26.4 C
Amreli
23/09/2020
bhaskar-news

શહેરમાં 267 નવા કેસ સાથે કુલ 3293 પોઝિટિવ કેસ થયા, અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધારે કેસ, આજે 16ના મોતશહેરમાં છેલ્લા 24 કલાકમાં 267 નવા કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં આજે સૌથી વધારે નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં હાલ 3293 કુલ પોઝિટિવ કેસ થયા છે. આ ઉપરાંત આજે 16 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 83 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 399 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 165 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.જ્યારે લોકડાઉનના ભંગ બદલમણિનગરમાં આવેલા રિલાયન્સ ફ્રેશનેદક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગે સીલ કરવામાં આવ્યું છે. સિક્યુરિટી ગાર્ડે માસ્ક ના પહેરતા અને મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોવાથી કડક પગલા ભરવામાં આવ્યા હતા.

કયા ઝોનમાં કેટલા કેસ?

ઝોન કેસ
સેન્ટ્રલ ઝોન 1044
સાઉથ ઝોન 636
નોર્થ ઝોન 253
વેસ્ટ ઝોન 223
ઇસ્ટ ઝોન 204
નોર્થ-વેસ્ટ ઝોન 56
સાઉથ-વેસ્ટ ઝોન 54

1 મેની સવારથી લઈ અત્યાર સુધીમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

ગોમતીપુર, સરસપુર-અસારવા પણ રેડ ઝોનમાં સામેલઃ AMC કમિશનર

શહેરમાં કોરોનાની અપડેટ આપતા અમદાવાદ મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, આજથી શહેરમાં ફેરિયાઓ અને દુકાનદારો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે. જેને પગલે 20 હજાર 270 માસ્ક અને 4054 સેનેટાઈઝર બોટલનું ફ્રીમાં વિતરણ કર્યું છે. તેમજ 327 શાકભાજીની લારી કે દુકાનો પર બોર્ડ લગાવ્યા છે. નવા નિયમનો 104 ટીમ દ્વારા અમલ કરવાવામાં આવી રહ્યો છે, બે કલાકમાં 1326 વ્યક્તિને રૂપિયા 3 લાખ 83 હજાર 500નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે 4 યુનિટ સીલ કર્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડ રેડ ઝોનમાં સામેલ હતા. પરંતુ ઝોન અંગે ફરી સમીક્ષા કરતા કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી ગોમતીપુર, સરસપુર અને અસારવા વોર્ડને પણ રેડ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.

કુલ 28034 ટેસ્ટ કર્યાં, 10 લાખની વસતિએ 4672 ટેસ્ટ થઈ રહ્યાં છેઃ વિજય નેહરા
વિજય નહેરાએ વધુમાં કહ્યું કે શહેરમાં કુલ 249 નવા કેસ નોંધાયા છે અને 12ના મોત થયા છે. જો કે સારા સમાચાર એ પણ છે કે એક જ દિવસમાં 81 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે વધુ 18 દર્દીને રજા આપવામાં આવતા કુલ 412 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. હાલ શહેરમાં 2470 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 વેન્ટીલેટર પર અને 2424ની હાલત સ્થિર છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 28034 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આમ 10 લાખની વસતિએ 4672 ટેસ્ટ થઈ રહ્યાં છે.

3 લાખ 70 હજાર વ્યક્તિનું સ્ક્રિનિંગ કર્યું, 7 સુુપર સ્પ્રેડરના રિપોર્ટ પોઝિટિવ

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું કે,10થી વધુ તબીબો લોખંડવાલા હોસ્પિટલમાં સેવા આપવા તૈયાર છે. જેને પગલે આજથી જ કામ શરૂ કરી શકાશે. હવે કોરોનાના દર્દીને લોખંડવાલા હોસ્પિટલમાં પણ સારવાર મળી શકશે. તેમજ શહેરમાં 553 ટીમે 83 હજાર જેટલા ઘરનો સર્વે કર્યો છે અને 3 લાખ 70 હજાર વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. સુપર સ્પ્રેડરની વાત કરીએ તો 144 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

બોડકદેવમાં આવેલા અમૂલ પાર્લરે દંડ ન ભરતા સીલ

આજથી શહેરમાં દુકાનદારો, ફેરિયાઓએ માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે. જે દુકાનદારોએ માસ્ક ન પહેર્યું હોય તેને રૂ. 5000નો અને ફેરિયાઓને રૂ. 2000 સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જ્યારે સુપરમાર્કેટ્સને રૂ.50 હજારનો દંડ ફટકારાશે. જેને પગલે AMCએ શહેરના 48 વોર્ડમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ ચેકિંગ દરમિયાનબોડકદેવમાં આવેલા અમૂલ પાર્લરે દંડ ન ભરતા સીલ મારવામાં આવ્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવે તો લાયસન્સ પણ રદ થશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા દુકાનદારોને માસ્ક પહેરવા અને જાગૃતિ લાવવા માટે લાઉડસ્પીકરથી જાહેરાત અને બેનરો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જો દુકાનદાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવે તો કોર્પોરેશન તેનું શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું લાયસન્સ પણ રદ કરી શકે છે. આજે સવારથી કોર્પોરેશનની ટીમો ચેકિંગમાં નીકળી છે. બોડકદેવ વિસ્તારમાં લાઉડસ્પીકરથી દુકાનદારોએ માસ્ક પહેરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. દુકાનદાર, શાકભાજી, ફેરિયાઓએ માસ્ક નહિ પહેર્યું હોય તેને દંડ ફટકારશે.

