33.8 C
Amreli
20/10/2020
અજબ ગજબ

શક્તિમાનને લઈને મુકેશ ખન્ના ફરીથી ચર્ચામાં, ક્રિશ અને રા-વન થી મોટી ફિલ્મ સિરીઝ બનાવવાનો વાયદો

ક્રિશ અને રા-વન કરતા પણ મોટી શક્તિમાનની સિરીઝ બનાવવાને લઈને ફરીથી ચર્ચામાં આવ્યા મુકેશ ખન્ના. 90 ના દશકમાં દેશના પહેલા સુપર હીરો ‘શક્તિમાન’ બનીને બાળકો અને વડીલો વચ્ચે લોકપ્રિય થયેલા અભિનેતા અને નિર્માતા મુકેશ ખન્ના એક વખત ફરીથી સમાચારોમાં છે. તેમણે કહ્યું છે કે તે પોતાની લોકપ્રિય સિરિયલ ‘શક્તિમાન’ ને એક ફિલ્મ ફ્રેન્ચાઇઝીનું સ્વરૂપ આપવાના છે. તેની તૈયારીઓ તેમણે શરુ કરી દીધી છે. અનુમાન છે કે આવતા વર્ષના બીજા છમાસિક સમયમાં આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મનું શુટિંગ શરુ થઇ જશે.

મુકેશ ખન્ના આ ફ્રેન્ચાઈઝીમાં ત્રણ ફિલ્મો બનાવવાની ઈચ્છા ધરાવે છે, જે શરુઆતથી લઈને સિરિયલના અંત સુધીની સફર નક્કી કરશે. તેમનું કહેવું છે કે, દેશમાં ‘ક્રીશ’ અને ‘રા-વન’ જેવા સુપર હીરો કરતા ‘શક્તિમાન’ મોટું સ્થાન ધરાવે છે. ભલે આ ફિલ્મો બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચ થાય છે, પરંતુ તે શક્તિમાન જેટલા લોકપ્રિય નથી થઇ શક્યા. આ પ્રોજેક્ટનું શુટિંગ અત્યાર સુધીમાં શરુ થઇ ગયું હોત, પરંતુ કોરોના વાયરસને કારણે જ આવેલી અડચણને કારણે તેમનું આયોજન બગડી ગયું.

આ ફિલ્મોમાં શક્તિમાનનું પાત્ર ભજવવા માટે મુકેશ ખન્ના હિન્દી સિનેમાના એક એવા મોટા કલાકારની શોધ કરી રહ્યા છે, જે આ સમયમાં મોટું નામ ધરાવે છે. તેમનું કહેવું છે કે, તે કલાકારનું નામ સંપૂર્ણ બાબત નક્કી થઇ ગયા પછી જ જાહેર કરશે. તેમનું એ પણ કહેવું છે કે, તેમની આ ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘ક્રીશ’ અને ‘રા-વન’ થી પણ મોટી હશે. મુકેશ ખન્ના સાથે આ ફિલ્મ સીરીઝમાં દિનકર જાની પણ નિર્માતા તરીકે જોડાશે. તેના માટે તે એક સફળ નિર્દેશકની શોધમાં પણ છે.

સાંભળવાવાળા માટે એ પણ કોઈ નવી વાત નથી. કેમ કે જયારે પણ દેશમાં ક્યાંય પણ બાળકોનો સમારંભ હોય, અને ત્યાં મુકેશ ખન્નાને અતિથિ તરીકે બોલાવવામાં આવે છે, તો તે હંમેશા શક્તિમાનની વેબસીરીઝ કે ફિલ્મ ફ્રેન્ચાઇઝીનું વર્ણન કરે જ છે. આજથી લગભગ ચાર વર્ષ પહેલા પણ તે એ વાત કરી ચુક્યા છે કે, દેશમાં બાળકો માટે કોઈ પણ મોટો પ્રોજેક્ટ નથી બનતો. બાળકો પણ આજકાલ સાસુ વહુના ઝગડા અને ‘દબંગ’ જેવી ફિલ્મોના ‘ઇતને છેદ કરુંગા, ઇતના મારુંગા’ જેવા ખરાબ સંવાદ સાંભળે છે.

