31.4 C
Amreli
22/09/2020
bhaskar-news

વિશ્વમાં કુલ 69.10 લાખ કેસઃસાઉદી અરબિયાએ જેદ્દામાં ફરી કર્ફ્યૂ લગાવ્યો, મસ્જિદોમાં નમાઝ પર પ્રતિબંધ મૂક્યોવિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 6,910,915લાખ કેસ નોંધાયા છે. જેમાં 399,807લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 3,383,483 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.સાઉદી અરેબિયાએ તાજેતરમાં પ્રતિબંધોને હળવા કર્યા બાદ ફરી એક વખત નિયમો કડક કરી દીધા છે. કોરોનાના કેસમાં ઉછાળો આવતા જેદ્દા શહેરમાં દિવસે 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત મસ્જિદોમાં નમાજ પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના 95 હજારથી વધારે કેસ આવ્યા છે.

ચીને પોતાના નાગરિકોને ઓસ્ટ્રેલિયા ન જવાની સલાહ આપી છે. ચીનના કલ્ચર એન્ડ ટૂરિઝમ મિનિસ્ટ્રીએ નાગરિકોને ચેતવણી આપી છે કે કોરોના વાઈરસના કારણે ઓસ્ટ્રેલિયામાં ચીન અને એશિયાના લોકો સામે જાતિવાદ અને હિંસા વધી છે. આ સાથે તેઓએ ઓસ્ટ્રેલિયામાં રહેતા ચીનના નાગરિકોને પણ સાવધાનીપૂર્વક રહેવાની સલાહ આપી છે.ઓસ્ટ્રેલિયામાં16 હજાર 898 કેસ નોંધાયા છે અને672 લોકોના મોત થયા છે. ચીનમાં હાલ67 એક્ટિવ કેસ છે.

નેપાળમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 323 નવા કેસ આવ્યા છે અને એક વ્યક્તિનું મોત થયુ છે. અહીં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને લીધે કુલ 3225 કેસ સામે આવ્યા છે અને 11 લોકોના મોત થયા છે.

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ
WHOના ઈમરજન્સી હેલ્થ સર્વિસ ડાયરેક્ટર માઈકલ રયાનના જણાવ્યા મુજબ કોવિડ-19નો સૌથી વધારે ખતરો જેમને છે તેમાં દક્ષિણ એશિયાના દેશ સામેલ છે. કારણ કે અહીં વસ્તી ગીચ છે. તેના કારણે વાઈરસ ફેલાવાનું જોખમ વધે છે. આ લીસ્ટમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.

અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત પછી થઈ રહેલા પ્રદર્શનથી અમેરિકામાં કોરોના સંક્રમણ વધવાનું જોખમ ઊભું થયું છે.

અમેરિકામાં પ્રદર્શનથી જોખમ
અમેરિકામાં 19 લાખ 65 હજાર 708 કેસ નોંધાયા છે, 1.11 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં 7.39 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત પછી થઈ રહેલા પ્રદર્શનથી સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ન્યૂયોર્કમાં સ્થાનિક તંત્ર ટૂંક સમયમાં એ લોકોનો સંપર્ક કરી શકે છે જે લોકો પ્રદર્શનમાં જોડાયા હોય. ગઈકાલે ગવર્નરે પણ અપીલ કરી હતી કે પ્રદર્શનમાં ભાગ લેનાર ટેસ્ટ કરાવે.

ભારત સંક્રમણમાં ઈટાલીથી આગળ નિગળી ગયું
2.36 લાખથી વધારે પોઝિટિવ કેસ સાથે ભારત સંક્રમણની દ્રષ્ટિએ ઈટાલીથી આગળ નિકળી ગયું છે. ઈટાલીમાં 2.34 લાખથી વધારે કેસ નોંધાયા છે.

વિશ્વભરમાં 24 કલાકમાં 1.18 લાખથી વધારે કેસ
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ છે છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 1 લાખ 18 હજાર 526 કેસ નોંધાયા છે અને 4288 લોકોના મોત થયા છે. યુરોપમાં 22.30 લાખ કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે ભારતમાં બે લાખથી વધારે કેસ નોંધાયા છે. પરંતુ 130 કરોડની વસ્તીને જોતા આ સંખ્યા ઘણી નાની છે.પરંતુ કેસ ડબલ થાય તેની ઝડપ ઉપર નજર રાખવી પડશે. સ્થિતિ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે. WHOએ આયુષ્માન ભારત યોજનાના વખાણ કર્યા હતા. મોદી સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત અંતર્ગત સરકારે 10 કરોડ ગરીબ પરીવારોને વર્ષમાં 5 લાખ રૂપિયાની નિ:શુલ્ક સ્વાસ્થ્ય સેવા આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

ચીલીના રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરા પોતાની કેબિનેટ મિનિસ્ટર મૈકાર્નાનુ કોણી અથડાવીને અભિવાદન કરતા નજરે પડે છે.

ચીલીમાં 4207 નવા કેસ
ચીલીમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. 24 કલાકમાં અહીં 4207 નવા કેસ નોંધાયા છે. સંક્રમિતોની સંખ્યા 1 લાખ 22 હજાર 499 થઈ ગઈ છે. 24 કલાક દરમિયાન અહીં 92 લોકોના મોત સાથે 1448 મૃત્યુઆંક પહોંચી ગયો છે.

