26.4 C
Amreli
06/08/2020
bhaskar-news

શહેરમાં MLAના 22 પરિજન સહિત 87 નવા પોઝિટિવ કેસ નોંધાયા, તબીબ સહિત 8 દર્દીના મોતરાજકોટ મનપાની હદમાં શનિવારે 150 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 55 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 224 સેમ્પલમાંથી 36 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાંથી સૌથીવધુ ગોંડલમાં 8 કેસ છે. આ ઉપરાંત અન્ય જિલ્લાના 6 વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. હોસ્પિટલે જાહેર કરેલા આંકડા મુજબ કુલ આઠ વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા છે જેમાં રાજકોટ શહેરના 3, ગ્રામ્ય વિસ્તારમાં એક જેતપુર, એક ગોંડલ અને એક ધોરાજીના એમ કુલ 3 અને અન્ય જિલ્લાના 2 દર્દીનો સમાવેશ થાય છે.

બાવળિયા હોમ ક્વોરન્ટીન થયા
રાજકોટ શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં સોની વેપારી, ધારાસભ્યના 22 પરિવારજનો, લોકરક્ષક દળના કર્મચારી સહિતના પોઝિટિવ આવ્યા છે. જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પશુપાલક નિયામક સાથે બેઠક કરી હતી અને અધિકારી પોઝિટિવ આવતા મંત્રી બાવળિયા હોમ ક્વોરન્ટાઇન થયા છે. સૌરાષ્ટ્રના સાત જિલ્લા જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, દ્વારકા અને મોરબીમાં 141 કેસ પોઝિટિવ આવ્યા છે અને 7ના મોત થયા છે.

કોરોનાને કાબૂમાં લેવા મુંબઈના ‘મિશન ધારાવી’ને ગુજરાતમાં અમલી કરો
ભારતની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં કોરોના સંક્રમણને સાવ નહીંવત કરાયું તે કાબિલે દાદ અને નોંધપાત્ર ઘટના છે. WHOએ પણ તેની નોંધ લીધી છે તો શા માટે આપણે આ મિશન ધારાવીની પેટર્ન ન અપનાવીએ? ગુજરાતમાં પણ કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા મુંબઈની ધારાવીની પેટર્ન અપનાવવા ધારાશાસ્ત્રી ડૉ.પરકીન રાજાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. જે દરેક માટે ચિંતાજનક છે ત્યારે આ સંક્રમણને અટકાવવા પગલાં અનિવાર્ય છે. પરંપરાગત ઉપાયો અને પદ્ધતિઓ અપનાવીને આપણે સફળ નથી થયા ત્યારે મુંબઈના સફળ મિશન ધારાવીની પેટર્ન અપનાવી જોઈએ. મુંબઈના ધારાવીમાં ડોર ટુ ડોર સઘન સ્ક્રીનિંગ ચાલુ કરાયું.

13 દી’ બાદ વૃદ્ધે કોરોનાને હરાવ્યો
16 જુલાઇએ કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ 90 વર્ષના જેઠાભાઇને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દાખલ થયા બાદ તેમની સ્થિતિ ગંભીર બનતા ફેફસાંમાં ઇન્ફેક્શન હતું જેને કોરોનાની સિવિયર કેટેગરીમાં ગણવામાં આવે છે. 13 દિવસ આઇસીયુમાં રાખ્યા બાદ 1 ઓગસ્ટે તેમને કોરોનાને હરાવ્યા બાદ રજા આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં 11 અને ગ્રામ્ય વિસ્તારના 15 દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

રાજકોટમાં કોરોનાથી મોત

ક્રમ નામ ઉં.વ. સ્થળ
1 વસંતભાઈ સોલંકી 64 રાજકોટ
2 દિપકભાઈ માથુકીયા 52 રાજકોટ
3 ઈન્દુબેન સોની 65 રાજકોટ
4 મહબુબભાઈ સમા 67 રાજકોટ

જેતપુરના ડોક્ટરનું રાજકોટમાં કોરોનાથી મોત
જેતપુરના ડો. દીપક દોશીનું આજે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 4 તબીબો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. HCG હોસ્પિટલના ડો. હિમાંશુ કોયાણી અને ડો.નિરવ કરમટાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 1215 થઈ
રાજકોટ શહેરમાં પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1215 થઈ છે. જ્યારે જિલ્લામાં 1837 કેસ નોંધાયા છે. તેની સામે રિકવરની સંખ્યા પણ વધી રહી છે. મનપાના ચોપડે કુલ મોત 15 નોંધાયા છે. જ્યારે જિલ્લામાં હજુ ડેથ ઓડિટ ચાલી રહ્યું હોઈ તેના આંકડા જાહેર કરાયા નથી.

સ્વૈચ્છિક લોકડાઉન બાદ આજથી સોની બજાર શરૂ થઈ
સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવા મુદ્દે વેપારીઓમાં બે ભાગ પડ્યા હતા.પરંતુ દુકાન ખોલવા બાબતે બધા સોની વેપારીઓ એક થઇ ગયા છે. જેથી આજથી સોની બજારમાં સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થઈ ગયું છે અને આજથી સોની બજાર શરૂ થઈ ગઈ છે. ત્યારે સાંસદ અભય ભારદ્વાજે સોની બજારમાં સેનિટાઈઝિંગ કર્યું હતું. મહત્વનું છે કે સોનીબજારમાં NGO દ્વારા સેનિટાઈઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય અધિકારી રજા પર ઉતર્યા
રાજકોટમાં કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય અધિકારી રજા પર ઉતર્યા છે. આરોગ્ય અધિકારી રિંકલ વિરડીયા અચાનક રજા પર ઉતર્યા છે. જેથી નવા અધિકારી તરીકે એલ.ટી.વાંઝાને ડેપ્યુટેશન પર મુકાયા છે. સમગ્ર મામલે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા છે.

