26 C
Amreli
22/09/2020
bhaskar-news

શહેરમાં નવા 169 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 1821 થઈ, 17 વર્ષની કિશોરી સહિત 14નાં મોતશહેરમાં શુક્રવારે વધુ નવા 169 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી 14 દર્દીનાં મોત નિપજ્યાં હતાં. હોટસ્પોટ ગણાતા વિસ્તારો દરિયાપુર, કાલુપુર, ખાડિયા, દાણીલીમડા, જમાલપુર, બહેરામપુરા વિસ્તારમાંથી નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1821 થઈ છે. નવા 14 દર્દીની સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક 83 પર પહોંચ્યો છે. આજે સતત બીજા દિવસે 17 વર્ષની કિશોરીનું કોરોનાથી મોત નિપજ્યું છે. મોટા ભાગના મૃતકોને હાયપર ટેન્શન, ડાયાબિટીસ, હૃદય અને શ્વાસની બીમારી હતી.

કુલ 19 દર્દીઓ હજુ વેન્ટીલેટર પર છે
અમદાવાદમાં શુક્રવારે વધુ નવા 169 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 14 દર્દીના મૃત્યુ થયાં હતાં. અત્યારસુધી કુલ પોઝિટિવ કેસનો આંક 1821 થઈ ગયો છે જ્યારે મૃત્યુઆંક 83 પર પહોંચ્યો છે. હજુ પણ હોટસ્પોટ ગણાતા વિસ્તારો દરિયાપુર, કાલુપુર, ખાડિયા, દાણીલીમડા, જમાલપુર, બહેરામપુરા વિસ્તારમાંથી નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખોખરા હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં પણ 4 કેસ મળી આવ્યા છે. સતત બીજા દિવસે દાણીલીમડા વિસ્તારની શકિત સોસાયટીમાં રહેતી 17 વર્ષીય કિશોરીનું કોરોનાથી મોત થયુ હતુ. 14 મૃતકોમાં પાંચ મૃતકો 60 થી નીચેની વયજૂથના છે જયારે 8 મૃતકો 60 થી ઉપરના છે.જેમાં 90 વર્ષીય વૃધ્ધાનો પણ સમાવેશ થાય છે. મોટા ભાગના મૃતકોને હાયપર ટેન્શન, ડાયાબિટીસ, હૃદય અને શ્વાસની બિમારી હતી. કુલ 19 દર્દીઓ હજુ વેન્ટીલેટર પર છે.

મધ્ય ઝોનમાં સૌથી વધુ 694 એક્ટિવ કેસ
શુક્રવારે નવા નોધાયેલા કેસ પહેલાં મ્યુનિ.એ હોસ્પિટલમાં રહેલા દર્દીઓના આંકડા અને કયા ઝોનના કેટલા દર્દીઓ છે તેના આંકડા જાહેર કર્યા હતા. જે મુજબ એસવીપી, સિવિલ સહિત અલગ અલગ ફેસેલિટીમાં કુલ 1450 પોઝિટિવ એક્ટિવ કેસ છે, જેમાં સૌથી વધુ મધ્ય ઝોનમાં 694 અને દક્ષિણ ઝોનમાં 434 છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં 113, ઉત્તરમાં 91, દશ્રિણ પશ્ચિમમાં 39, ઉત્તર પશ્ચિમમાં 26 અને પૂર્વ ઝોનમાં 62 કેસ છે.

મૃત્યુ પામનારી 17 વર્ષની કિશોરીને ખેંચની બીમારી હતી
દાણીલીમડા વિસ્તારની શકિત સોસાયટીમાં રહેતી 17 વર્ષીય કિશોરીનું એસવીપી હોસ્પિટલમાં મૃત્યું થયું છે. આ કિશોરી માનસિક બિમાર હતી અને સાથોસાથ ખેંચની પણ બીમારી હતી. 22 એપ્રિલે તેને તાવ અને શ્વાસની બિમારી લાગતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સેમ્પલ લેવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દાખલ થયાંના બાર કલાક પણ પૂરા થયા ન હતા અને તેનું મૃત્યું થયું હતું.

