32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

શરદ નવરાત્રીનો થવા જઈ રહ્યો છે શુભારંભ, માં દુર્ગા 9 દિવસ સુધી રહશે તમારા ઘરમાં.

નવરાત્રી દરમિયાન તારીખ અનુસાર જાણો માતાના સ્વરૂપ, કથા અને નિયમો. હિંદુઓનો એક મુખ્ય તહેવાર નવરાત્રી દેવી શક્તિ માં દુર્ગાની ઉપાસનાનો ઉત્સવ છે. આ વર્ષે 17 ઓક્ટોબર, શનિવારથી શરદ નવરાત્રી શરુ થઇ રહી છે. સંસ્કૃત શબ્દ ‘નવરાત્રી’ નો અર્થ થાય છે ‘નવ રાત્રી’. નવરાત્રીના આ નવ દિવસોમાં દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આમ તો એક વર્ષમાં પાંચ વખત નવરાત્રી આવે છે, પરંતુ આ બધામાં ચૈત્ર અને આસો એટલે શરદ નવરાત્રીને જ મુખ્ય માનવામાં આવે છે. શરદ નવરાત્રી આસો માસના સુદ પખવાડિયાની એકમ થી લઈને નોમ સુધી મનાવવામાં આવે છે.

શરદ ઋતુમાં આગમન થવાથી તેને શરદ નવરાત્રી કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ નવરાત્રીમાં માતા કૈલાશ પર્વત ઉપરથી ઉતરીને ધરતી ઉપર પોતાનું સ્થાન ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ માં ની ઉપાસનાના નવ દિવસમાં 2 દિવસ સોમવારે આવશે, જે ઘણું શુભ માનવામાં આવી રહ્યું છે. માન્યતા છે કે સોમવારના દિવસે દેવી દુર્ગાની ઉપાસના કરવાથી લોકોને તેમના દ્વારા કરવામાં આવેલી પૂજાનું કેટલાય ગણું વધુ ફળ મળે છે. તો આવો તમને આ લેખમાં શરદ નવરાત્રી 2020 સસ્થે જોડાયેલી તમામ જાણકારી આપીએ.

નવરાત્રીનું મહત્વ : નવરાત્રી પર્વ માં દુર્ગાની પૂજાનો સૌથી શુભ સમય માનવામાં આવે છે. તે પૂજા આજ થી નહિ પરંતુ વૈદિક યુગથી પહેલા, પ્રાગૈતિહાસીક કાળથી ચાલી રહી છે, જેનું વર્ણન આપણેને પુરાણોમાં જોવા મળે છે. નવરાત્રીમાં દેવી શક્તિ પીઠ અને સિદ્ધપીઠો ઉપર મેળા વગેરે લાગે છે. માં દુર્ગાના તમામ શક્તિપીઠોનું અલગ અલગ મહત્વ છે, પરંતુ માતાનું સ્વરૂપ એક જ છે. ક્યાંક લોકો માતાને વેશ્નોદેવીના રૂપમાં પૂજે છે, તો ક્યાંક ચામુંડાના રૂપમાં પૂજા કરવામાં આવે છે. નવરાત્રી એક એવો તહેવાર છે, જેને આખા દેશમાં લોકોન ઘણી ધામધૂમથી મનાવે છે. તે ભારતના અલગ અલગ ભાગોમાં અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવારને મોટા પાયે મનાવવામાં આવે છે. અને દર વર્ષે નવરાત્રી વખતે દાંડિયા અને ગરબાનું આયોજન થાય છે. પશ્ચિમ બંગાળમાં તો દુર્ગા પૂજા બંગાળીઓના મુખ્ય તહેવાર માંથી એક છે.

durga
durga

શરદ નવરાત્રી 2020 તિથિઓ

દિવસ – તિથી – માતાનું સ્વરૂપ

નવરાત્રી દિવસ 1 – એકમ, 17 ઓક્ટોબર (શનિવાર) માં શૈલપુત્રી (ઘટ-સ્થાપના)