જામનગરમાં 20 કેસ પોઝિટિવ નોંધાયા
જામનગર જિલ્લામાં વધુ 20 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે.

જામનગરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ

ઉપલેટામાં 4 કેસ પોઝિટિવ નોંધાયા
ઉપલેટામાં આજે વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. સોહમ પાર્કમાં રહેતા 45 વર્ષીય પુરૂષ, નાગનાથ ચોકમાં રહેતા 53 વર્ષીય મહિલા, પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 25 વર્ષીય યુવાન અને નટવર ચોકમાં રહેતા 45 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપલેટામાં અત્યાર સુધીમાં 86 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગોંડલમાં 5 કેસ પોઝિટિવ નોંધાયા
ગોંડલમાં આજે વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગોંડલના કમરકોટડામાં 1, ગોંડલનાં રૈયારાજ પાર્કમાં 1 અને અરૂણ કોલોનીમાં એક જ પરિવારના 3 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અનલોક-2માં તંત્રએ દોઢ કરોડનો દંડ વસૂલ કર્યો
રાજકોટમાં અનલોક 2 દરમિયાન તંત્ર દ્વારા જાહેરનામા ભંગના 1581 કેસ નોંધાયા, વાહન ડીટેઈનના 7062 કેસ નોંધાયા અને માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકવા બાબતે 74880 વ્યક્તિ પાસેથી 1,49,76,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona saurashtra live 1 august 2020

Related posts

8.20 લાખ કેસઃ પુણેમાં 13થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન; પટણાની એઈમ્સ હવે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સામેલ

Amreli Live

અમદાવાદમાં 80% કેસ કોઈ લક્ષણ વિના પોઝિટિવ, ગ્રીન ઝોનમાં આજથી લૉકડાઉનમાં ઢીલ, પરંતુ દિલ્હી અને પંજાબમાં નહીં

Amreli Live

88 હજારના મોત, અમેરિકામાં 11 ભારતીયોના મોત, 16 પોઝિટિવ; 24 કલાકમાં 1973 લોકોના મોત

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

નાગરવાડાના લોકોને દિવસ-રાત કોરોનાનો ચેપ લાગવાનો ડર લાગ્યા કરે છે, ઘરની બહાર ન નીકળતા રહીશો કહે છે કે, ‘જાન હૈ તો જહાન હૈ’

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

મેડિકલ સ્ટાફ સાથે જમાતિયાઓનું ઉદ્ધતાઈભર્યુ વલણ જારી; ગાજીયાબાદ પછી કાનપુર અને લખનઉમાંથી પણ ફરિયાદો મળી

Amreli Live

ગુજરાતમાં કોરોના વાયરસની શુ છે સ્થિતિ ? કયા શહેરમાં નોંધાયા કેટલા કેસ, જુઓ વીડિયો

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા, બ્રુનેઈમાં છેલ્લા 11 દિવસથી એકપણ કેસ નહીં

Amreli Live

આવતીકાલથી ખાનગી વાહનો પર ડિટેઇન કરવામાં આવશે, કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

વધુ 36 કેસ નોંધાતા આંક 386 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને ચાર રિકવર થયા

Amreli Live

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- કોરોના સંકટને અવસર બનાવીને ભારત નિર્માણ કરવાનું છે, ક્વોલિટી વાળા સ્વદેશી ઉત્પાદો બનાવવા પર ભાર આપો

Amreli Live

62 દિવસોમાં 1635 લોકોને ઈન્ફેક્શન થયું અને 50ના જીવ ગયા, વધુ 28 દિવસમાં 961ના મોત, 29 હજાર પોઝિટિવ

Amreli Live

દેશમાં સંક્રમણથી મૃત્યુ પામનારનો આંકડો 900 પારઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 27 અને ગુજરાતમાં 11 દર્દીના મોત

Amreli Live

અત્યાર સુધીમાં 7,347 કેસઃ મહારાષ્ટ્રમાં 27 દિવસમાં 100 ગણો વધારો, રાજ્યમાં અગાઉ 14 દર્દી હતા, આજે વધીને 1600 થઈ ગયા

Amreli Live

દેશમાં 10 દિવસથી 10 હજારથી વધુ કેસ, એક દિવસમાં આટલા કેસ તો ઈટાલી અને ચીનમાં પણ નથી નોંધાયા

Amreli Live

વડોદરામાં કોરોના મૃતકના અંતિમ સંસ્કાર પછી સ્મશાનમાં એમ્બ્યુલન્સના સ્ટાફે કિટ ખુલ્લામાં ફેંકી દીધી

Amreli Live

34,901 કેસ, મૃત્યુઆંક-1,154: 4 હજારથી વધુ સંક્રમિતો સાથે ગુજરાત બીજા ક્રમે,દિલ્હી સાથે જોડાયેલી તમામ સરહદ સીલ

Amreli Live