24 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

સુરત-અમદાવાદની સ્થિતિ ગંભીર, કેન્દ્રીય ટીમ સમીક્ષા કરશે

કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેર અને જિલ્લામાંઅત્યાર સુધીમાં કોરોનાના 1821પોઝિટિવ કેસ નોંધાયાછે.છેલ્લા 24 કલાકમાં 161પોઝિટિવ કેસ નોંધાયા છે અને 14દર્દીના મોત થયા છે. જ્યારે સુરતશહેરમાં 15એપ્રિલેકોરોનાના 128 કેસ નોંધાયા હતા. ચાર દિવસ બાદ એટલે કે 19એપ્રિલેકેસની સંખ્યા વધીને 258 ઉપર પહોંચી ગઈ. એટલે કે પોઝિટિવ કેસની સંખ્યા ડબલ થવામાં ચાર દિવસ લાગ્યા હતા. હાલસુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા 462 સુધી પહોંચી ગઈ છે.જેને પગલે એક કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરતની સ્થિતિની સમીક્ષા કરવા આવશે.

અમદાવાદનો ડબલિંગ રેટ દેશ કરતા પણ નીચે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં હાલ કોરોનાના કેસ 10 દિવસે ડબલ થઈ રહ્યાં છે. જ્યારે હાલ અમદાવાદમાં દર 7 દિવસે કોરોનાનાકેસ ડબલ થઈ રહ્યાં છે. જ્યારે સુરતમાં તો 4 દિવસે કેસો ડબલ થઈ રહ્યાં છે.આ બન્ને શહેરોમાં પરિસ્થિતિ ભયજનક થઈરહી છે. આમ દેશમાં 10 દિવસે પણ અમદાવાદમાં 7 દિવસે કેસો બમણાં થઈ રહ્યા હોવાથી કેન્દ્ર સરકાર પણ ગંભીર બની છે. અમદાવાદનો ડબલિંગ રેટ દેશ કરતા નીચે ચાલી રહ્યો છે.

4 દિવસે કેસ ડબલ થશે તો 31 મે સુધીમાં 8 લાખ કેસ થશેઃ AMC કમિશનર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, 17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા અનેહાલ 7દિવસમાંકેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે. જો 7થી 8 દિવસે કેસ ડબલ થતા રહેશે તો15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો15 મે સુધીમાં 8 હજાર જ રહેશે. પરંતુ 4 દિવસે જો કેસ ડબલ થવા લાગશે તો 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે.

મે મહિનાના અંત સુધી કોઈ વડીલઘર બહાર ન નીકળેઃ વિજય નેહરા
વિજય નેહરાએ આગળ જણાવ્યું કે, હું યુવાનોને હું વિનંતિ કરું છું કે, જે વડીલોએ આપણને સાચવ્યા છે તે વડીલોને આપણને સાચવવાનો વારો આવ્યો છે. સૌ યુવાનો વડીલોને સાચવે તે જરૂરી છે. જેને લઈને તમામ યુવાનો આ બાબતે સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વીડિયો બનાવીને પણ શેર કરી શકે છે. જે યુવાન સૌથી સારો વીડિયો બનાવશે તેને હું લોકડાઉન પુરું થયા પછી રૂબરૂ મળીશ અને તેમની કામગીરીને બિરદાવીશ. મે મહિનાના અંત સુધી કોઈ પણ વડીલોને ઘર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા વિનંતિ છે.

અમદાવાદ જિલ્લામાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લામાં આજે વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. દસક્રોઈમાં બે કેસ સામે આવતાં જિલ્લામાં કુલ 20 પોઝિટિવ કેસ થયા છે. જેમાં દસક્રોઈમાં જ 15 કેસ સામે આવ્યા છે.

