30.3 C
Amreli
24/09/2020
bhaskar-news

વિશ્વમાં કુલ મૃત્યુઆંક 51,000ને પાર ,કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક, સ્પેનમાં 709 લોકોએ જીવ ગુમાવ્યો, જર્મનીમાં મૃત્યુઆંક 10 હજાર થયો



વિશ્વભરમાં કોરોના વાઈરસની મૃત્યું પામનારની સંખ્યા 51હજારને પાર થઈ ગઈ છે. કુલ મૃત્યુઆંક 51285 થયો છે.જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા પણ 10,00,000 નજીક પહોંચી ગઈ છે. કુલ સંક્રમિતોની સંખ્યા 9,98,951 થઈ છે.સારી વાત એ છે કે અત્યાર સુધીમાં આરોગ્ય સારું થવાથી 2,10,195લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે. જર્મનીમાં આજે વધુ 5894 સંક્રમણના કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યાની દ્રષ્ટિએ ચીનથી આગળ નિકળી ગયું છે. જર્મનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 83,875 થઈ છે.આ સાથે અમેરિકા, ઈટાલી, સ્પેન, જર્મની જેવા દેશો કુલ સંક્રમિતોની સંખ્યામાં ચીનથી આગળ નિકળી ગયા છે. જ્યારે કુલ મૃત્યુઆંકની દ્રષ્ટિએ અમેરિકા, ઈટાલી અને સ્પેન ચીનથી આગળ છે. સ્પેનમાં આજે વધુ 709 લોકોના મોત થતા કુલ મૉત્યુઆક 10,000ને પાર થઈ ગયો હતો. કુલ સંક્રમિતોની સંખ્યા 6,120 વધી 1,10,238 થઈ છે. ફ્રાસમાં વધુ 471 લોકોના મોત થતા 4,503 થઈ છે. કુલ સંક્રમિતોની સંખ્યા 2,116 વધી 59,105 થઈ છે. અમેરિકામાં કોરોનાની સાથે બેરોજગારીની સ્થિતિ ગંભીર બની રહી છે. અત્યાર સુધીમાં અમેરિકામાં આશરે એક કરોડ લોકો બેરોજગારી ભથ્થા માટે અરજી કરી ચુક્યા છે.

કોરોના વાઈરસને લીધે સ્પેનમાં મૃતકોની સંખ્યા 10 હજારને પાર થઈ ગઈ છે. તેની અર્થતંત્ર પર પણ અસર જોવા મળે છે. માર્ચ મહિનામાં સામાજીક સુરક્ષા સ્કીમ સાથે જોડાયેલા 8 લાખ કરતા વધારે કામદારો આ સ્કીમથી બહાર થઈ ગયા છે. આધુનિક ઈતિહાસમાં કોઈ એક મહિનામાં આ સૌથી મોટો ઘટાડો છે. દેશમાં લોકોની સામાજીક સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની શરૂઆત વર્ષ 1883માં બનેલી સમિતિથી થઈ હતી. વીસમી સદીમાાં અનેક વખત તેમા ફેરફાર કરવામાં આવ્યા અને છેવટે વર્ષ 1978માં દેશના કાયદામાં સુધારો કરવામાં આવતા અનુચ્છેદ 41 અંતર્ગત નાગરિકોને સામાજીક સુરક્ષા અધિકાર આપવામાં આવ્યો હતો. તેમા કહેવામાં આવ્યું હતું કે સરકારી એજન્સીઓ તમામ નાગરિકોને સામાજીક સુરક્ષા આપશે. દરમિયાન કોવિડ-19ને લીધે વિશ્વભરમાં કોરોના વાઈરસને લીધે કુલ મૃતકોની સંખ્યા 50,000ને પાર થઈ છે. બીજી બાજુવિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું છે કે યુરોપમાં કુલ મૃતકો પૈકી 95 ટકા 60 વર્ષથી ઉપરની વયના છે.

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ દુતેર્તેએ ક્વોરન્ટિન દરમિયાન હિંસક પ્રદર્શન કરનાર લોકોને ગોળી મારવાનો આદેશ આપ્યો
ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ દુતેર્તેએ ક્વોરન્ટિન દરમિયાન હિંસક પ્રદર્શન કરનાર લોકોને ગોળી મારવાનો આદેશ આપ્યો છે. મેટ્રો મનીલામાં ભોજન વિતરણ દરમિયાન પ્રદર્શનકારીઓ બેકાબૂ થઈ ગયા હતા.ત્યાર પછી રાષ્ટ્રપતિએ આ આદેશ આપ્યો હતો. દુતેર્તેએ કહ્યું હતું કે પોલીસ અને સેનાને મેં આદેશ આપ્યો છે કે કોઈ મુશ્કેલી ઊભી કરે છે અને જીવનું જોખમ ઊભુ કરે છે તેઓને ગોળી મારી દો. કોઈ સ્વાસ્થ્ય કર્મચારીઓને નુકસાન ન પહોંચાડવાની પણ તેઓએ અપીલ કરી.