અમદાવાદ જિલ્લામાં વધુ 4 કેસ નોંધાતા કુલ 37 કેસ
કોરોના વાઇરસનો ફેલાવો હવે જિલ્લામાં પણ પ્રસર્યો છે. ગુરુવારે અમદાવાદ જિલ્લામાં ચાર પોઝિટિવ કેસ બાદ આજે બોપલમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. બોપલમાં આવેલ કદંબફ્લેટમાં એક જ પરિવારના બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક મહિલાનો રિપોર્ટ બપોર બાદ આવશે. વધુ બે કેસ નોંધાતા બોપલમાં કુલ પાંચ કેસ થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ 37 કેસ થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર


રિલાયન્સ ફ્રેશને દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગે સીલ કર્યું


Corona Ahmedabad LIVE positive case 3026 and death toll at 149


બોડકદેવ અને વસ્ત્રાપુરનું મોટામાં મોટા અમુલ પાર્લરને સીલ મારવામાં આવ્યું છે

Related posts

શહેરમાં MLAના 22 પરિજન સહિત 87 નવા પોઝિટિવ કેસ નોંધાયા, તબીબ સહિત 8 દર્દીના મોત

Amreli Live

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલ-કોવિડ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Amreli Live

જુલૂસ-મોટી પ્રતિમા પર પ્રતિબંધઃ 40 ટકા એટલે 4800 પંડાલ ઓછા લાગશે, ઓનલાઈન સ્લોટ લઇને દર્શન કરવા પડશે

Amreli Live

માંની મદદ માટે ૧૭ વર્ષની ઉંમરમાં બની ગઈ હતી પ્રોસ્ટીટ્યુટ(વૈશ્યા) , હાલમાં છે બોલીવુડની જાનીમાની હસતી…

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

કોરોના વકરતાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કંટ્રોલ કરવા IPS હરેશ દૂધાતને તાબડતોબ મોકલાયા, અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવ્યા હતા

Amreli Live

6 વર્ષ પછી IPL ફરી UAE પહોંચી: 2014માં અહીં કુલ 60માંથી 20 મેચ રમાઈ હતી; જાણો આ વખતે કઈ રીતે અલગ હશે ટૂર્નામેન્ટ?

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

ફળોની ટ્રકોમાં સંતાઈને આવેલા ચાર સુરા જમાતી સામે ફરિયાદ, ચારેય જમાતી મહારાષ્ટ્રથી આવ્યા હતા

Amreli Live

24 કલાકમાં સૌથી વધુ 11 હજાર 811 કેસ નોંધાયા, મોદીએ મંત્રીઓ સાથે સંક્રમણ સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરી, કુલ 3.21 લાખ કેસ

Amreli Live

ICUમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી કોઈ અંદર ન જઈ શક્યું, 8 દર્દી બેડ પર જ ભડથું થઈ ગયા

Amreli Live

અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, WHOએ કહ્યુ- વધુ ગરમીથી કોરોનામાં રાહત નહીં મળે

Amreli Live

અત્યાર સુધી 29,572 કેસ,મૃત્યુઆંક 939: પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસથી વધુ એક ડોક્ટરનું મોત, દિલ્હીમાં લોકડાઉનમાં છૂટ

Amreli Live

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

Amreli Live

ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, ગોંડલમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ, બાબરા પંથકમાં 1 કલાકમાં 3.5 ઇંચ

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

અત્યાર સુધી 12,438 કેસઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 15 દિવસમાં 6 ગણી થઈ, દર 4માંથી એક દર્દી મહારાષ્ટ્રનો

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસમાંથી 80 ટકા અમદાવાદના હતા, ગઈકાલે 60 ટકા થયા

Amreli Live

ગૃહમંત્રી અમિત શાહ ઓલ પાર્ટી મીટિંગ કરી રહ્યા છે; કોંગ્રેસની માંગ- સંક્રમિતોના પરિવારોને 10-10 હજાર રૂપિયા આપવામાં આવે

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, 105ના મોત, 27.64 લાખ લોકો પ્રભાવિત, રાહત કેન્દ્રમાં રહેતા 18 હજાર લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ

Amreli Live