29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છેવિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 39 લાખ 17 હજાર 532થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. 2 લાખ 70 હજાર 720 લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લાખ 44 હજાર 120 લોકોને સારવાર પછી હોસ્પિટલમાં રજા અપાઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના નવા સ્ટડીમાં ચોકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં કહેવાયું છે કે સંક્રમણનો કડક વલણથી સામનો કરવામાં ન આવ્યો તો આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે. પ્રથમ વર્ષમાં 2.9 કરોડથી 4.4 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે.

રશિયા પોઝિટિવ કેસની દ્રષ્ટિએ પાંચમાં સ્થાને
રશિયાએ સંક્રમણના કેસમાં જર્મની અને ફ્રાન્સને પાછળ છોડ્યા છે.સૌથી વધારે પ્રભાવિત દેશમાં તે પાંચમાં નંબરે પહોંચી ગયો છે. રશિયામાં પોઝિટિવ કેસ 1.77 લાખથી વધારે નોંધાયા છે. જ્યારે ફ્રાન્સમાં 1.74 લાખથી વધારે અને જર્મનીમાં 1.69 લાખથી વધારે નોંધાયા છે.

અમેરિકામાં 24 કલાકમાં 2448ના મોત

અમેરિકામાં 12 લાખ 92 હજાર 623 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમા 76 હજાર 928 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકામાં 82 લાખ 97 હજાર 562 લોકોના ટેસ્ટ કરાયા છે.અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત થયા છે, અહીં2.17 લાખને સારવાર પછી રજા અપાઈ છે.

પોતાના સૈન્ય સહયોગીનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દરરોજ તેનો રિપોર્ટ કરાય છે. સંક્રમિત અધિકારી મારા સંપર્કમાં ખૂબ જ ઓછો રહ્યો હતો.

અમેરિકા: ન્યૂયોર્કની લેબમાં કોરોના રસી ઉપર કામ કરી રહેલ સંશોધનકર્તા.

પુતિન અને ટ્રમ્પે ફોન ઉપર વાતચીત કરી
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મહામારીને લઈને ગુરુવારે ફોન ઉપર વાતચીત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓએ એકબીજાને બીજા વિશ્વ યુદ્ધની જીતની 75મી વર્ષગાંઠના અભિનંદન આપ્યા છે. અમેરિકાએ રશિયાને મદદ માટે મેડીકલ સાધનો મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

સ્પેનમાં કુલ 2 લાખ 56 હજાર 855 કેસ નોંધાયા છે. જેમાં 26 હજારથી વધુ લોકોના મોત થયા છે. સ્પેનમાં એક્ટિવ કેસ 66 હજાર 866 છે.

ઈટાલીમાં 2 લાખ 15 હજાર 858 કેસ નોંધાયા છે, જેમાં 29 હજાર 958 લોકોના મોત થયા છે. અહીં એક્ટિવ કેસ 89 હજાર 624 છે.ઈટાલીમાં 24 કલાકમાં 274 લોકોના મોત થયા છે.

પાકિસ્તાન: 9 મેના રોજ લોકડાઉન હટાવાશે
પાકિસ્તાને ગુરુવારે જાહેરાત કરી છે કે દેશમાં લાગેલા લોકડાઉનને 9 મેથી ધીમે ધીમે હટાવવામાં આવશે. પીએમ ઈમરાન ખાને કહ્યું કે લોકડાઉનના કારણે મજૂર, નાના વેપારી અને લોકોને ઘણું નુકસાન થયું છે. જોકે અહીં પણ કેસ વધી રહ્યા છે. અહીં 26 હજાર 644 કેસ નોંધાયા છે અને 593 લોકોના મોત થયા છે.

બ્રાઝીલ: 1.35 લાખ પોઝિટિવ કેસ
બ્રાઝીલમાં પોઝિટિવ કેસની સંખ્યા 1 લાખ 35 હજાર 773 નોંધાઈ છે. અહીં મૃત્યુઆંક 9 હજાર 190 છે. દેશમાં 10 હજાર 503 નવા કેસ નોંધાયા છે અને એક દિવસ પહેલા અહીં 615 લોકોના મોત થયા છે.
કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 1,292,623 76,928
સ્પેન 256,855 26,070
ઈટાલી 215,858 29,958
બ્રિટન 206,715 30,615
રશિયા 177,160 1,625
ફ્રાન્સ 174,791 25,987
જર્મની 169,430 7,392
બ્રાઝીલ 135,773 9,190
તુર્કી 133,721 3,641
ઈરાન 103,135 6,486
ચીન 82,886 4,633
કેનેડા 64,922 4,408
પુરુ 58,526 1,627
ભારત 56,351 1,889
બેલ્જિયમ 51,420 8,415
નેધરલેન્ડ 41,774 5,288
સાઉદી અરબ 33,731 219
સ્વિત્ઝરલેન્ડ 30,126 1,810
મેક્સિકો 29,616 2,961
પોર્ટુગલ 26,715 1,105
પાકિસ્તાન 25,837 594
સ્વિડન 24,623 3,040
ચીલી 24,581 285
આયરલેન્ડ 22,385 1,403

