28.6 C
Amreli
19/10/2020
અજબ ગજબ

વૈજ્ઞાનિકોએ પાલક થી બનાવી એવી પાવરફુલ બેટરી કે આના ઉપયોગ થી દરેક વસ્તુ મિનિટોમાં થઇ જાય છે ચાર્જ

હવે પાલકથી બનાવવામાં આવી એવી જોરદાર બેટરી, મોબાઈલ છોડો, કારથી લઈને મિલિટ્રી બોમ સુધી થઇ જશે મિનિટોમાં ચાર્જ. જો અમે તમને કહીએ કે તમારો મોબાઇલ પાલકથી ચાર્જ થઇ જશે તો? તમને લાગશે કે અમે મજાક કરી રહ્યા છીએ. ભલું પાલકથી મોબાઇલ ફોન કેવી રીતે ચાર્જ કરી શકાય? પણ અમે મજાક નથી કરી રહ્યા. વૈજ્ઞાનિકોએ પાલકમાંથી એવા ઉત્પ્રેરક (કેટાલિસ્ટ) બનાવ્યા છે, જેમાં એટલી શક્તિ છે કે તેનાથી ચાલતી બેટરી ઇલેક્ટ્રોનિક કાર અને લશ્કરી સાધનો પણ ચાર્જ કરી શકે છે. આ બેટરીમાં ઉપયોગમાં લેવામાં આવતા ઉત્પ્રેરક અન્ય ઉત્પ્રેરક કરતાં ઘણા સસ્તા છે. તેમજ તેની શક્તિએ વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે.

આજ સુધી આપણે સાંભળ્યું છે કે, માનવના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પાલક ઘણી સારી હોય છે. પાલકમાં હાજર તત્વો માનવ શરીરમાં પોષણની ઉણપને પુરી કરે છે. પરંતુ આજ સુધી તમે એવું નહીં સાંભળ્યું હોય કે આ પાલકમાં એવા તત્વો મળી આવે છે, જેનાથી બેટરીને શક્તિ મળે છે. અમેરિકન યુનિવર્સિટીના સંશોધકોએ આ પાંદડાવાળા શાકભાજીમાંથી કાર્બન નેનોશીટ્સ બનાવી છે, જે મેટલ એયર બેટરીમાં બળતણનું કામ કરી શકે છે.

તેના માટે ટીમે પાલકને ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર કરી. જેમાં તેને સારી રીતે ધોવાની પ્રક્રિયા પણ શામેલ છે. ત્યારબાદ તેનો રસ કાઢીને તેને ફ્રીઝ ડ્રાઈ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી ઝીણો પાવડર તૈયાર કરવામાં આવે છે. આ સ્ટેપ પછી, પાલકની મોર્ટાર સાથે પ્રતિક્રિયા કરાવીને તેમાંથી નાઇટ્રોજન બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ જયારે બેટરીમાં ઉત્પ્રેરક તરીકે કરવામાં આવે છે, ત્યારે બેટરીની શક્તિ અનેક ગણી વધી જાય છે.

નિષ્ણાંતોનું માનવું છે કે, આ વીજળીથી માત્ર સ્માર્ટફોન જ નહીં, પણ ઇલેક્ટ્રોનિક કાર અને મિલિટ્રી સાધનો પણ મિનિટોમાં ચાર્જ કરી શકાય છે. આ ઉત્પ્રેરકનો ઉપયોગ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ્સ અને મેટલ એયર બેટરીમાં થાય છે. પાલકથી ચાલતી આ બેટરી ઘણી સસ્તી હોય છે. સાથે જ તેના દ્વારા બેટરીમાં નાખવામાં આવતા ટોક્સિક વિકલ્પોને પણ રિપ્લેસ કરી શકાય છે.

પાલકમાંથી બેટરી ઉત્પ્રેરક બનાવવામાં સફળ થયા પછી, હવે સંશોધનકારો અન્ય વિકલ્પો પણ શોધી રહ્યા છે. તેઓ હવે ઘાસ અને ચોખામાંથી પણ વીજળી બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમના મત અનુસાર દરેક લીલા શાકભાજીમાં આયરન અને નાઇટ્રોજનની માત્રા ઘણી વધારે હોય છે. એવી સ્થિતિમાં તેના વડે બેટરી ચલાવવામાં મદદ મળશે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ડુંગરી ખાઈને 400 થી વધારે લોકો થયા બીમાર, જાણો કયો રોગ એમને લાગુ પડ્યો.

Amreli Live

આ ઘરેલુ ઉપાયથી મિનિટોમાં વર્ષો જૂનો પેટનો કચરો કરો સાફ, કબજિયાત માટે છે એકદમ અસરદાર.

Amreli Live

તમારા શરીરમાં આ 5 ખનિજોની ઉણપ ક્યારેય ન થવા દો, તો જ તમે હંમેશા રહેશો સ્વસ્થ.

Amreli Live

આજે નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની અને આવકની વૃદ્ઘિની શક્યતા છે, ૫રિવારમાં સુખ શાંતિ જળવાય.

Amreli Live

આઝાદી વિશેષ : વડવાઓની સંપત્તિમાં દીકરીઓને સમાન અધિકાર, સમ્માન અને ગૌરવનો નિર્ણય.

Amreli Live

કન્યા રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, રાશિ અનુસાર જાણો કેવો રહેશે નવરાત્રીનો પહેલો દિવસ.

Amreli Live

ભારતીયો માટે શું છે નામકરણ સંસ્કાર, બાળક માટે શું છે તેનું મહત્વ.

Amreli Live

આધારકાર્ડને પોતાના મોબાઈલ નંબર સાથે આ રીતે કરો લિંક, આધારની ઓનલાઇન સેવાઓ માટે છે અગત્યનું.

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આજનો દિવસ આનંદ ઉત્‍સાહ ભર્યો રહે, કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે, ધન લાભ થાય.

Amreli Live

એક્સપર્ટ્સ મુજબ આ 5 કારણોથી લોકોને પોતાના ખોટા અનુમાનોના કારણે જોખમનો યોગ્ય અંદાજો આવી શકતો નથી.

Amreli Live

દેવતા બનવા માટે ધનવંતરીને લેવો પડ્યો હતો બીજો જન્મ, જાણો રોચક કથા

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

કોણ છે આ તુર્કી એક્ટ્રેસ, જેની બિકીની પહેરવાથી પાકિસ્તાનમાં થઈ બબાલ

Amreli Live

Kia Seltos એનિવર્સરી એડિશન ભારતમાં થયું લોન્ચ, જાણો કયા છે આ SUV ના ફીચર્સ.

Amreli Live

14 વર્ષનો બાળક કરી રહ્યો હતો બિલાડી પાળવાની જીદ્દ, ના પાડી તો ભર્યું આવું ખરાબ પગલું.

Amreli Live

મીન રાશિના લોકોને આજે નોકરી-વ્યવસાયમાં લાભ રહેશે, જાણો અન્ય રાશિવાળાનો કેવો રહેશે દિવસ.

Amreli Live

ચિકનગુનિયાથી બચવા માટે આ 4 વસ્તુઓ દરરોજ જરૂર ખાવો

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

શ્રાવણનો છેલ્લો સોમવાર આ રાશિઓ માટે રહેશે ખાસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકોને આજે નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળી શકે છે, જાણો અન્ય રાશિની સ્થિતિ

Amreli Live