26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાતવિશ્વભરમાં કોરોનાના 2,27,678લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. વિશ્વમાં કોરોનાને લીધે જીવ ગુમાવનારની સંખ્યા 1.50 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે5.63લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. અમેરિકાના ન્યૂ યોર્ક રાજ્યમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત બની ગયુ છે. અહીં ગવર્નરે આ જાહેરાત કરવાની સાથે ટ્રમ્પ પ્રશાસન પર રાજ્યને મદદ નહીં કરવાનો આરોપ પણ લગાવ્યો છે. બ્રિટનની રાજકુમારી અને મહારાણી એલિઝાબેથની પૌત્રી બ્રીટ્રિસે કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને પોતાના શાહી લગ્નને મુલતવી દીધા છે. બીટ્રિસ પોતાની મંગેતર ઈડોએઆર્ડો સાથે લગ્ન કરનાર હતી.અમેરિકામાં બે કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે.અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 4591 લોકોના મોત થયા છે. બીજી તરફ સંક્રમણના ભયના કારણે મ્યાનમાર સરકારે 25 હજાર કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાએ WHOનું ફ્ન્ડીંગ રોકી દીધું છે. હવે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ પણ કહ્યું છે કે WHO માં રાજકારણ ચાલે છે. જોકે તેમણે અત્યારે આવો કોઇ નિર્ણય નહીં કરે તેવું કહ્યું હતું.

બીજી બાજુ વિશ્વમાં કુલ મૃત્યુઆંક 1,50,625 થયો છે. અમેરિકામાં આશરે આઠ હજાર નવા કેસ સામે આવ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 883 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈટાલીમાં 3,493 કેસ આવ્યા છે અને વધુ 575 લોકોના મોત થયા છે. ચીનમાં મૃત્યુઆંકમાં આશ્ચર્યજનક રીતે વધારો થયો છે અને છેલ્લા 24 કલાકમાં 1,290 લોકોના મોત થયા છે.

ચીનના જીડીપીમાંં છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો થયો

ચીનમાં કોરોના વાઈરસને પગલે તેના અર્થતંત્રને ભારે ફટકો પડ્યો છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીક્સ (NBS)ના અહેવાલ પ્રમાણે વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી 6.8 ટકા ઘટાડો થયો છે. ચીનના અર્થતંત્રમાં વૃદ્ધિ દરમાં થયેલો આ ઘટાડો છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે.ચીનની સત્તાવાર માહિતી પ્રમાણે વાર્ષિક ધોરણે ઉત્પાદનમાં વર્ષ 1976માં ઘટાડો થયો હતો. ચીને વર્ષ 1992માં જીડીપીના રિપોર્ટીંગની સૌ પ્રથમ વખત શરૂઆત કરી ત્યારબાદનો આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે.

ચીનના વુહાનમાં સંક્રમિતો અને મૃતકોના નવા આંકડા જાહેર કરાયા છે. વુહાનમાં પોઝિટિવ કેસની સંખ્યા 325 વધીને 50 હજાર 333 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1290 વધીને 3869 થયો છે. વુહાન નગરપાલિકા દ્વારા આ આંકડા જાહેર કરાયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ ગુરુવારે અમુક રાજ્યમાંથી પ્રતિબંધો હટાવવાનની જાહેરાત કરી છે. તેમણે રાજ્યોના ગવર્નર સાથે વાત કરીને આ જાહેરાત કરી છે. તે માટે નવી ગાઈડલાઈન પણ બનાવવામાં આવી છે. તેમના મતે ઓછા સંક્રમણવાળા વિસ્તારમાં શનિવારે ધીમે ધીમે પ્રતિબંધોમાં છૂટછાટ અપાશે. જ્યા વધારે કેસ છે ત્યાં પહેલાની જેમ પ્રતિબંધો ચાલુ રહેશે. જો કે ટ્રમ્પે કહ્યું કે આ અંગે નિર્ણય રાજ્યોના ગવર્નર લેશે.

બ્રાઝીલના મેનોસ સ્થિત એક હોસ્પિટલમાં લોકોને સમજાવી રહેલી સ્વાસ્થ્ય કર્મચારી.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ સંક્રમણને રોકવા માટે અભિયાન ચલાવનાર સ્વાસ્થ્ય મંત્રી લુઈઝ હેનરિક મેન્ડેટાને હટાવી દીધા છે. બોલ્સોનારો પ્રતિબંધો લગાવવાના પક્ષમાં નથી.

