14.1 C
Amreli
25/01/2021
અજબ ગજબ

વૃષભ રાશિવાળા માટે કેવું રહેશે વર્ષ 2021? વાંચો વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ.

શુભ-અશુભ સમાચાર સાથે શરુ થશે વૃષભ રાશિ માટે નવું વર્ષ, ખર્ચા વધવાની સાથે મહેતનું મળશે શુભ પરિણામ. વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ હોય છે, અને મનના કારક ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચ હોય છે. વૃષભ રાશિ કાળપુરુષની બીજી રાશિ છે, જેનાથી આ રાશિને વાણી અને કુટુંબના કારક કહેવામાં આવે છે. આવા લોકોનો રંગ ગોરો કે ઘઉંવર્ણો હોય છે. એવા લોકો ઘણા સહનશીલ અને સોમ્ય સ્વભાવના હોય છે. આ લોકો આમ તો કોઈની વધુ ચિંતા નથી કરતા, પરંતુ તેમને કોઈ છંછેડે કે હેરાન કરે, તો આ લોકો તેને ક્યારે પણ માફ નથી કરતા.

આ લોકો વૈભવ અને વિલાસ ભરેલું જીવન જીવવાનું પસંદ કરે છે. આ લોકોને સુગંધ અને ભૌતિક સુખ સાથે ઘણો પ્રેમ હોય છે. તે ઘણા લાગણીશીલ હોય છે અને બધાને ઘણા જલ્દી પોતાના પણ સમજી લે છે. વૃષભ રાશિવાળા ક્યારેક ક્યારેક આળસુ અને કામચોર પણ બની જાય છે. આ નકારાત્મકતા તેમને આગળ વધવાથી પણ અટકાવે છે. વૃષભ રાશિ ઉપર 2021 માં આખું વર્ષ રાહુનું ભ્રમણ જળવાઈ રહેશે, જેથી આ રાશિવાળા આ વર્ષે થોડા ભ્રમનો અનુભવ કરશે અને તેનો નિર્ણય વારંવાર બદલશે.

વૃષભ રાશિફળ 2021 – આર્થિક સ્થિતિ : આ વર્ષે વૃષભ રાશિવાળાની આર્થિક સ્થિતિ થોડી તંગ જેવી રહેશે, જોકે કામ તો ખાસ અટકશે નહિ, પણ શનિ ગ્રહની આવક ભાવમાં અસર હોવાથી લાભમાં મોડું થઇ શકે છે. એપ્રિલ પછી અચાનક ધન લાભના યોગ ઉભા થઇ રહ્યા છે, જેથી તમારા તમામ અટકેલા કામ પુરા થશે, પરંતુ આ સમયમાં ધનનો સાચો ઉપયોગ કરો.

આ વર્ષની મધ્યમાં જો વાહન વધુ ખરાબ થવાથી વારંવાર ખર્ચા કરાવવા લાગે, તો પ્રયત્ન કરો કે નવું વાહન જ ખરીદી લો. સપ્ટેમ્બર મહિના પછી જમીનમાં રોકાણ કરવા માટે સમય ઘણો સારો રહેશે, અને આવનારા સમયમાં તમને લાભ જ થશે. શેયર બજાર માટે પણ સપ્ટેમ્બર પછીનો સમય ઉત્તમ રહેશે. વર્ષના અંતમાં માતા પિતા અથવા પિતૃક સંપત્તિની મદદથી ધનની પ્રાપ્તિ થશે.

વૃષભ રાશિફળ 2021 – કારકિર્દી, જોબ અને બિઝનેસ : આ વર્ષમાં તમને ઘણી મહેનત કર્યા પછી જ સફળતા મળી શકશે, કેમ કે તમે જે રીતે મહેનત અને ધગશથી કામ કરો છો, તે રીતે આ વર્ષે ભાગ્ય સાથ નહિ આપી શકે. પણ તમે તમારો સાહસ અને ઝનૂન ઓછા ન થવા દો, કેમ કે મોડેથી ભલે પણ તમારી ઇચ્છિત દિશા જરૂર મળશે. મે થી ઓક્ટોબર સુધી બૃહસ્પતી અને શનિ બંને ગ્રહ વક્રી થવાથી આ સમય વેપાર માટે કોઈ મોટો નિર્ણય લેવા માટે ઉત્તમ નથી.