સ્ટોરીમાં તમામ દેશની વિગતો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કેપટાઉનમાં જમવાનું લેવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરી બાળકો લાઈનમાં ઊભા છે. ડબલ્યુએચઓ મુજબ આફ્રિકામાં પોઝિટિવ કેસ બે કરોડથી વધારે થઈ શકે છે.


રશિયાના મોસ્કોમાં માસ્ક પહેરેલા સુરક્ષા કર્મચારીઓ નજરે પડે છે. અહીં એક દિવસમાં 11 હજાર કેસ નોંધાયા હતા.


અમેરિકા: ન્યૂયોર્ક નજીકના રિકર્સ આઈલેન્ડમાં પીપીઈ કીટ અને અન્ય સુવિધાની માંગને લઈને સ્વાસ્થ્ય કર્મચારીઓએ પ્રદર્શન કર્યુ હતું.

Related posts

રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 3548, છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 1100 કેસ નોંધાયા અને 59ના મોત નીપજ્યાં

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ;

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

ગુજરાતના 24 IAS-IPSને સ્ટેથોસ્કોપ-એપ્રોન પહેરાવી કોરોના સામેના જંગમાં ઉતારવા તૈયારી, યાદી બની ગઈ

Amreli Live

અમદાવાદમાં 7 અને ભાવનગરમાં 2 સહિત શુક્રવારે નવા 9 કેસ, બેનાં મોત; ગુજરાતમાં કુલ 97 કેસ

Amreli Live

એક દિવસમાં 90 કેસના વધારા સાથે કુલ આંકડો 468 પર પહોંચ્યો, વધુ ત્રણ મોત નોંધાતાં કુલ 22 ભોગ બન્યા

Amreli Live

દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્નીને પણ કોરોના, કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં

Amreli Live

આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી 31 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 623 થયા, 24 કલાકમાં 1996 ટેસ્ટ કરાયા

Amreli Live

રાજ્યના 33 તાલુકામાં 1થી લઇને 3.7 ઇંચ સુધી વરસાદ, સૌથી વધુ ડાંગના સુબિર અને જામનગરના કાલાવડમાં

Amreli Live

જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત 6 વિસ્તાર રેડ ઝોનમાં, બાકીના 42 ઓરેન્જ ઝોનમાં : AMC કમિશનર નહેરા

Amreli Live

રાજ્યમાં ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે, અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છેઃ જયંતિ રવિ

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં 55 નહીં કોરોનાના 12 કેસઃ 8 રિકવર, 4 એક્ટિવ

Amreli Live

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશે

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 થયા

Amreli Live

લીલીયામાં 5, રાજુલામાં 1 કલાકમાં 4, જાફરાબાદમાં 3.5 અને ખંભાળિયામાં અઢી ઈંચ, રાજકોટમાં ધોધમાર વરસાદ

Amreli Live

કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર નીકળ્યાં, કોઈ જાનહાનિ નહીં

Amreli Live

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

Amreli Live

રાજકોટમાં 29 કેસ અને 3ના મોત, પોઝિટિવ સંખ્યા 600ને પાર, અમરેલીમાં 14, જામનગરમાં 13 અને ગોંડલમાં 6 કેસ

Amreli Live

55 દેશમાં 13.50 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં, 2020માં સંખ્યા 26.50 કરોડ થાય તેવી શક્યતા

Amreli Live

નેટફ્લીક્સને લોકડાઉન ફળ્યું, 2020ના પહેલા ત્રણ મહિનામાં નફો બમણો વધીને રૂ. 5434 કરોડ થયો

Amreli Live

આખું વર્ષ ચઢાણની તૈયારી કરનારા 3000 નેપાળી શેરપા બેરોજગાર, હવે ગામમાં ખેતી કરે છે; નેપાળને 9 કરોડ રૂપિયાનું નુકસાન

Amreli Live