જમીનમાં ઉગતા દરેક પ્રકારના શાકભાજી જેવા કે બટાકા, ગાજર, મૂળા અને સુરણની અંદર થોડે ઘણે અંશે વિટામિન બી 12 મળી આવે છે.

4. ફિલ્ટર વગરનું ક્ષાર યુક્ત પાણી : જમીનની અંદરથી નીકળતા પાણીમાં માટીના અમુક તત્વો રહેલા હોય છે, જેમાંથી એક છે વિટામિન બી 12. આથી વિટામિન બી 12 ની ઉણપ ધરાવતા વ્યક્તિ ફિલ્ટર વગરનું અને ક્ષાર યુક્ત પાણી પીવે તો તેના કારણે પણ તેમના શરીરને જરૂરી વિટામિન બી 12 મળી રહે છે.

5. મલ્ટીગ્રેન બ્રેડ અને પ્રોટીન પાવડર : સામાન્ય રીતે મલ્ટીગ્રેન બ્રેડ અને પ્રોટીન પાવડરની અંદર થોડે ઘણે અંશે વિટામિન બી 12 મળી આવે છે. આ ઉપરાંત તેની અંદર અન્ય જરૂરી પોષકતત્વો પણ મળી આવે છે.

વિડીયો :


Source: 4masti.com

Related posts

જો મોબાઈલ કંપનીઓ મોબાઈલ સાથે ચાર્જર અને કેબલ નહિ આપે, તો તેનાથી દુનિયાને શું ફાયદો થઈ શકે છે?

Amreli Live

1 જુલાઈથી MSME શરુ કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે, સરકારે જાહેર કરી સૂચના

Amreli Live

હવે Paytm થી 1 મિનિટમાં ચેક કરી શકશો પોતાનો લોન લેવા માટેનો સ્કોર, તેના માટે કોઈ ચાર્જ આપવો પડશે નહિ.

Amreli Live

ટાટા કંપની ભાડે આપી રહી છે 15 લાખની કાર, 36 મહિના ચલાવો અને પાછી આપો.

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

કાળી દ્રાક્ષ ખાવી આયુર્વેદમાં ખૂબ મહત્વ ધરાવે છે, તેનાથી 5 સ્વાસ્થ્ય લાભ, ઘણી ગંભીર બીમારીઓ રહે છે દૂર

Amreli Live

મેષ, કર્ક અને સિંહ રાશિના લોકો જીવનસાથી સાથે પસાર કરશે ખાસ ક્ષણ, જાણો પોતાનું ભવિષ્યફળ

Amreli Live

સડક 2 રિલીઝની તારીખ : આલિયા ભટ્ટની ‘સડક 2’ આ દિવસે રિલીઝ થવાની છે, અભિનેત્રીએ નવું પોસ્ટર શેર કર્યું છે.

Amreli Live

કુતરા ફજ સાથે દેખાયા સુશાંતના પિતા કેકે સિંહ, થઇ રહ્યા છે ખૂબ જ વાયરલ ફોટો.

Amreli Live

સ્વર્ગવાસી ઇંદર કુમારની પત્નીનો દાવો : કરણ, શાહરુખે પતિને આપ્યું હતું ખોટું આશ્વાસન, પછી તેને…

Amreli Live

મહિનાનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે, વાંચો દૈનિક રાશિફળ

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

ઉંમર વધવાની સાથે વધારે યુવાન થઈ રહી છે રેખા, દરેક વ્યક્તિ છે તેમની સુંદરતાના દીવાના

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

ઘરે ચટાકેદાર ગુજરાતી ઢોકળા બનાવવાની રેસિપી જાણો

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

આ શ્રાવણમાં તમે પોતાની દરેક મનોકામનાઓ કરી શકો છો પુરી, ભોલેનાથ પર ચઢાવો આ ‘ધારા’, મળશે લાભ જ લાભ.

Amreli Live

વકીલના દીકરા હોવા છતાં સાબુ-કાંસકી વેચીને પેટ ભર્યું હતું, પહેલા રોલ માટે મળ્યા હતા માત્ર 3 રૂપિયા.

Amreli Live

જાણો શા માટે કાન્હાને માખણ-મિશ્રી અર્પણ કરવામાં આવે છે.

Amreli Live