નોકરી કરવાવાળા માટે વર્ષનો મધ્યનો સમય નવા કામ અને નોકરી માટે સારો નથી. આ વર્ષમાં તમારે તમારા કર્મચારીઓ સાથે સારૂ વર્તન રાખવું પડશે, ત્યારે તમે તમારી આકસ્મિક તકલીફોથી બચી શકો છો. આ વર્ષ માર્કેટિંગ અને ફાયનાન્સમાં કામ કરવા માટે સારું રહેશે. વર્ષના અંતમાં જ સીનીયર અને ઉપરી અધિકારીનો પ્રેમ મળશે જેથી તેમને તમારી મહેનતનું ફળ પણ જોવા મળશે, અને પગારમાં વધારા માટે આ સમય ઉત્તમ રહેશે. વૃષભ રાશિ માટે નવી નોકરી માટે સમય ફાયદાકારક રહેશે.

વૃષભ રાશિફળ 2021 – કૌટુંબિક જીવન : વૃષભ રાશિવાળાનું કૌટુંબિક જીવન આ વર્ષે મિશ્ર રહેશે. વર્ષની શરુઆતમાં જ કુટુંબમાં એક કૌટુંબિક આયોજન થશે, જેમાં તમામ લોકો એક સાથે મળીને ઉત્સવ જેવું વાતાવરણ ઉભું કરશે. મે પછી ઘર અથવા વાહનની ઉપર ધનનો ખર્ચ વધુ થશે, જેમાં મતભેદની સ્થિતિ ઉભી થઇ શકે છે. વર્ષના અંતમાં કોઈનું આરોગ્ય ખરાબ થવાથી પણ માનસિક તણાવ ઉભો થઇ શકે છે. તમારા કુટુંબમાં કોઈ બીજા આવવાથી મતભેદ થવાથી ચેતો.

વૃષભ રાશિફળ 2021 –પ્રેમ સબંધ અને લગ્ન જીવન : આ વર્ષ તમારા કામમાં વધુ મહેનત કરવાને કારણે તમે વ્યસ્ત રહેશો. જેથી તમે તમારા પ્રેમી સાથે ઓછી વાત કરી શકશો, અને આ સ્થિતિ તણાવનું રૂપ લેવા લાગશે, કેમ કે તેને તમારા તરફથી ઘણી આશાઓ હશે, અને તમે તેની આશાઓ પૂરી નહિ કરી શકો. તે તમારી વચ્ચે અંતરનું પણ કારણ બનશે. જો સંબંધોમાં સોમ્યતા રાખવા માંગો છો, તો તેમના માટે પણ સમય કાઢો અને તમારા પ્રેમને પણ સમય આપો.

જો તમે એકલા છો તો વર્ષની મધ્યમાં તમને કોઈ પસંદ આવી શકે છે, તમારા મનની વાત તેને કહી દો, વધુ વિચારવાથી મોડું જ થઇ જશે. આ વર્ષે કેતુનું વિવાહ ગૃહમાં ભ્રમણ થશે અને પરિણીત લોકો માટે આ વર્ષ થોડી ગેરસમજણથી ભરેલું રહેશે. એટલે કોઈ પણ પ્રકારના મતભેદને વધવા ન દો, ત્યારે આંતરિક સંબંધોમાં પ્રેમ જળવાઈ રહેશે. આ વર્ષે કોઈ નવા મહેમાન ઘરમાં આવવાથી ખુશી પણ મળશે. વર્ષના અંતમાં જીવનસાથી સાથે ફરવા માટે પણ જઈ શકો છો.