અમેરિકાએ ભારતને 45 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સહાયતા આપી
અમેરિકાએ ભારતને સ્વાસ્થ્ય સહાયતા માટે 5.9 મિલિયન ડોલર (45 કરોડ રૂપિયા) આપ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગે ગુરુવારે આની માહિતા આપી હતી. આ રકમનો ઉપયોગ લોકોની મદદ કરવામાં, જરૂરી સ્વાસ્થ્ય સેવા સહિતના કામમાં વપરાશે. અત્યાર સુધીમાં અમેરિકાએ ભારતને રૂ. 19 હજાર 170 કરોડ (2.8 બિલિયન ડોલર)ની મદદ કરી છે.

આ તસવીર અમેરિકાના બ્રુકલિનની મેનોમેડિસ હોસ્પિટલની છે. દર્દીને લઈ જતા સ્વાસ્થ્ય કર્મચારી નજરે પડે છે.

અમેરિકામાં મૃત્યુઆંક 35 હજાર નજીક
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 30 હજાર નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 6.78 લાખ નોંધાયા છે અને મૃત્યુઆંક 34 હજાર 617 નોંધાયો છે.

સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 500થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં કુલ કેસ 1.85 લાખ અને મૃત્યઆંક 19 હજાર 315 નોંધાયો છે.

યુરોપમાં સૌથી વધારે મોત ઈટાલીમાં
ઈટાલીમાં કુલ પોઝિટિવ કેસ 1.69 લાખ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 22 હજાર 170 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 525 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુરોપમાં 10.15 લાખ કેસ નોંધાયા છે અને 92 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. યુરોપમાં સૌથી વધારે મોત ઈટાલીમાં થયા છે.

આયરલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું-પ્રતિબંધો હટાવવા માટે મહિનાઓ લાગશે
આયરલેન્ડના પ્રધાનમંત્રી લિયો વેરાડકરે કહ્યુ કે દેશમાં કોરોનાને લઈને લગાવવામાં આવેલા પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવશે. તેઓએ દેશની સંસદમાં કહ્યું કે સરકાર હાલ દાવા સાથે નથી કહેતી કે પાંચ મેના રોજ પ્રતિબંધો હટી જશે. 27 માર્ચે અહીં લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. અહીં કોરોનાનો પ્રથમ કેસ ફેબ્રુઆરીમાં સામે આવ્યો હતો. આયરલેન્ડમાં 13 હજાર 271 પોઝિટિવ કેસ અને 486 લોકોના મોત થયા છે.

ચીનના વિકાસ દરમાં કોરોના પછી પ્રથમ ઘટાડો
શુક્રવારે ચીને અર્થવ્યવસ્થાના આંકડા જાહેર કર્યા છે. તેમાં વર્ષ 2020ના પ્રથમ ત્રણ માસિક 6.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 1992માં આર્થિક આંકડા જાહેર કરવાની શરૂઆત કર્યા પછી ચીનમાં આ પ્રથમ ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં હાલ એક્ટિવ કેસ 1081 છે. ચીનમાં કુલ કેસ 82 હજાર 367 અને 3342 લોકોના મોત થયા છે.

ચીનના બેઈજિંગમાં બાંધકામના સ્થળે પોતાના માસ્કને મજૂર પહેરી રહ્યો છે.

બ્રિટનમાં લોકડાઉન ત્રણ સપ્તાહ વધારાયુ
કોરોનાના સંક્રમણ રોકવા માટે બ્રિટનનમાં લોકડાઉનને ત્રણ સપ્તાહ વધારમાં આવ્યું છે.અહીં પહેલા 25 દિવસના લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. બ્રિટનમાં પોઝિટિવ કેસ એક લાખથી વધુ નોંધાયા છે અને 13 હજાર 729 લોકોના મોત થયા છે.

