29 C
Amreli
22/09/2020
bhaskar-news

શહેરમાં કેસનો આંકડો 2 હજારને પાર, સરેરાશ દર 8 મિનિટે એક પોઝિટિવ, 3નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 86 થયોઅમદાવાદમાં કોરોનાના વધુ 182 પોઝિટિવ કેસ શનિવારે નોંધાયા હતા અને કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. છેલ્લા 24 કલાકની તુલનામાં કેસની સંખ્યા વધી છે પણ મૃત્યુની સંખ્યા ઘટી છે. સરેરાશ દર કલાકે સાતથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અત્યાર સુધી શહેરમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો પણ બે હજારને પાર કરી ગયો છે. 2003 કેસ થયા છે જયારે કુલ મૃત્યુની સંખ્યા 86 થઈ છે. અત્યાર સુધી 115 લોકોને રજા અપાઈ છે. એસવીપી અને એલ.જી તેમજ ખાનગી હોસ્પિટલના કુલ ત્રણ તબીબોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.

અત્યાર સુધી 48 સુપર સ્પ્રેડર્સને કોરોના થયો
અમદાવાદમાં વધુ 18 સુપર સ્પ્રેડર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નવા 18 પૈકીના 16 શાકભાજીનંુ વેચાણ કરતા લોકો છે જેમાંથી એક દંપતીજોધપુર વોર્ડમાં રહે છે. અત્યારસુધી 48 સુપર સ્પ્રેડર્સને કોરોના થયો છે. શાકભાજીની લારી ચલાવતી 20 વર્ષીય યુવતી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. તમામ વ્યક્તિઓમાં કોરોનાના લક્ષણો ન હતા પણ તેમના રિપોર્ટ પોઝેટિવ આવ્યા છે. 4 દિવસથી શહેરમાં મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો દ્વારા રોજબરોજ લોકોના સીધા સંપર્કમાં આવનારા શાકભાજી વેચતા, કિરાણા સ્ટોર્સ અને દવાની દુકાનો ચલાવતા લોકોના સેમ્પલ અને ટેસ્ટિંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારસુધીમાં કુલ 500થી વધુ સેમ્પલ લેવાયા છે. 48 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મ્યુનિ.ની અલગ અલગ ફેસેલિટીમાં દાખલ કરાયા છે. મોટા ભાગના એક પણ વ્યક્તિને કોરોનાના કોઈ પણ પ્રકારના સિવિયર લક્ષણો જોવા મળ્યા નથી. પરંતુ તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

વધુ 14 દર્દી વેન્ટિલેટર પર, 1562 દર્દીની સ્થિતિ સ્ટેબલ
મ્યુનિ.હદ લિમિટમાં કુલ 1595 દર્દી હાલ સારવાર હેઠળ છે જેમાંથી વધુ 14 દર્દીઓ વેન્ટિલેટર પર મૂકાયા છે. શુક્રવારે આ સંખ્યા 19 હતી. હવે કુલ 33 લોકો વેન્ટિલેટર પર છે. એસવીપીમાં 477 લોકો જ્યારે સિવિલમાં 584 અને સમરસ કોવિડ કેર સેન્ટરમાં 482 લોકો સારવાર લઈ રહ્યાં હોવાનું મ્યુનિ.કમિશનર વિજય નેહરાનું કહેવું છે. આમાંથી 1562 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. ખાનગી સ્ટર્લિંગ હોસ્પિટલમાં 13 જ્યારે એચસીજી હોસ્પિટલમાં 10 લોકો સારવાર લઈ રહ્યાં છે.

SVPના મેડિસિન વિભાગના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ
એસવીપી, એલજી અને ઘોડાસરમાં ખાનગી ક્લિનીક ધરાવતા ત્રણ તબીબોનો કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. એસવીપીના મેડીસીન વિભાગના તબીબનો રિપોર્ટ પોઝેટિવ આવતા દાખલ કરાયા છે. એલ.જી.માં અત્યારસુધી તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ મળી 20 લોકો કરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે. ઘોડાસરમાં રહેતા અને ખાનગી ક્લિનિક ધરાવતા વૃદ્ધ ડોક્ટરે જાતે પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો અને તેનું પરિણામ પોઝિટિવ આવ્યંુ હતંુ. જો કે, તેમને ચેપ કયાંથી લાગ્યો તે સ્પષ્ટ થયું નથી.

ઘરમાં જ નમાઝ પઢવા અને ઈબાદત કરવા અપીલ

વિજય નહેરાએ આજે ફેસબુક પર લાઈવમાં રમઝાનની મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવી હતી. સાથે જ તેમણે આપેલા સહકાર બદલ આભાર માનીને રમઝાનમાં ઘરમાં જ નમાઝ પઢવા અને ઈબાદત કરવા માટે બિરાદરોને અપીલ કરી હતી. અમદાવાદ કોરોનાના ડબલિંગ રેટ મામલે જણાવ્યું હતું કે, આપણી બધાની મહેનતને લીધે છેલ્લા 7 દિવસમાં આપણો આંકડો વધવાને બદલે ઘટ્યો છે. આવનાર સમયમાં ડબલિંગ રેટ વધે કે ઘટે તે કહેવું અશક્ય છે.

