25.9 C
Amreli
08/08/2020
bhaskar-news

વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન, 3.20 લાખ લોકોને ઘર બહાર નહીં નિકળવા સલાહવિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 6લાખ 14 હજાર 957 કેસ નોંધાયા છે. જેમાં 5 લાખ 14 હજાર 629 લોકોના મોત થયા છે. 58 લાખ 24 હજાર 883 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના બીજા ક્રમનું સૌથી મોટું શહેર મેલબોર્ન શહેરમાં ફરી વખત લોકડાઉન કરવામાં આવ્યુ છે. અહીં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીં આશરે 3.20 લાખ લોકોને તેમના ઘરમાંથી બહાર નહીં નિકળવા સલાહ આપવામાં આવી છે. લોકડાઉન બુધવાર મધ્યરાત્રીથી એટલે કે 12 વાગ્યાથી લાગૂ થશે.

મેલબોર્નમાં લોકડાઉન ચાર સપ્તાહ માટે લગાવવામાં આવ્યુ છે. શહેર સાથે જોડાયેલી તમામ ફ્લાઈટને રદ્દ કરી દેવામાં આવી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે.

અમેરિકામાં 27.28 લાખ કેસ નોંધાયા છે. 1.30 લાખ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 11.44 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના અમુક રાજ્યોમાં સંક્રમણના કેસ વધ્યા છે. હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ મંગળવારે કહ્યું કે લોકો લાપરવાહી કરતા રહ્યા તો ટૂંક સમયમાં દરરોજ એક લાખ કેસ નોંધાશે. તેમણે કહ્યું કે હાલ દરરોજ 40 હજાર કેસ નોંધાય છે. મહામારી હજુ આપણી વચ્ચે ખતમ થઈ નથી.

ટ્રમ્પે કહ્યું-ચીન માટે મારો ગુસ્સો સતત વધતો જશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે જેમ જેમ કોરોના કેસ વધતા જશે તેમ -તેમ તેમનો ગુસ્સો ચીન માટે વધતો જશે. ટ્રમ્પે ટ્વિટ કર્યું- જે પ્રમાણે તે જોઈ રહ્યા છે, મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. અમેરિકાને પણ ઘણુ નુકસાન થયું છે. હું ચીન પ્રત્યે મને ઘણો ગુસ્સો છે. લોકો તેને જોઈ શકે છે અને અહેસાસ કરી શકે છે.

દરરોજ 1 લાખ કેસ સામે આવી શકે છેઃ ડો.ફૌસી
અમેરિકાના કેટલાક રાજ્યોમાં ફરી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ મંગળવારે કહ્યું કે લોકો જો લાપરવાહી કરશે તો ટૂંક સમયમાં દરરોજ 1 લાખ કેસ આવી શકે છે. ડો.ફૌસીએ કહ્યું- હાલમાં દરરોજ 40 હજારથી વધારે કેસ આવી રહ્યા છે. મહામારી આપણી વચ્ચેથી ખતમ થઈ નથી.સંક્રમણના કેસમાં સતત વધારો થતો જઈ અમેરિકાના કેલિફોર્નિયા, ટેક્સાસ જેવા 16 રાજ્યને ફરી ખોલવાની યોજનાને રદ્દ કરવામાં આવી છે.

src="https://images.bhaskarassets.com/web2images/960/2020/07/01/7301593573531_1593590226.jpg" />

રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડન.

બાઈડન ચૂંટણી સભા નહીં કરે
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડને કહ્યું છે કે મહામારીના કારણે તેઓ રેલી નહીં કરે. મારામારીને લઈને ડોક્ટરના આદેશોનું તે પાલન કરશે. તે માત્ર મારા માટે નહીં પરંતુ દેશ માટે સારુ હશે.