મેક્સિકોમાં પણ મુશ્કેલ સ્થિતિ
બ્રાઝીલ, પેરુ પછી મેક્સિકોમાં પણ સ્થિતિ બગડી રહી છે. અહીં 24 કલાકમાં 4346 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 625 લોકોના મોત થયા છે. હવે અહીં 1.10 લાખથી વધારે દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. મૃત્યુઆંક 13 હજાર 170 પહોંચી ગયો છે.

સાઉદી અરબમાં ફરી સરકાર કડક થઈ
સાઉદી અરબે જાહેરાત કરી છે કે જેદ્દા શહેરમાં બપોરના 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવાશે. શનિવારથી 15 દિવસ માટે આ નિયમ લાગુ પડશે. શુક્રવારે દેશમાં 2591 નવા કેસ નોંધાયા છે. દેશમાં કુલ 95 હજાર 748 કેસ નોંધાયા છે અને 642 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 1,974,370 111,627
બ્રાઝીલ 650,504 35,139
રશિયા 458,689 5,725
સ્પેન 288,390 27,135
બ્રીટન 284,868 40,465
ભારત 243,733 6,845
ઈટાલી 234,801 33,846
પેરુ 187,400 5,162
જર્મની 185,414 8,763
તુર્કી 168,340 4,648
ઈરાન 167,156 8,134
ફ્રાન્સ 153,055 29,111
ચીલી 122,499 1,448
મેક્સિકો 110,026 13,170
સાઉદી અરેબીયા 98,869 676
કેનેડા 95,016 7,773
પાકિસ્તાન 93,983 1,935
ચીન 83,030 4,634
કતાર 67,195 51
બાંગ્લાદેશ 63,026 846
બેલ્જિયમ 58,907 9,566
નેધરલેન્ડ 47,335 6,011
બેલારુસ 47,751 263
દક્ષિણ આફ્રિકા 43,434 908

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અલ-રજહી મસ્જિદમાં નામઝ અગાઉ માસ્ક પહેરાવવામાં આવે છે


ચીનમાં કોરોના વાઈરસનું જોખમ લગભગ સમગ્ર રીતે ખતમ થઈ ગયું છે. અહીં સ્ટ્રીટ માર્કેટ ફરીથી ખૂલી ગયા છે. બેઈજિંગની દુકાનમાં સામાન લઈ રહેલી મહિલા.


તસવીર રાવલપિંડીના એક બજારની છે. WHO મુજબ કોવિડ-19નો સૌથી વધારે ખતરો જેમને છે તેમાં દક્ષિણ એશિયાના દેશ સામેલ છે.

Related posts

ગુજરાતમાં પ્રથમ રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ મળી, 1લી ઓગસ્ટ સુધીની મુદત અપાઈ

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

અત્યાર સુધીમાં 69 હજાર મોત: લીબિયાના પૂર્વ વડાપ્રધાનનું ઈન્ફેક્શનથી મોત, બ્રિટનનાં મહારાણીએ કહ્યું- દેશ વિશ્વાસ રાખે, સારો સમય આવશે

Amreli Live

10 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે 64% દર્દીઓ સાજા થયા; દરરોજ 40 હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે

Amreli Live

શ્યામલ પાસેના સચિન ટાવરમાં 55 નહીં કોરોનાના 12 કેસઃ 8 રિકવર, 4 એક્ટિવ

Amreli Live

કોરોના વાઈરસના વધુ 4 પોઝિટવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ 139 થયા, મૃતક યુવાનના પરિવાર અને સારવાર કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live

SVP હોસ્પિટલમાં કોરોનામાંથી સાજા થયેલા વલય શાહે દર્દીને અપાતી સારવાર અને સગવડોની વિગતો શેર કરી

Amreli Live

અત્યાર સુધીમાં 76 લાખથી વધુ સંક્રમિત, આ પૈકી 52% કેસ ટોપ-5 દેશમાંથી;અમેરિકામાં સૌથી વધુ દર્દી

Amreli Live

જાણીતા ગુજરાતી બિઝનેસમેન રિઝવાન આડતિયાનું આફ્રિકામાં અપહરણ, જંગલમાંથી કાર રેઢી મળી આવી

Amreli Live

8મીથી અંબાજી મંદિરનાં દ્વાર દર્શન માટે ખૂલશે પણ ભક્તોને પ્રસાદ નહીં અપાય, આરતીમાં પ્રવેશ નહીં

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

સોનિયાએ મોદીને કહ્યું – નાના ઉદ્યોગોને રોજના 30 હજારનું નુકસાન, 1 લાખ કરોડનું રાહત પેકેજ આપો

Amreli Live

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live

રાજકોટમાં 7 દિવસ બાદ આજે જંગલેશ્વરના 41 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા પૂર્વ મેયર સેલ્ફ ક્વોરન્ટીન થયા

Amreli Live

હવે દિલ્હીમાં દર્દીઓને 5 દિવસ ક્વોરેન્ટીન સેન્ટરમાં નહીં રહેવું પડે, મેડિકલ તપાસના આધારે નિર્ણય થશે, દેશમાં કુલ 3.96 લાખ કેસ

Amreli Live