વૃષભ રાશિફળ 2021 – આરોગ્ય : વૃષભ રાશિવાળા માટે આ વર્ષ આરોગ્યની ગણતરીએ સારું રહેવાનું છે, પરંતુ તમે તમારી ઉપર કોઈ પણ પ્રકારના માનસિક તણાવને વધવા ન દો, કેમ કે તે માનસિક તણાવ તમારા માટે તકલીફનું કારણ બનશે અને તમે તમારા કામમાં મન નહિ લગાવી શકો. જુનથી ઓક્ટોબર મહિના દરમિયાન અચાનક પેટને લઈને કોઈ પ્રકારની સમસ્યા ઉભી થઇ શકે છે, એટલે સાવચેતી પૂર્વક રહો અને તમારા ખાવા પીવાનું ધ્યાન રાખો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ વ્‍યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે, આ રાશિના લોકોએ અકસ્‍માતથી સંભાળવું.

Amreli Live

સુર્ય, મંગલ, બુધ અને શુક્ર કરી રહ્યા છે આ જ મહિનામાં રાશિ પરિવર્તન, અહીં જાણો કયો ગ્રહ કોને કરશે નુકશાન.

Amreli Live

દુનિયાની પહેલી ઊડતી કારને મળી સરકારની મંજૂરી, લગભગ 8 વર્ષોથી સતત ચાલુ છે ટેસ્ટિંગ.

Amreli Live

8 અઠવાડિયાના બાળક માટે 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન, જાણો આટલું મોંઘુ કેમ, અને કઈ છે તે બીમારી

Amreli Live

માત્ર 10 મિનિટમાં બની જશે ખુબ જ ટેસ્ટી દૂધ પેંડા, જાણો સૌથી સરળ રેસિપી.

Amreli Live

સૂર્યદેવના આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી મળે છે સફળતા, થાય છે શક્તિનો સંચાર

Amreli Live

99 ટકા લોકો રોટલી, ફુલ્કા અને ચપાતીને સરખી સમજે છે પણ આજે અમે તમને જણાવીશું આ ત્રણમાં શું છે અંતર

Amreli Live

એક એપિસોડ માટે આટલી બધી ફી વસુલે ભારતી, કપિલ અને કૃષ્ણા, જાણો શો ના દરેક કલાકારોની ફી કેટલી છે.

Amreli Live

મોંઘી હશે અમેરિકાની કોરોના રસી, ચૂકવવા પડશે 3700 થી 4500 રૂપિયા સુધી

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

Funny Photos : પહેલી વખતમાં નઇ સમજી શકો આ જુગાડમાં છુપાયેલી કલાકારી, મોટા-મોટા દિગ્ગજ થયા ફેલ

Amreli Live

શું જેલમાં 12 કલાકનો દિવસ ગણાય છે? શું ઉમ્ર કેદ 14 વર્ષની હોય છે?

Amreli Live

ઘણી ખાસ હોય છે B નામની છોકરીઓ, જાણો તેમની સાથે જોડાયેલા ખાસ રહસ્ય અને રસપ્રદ વાતો.

Amreli Live

વધેલા કડાઈ પનીરમાંથી બનાવો ટેસ્ટી પિઝા, આંગળીઓ ચાટતા રહી જશે બધા.

Amreli Live

આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, આનંદ ઉલ્‍લાસનો દિવસ છે.

Amreli Live

ભોલે ભંડારીની કૃપા દ્રષ્ટિથી આજે આ 7 રાશિઓના જીવનમાં આવશે રાજયોગ, થશે ધનલાભ

Amreli Live

જાણો આપણા પૂર્વજો શા માટે એવું કહેતા કે, ભાદરવાનું કેળું અને માગશરનો મૂળો જો ના આપે તો ઝૂંટવીને પણ ખાવું.

Amreli Live

કોરોના વાયરસ સંક્રમણ કાળમાં ખાતા રહો આમળાના ઉત્પાદ, તેમાં છે ઇમ્યુનીટી વધારવાના શ્રેષ્ઠ ગુણ

Amreli Live

રોજ આવે છે ખરાબ સપના તો અશુભ ફળથી બચવા માટે કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય.

Amreli Live

શું બેડરૂમમાં ઘણી વખત પાર્ટનર સાથે થાય છે ઝગડો, તો અપનાવો આ 10 વાસ્તુશાસ્ત્રના ઉપાય.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.

Amreli Live