આ તસવીર ન્યૂયોર્કની છે, અહીં 1300થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમેરિકામાં કોરોનાના 2,36,221 કેસ નોંધાયા છે.મૃત્યુઆંક 5780એ પહોંચ્યો છે. ઈટાલીમાં 1,15,242 કેસ નોંધાયા છે, જ્યારે અહીં 13915 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં 110,238કેસ નોંધાયા છે, જ્યારે અહીં 10,096 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઈઝરાયલમાં 25 ટકા લોકોએ નોકરી ગુમાવી
ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રીના પત્ની કોરોના વાઈરસથી સંક્રમિત થચા છે. કોરોના વાઈરસના કારણે સરકારે લગાવેલા પ્રતિબંધોના કારણે ઈઝરાયલમાં 25 ટકા લોકોએ નોકરી ગુમાવી છે. માર્ચની શરૂઆતમાં 8 લાખ 43 હજાર 945 નવા બેરોજગાર લોકોએ નોંધણી કરાવવાની સાથે કુલ બેરોજગાર 10 લાખ 4 હજાર 316 થઈ ગઈ છે. ઈઝરાયલ સરકારે કોરોના સામે લડવા માટે 22.5 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી છે. ઈઝરાયલમાં કોરોનાના 6808 કેસ નોંધાયા છે અને 34 લોકોના મોત થયા છે,.

જેરુશલેમમાં કોરોના વાઈરસથી મરનાર વ્યક્તિને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ, અત્યાર સુધીમાં અહીં 26 લોકોના મોત થયા છે.

નેધરલેન્ડમાં 24 કલાકમાં 166 લોકોના મોત
નેધરલેન્ડમાં છેલ્લા 24 કલાકમા 166 લોકોએ કોરોના મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. કુલ મૃત્યુઆંક 1,339 થયો છે.1090 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસ 14697થયા છે.

વેન્ટિલેટર, માસ્ક સહિત 60 ટન મેડીકલ સામાન લઈને રશિયાનું કાર્ગો પ્લેન અમેરિકા પહોંચ્યું

કોરોના વાઈરસની મહામારી સામે લડવા માટે રશિયા અમેરિકાની મદદે આવ્યું છે. વેન્ટિલેટર, માસ્ક સહિત 60 ટન મેડીકલ સામાન લઈને રશિયાનું કાર્ગો પ્લેન અમેરિકા પહોંચી ગયું છે. વ્હાઈટ હાઉસે એવી આશંકા વ્યક્ત કરી છે કે આગામી પંદર દિવસમાં બે લાખથી વધારે અમેરિકાના નાગરિકો જીવ ગુમાવશે. અમેરિકામાં કોરોના કેસ અને મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યા છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા અમેરિકા 215215 થઈ ગઈ છે જ્યારે 5110 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઈટાલીના મિલાન શહેરમાં સુપર માર્કેટમાં જવા માટે લોકો લાઈનમાં ઊભા છે, વિશ્વમાં સૌથી વધારે લોકો ઈટાલીમાં મર્યા છે.

પાકિસ્તાને બે સપ્તાહ લોકડાઉન વધાર્યુ
કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે બે સપ્તાહ એટલે કે 14 એપ્રિલ સુધી લોકડાઉનના સમયગાળાને લંબાવી દીધો છે. પાકિસ્તાનમાં 2238 કેસ નોંધાયા છે અને 31 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ભારતમાં ફસાયેલા પોતાના નાગરિકોને અમેરિકાએ એરલિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છું. ભારતમાં 21 દિવસનું લોકડાઉન ચાલું છે. અમેરિકાના રાજદૂતે કહ્યું છે કે ભારત સરકારે અમારા આ મિશનમાં પુરતો સહયોગ કર્યો છે. અમેરિકા 60થી વધારે દેશોમાં 250 પ્લેનની મદદથી પોતાના 30 હજારથી વધારે નાગરિકોને એરલિફ્ટ કરી ચૂક્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ બુધવારે કહ્યું હતું કે અમુક દિવસોમાં વિશ્વભરમાં સંક્રમણના કેસ 10 લાખથી વધી જશે અને મૃત્યુઆંક 50 હજારે પહોંચી જશે. ડબલ્યુએચઓના પ્રમુખે કહ્યું કે અમુક મહિના પહેલા લોકો કોરોના વાઈરસથી અજાણ હતા. વાઈરસે વિશ્વના તમામ વિસ્તારને પ્રભાવિત કર્યો છે. છેલ્લા પાંચ મહિનામાં સંક્રમણના વિશ્વના તમામ દેશમાં ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા સપ્તાહની તુલનામાં મૃતકોની સંખ્યા બે ગણી થઈ ગઈ છે.

અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં એકપણ મોત નહીં

અમેરિકાના 50 રાજ્યમાં માત્ર વ્યોમિંગ જે એવું રાજ્ય છે, જ્યા કોરોના વાઈરસથી એકપણ મોત થયું નથી. અહીં માત્ર 137 પોઝિટિવ કેસ છે. અમેરિકામાં ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે. અહીં સંક્રમિતોની સંખ્યા 83 હજાર 712 છે અને 1941 લોકોના મોત થયા છે. અમેરિકાના સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેબોરાહ બ્રિક્સે કહ્યું કે કોરોના વાઈરસના એન્ટિબોડી ટેસ્ટ આ મહિને થઈ શકે છે. તેમણે દરેક રાજ્યને એલિસાને બનાવવાની અપીલ કરી છે. એલીસા લોહી અને એન્ટિબોડીની તપાસ કરે છે. ફ્લોરીડામાં સંક્રમિતોની સંખ્યા સાત હજારથી વધારે થઈ ગઈ છે. અહીં લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈ હોસ્પિટલના એમ્બ્યુલન્સ કર્મચારીઓ સાફ-સફાઈ કરી રહ્યા છે. ન્યૂયોર્ક અમેરિકાનું સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે.

કોરોનાના કારણે ઘણી ઘરેલુ ઉડાન રદ્દ થઈ શકે છે: ટ્રમ્પ
કોરોનાને લઈને વ્હાઈટ હાઉસના બ્રિફિંગમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે દેશમાં ઘણા ઘરેલુ પ્લેન સેવા અને ટ્રેન સેવા રદ્દ કરવામાં આવી શકે છે. હું જોઈ રહ્યો છું કે અમુક વિમાનો કોરોના પ્રભાવિત શહેરોમાં જઈ રહ્યા છે, જે મને પસંદ નથી. જોકે હું તમામ ઘરેલુ ઉડાન રદ્દ કરવાના સમર્થનમાં નથી. પરંતુ ઝડપથી કોઈને કોઈ નિર્ણય લેવામાં આવશે. જે શહેર વધારે પ્રભાવિત છે ત્યા અવર-જવરનો પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. ચીનના સત્તાવાર આંકડા ઉપર શંકા વ્યક્ત કરતા તેણે કહ્યું હતું કે ચીનનો આંકડો સાચો લાગતો નથી. તેમણે એમ પણ કહ્યું કે બેઈજિંગ સાથે અમારે સારો સંબંધ છે.

  • અમેરિકાના કનેક્ટિકમાં કોરોના વાઈરસથી છ સપ્તાહની બાળકીનું મોત થયું છે. ગવર્નર નેડ લેમોન્ટે ટ્વિટ કરી કહ્યું કે ગત રાત્રે બાળકી પોઝિટિવ હોવાની જાણકારી મળી હતી. આ ખૂબ જ દુખદ છે.
  • ન્યૂયોર્કના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું કે એપ્રિલમાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. પાંચ એપ્રિલ પછી સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી શકે છે. અહીં 1374 લોકના મોત થયા છે.
દેશ કેસ મોત
અમેરિકા 236,221 5,780
ઈટાલી 115,242 13,915
સ્પેન 110238 10003
ચીન 81,589 4,503
જર્મની 83,875 1,066
ફ્રાન્સ 59,105 4,503
ઈરાન 50,468 3,160
બ્રિટન 33,718 2,921
સ્વિત્ઝરલેન્ડ 18,475 522
તુર્કી 18,135 356
બેલ્જિયમ 13964 828
નેધરલેન્ડ 13614 1173
ઓસ્ટ્રિયા

