વિષ્ણુ પુરાણ અનુસાર આ 4 પ્રકારની સ્ત્રીઓ સાથે ન કરવા જોઈએ લગ્ન, જાણો કારણ. મનુષ્ય જીવનના સોળ સંસ્કારોમાંથી એક મહત્વપૂર્ણ સંસ્કાર છે લગ્ન સંસ્કાર. સુખી લગ્નજીવન માટે જરૂરી હોય છે સારા જીવનસાથીની. એટલા માટે લગ્ન માટે એવી છોકરી પસંદ કરવી જોઈએ, જે પોતાના પતિ અને કુટુંબ બંનેને પ્રેમ પૂર્વક સંભાળી શકે. વિષ્ણુ પુરાણમાં સ્ત્રીઓના સંબંધમાં ઘણી વાતો જણાવવામાં આવી છે. આ પુરાણમાં 4 એવી સ્ત્રીઓ દર્શાવવામાં આવી છે, જેની સાથે લગ્ન ન કરવા જોઈએ, જાણો એ 4 સ્ત્રીઓ કોણ છે?
(1) ખરાબ બોલવાવાળી : જે સ્ત્રી મધુર વાણી બોલે છે, તેનાથી માં સરસ્વતી હંમેશા પ્રસન્ન રહે છે. ખરાબ અને કડવા વેણ બોલવાવાળી સ્ત્રીનો સ્વભાવ પણ તેની ભાષાની જેમ જ ખરાબ હોય છે. એવી સ્ત્રીને કારણે ઘરમાં અશાંતિનું વાતાવરણ ઉભું થશે. એટલા માટે એવી સ્ત્રી સાથે લગ્ન ન કરવા જોઈએ.
(2) મોડે સુધી ઊંઘવાવાળી : મોડે સુધી ઊંઘવું આળસની નિશાની હોય છે. આળસુ સ્ત્રી ઘરને સાફ નથી રાખી શકતી. ઘરમાં લક્ષ્મીની કૃપા જાળવી રાખવા માટે સાફ સફાઈ રાખવી ઘણી જરૂરી હોય છે. ઘરમાં ગંદકી હોવાથી ગરીબી વધે છે. સાથે જ મોડે સુધી સુવું ઘણી બીમારીઓનું પણ કારણ બની શકે છે. એટલા માટે એવી સ્ત્રીઓ સાથે લગ્ન ન કરવા જોઈએ, જે મોડે સુધી સુતી હોય કે આળસુ હોય.
(3) તમારા માતા અથવા પિતા પક્ષ તરફથી કોઈ સંબંધ હોય : કોઈ પણ વ્યક્તિએ એવી સ્ત્રી સાથે ક્યારે પણ લગ્ન ન કરવા જોઈએ, જેનો તમારા પિતા કે માતા તરફથી કોઈની સાથે સંબંધ હોય. શાસ્ત્રોમાં પરસ્પર સંબંધી કે એક જ ગોત્રમાં લગ્ન કરવા પ્રતિબંધિત માનવામાં આવ્યા છે. તેનાથી જેનેટીક બીમારીઓ (આનુવંશિક રોગો) થવાની પણ સંભાવના રહે છે. જે સ્ત્રીનો તમારી માતા પક્ષ સાથે પાંચમી પેઢી સુધી અને પિતા પક્ષ તરફથી સાતમી પેઢી સુધી સંબંધ જોડાયો હોય, તેની સાથે લગ્ન ન કરવા જોઈએ.
(4) દુષ્ટ પુરુષ સાથે સંબંધ રાખવાવાળી : સ્ત્રીએ દુષ્ટ પુરુષ સાથે સંબંધ વધારવા ન જોઈએ. એમ કરવાથી તે ક્યારે પણ કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકે છે. દુષ્ટ પુરુષ તે સ્ત્રીનો ઉપયોગ તેના અંગત હિત માટે કરી શકે છે. તેની સંગતમાં રહેવાથી સ્ત્રીનો સ્વભાવ પણ એવો બની શકે છે. એમ થવાથી તેના ચરિત્રમાં પણ દોષ આવી શકે છે. એટલા માટે એવી સ્ત્રી સાથે લગ્ન ન કરવા જોઈએ, જે દુષ્ટ પુરુષ સાથે સબંધ ધરાવે છે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com