25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

શહેરમાં સવારથી ગેરેજ-પંચર,મોબાઈલ-સ્ટેશનરીની દુકાનો ખુલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું



શહેરમાં શનિવારે કોરોનાના વધુ 182 પોઝિટિવ કેસઅને ત્રણ દર્દીનામૃત્યુ થયાં હતાં. સરેરાશ દર કલાકે સાતથી વધુ લોકો કોરોનાની ઝપટમાં આવી રહ્યાંછે. અત્યાર સુધીમાં કુલ2003 દર્દી નોંધાયાછે અને મૃત્યુઆંક86 થયોછે. જ્યારે 115 લોકોને રજા અપાઈ છે.

ગેરેજ, પંચરથી લઈ AC, વાસણ અને મોબાઈલની દુકાનો ખુલી
કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવા માટે છૂટ આપવાના નિર્ણયને લઈ આજથી અમદાવાદમાં દુકાનો ખુલી હતી. વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તમામ તૈયારીઓ સાથે દુકાનો ખોલી હતી. સવારથી જ ગેરેજ, પંચરની, વાસણની, સ્ટેશનરીની, મોબાઈલ સેલ અને રિપેરિંગ, રિચાર્જ, એસી, ઇલેક્ટ્રોનિક, કપડાંના શો રૂમ, દરજી, સ્ટોર્સ સહિતની દુકાનો ખુલી ગઈ હતી. દુકાનદારોએ દુકાનની આગળ ટેબલ મૂકી અને દોરી બાંધી દીધી હતી જેથી ગ્રાહકોની દુકાનમાં ભીડ ન થાય. બહારથી ગ્રાહકોને વસ્તુ આપવામાં આવતી હતી. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા. ગેરેજની દુકાનો પર પણ લોકો વાહન સર્વિસ અને રિપેરીગ માટે જોવા મળ્યા હતા. જે જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સ નહોતા જાળવતા ત્યાં લોકોને સમજાવી અને પાલન કરાવતા હતા.

અત્યાર સુધી 48 સુપર સ્પ્રેડર્સને કોરોના થયો
અમદાવાદમાં વધુ 18 સુપર સ્પ્રેડર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નવા 18 પૈકીના 16 શાકભાજીનંુ વેચાણ કરતા લોકો છે જેમાંથી એક દંપતીજોધપુર વોર્ડમાં રહે છે. અત્યારસુધી 48 સુપર સ્પ્રેડર્સને કોરોના થયો છે. શાકભાજીની લારી ચલાવતી 20 વર્ષીય યુવતી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. તમામ વ્યક્તિઓમાં કોરોનાના લક્ષણો ન હતા પણ તેમના રિપોર્ટ પોઝેટિવ આવ્યા છે. 4 દિવસથી શહેરમાં મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો દ્વારા રોજબરોજ લોકોના સીધા સંપર્કમાં આવનારા શાકભાજી વેચતા, કિરાણા સ્ટોર્સ અને દવાની દુકાનો ચલાવતા લોકોના સેમ્પલ અને ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારસુધીમાં કુલ 500થી વધુ સેમ્પલ લેવાયા છે. 48 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મ્યુનિ.ની અલગ અલગ ફેસેલિટીમાં દાખલ કરાયા છે. મોટા ભાગના એક પણ વ્યક્તિને કોરોનાના કોઈ પણ પ્રકારના સિવિયર લક્ષણો જોવા મળ્યા નથી. પરંતુ તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

વધુ 14 દર્દી વેન્ટિલેટર પર, 1562 દર્દીની સ્થિતિ સ્ટેબલ
મ્યુનિ.હદ લિમિટમાં કુલ 1595 દર્દી હાલ સારવાર હેઠળ છે જેમાંથી વધુ 14 દર્દીઓ વેન્ટિલેટર પર મૂકાયા છે. શુક્રવારે આ સંખ્યા 19 હતી. હવે કુલ 33 લોકો વેન્ટિલેટર પર છે. એસવીપીમાં 477 લોકો જ્યારે સિવિલમાં 584 અને સમરસ કોવિડ કેર સેન્ટરમાં 482 લોકો સારવાર લઈ રહ્યાં હોવાનું મ્યુનિ.કમિશનર વિજય નેહરાનું કહેવું છે. આમાંથી 1562 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલમાં 13 જ્યારે એચસીજી હોસ્પિટલમાં 10 લોકો સારવાર લઈ રહ્યાં છે.