કેન્દ્રની ટીમે કોરોના પોઈન્ટ પર ચેકિંગ કર્યું

કેન્દ્રના ગૃહ વિભાગની ટીમે બપોરે ચાર વાગ્યા પછી અમદાવાદ શહેરની હાલની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. લોકડાઉન પોઈન્ટ ઉપર ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા. દિલ્હીથી આવેલી ટીમના નિરીક્ષણને લઈ બપોરથી જ લોકડાઉન ચેકિંગ પોઇન્ટ પર પોલીસ કર્મચારીઓ માસ્ક, હેન્ડ ગ્લોઝ પહેરી અને સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવા લાગ્યા હતા. કેન્દ્રના ગૃહ વિભાગની ટીમે કેટલાક પોઇન્ટ પર તેમને લોકડાઉન દરમિયાન બંદોબસ્ત પર તમામ સુવિધાઓ મળી હતી કે કેમ તે અંગે પૂછ્યું હતું. ઉપરાંત લોકડાઉનનો લોકો કેટલો અમલ કરે છે અને માને છે કે કેમ તેની પણ પૂછપરછ કરી હતી.

હયાત હોટલમાં બેઠક યોજાઇ

રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી હયાત હોટલમાં બેઠક યોજાઇ છે. આજે કેન્દ્રીય ટીમ અમદાવાદમાં આવી છે જેમની સાથે કોરોના કેસને લઈ ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત મોડી રાતે કેન્દ્રના ગૃહવિભાગ દ્વારા દુકાનો ખોલવા અંગે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેના વિશે ચર્ચા પણ કરવામાં આવી રહી છે. કેન્દ્રની ટીમ કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેન્દ્રની ટીમ શહેરના કોટ વિસ્તાર તથા કર્ફ્યૂમુક્ત થયેલા વિસ્તારોની પણ મુલાકાત લઇ શકે છે. આવનારા સમયમાં કોરોના સામેની જંગમાં કેવી રીતે કામગીરી રહેશે તેની પર ચર્ચા થઇ છે. હોસ્પિટલોની વ્યવસ્થા અને અન્ય મેડિકલને લગતા સાધનો તથા કોરોના ટેસ્ટની કીટ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર શાકભાજી વિક્રેતાઓ ધરણા પર બેઠા
સાબરમતી રિવરફ્રન્ટ પર શાકભાજી વિક્રેતાઓ ધરણા પર બેઠા છે. એલિસબ્રિજ પાસે આવેલી ગુજરી બજારની જગ્યા ફ્રુટ વેચનારાઓને અપાતા શાકભાજી વિક્રેતાઓએ વિરોધ કર્યો હતો. અગાઉ ગુજરીબજારમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનએ શાકભાજી વિક્રેતાઓને બેસવા મંજૂરી અપાઈ હતી બાદમાં ત્યાં બેસવા દીધાં ન હતા. હવે ફરી શાકભાજી વેચનારાઓને આપેલી જગ્યા ફ્રુટ વેચનારાને આપતા વિરોધ થયો છે. મોટી સંખ્યામાં લોકો ધરણાં પર બેસી ગયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર


Corona Ahmedabad LIVE center team meeting with AMC commissioner and police commissioner discussed the Corona situation in city


Corona Ahmedabad LIVE center team meeting with AMC commissioner and police commissioner discussed the Corona situation in city


Corona Ahmedabad LIVE center team meeting with AMC commissioner and police commissioner discussed the Corona situation in city

Related posts

ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

Amreli Live

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટની મંજૂરી

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live

31,408 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ

Amreli Live

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યો

Amreli Live

અત્યાર સુધી 11,510 કેસ-394 મોતઃ મેઘાલયમાં પોઝિટિવ ડોક્ટરના સંપર્કમાં આવેલા 2 હજાર લોકો ક્વૉરન્ટીન , મહારાષ્ટ્રમાં સર્વાધિક 2,684 કેસ પોઝિટિવ

Amreli Live

2,17,648 કેસ,મૃત્યુઆંકઃ6,091ઃ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 32,329 લોકો કોરોના મુક્ત થયા

Amreli Live

શહેરમાં આજે 130 નવા કેસ સાથે કુલ 1378 કેસ, છેલ્લા 14 કલાકમાં 15 લોકોના મોત

Amreli Live

ઘાટલોડિયાની ગ્રેસીયા સોસાયટીના રહીશોએ જનતા કરફ્યુ ભોજન મહોત્સવ કર્યો, 8 મહિલા સહિત 16 સામે ગુનો નોંધાયો

Amreli Live

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 256 કેસ સાથે આંકડો 3 હજારને પાર, 6ના મોત નિપજ્યા અને 17 લોકોને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

શ્રાવણમાં ડાયજેસ્ટ સિસ્ટમમાં ફેરફાર થવાથી શરીરમાં તાકાત ઘટી જાય છે, એટલા માટે ખાવા-પીવામાં સાવધાની રાખવી જરૂરી

Amreli Live

રાજ્યમાં કોરોનાના કુલ કેસ 28,429 થયા, 20,521 સાજા થયા અને 1,711 મોતને ભેટ્યા

Amreli Live

મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો

Amreli Live

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ

Amreli Live

કોરોનાનો ભોગ બનેલા 35 પોલીસ કર્મીમાંથી 7ને સાજા થતા રજા આપી, અન્યની તબિયત સારીઃ પોલીસ કમિ.ભાટિયા

Amreli Live

મુંબઇમાં ચક્રવાત ગુજરાતમાં વરસાદ, 110થી 120 કિમી ઝડપે મહારાષ્ટ્રના અલીબાગ પાસે લેન્ડફૉલની આગાહી

Amreli Live

MPમાં ભાજપના સિંધિયા, સુમેરસિંહ અને કોંગ્રેસના દિગ્વિજયસિંહ જીત્યા, રાજસ્થાનની 3 પૈકી 2 સીટ કોંગ્રેસને મળી

Amreli Live

પહેલી વખત મુંબઈમાં અવાજથી કોરોના દર્દીઓની ઓળખ થશે, AI સોફ્ટવેરથી ઘરે બેઠા ટેસ્ટ કરાશે; 30 મિનિટમાં પરિણામ

Amreli Live