કોટ વિસ્તાર આજથી કર્ફ્યુ મુક્ત, લોકડાઉન છતાં લોકોની ભીડ જામી

આ પહેલાકોટ વિસ્તારમાં કેસો વધતા કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. કોટ વિસ્તારમાંથી આજે કરફ્યુ ઉઠાવી લેવાયો છે, પરંતુ લોકડાઉન છે છતાં શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આજ સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકોની ભીડ જોવા મળી હતી. લોકડાઉનમાં કારણ વગર કોઈપણ વ્યક્તિ બહાર નીકળી શકે નહીં છતાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી પડ્યા હતાં. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહેવામાં આવતું હતું છતાં લોકો પાલન કરતા ન હતા.માત્ર દિલ્હી દરવાજા જ નહીં કોટ અન્ય વિસ્તારોમાં પણ લોકો સવારથી જ બહાર નીકળી પડ્યા હતા. દૂધ, કરીયાણું લેવા માટે નીકળ્યા હોવાના બહાના કર્યા હતા. મોટાભાગના લોકોને કોરોનાનો ડર જ ન હોય તેમ ફરી રહ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર


ફાઇલ તસવીર


Coroa Ahmedabad Live death toll 69 and total positive case 1652


Coroa Ahmedabad Live death toll 69 and total positive case 1652


Coroa Ahmedabad Live death toll 69 and total positive case 1652

Related posts

વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતા આજે 26 નવા કેસ, આંક 89 થયો, શહેરના પાંચ વિસ્તારમાં 22મી સુધી કર્ફ્યુ જાહેર

Amreli Live

રાજકોટ ગ્રામ્યમાં 1થી 2, રાજુલા પંથકમાં 3, ખાંભામાં 2, ધારીમાં 1 ઇંચ વરસાદ, રાજુલામાં સાંબેલાધાર, વૃક્ષો ધરાશાયી, નદીઓમાં પૂર આવ્યા

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશેઃMHA

Amreli Live

કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ વેપારીઓમાં અસમંજસ, દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ

Amreli Live

ગુલબાઈ ટેકરાના વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળ્યા, DCP સહિતના અધિકારીઓ પહોંચ્યા

Amreli Live

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં, કાલે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે

Amreli Live

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશે, અરજી કરવા માટે સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત

Amreli Live

ચીનના તકવાદી વલણને રોકવા ભારતે FDI પોલિસીમાં ફેરફાર કર્યો, રાહુલ ગાંધીએ કહ્યું- સૂચન સ્વીકારવા બદલ સરકારનો આભાર

Amreli Live

અત્યાર સુધીમાં 8,723 કેસ, મૃત્યુઆંક 301; દિલ્હીના હેલ્થ બુલેટિનમાંથી મરકજનું કોલમ હટાવાયું, તેના સ્થાને સ્પેશ્યલ ઓપરેશન્સ લખવામાં આવ્યુ

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ભાવનગરમાં 38 અને પોરબંદરમાં 22 કેસ, વધતા કેસને લઈ CM અને ડે.CM કાલે રાજકોટ આવશે

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 193 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત 15ના મોત થતા મૃત્યુઆંક 127, કુલ દર્દી 2817

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

રમઝાનમાં લોકો ધાર્મિક સ્થળે એકઠા ન થાય, ડ્રોન સર્વેલન્સમાં લોકડાઉન ભંગ ધ્યાને આવશે તો કાર્યવાહી: DGP શિવાનંદ ઝા

Amreli Live

14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત; 72 દિવસ પછી લોકડાઉન હટતા ચીનના વુહાનમાં ઉત્સવનો માહોલ

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

રાજ્યના 151 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 6 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ

Amreli Live

કોરોના ટેસ્ટના મામલે ગુજરાત ભારતમાં પાંચમા ક્રમે, ગુજરાત કરતા ઓછા કેસ ધરાવતા રાજસ્થાન- તમિલનાડુ કરે છે વધુ ટેસ્ટ

Amreli Live

સરકારે 1 જાન્યુઆરી 2020 પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ 2021 સુધી અટકાવ્યું

Amreli Live