SVPના મેડિસિન વિભાગના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ
એસવીપી, એલજી અને ઘોડાસરમાં ખાનગી ક્લિનીક ધરાવતા ત્રણ તબીબોનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. એસવીપીના મેડીસીન વિભાગના તબીબનો રિપોર્ટ પોઝેટિવ આવતા દાખલ કરાયા છે. એલ.જી.માં અત્યારસુધી તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ મળી 20 લોકો કરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે. ઘોડાસરમાં રહેતા અને ખાનગી ક્લિનિક ધરાવતા વૃદ્ધ ડોક્ટરે જાતે પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો અને તેનું પરિણામ પોઝિટિવ આવ્યું હતું. જો કે, તેમને ચેપ કયાંથી લાગ્યો તે સ્પષ્ટ થયું નથી.

ઘરમાં જ નમાઝ પઢવા અને ઈબાદત કરવા અપીલ
વિજય નહેરાએ આજે ફેસબુક પર લાઈવમાં રમઝાનની મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી. સાથે જ તેમણે આપેલા સહકાર બદલ આભાર માનીને રમઝાનમાં ઘરમાં જ નમાઝ પઢવા અને ઈબાદત કરવા માટે બિરાદરોને અપીલ કરી હતી. અમદાવાદ કોરોનાના ડબલિંગ રેટ મામલે જણાવ્યું હતું કે, આપણી બધાની મહેનતને લીધે છેલ્લા 7 દિવસમાં આપણો આંકડો વધવાને બદલે ઘટ્યો છે. આવનાર સમયમાં ડબલિંગ રેટ વધે કે ઘટે તે કહેવું અશક્ય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


જે જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સ નહોતા જાળવતા ત્યાં લોકોને સમજાવી અને પાલન કરાવવામાં આવે છે

Related posts

21 રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી, 10 લાખ વસ્તી પૈકી 8,555 લોકોની તપાસ થાય છે કુલ 9.04 લાખ કેસ

Amreli Live

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

અત્યાર સુધીના સૌથી વધુ નવા 217 કેસ સાથે કુલ 5055 કેસ થયાઃ મહિધરપુરાના હીરાબજારને ક્લસ્ટર તરીકે જાહેર કર્યું

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

એક્પર્ટ્સે 18 ઉપાયો જણાવ્યા, ઘરમાં ખુલ્લા પગે ચાલવાનું ટાળો અને ઇમ્યૂનિટી વધારો

Amreli Live

લોકડાઉનનો અમલ કરાવવા કેન્દ્રીય ગૃહમંત્રાલયનો કડક આદેશ, ગૃહ રાજ્યમંત્રી-DGP સહિતના અધિકારી રાઉન્ડમાં નીકળ્યાં

Amreli Live

ભાવનગરમાં 50, રાજકોટમાં 26, ગોંડલમાં 10, અમરેલીમાં 6, જસદણમાં 5, ગીર સોમનાથમાં 3 અને બોટાદમાં 3 કેસ નોંધાયા

Amreli Live

CBSEએ સુપ્રીમ કોર્ટને કહ્યું- ધો.10 અને 12ની બાકી પરીક્ષા નહીં લેવાય, છેલ્લી 3 પરીક્ષાના આધારે વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

અત્યાર સુધી 21,389 કેસઃ સતત પાંચમા દિવસે 1 હજારથી વધુ નવા કેસ, રાષ્ટ્રપતિ કોવિંદની પત્નીએ નિરાશ્રિતો માટે માસ્ક સીવ્યાં, શેલ્ટર હોમમાં વહેંચાશે

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં કોરોનાના 55 કેસ, બિલ્ડીંગ સીલ કરી બાઉન્સર બેસાડ્યાના સમાચાર વાઇરલ

Amreli Live

મેન્ટલ હેલ્થ માટે એવા કાર્ય કરો જે તમને ખુશ રાખે, વાતચીત અને કસરત કરીને ક્વોરન્ટિન સ્ટ્રેસનો સામનો કરો

Amreli Live

વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 18 પર પહોંચ્યો, બે કોરોના શંકાસ્પદના મોત, એકનો રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

શહેર-જિલ્લામાં કોરોના કુલ 158 નવા કેસ અને 3ના મોત, કુલ કેસ 29,162 અને મૃત્યુઆંક 1,662

Amreli Live

65 હજાર 600ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા, સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

કોરોના બેકાબૂ બનતા CM રૂપાણીનો સુરત કલેક્ટર કચેરીમાં બેઠકનો દૌર શરૂ, Dy CM પણ જોડાયા

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

82 વર્ષના મહંત નૃત્ય ગોપાલ દાસ પોઝિટિવ, 8 દિવસ પહેલાં મોદી સાથે ભૂમિપૂજનમાં સાથે હતા

Amreli Live

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500, જ્યાંથી પાન-માવો ખાઈને થૂંકશે તે ગલ્લાવાળાને રૂ.10 હજારનો દંડ

Amreli Live