નવરાત્રી દિવસ 2, બીજ, 18 ઓક્ટોબર (રવિવાર) માં બ્રહ્મચારીણી

નવરાત્રી દિવસ 3, ત્રીજ, 19 ઓક્ટોબર (સોમવાર) માં ચંદ્રઘંટા

નવરાત્રી દિવસ 4, ચોથ, 20 ઓક્ટોબર (મંગળવાર) માં કુષ્માંડા

નવરાત્રી દિવસ 5, પાંચમ, 21 ઓક્ટોબર (બુધવાર) માં સ્કંદમાતા

નવરાત્રી દિવસ 6, છઠ્ઠ, 22 ઓક્ટોબર (ગુરુવાર) માં કાત્યાયની

નવરાત્રી દિવસ 7, સાતમ, 23 ઓક્ટોબર (શુક્રવાર) માં કાલરાત્રી

નવરાત્રી દિવસ 8, આઠમ, 24 ઓક્ટોબર (શનિવાર) માં મહાગૌરી,મહા નવમી પૂજા

નવરાત્રી દિવસ 9, નોમ, 25 ઓક્ટોબર (રવિવાર) માં સિદ્ધીયાત્રી

નવરાત્રી દિવસ 10, દશમ 26 ઓક્ટોબર (સોમવાર) દુર્ગા વિસર્જન (દશેરા)

નવરાત્રીમાં દરેક દિવસનું વિશેષ મહત્વ

નવરાત્રીના પહેલા ત્રણ દિવસ માં દુર્ગાને એક અલગ સ્વરૂપમાં સમર્પિત છે. આ ત્રણ દિવસ માં દેવી દુર્ગાની ઉર્જા અને શક્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ચોથા, પાંચમાં અને છઠ્ઠા દિવસે લક્ષ્મી-સમૃદ્ધી અને શાંતિની દેવી, ની પૂજા કરે છે. સાતમાં દિવસે, આધ્યાત્મિક જ્ઞાનની શોધના ઉદેશ્યથી કળા અને જ્ઞાનની દેવી, સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. નવમાં દિવસે નવરાત્રીનો છેલ્લો દિવસ હોય છે, જેને મહાનવમીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કન્યા પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીની મુખ્ય કથા : નવરાત્રીની શરુઆત થઇ રહી છે, તો આવો આપણે તેની સાથે જોડાયેલી કથાના વિષયમાં જાણીએ – એક વખત લંકામાં યુદ્ધના સમયે રાવણ અને પ્રભુ શ્રીરામ વચ્ચે યુદ્ધ ચરમ ઉપર હતું. રાવણ પણ બળમાં ઓછો ન હતો, એટલા માટે પોતાની સંપૂર્મ શક્તિનો ઉપયોગ કરીને તે વાનર સેનાનો જોરદાર સામનો કરી રહ્યો હતો. ત્યારે બ્રહ્માજીએ ભગવાન શ્રીરામને રાવણનો વધ કરવા અને યુદ્ધમાં વિજય મેક્વવા માટે ચંડી દેવીની પૂજા કરી દેવીને પ્રસન્ન કરવાનું કહ્યું.

બ્રહ્માજીના જણાવ્યા મુજબ ચંડી પૂજા અને હવન માટે એક સો આઠ દુર્લભ નીલ-કમળની વ્યવસ્થા કરવવામાં આવી. બીજી તરફ રાવણ પણ વિજય મેળવવાના લોભથી ચંડીના પાઠ શરુ કર્યા. જયારે ઇન્દ્ર દેવે રાવણ દ્વારા શરુ કરવામાં આવેલા ચંડી પાઠની જાણ થઇ, તો તેમણે પવન દેવના માધ્યમથી તે વાત શ્રીરામ સુધી પહોચાડી. ત્યાં રાવણની માયાવી શક્તિથી પૂજા સ્થળ માંથી હવન સામગ્રી માંથી એક નીલ-કમળ અદ્રશ્ય થઇ ગયું અને પૂજામાં એક સો સાર કમળ ફૂલ જ રહ્યા. પૂજા સામગ્રી અદ્રશ્ય થવાને કારણે રામજીનો સંકલ્પ તૂટતો જોવા મળ્યો અને તેમને એ વાતની ચિંતા સતાવવા લાગી કે ક્યાંક દેવી ચંડી નારાજ ન થઇ જાય.