તે સમયે મુકેશ ખન્નાએ કહ્યું હતું કે, તે શક્તિમાનને એક વખત ફરીથી પાછા લાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે તેના માટે દુરદર્શન સાથે વાત કરી છે અને સાથે જ થોડી સેટેલાઈટ ચેનલો સાથે પણ તેની વાતચીત ચાલી રહી છે. તે સમયે પણ તેમણે શક્તિમાનની લોકપ્રિયતાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, ‘ક્રીશ’ અને ‘રા-વન’ જેવા સુપર હીરો હજુ સુધી શક્તિમાનને સ્પર્શી નથી શક્યા.

તેમણે એ પણ કહ્યું હતું કે, શક્તિમાન પૂરી થવાના લગભગ ચાર વર્ષ પછી પણ તે રાહ જોતા રહ્યા હતા કે, કોઈ બીજા આવશે જે એક સારો સુપર હીરો પ્રોજેક્ટ બનાવશે. પરંતુ જયારે કોઈએ કાંઈ ન કર્યું તો તેમણે જ આગળ આવીને ‘આર્યમાન’ બનાવ્યું. હવે મુકેશે એક વખત ફરીથી પોતાની એ વાતનું પુનરાવર્તન કર્યું છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ગણેશજીની કૃપાથી આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે દિવસ રહેશે શુભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

વૃષભ રાશિ માટે આજનો દિવસ છે શુભફળદાયી, આકસ્મિક ધનલાભનો યોગ છે, પણ આ રાશિ માટે દિવસ શુભફળદાયી નથી.

Amreli Live

માં સંતોષીના આશીર્વાદથી આ 7 રાશિવાળાઓના જીવનમાં આવશે ખુશી, મજબૂત થશે આર્થિક સ્થિતિ, વધશે આવક.

Amreli Live

મૃતક મહિલાના ભાઈ અને આરોપીની કોલ ડિટેલ્સથી આવ્યો નવો વળાંક, બંને વચ્ચે થઇ 104 વખત વાતચીત

Amreli Live

સુરતમાં આકાશમાંથી વરસ્યા ‘સોના’ના બિસ્કિટ, વીણવા માટે ભાગ્યા લોકો.

Amreli Live

Samsung Galaxy F41 સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ, મળે છે 32 MP નો સેલ્ફી કેમેરો જાણો બીજી વિગત

Amreli Live

પાકિસ્તાનમાં પણ બેન થયું TikTok, કહ્યું તેનાથી સંસ્કૃતિ….

Amreli Live

લક્ષ્મી માતા આ 2 રાશિઓ ઉપર આજે મહેરબાન રહેશે, વેપારીઓ વ્‍યાપારમાં વૃદ્ઘિ કરી શકશે.

Amreli Live

વૈજ્ઞાનિકોએ પાલક થી બનાવી એવી પાવરફુલ બેટરી કે આના ઉપયોગ થી દરેક વસ્તુ મિનિટોમાં થઇ જાય છે ચાર્જ

Amreli Live

799 રૂપિયાના હપ્તા ઉપર ઘરે લઇ આવો કાર, તહેવારની સીઝનમાં આ કંપની આપ રહી છે તક

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ શુભ ફળ આપનારો છે, હરીફો સામે વિજય મેળવશો.

Amreli Live

ઉજ્જૈનમાં જ કેમ છે કાલ સર્પ દોષનું નિવારણ? જાણો

Amreli Live

રશિયાએ ચોરી કોરોના વેક્સીન શોધ સાથે જોડાયેલી માહિતી. બ્રિટન, અમેરિકા અને કેનેડાએ લગાવ્યો આરોપ.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

મહાદેવની કૃપાથી આ 7 રાશીઓની આર્થિક તંગી થશે દૂર, ઉત્સાહથી ભર્યો રહશે દિવસ

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ રહેશે શુભ, નોકરીમાં હોદ્દો વધે તેવી શક્યતા છે.

Amreli Live

અક્ષય કુમારને એયરપોર્ટ ઉપર જોતા જ નજીક આવવા લાગ્યા પાપારાજી, એક્ટરનું રીએકશન જોઈને ચોક્કી જશો.

Amreli Live

જાણો અમરનાથનો આખે આખો ઇતિહાસ જેથી પોતાના બાળકોને સત્ય જણાવી શકો.

Amreli Live

શાસ્ત્રો ની વાત : છોકરીઓનું નામકરણ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Amreli Live