10 દેશ ઉપર સૌથી વધારે અસર

દેશ

કેસ મોત કેટલા સાજા થયા
અમેરિકા 27,27,853 1,30,122 11,43,334
બ્રાઝીલ 14,08,485 59,656 7,90,040
રશિયા 6,47,849 9,320 4,12,650
ભારત

5,85,210

17,410

3,47,836

બ્રિટન 3,12,654 43,730 ઉપલબ્ધ નથી
સ્પેન 2,96,351 28,355 ઉપલબ્ધ નથી
પેરુ 2,85,213 9,677 1,74,535
ચીલી 2,79,393 5,688 2,41,229
ઈટાલી 2,40,578 34,767 1,90,248
ઈરાન 2,27,662 10,817 1,88,758

*આ આંકડાhttps://www.worldometers.info/coronavirus/ પરથી લીધા છે.

અમેરિકા: ચાર રસીને ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી
અમેરિકાએ કોરોના વાઈરસની રસી બનાવવાના કામે લાગેલી ચાર ટીમને રસીની ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી આપી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પ્રમુખ સ્ટીફન હાને આ જાણકારી આપી હતી.

ચીનમાં કુલ 83 હજાર 534 કેસ
ચીનમાં મંગળવારે કોરોના વાઈરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. અહીં કુલ કેસ 83 હજાર 534 થયા છે. અહીં કુલ 4634 લોકોએ જીવ ગુમાવ્યા છે.

મોસ્કોમાં પોલિંગ સ્ટેશનને ડિસઈન્ફેક્ટ કરતો કર્મચારી. દેશમાં સંવિધાનમાં ફેરફાર કરવા માટે વોટિંગ કરાવાઈ રહ્યું છે.

રશિયા: મોસ્કોમાં અત્યાર સુધી 3831 લોકોના મોત
મોસ્કોમાં છેલ્લા 24 કલાકમાં 35 લોકના મોત થયા છે. આ સાથે અહીં કુલ 3831 લોકોના મોત થયા છે. મંગળવારે અહીં 745 નવા કેસ નોંધાયા હતા. રશિયામાં 6 લાખ 47 હજાર 849 કેસ નોંધાયા છે અને 9,320 લોકોના મોત થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રતિબંધોમાં છૂટ આપતા પહેલા દિવસે લોકો એપલ સ્ટોર પહોંચ્યા. આ સમયે લોકો માસ્ક પહેરીને જોવા મળતા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી લાઈનમાં દેખાતા હતા


અમેરિકાના હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

Related posts

2.27 લાખ કેસઃદિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનના 20 કર્મચારી કોરોના પોઝિટિવ, દેશમાં ત્રણ દિવસથી સતત ટેસ્ટિંગ વધ્યું

Amreli Live

2.87 લાખ કેસઃ પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

CM ગેહલોતે 31 જુલાઈએ વિધાનસભા સત્ર બોલાવવા અંગે રાજ્યપાલને નવો પ્રસ્તાવ મોકલ્યો, કોંગ્રેસનો પ્રજાને પ્રશ્ન-લોકશાહી પર ભાજપનો હુમલો સ્વીકાર્ય છે?

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી

Amreli Live

ડાયમંડ ઉદ્યોગ ફરી સાવચેતી સાથે શરૂ કરાશે, ટેક્સટાઈલ માર્કેટ બંધ નહીં કરાય

Amreli Live

રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા વધુ એક ઉપાય કરાશે, માસ્કના દંડની રકમ રૂ.200થી વધારી રૂ.1000 થઈ શકે

Amreli Live

કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં, વિશ્વમાં અત્યારસુધી 1.10 કરોડ કેસ

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 28/03/2020 ને સાંજે 7.45 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

રહેણાંક વિસ્તારના સ્મશાનગૃહમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિને લઇને સ્થાનિકોનો વિરોધ, 24 કલાકથી મૃતદેહ રઝળી રહ્યો છે

Amreli Live

અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યા

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ

Amreli Live

WHOએ કહ્યું- ગરમ હવામાનના કારણે ભારતીયોમાં રોગ પ્રતિકાર ક્ષમતા સારી, આશા છે કે તેઓ મહામારીને હરાવી દેશે

Amreli Live

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા

Amreli Live

વડોદરામાં વધુ 2 પોઝિટિવ કેસ સાથે આજે 28 નવા કેસ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 544 દર્દી

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

775 કેસ શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવ્યાઃ મ્યુ. કમિ.નેહરા, AMCએ નવા 139 દર્દીનું લિસ્ટ જાહેર કર્યું

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live