દુર્લભ નીક કમળની તાત્કાલિક વ્યવસ્થા લગભગ અસંભવ હતી, પરંતુ ત્યારે ભગવાન રામને એ ધ્યાનમાં આવ્યું કે લોકો તેને ‘કમળ-નયન વંકંચ લોચન’ કહે છે તો કેમ ન સંકલ્પ પૂરો કરવા માટે પોતાની એક આંખ ત્યાં અર્પણ કરી દે, જેથી પાછા પૂજામાં એકસો આઠ ફૂલ થઇ જાય. પ્રભુ શ્રીરામે જેવું ભાથા માંથી બાણ કાઢી નેત્ર કાઢવા માટે તૈયાર થયા, ત્યારે ત્યાં અચાનક દેવી ચંડી પ્રગટ થયા, અને તેમના હાથ માંથી બાણ લઈને કહ્યું – કે હે પ્રભુ રામ હું તમારી શ્રદ્ધાથી પ્રસન્ન થઇ અને તમને આ યુદ્ધમાં વિજય શ્રી ના આશ્રીવાદ આપું છું.

બીજી તરફ માતાને પ્રસન્ન કરવા માટે રાવણનો પણ ચંડી પાઠ ચાલી રહ્યા હતા. તેનો યજ્ઞ પૂરો કરાવવા માટે ઘણા બ્રાહ્મણો લાગેલા હતા. ત્યારે હનુમાનજીએ એક બ્રાહ્મણ બાળકનુ રૂપ ધારણ કર્યું અને યજ્ઞ કરાવી રહેલા બ્રાહ્મણોની સેવામાં લાગી ગયા. બ્રાહ્મણોએ હનુમાનજીની નિસ્વાર્થ સેવા જોઈને તેમણે વચન માગવાનું કહ્યું. તે સાંભળીને હનુમાનજીએ વિનમ્રતાપૂર્વક કહ્યું – હે બ્રાહ્મણ દેવ, જો તમે મારી સેવાથી ખરેખર પ્રસન્ન થયા છો, તો જે મંત્રથી તમે યજ્ઞ કરી રહ્યા છો, તેનો એક અક્ષર મારા કહેવાથી બદલી નાખો. યજ્ઞ કરાવી રહેલા બ્રાહ્મણે આ વચનનું રહસ્ય સમજાયું નહિ અને તેમણે તથાસ્તુ કહી દીધું.

હનુમાનજીએ મંત્રમાં જયાદેવી… ભુર્તીહરિણીમાં ‘હ’ ને સ્થાને ‘ક’ ઉચ્ચારવાનું કહ્યું. ભુર્તીહરિણીનો અર્થ થાય છે – ‘પ્રાણીઓની પીડા હરવા વાળી’, પરંતુ અક્ષર બદલવાને કારણે તે શબ્દ ‘કરીણી; થઇ ગયો, જેનો અર્થ થાય છે – ‘પ્રાણીઓને પીડિત કરવા વાળી’ રાવણના યજ્ઞમાં ખોટા મંત્રના ઉચ્ચારણથી દેવી ચંડી નારાજ થઇ ગયા અને તેમણે રાવણનો સર્વનાશ કરાવી દીધો. આ રીતે હનુમાનજી એ શ્લોકમાં ‘હ’ની જગ્યાએ ‘ક’ કરાવીને રાવણના યજ્ઞની દિશા જ બદલી દીધી અને જીત પ્રભુ શ્રી રામની થઇ.

durga
durga

પૂજા દરમિયાન કરો આ વિશેષ નિયમોનું પાલન : નવરાત્રીમાં પુરા નવ દિવસો સુધી માતાનું વ્રત રાખવું જોઈએ. જો કોઈ કારણસર એ શક્ય નથી તો પહેલા, ચોથા અને આઠમાં દિવસે વ્રત જરૂર રાખો.

આ નવ દિવસમાં લોકોએ માં દુર્ગાના નામની જ્યોત જરૂર પ્રગટાવવી જોઈએ.

નવરાત્રીના નવ દિવસોમાં પૂજા સ્થળ ઉપર માં દુર્ગા, માં લક્ષ્મી અને માં સરસ્વતીના ચિત્રોની સ્થાપના કરો, તેને ફૂલોથી શણગારીને તેની પૂજા કરો.

માં દુર્ગાની પૂજામાં તુલસી દળ અને દુર્વા ચડાવવાની મનાઈ હોય છે, એટલા માટે તે વાતનું ખાસ ધ્યાન રાખો.

માં દુર્ગાની પૂજામાં બંને વખતે લવિંગ અને પતાશાનો ભોગ જરૂર ચડાવો.

આ દિવસે દુર્ગા સપ્તશતીના પાઠ જરૂર કરો.

દેવી કવચ, અર્ગલાસ્ત્રોત અને કિલકમના પાઠ આં તો ન કરો. તેની સાથે એક પાઠ વધારાનો કરવો જરૂરી છે.