કયા દેશમાં આજે શું સ્થિતિ છે જે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 678,144 34,641
સ્પેન 184,948 19,315
ઈટાલી 168,941 22,170
ફ્રાન્સ 165,027 17,920
જર્મની 137,698 4,052
બ્રિટન 103,093 13,729
ચીન 82,367 3,342
ઈરાન 77,995 4,869
તુર્કી 74,193 1,643
બેલ્જિયમ 34,809 4,857
બ્રાઝીલ 30,683 1,947
કેનેડા 30,106 1,195
નેધરલેન્ડ 29,214 3,315
રશિયા 27,938 232
સ્વિત્ઝરલેન્ડ 26,732 1,281
પોર્ટુગલ 18,841 629
ઓસ્ટ્રિયા 14,476 410
ભારત 13,430 448
આયરલેન્ડ 13,271 486
ઈઝરાયલ 12,758 142
સ્વીડન 12,540 1,333
પેરુ 12,491 274
દ. કોરિયા 10,635 230
જાપાન 9,231 190
ઈઝરાયલમાં લોકો પ્રધાનમંત્રી નેતાન્યાહુ વિરોધમાં માસ્ક પહેરીને પ્રદર્શન કરી રહ્યા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને ફોટા ઉમેરવામાં આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શુક્રવારે ન્યૂ યોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેયર સ્ટેશન પર એક મહિલાએ માસ્ક પહેરેલુ જોવા મળે છે. અહીં હવે ફેસ માસ્ક પહેરવુ ફરજિયાત છે


આ તસવીર લંડનની છે. વેસ્ટમિંસ્ટર બ્રિઝ ઉપર એમ્બ્યુલન્સ કર્માચારી અને પોલીસ કર્મચારીઓએ તાળી વગાડીને સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો.


તસવીર વુહાનના સ્મશાનગૃહની છે. કર્મચારીઓ પરીવારના સભ્યોને મૃતદેહ બતાવી રહ્યા છે.

Related posts

રમઝાનમાં લોકો ધાર્મિક સ્થળે એકઠા ન થાય, ડ્રોન સર્વેલન્સમાં લોકડાઉન ભંગ ધ્યાને આવશે તો કાર્યવાહી: DGP શિવાનંદ ઝા

Amreli Live

રાજસ્થાનના રાજકારણની વેબ સિરીઝમાં કોર્ટની ધમાકેદાર એન્ટ્રી બાદ સસ્પેન્સ વધ્યુ

Amreli Live

અમદાવાદની સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરાઈ, 30થી વધુએ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live

આજે સવારે 6 વાગ્યાથી યાત્રા શરૂ, હાલ ભીડ ઘણી ઓછી;પહેલા ગર્ભગૃહથી દર્શન કરવામાં અઢી કલાકનો સમય લાગતો હતો, હવે માત્ર પાંચ મિનિટ લાગે છે

Amreli Live

વડોદરામાં 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 247એ પહોંચી

Amreli Live

રાજ્યના સૌથી નાની ઉંમરના કોરોના પેશન્ટનું મોત, જામનગરના 14 મહિનાના બાળકે દમ તોડ્યો

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live

કોરોનાના સંકટને આત્મનિર્ભર ભારતનો ટર્નિંગ પોઈન્ટ બનાવો છે, પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ- એક બીજા સાથે ઈન્ટરલિન્ક છે

Amreli Live

વધુ એક આર્મી જવાન અને IOCLના કર્મચારીને કોરોના, વધુ 7 કેસ પોઝિટિવ કેસ સાથે કુલ આંક 223

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

બોલિવિયામાં 5 દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી 400 મૃતદેહો મળ્યા, તેમાથી 85%ના મોત સંક્રમણથી થયા હોવાની શંકા

Amreli Live

એક જ દિવસમાં ઘોડાસર, કાલુપુર અને વટવાનાં ત્રણ લોકોનાં મોત, વધુ 39 પોઝિટિવ કુલ મૃતક આંક 13 થયો

Amreli Live

કહ્યું- ભારતમાં 3 કોરોના વેક્સીનનું ટેસ્ટિંગ અલગ-અલગ તબક્કામાં, દરેક ભારતીય સુધી ટૂંક સમયમાં પહોંચાડાશે

Amreli Live

અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ

Amreli Live

વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન, 3.20 લાખ લોકોને ઘર બહાર નહીં નિકળવા સલાહ

Amreli Live

રામ નામની ધૂન મંદિરો અને ઘરોમાં ગુંજી રહી છે, 4 કિમી દૂર થઈ રહેલા ભૂમિપૂજનને ટીવી પર જોશે અયોધ્યાના લોકો

Amreli Live

શાયર રાહત ઈન્દોરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેશમાં 24 કલાકમાં 53016 દર્દીઓ વધ્યા; અત્યાર સુધીમાં 22.67 લાખ કેસ

Amreli Live

તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા બાદ સીલ કરાયો, 15 ટીમો બનાવી ઘરે-ઘરે જઇને તપાસ, માસ સેમ્પલિંગ કરાશે, સેનેટાઇઝની કામગીરી શરૂ

Amreli Live