10711

146
દ.કોરિયા 9976 169
કેનેડા 9731 129
પોર્ટુગલ

8251

187
બ્રાઝીલ 6931 244
ઈઝરાયલ 6,808 34
ઓસ્ટ્રેલિયા 5106 23
સ્વિડન 4947 239
નોર્વે 4877 44
આયર્લેન્ડ 3447 85
ડેનમાર્ક 3107 104
ભારત 2,341 68
સ્પેનમાં હોક્ટરોના માનમાં તાળીઓ પાડતા લોકો. સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા એક લાખથી વધુ છે અને અહીં મૃત્યુઆંક 10 હજારે પહોંચવા આવ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું એક પોસ્ટર નજરે પડે છે. તેમા કોરોનાથી સર્જાયેલી સંકટની ઘડીમાં અમે તમારી સાથે છીએ તેમ કહેતા દર્શાવાયા છે


લંડનમાં સ્વયંસેવકો લોકોને જરૂરી સામાન અને જમવાનું આપી રહ્યા છે.


આ તસવીર ફિલિપાઈન્સની રાજધાની મનીલાની છે. અહીં સુપરમાર્કેટમાં જવા માટે લોકો લાઈનમાં ઊભા છે.


In the Netherlands, 134 died in 24 hours, 25 percent of Israelis lost jobs in Israel

Related posts

25.57 લાખ કેસ, 1.78 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- અમેરિકામમાં 60 દિવસ સુધી ઈમિગ્રેશન ઉપર પ્રતિબંધ

Amreli Live

કોરોનાની તપાસ હવે અવાજથી થશે, વોઈસ સેમ્પલ દ્વારા તપાસ કરાવવાની તૈયારીમાં મહારાષ્ટ્ર સરકાર

Amreli Live

મુંબઈ અને પુણેના કન્ટેન્મેન્ટ ઝોનમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરે છે

Amreli Live

મોડી રાતે કોરોનાના શંકાસ્પદ દર્દીના મોતથી તંત્ર દોડતું થયું, રિપોર્ટ આવવાનો બાકી, પરિવારને કોરોનાના નિયમ મુજબ અંતિમ વિધિ કરવા સૂચના

Amreli Live

કુલ 3.60 લાખ કેસઃ UPમાં એક દિવસમાં સૌથી વધારે 583 દર્દી મળ્યા, તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

21.52 લાખ કેસઃ સતત ત્રીજા દિવસે 60 હજારથી વધુ દર્દી વધ્યા, પરંતુ સારા સમાચાર તો એ છે કે ત્રણ દિવસથી 50 હજારથી વધુ દર્દી સાજા પણ થયા

Amreli Live

ચીનના તકવાદી વલણને રોકવા ભારતે FDI પોલિસીમાં ફેરફાર કર્યો, રાહુલ ગાંધીએ કહ્યું- સૂચન સ્વીકારવા બદલ સરકારનો આભાર

Amreli Live

લોકડાઉન પુરું થતા પહેલાં 14 એપ્રિલે મોદી ચોથી વખત દેશને સંબોધિત કરે તેવી શકયતા, કાલે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે

Amreli Live

અત્યાર સુધી 10,586 કેસઃ માત્ર 4 રાજ્યોમાં જ અડધા કરતા વધું દર્દી, સંક્રમણ 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયું

Amreli Live

અત્યાર સુધી 24,427 કેસ,મૃત્યુઆંક 779: 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1752 કેસ આવ્યા; રિકવરી રેટ 20.57 ટકા રહ્યો

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 28/03/2020 ને સાંજે 7.45 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

ગંગોત્રીના દર્શન માટે દેવસ્થાનમ્ બોર્ડનું રજિસ્ટ્રેશન શરૂ, સમિતિને ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાની મંજૂરી નથી

Amreli Live

કોરોના વોરિયર તરીકે સન્માન થાય તે અગાઉ જ માંડવીના નાયબ મામલતદારનું પતિ સાથે એક્સિડન્ટમાં મોત

Amreli Live

બ્રિટનમાં 24 કલાકમાં 813ના મોત; કોરોનામાંથી સાજા થયેલા PM જોનસન આવતીકાલે ઓફિસ જોઈન કરશે

Amreli Live

જામનગરમાં 22 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 162

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: નેવી ચીફે કહ્યું- લોકડાઉનના કારણે ખાડી દેશમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે 14 જંગી જહાજ તૈયાર

Amreli Live

કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશઃ કહેનાર રત્નકલાકારનું સ્મીમેરમાં કોરોનાથી મોત

Amreli Live