નવ દિવસ એક જ મંત્રના જાપ કરો.

સાથે જ માં ના મંત્ર “‘ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै’ નું સ્મરણ જરૂર કરો.

પૂજામાં હંમેશા લાલ રંગના આસનનો ઉપયોગ કરો. સાથે જ પૂજા વખતે લાલ રંગના કપડા અને લાલ રંગનું તિલક પણ લગાવો.

નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવતી કળશ સ્થાપના – ઘટ-સ્થાપના શુભ મુહુર્તમાં જ કરો અને ક્યારે પણ કળશનું મોઢું ખુલ્લું ન રાખો.

એવી માન્યતા છે કે માંને સવારની પૂજામાં મધ ભેળવેલું દૂધ અર્પણ કરવું અને તેને ગ્રહણ કરવાથી આત્મા અને શરીરને બળની પ્રાપ્તિ થાય છે.


Source: 4masti.com

Related posts

ઘરમાં ચાલી રહી છે પૈસાની તંગી તો મોર પીંછાના કરી લો આ ઉપાય, દુર થઇ જશે ગરીબી

Amreli Live

નારિયેળ જ નહિ તેનું ફૂલ પણ છે કમાલ, આપે છે આરોગ્યને લગતા આ 10 ફાયદા.

Amreli Live

કોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ

Amreli Live

પોસ્ટ ઓફિસની નવી સ્કીમમાં 5 વર્ષ પછી મળશે 21 લાખ રૂપિયા, 100 રૂપિયાથી શરુ કરો રોકાણ.

Amreli Live

દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે સ્પાઇસ 2000 બોમ ખરીદશે ભારત, પાકના બાલાકોટમાં તેનાથી કરવામાં આવી હતી સર્જીકલ સ્ટ્રાઇક

Amreli Live

2,000 રૂપિયાનો આવનારો હપ્તો જોઈએ, તો હમણાં કરાવી લો રજીસ્ટ્રેશન, આ છે પ્રક્રિયા.

Amreli Live

ચંદ્ર અને શુક્રનો બની રહ્યો છે શુભ સંયોગ, આ 4 રાશિઓને લાભની મળશે તક, કરેલા કામ થશે સફળ.

Amreli Live

મિસ શિમલા રહી ચુકી છે ‘છોટી બહુ’, 14 વર્ષ જુના ફોટામાં ઓળખવું થયું મુશ્કેલ.

Amreli Live

લગ્ન કર્યા પછી આ ટીવી અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દીની કરી શરુઆત, આજે ઇન્ડસ્ટ્રી ઉપર કરે છે રાજ

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

તો એટલા માટે વૈષ્ણો દેવી પાસે આવે છે હજારો લોકો તેમની માનતા લઈને

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

સવારે ઉઠીને જમીન ઉપર પગ મુકતા પહેલા દરેક વ્યક્તિએ પથારીમાં જ કરવું જોઈએ આ 1 કામ, મન આત્મવિશ્વાસથી છલકાશે.

Amreli Live

વિરુષ્કાએ RCB સાથે ‘બેબી અનાઉસમેન્ટ’ની પાર્ટી, અનુષ્કાનો જોવા મળ્યો ‘પ્રેગ્નેન્સી ગ્લો’

Amreli Live

EFP માંથી પૈસા ઉપાડવા માટે જરૂર નથી આ ડોક્યુમેન્ટ્સની, ઘણા સરળતાથી નીકળી જશે તમારા પૈસા.

Amreli Live

MS ધોનીએ યુએઈ જતા સમય એક વખત ફરી જીતી લીધું પોતાના કરોડો ફેન્સનું દિલ, જુઓ વિડીયો

Amreli Live

મ્યુજિક ઇન્ડસ્ટ્રીથી પણ આવી શકે છે આત્મહત્યાના સમાચાર, શા માટે આવું બોલ્યા સોનુ નિગમ?

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

એક જુલાઈથી શરુ થઇ રહ્યો છે ચાતુર્માસ, 148 દિવસો સુધી નહીં થાય કોઈ શુભ કામ, જાણો કારણ

Amreli Live

શુક્રવારના દિવસે શું કહે છે તમારું ભાગ્ય, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આળસુની રાણી કહેવાય છે આ 4 રાશિ વાળી છોકરી, શું તમે તો નથી ને તેમાંથી એક?

Amreli Live