27 C
Amreli
23/09/2020
bhaskar-news

શહેરમાં આજે કુલ નવા 77 કેસ નોંધાયા, પોઝિટિવ કેસનો આંકડો 622 એ પહોંચ્યો, મૃત્યુઆંક 22 થયોઅમદાવાદમાં આજે કુલ 77નવા કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંકડો 622એ પહોંચ્યો છે. જ્યારે 22 લોકોના મોત નીપજ્યાં છે. અમદાવાદમાં દરિયાપુર, કાલુપુર, રામપુરા, દિલ્હી ચકલા, અસારવા, જમાલપુર અને મણિનગર જેવા વિસ્તારોમાંથી નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત આજે શહેરમાં કુલ 3 લોકોના મોત થયા છે.

બદરુદ્દીન શેખની તબિયત લથડી

કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર બદરુદ્દીન શેખની તબિયત લથડી છે. કોરોના પોઝિટિવ આવતા બદરૂદ્દીન શેખને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલમાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. SVPના ડોકટરો દ્વારા તેમની વધુ સારવાર કરવામાં આવી રહી છે. SVP હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એસ. ટી. મલ્હાને Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘બદરુદ્દીન શેખને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.’ ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બદરુદ્દીન શેખના પત્નીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કરફ્યુ ભંગના 74 ગુના નોંધી 82 લોકોની ધરપકડ કરી

શહેરમાં ફરજ બજાવતાં 8 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવનો ભોગ બન્યા છે. તેમના સંપર્કમાં આવેલા અને પરિવારના કુલ 60 લોકો ક્વૉરન્ટીન કરવામા આવ્યા છે. કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં પોલીસકર્મીઓને PPE સ્યુટ આપવામા આવ્યા છે. પોલીસકર્મીઓના જમવાથી લઈ હેલ્થ ચેકઅપની તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે. 15 વિસ્તારમાં AMC દ્વારા કલસ્ટર ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કરફ્યુ ભંગના 74 ગુના નોંધી 82 લોકોની ધરપકડ કરી છે. કરફ્યુમાં જે છૂટ આપવામાં આવી છે તેમાં મહિલાઓ બિનજરૂરી ન નીકળે . સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે જરૂરી બની છે. વોટ્સએપ નંબર પર લોકડાઉનના ફોટો અને વીડિયો મળે છે. એરપોર્ટ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તમાકુ, ગુટખા વગેરે વેંચતા અંગે પોલીસે ગુના નોંધ્યા છે. લોકો લોકડાઉનનો કડક અમલ કરે.

કાલુપુર પોલીસ સ્ટેશનના PSI પણ પોઝિટિવ

શહેરમાં આજ 45 જેટલા કેસો સામે આવ્યા છે જેમાં કાલુપુર પોલીસ સ્ટેશનના PSI પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.ન્યુ સી.જી રોડ ઉપર આવેલા કીર્તન બંગલોમાં રહેતા અને એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.આકાશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે સાથે જ તેમના પરિવારને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. ચાંદખેડાના જ વ્રજ પાસે આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતા પીએસઆઈ જેઓ કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવે છે તેમને પણ પોઝિટિવ કેસ સામે આવતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ પીએસઆઈના પરિવારજનોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમની સાથે સંપર્કમાં આવેલા પોલીસ કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કોરોનાનો પહેલો દર્દી 35 દિવસથી હજુ પણ હોસ્પિટલમાં દાખલ, ચેપ હજુ દૂર થયો નથીઃ વિજય નહેરા
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છેકે,કોરોનાને લગતી ઘણી માન્યતાઓ ખોટી સાબિત થઇ રહી છે. મનુષ્યોમાં ફેલાયેલો કોરોના વાઇરસ પડકારજનક છે અને તેની દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. કોરોનાનો પહેલો દર્દી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. 35 દિવસ પછી પણ ચેપ હજુ દૂર થયો નથી. તેમણે ઉમેર્યું છેકે, સામે ચાલીને કેસ શોધતા ઘણી સફળતા મળી છે. એક મહિનામાં 500 કેસ શોધાયા છે, સર્વેના કારણે 2 લાખ કેસો ઓછા કર્યા છે.
મેયર બિજલ પટેલે જનતાને ઘરમાં રહેવા અપીલ કરી
ગુલબાઈ ટેકરા વિસ્તારમા સવારથી લોકો સુધી દૂધ કે શાકભાજી સહિતની વસ્તુઓ હજી સુધી ન પહોંચતા લોકો ઘરની બહાર નીકળી ગયા છે. ટેકરાના સમગ્ર વિસ્તારમાં લોકોના ટોળા જોવા મળી રહ્યાં છે. Dymc તેમજ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમિતકુમાર વિશ્વકર્મા અને ડીસીપી પ્રવીણ મલ સહિતના અધિકારીઓ ગુલબાઈ ટેકરા પહોંચ્યા છે. ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારના લોકોને મેયર બિજલ પટેલે જનતાને ઘરમાં રહેવા અને કોર્પોરેશનની ટીમને સહકાર આપવા અપીલ કરી છે.
ગુલબાઈ ટેકરાના સ્લમ વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો
કોરોના વાઇરસના 6થી વધુ પોઝિટિવ કેસના પગલે ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવેલા ગુલબાઇ ટેકરાના સ્લમ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ હોબાળો કર્યો છે. ક્વોરન્ટીન કરવા લગાવાયેલા પતરા અને બેરીકેટ તોડી નાખ્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો છેકે તંત્ર તરફથી તેઓને કોઈ સરખી મદદ નથી મળતી જેના કારણે તેઓને તકલીફ પડી રહી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હાલ મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે.મેયર બિજલ પટેલે ગુલબાઇ ટેકરા વિસ્તારના લોકોને ઘરમાં રહેવા અને પોલીસ તેમજ કોર્પોરેશનની ટીમને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. પોલીસ અને કોર્પોરેશન તમારા માટે જ કામ કરે છે. મેયર બિજલ પટેલે ગુલબાઇ ટેકરા વિસ્તારના લોકોને ઘરમાં રહેવા અને પોલીસ તેમજ કોર્પોરેશનની ટીમને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. પોલીસ અને કોર્પોરેશન તમારા માટે જ કામ કરે છે.

વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ

મણિનગરની એલ.જી હોસ્પિટલના વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર અને નર્સના આજે નવા પાંચ કેસ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભારે ગભરાહટનો માહોલ છે. દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટરને કોરોના થયો હતો.ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ 4 ડોક્ટર અને એક નર્સને કોરોના પોઝિટીવ આવ્યો છે. ગુરુવારે એલ જી હોસ્પિટલમાંથી લેવાયેલા 100 સેમ્પલ માંથી 5 પોઝિટિવ આવ્યા છે. હજુ 50 સેમ્પલના રીપોર્ટ આવાના બાકી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર


બદરુદ્દીન શેખ – ફાઇલ તસવીર


Corona Ahmedabad Live people broke barricade in gulbai tekara 


Corona Ahmedabad Live people broke barricade in gulbai tekara 


પ્રતિકાત્મક તસવીર

Related posts

મનપાએ રેપિડ ટેસ્ટની શરૂઆત કરી, ક્વોરન્ટીન થયેલા 22 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, તમામ નેગેટિવ આવ્યાં

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 35 હજારથી વધુ કેસ વધ્યા, 22 હજાર લોકો સ્વસ્થ થયા, 680 લોકોના મોત, દેશમાં 10.05 લાખ કેસ

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ, છૂટછાટ વધુ મળશે: મ્યનિ. કમિશનર

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, ભાવનગર અને વેરાવળમાં ધોધમાર વરસાદ

Amreli Live

પોઝિટિવ કેસનો આંક 2286 પર પહોંચ્યો, મૃત્યુઆંક 85 અને રિકવર થનાર કુલ દર્દીઓની સંખ્યા 1431

Amreli Live

કોરોના વોરિયર તરીકે સન્માન થાય તે અગાઉ જ માંડવીના નાયબ મામલતદારનું પતિ સાથે એક્સિડન્ટમાં મોત

Amreli Live

માસ્ક ન પહેરનારને પ્રથમવાર રૂ.1000 ત્યારબાદ રૂ.5000 સુધીનો દંડ કરવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live

દેશમાં સંક્રમણના કેસ 6 લાખને પાર, સૌથી વધુ ઝડપથી 1 લાખ કેસ વધ્યા, 5 દિવસમાં જ સંખ્યા પાંચ લાખથી છ લાખ કેસ થઈ

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

10 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે 64% દર્દીઓ સાજા થયા; દરરોજ 40 હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ

Amreli Live

PM મોદી થોડી વારમાં દેશવાસીઓ સાથે વીડિયો મેસેજથી વાત કરશે, કોરોના સંકટ પર ચર્ચા કરી શકે છે

Amreli Live

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

PM મોદીએ એશિયાના સૌથી મોટો સોલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, કહ્યું- તેનાથી મધ્યપ્રદેશ સસ્તી વીજળીનો હબ બની જશે

Amreli Live

25 માર્ચના રોજ દેશમાં કોરોનાના દર્દી માટે 70 હોસ્પિટલ હતી, આજે 900થી વધારે છે

Amreli Live

રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ, અમદાવાદના હોટસ્પોટમાંથી 25 કેસ નોંધાયા, કોરોનાના કુલ દર્દી 572

Amreli Live

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ, 8 કેસ નોંધાયા, એકનું મોત, રાજકોટમાં 5 વર્ષના પુત્ર બાદ માતા સહિત 5 કેસ

Amreli Live