25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 1.83 લાખ કેસ નોંધાયા, 50 હજાર દર્દીઓના મોત

કોરોના વાયરસ સામે લડવા માટે જરૂરી વૈશ્વિક એકજૂથતા અને વૈશ્વિક નેતૃત્વની ઉણપ તે સૌથી મોટો ખતરો છે, તેમ સોમવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ધેબ્રેયેસસે કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, મહામારીના રાજકીયકરણથી તે વધારે ખરાબ થઈ ગયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સતત આલોચનાનો સામનો કરી રહેલા ટેડ્રોસનું નિવેદન તેવા સમયે સામે આવ્યું છે, જ્યારે બ્રાઝિલ, ઈરાક, ભારત અને દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. દુબઈમાં યોજાયેલી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ટેડ્રોસે કહ્યું કે, દુનિયામાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 10 લાખ સુધી પહોંચવામાં 3 મહિનાનો સમય લાગ્યો, જ્યારે અન્ય 10 લાખ કેસ માત્ર છેલ્લા 8 દિવસમાં નોંધાયા.

ટેડ્રોસે ક્યારેય પણ ટ્રમ્પનું નામ લીધું નથી પરંતુ તેમણે મહામારી મામલે રાજનીતિકરણ ન કરવાની ચેતવણી આપી છે. ‘કોરોના વાયરસ સામે લડવા માટે હાલ વૈશ્વિક એકજૂથતા અને વૈશ્વિક નેતૃત્વની જરૂર છે. મહામારીમાં રાજનીતિકરણ કરવાથી સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે’. ટેડ્રોસે કહ્યું કે, ‘હાલ આપણે કોરોના વાયરસના ખતરા સિવાય વૈશ્વિક નેતૃત્વની કમીનો પણ સામનો કરી રહ્યા છીએ. વિભાજિત દુનિયાથી કોરોના વાયરસને હરાવી શકાય નહીં’.

ટ્રમ્પે મહામારીની શરૂઆતમાં WHO યોગ્ય પગલા ન ઉઠાવતું હોવાની કહીને તેની નિંદા કરી હતી અને તેમણે કહ્યું હતું કે, તે ચીનની વધારે પ્રશંસા કરે છે.

વૈશ્વિક સ્તરે કોરોના વાયરસના સૌથી વધારે કેસ રવિવારે 1,83,200 નોંધાયા હતા. આ પહેલા 18મી જૂને 1,81,232 નવા કેસ નોંધાયા હતા. જોહ્ન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ દુનિયામાં અત્યારસુધીમાં 90 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જેમાંથી 4,68,000ના મોત થયા છે. જે રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે તેમાંથી સૌથી વધારે ઉત્તર-દક્ષિણ અમેરિકાના છે. અમેરિકા બાદ બ્રાઝિલ દુનિયામાં કોરોનાનું બીજું હોટસ્પોટ છે. રવિવારના મૃત્યુઆંકની વાત કરીએ તો, તે દિવસે 50 હજાર દર્દીઓ મોતને ભેટ્યા હતા.

દુનિયાભરની લેબોરેટીઓ કોવિડ 19ની રસી શોધવામાં લાગી રહી છે, તો બીજી તરફ એ ચર્ચા પણ છેડાઈ છે કે જો રસી મળી ગઈ તો તેની વહેંચણી યોગ્ય રીતે થશે ખરી?. કોવિડ-19 માટે WHOના સ્પેશિયલ એન્વોય ડો. ડેવિડ નબારોએ (Dr.david nabarro)કહ્યું કે, તેમનું માનવું છે કે, જ્યાં સુધી દુનિયાની દરેક વ્યક્તિને રસી મળી જાય ત્યાં સુધી કોરોના અઢી વર્ષ સુધી રહેશે’. તેમણે વધુમાં કહ્યું કે, ‘જો હું આ બાબતે ખોટો પડું તો મને વધારે ગમશે’.

અમેરિકાના અધિકારીઓએ હાલમાં જ એક દિવસમાં કોરોનાના નવા 30 હજાર કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું. એકસમયે એપિસેન્ટર રહેલા ન્યૂયોર્ક માટે સોમવારનો દિવસ વધારે મહત્વનો હતો કારણ કે આ દિવસે કોરોનાના લઈને લાગુ કરાયેલા પ્રતિબંધો દૂર કરાયા હતા. જેમાં ઓફિસો ફરી શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે.

ચીન અને દક્ષિણ કોરિયામાં સંક્રણનો દર ઓછો થઈ ગયો છે. દક્ષિણ કોરિયાએ પ્રથમ વખત પુષ્ટિ કરી હતી કે, તેઓ કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેરની વચ્ચે છે અને 17 નવા કેસ નોંધાયા છે. પહેલી વખત લગભગ એક મહિનામાં તેમનો દૈનિક વધારો 20થી નીચે આવી ગયો છે. બીજિંગમાં પણ છેલ્લા 8 દિવસમાં પ્રથમ વખત સિંગર ડિજિટમાં કેસ નોંધાયા છે.

UNAIDS એજન્સીએ ચેતવણી આપી હતી કે, મહામારી AIDSના ડ્રગના પુરવઠાને જોખમમાં મૂકી શકે છે.


Source: iamgujarat.com

Related posts

મંદિરમાં જ ફર્યા ત્રણેય રથ, જય રણછોડના નારાથી ગૂંજ્યું જગન્નાથ મંદિર

Amreli Live

40 રોટલી, 80 લિટ્ટી, 10 પ્લેટ ભાત, પોતે જ કોરેન્ટાઈન સેંટરનું દેવાળું ફૂંકી રહ્યો છે આ યુવક.

Amreli Live

કોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત

Amreli Live

ફરી લોકડાઉન તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો આપી રહ્યા છે સંકેત

Amreli Live

કોરોના: લિકર પરમીટના રિન્યૂઅલ માટે હેલ્થ ચેક-અપ કરાવવા સિવિલમાં જતા ડરે છે પરમીટ ધારકો

Amreli Live

કરિશ્મા કપૂરની 46મી બર્થ ડે પર કરિનાએ કહી ખાસ વાત, રિદ્ધિમા કપૂરે પણ પાઠવી શુભકામના

Amreli Live

19 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ યંત્રની પૂજા કરવાથી જીવનમાં આવશે સુખ-શાંતિ

Amreli Live

કોરોના વાયરસના કેસ વધતાં ઓછી માહિતી આપી રહી છે કેન્દ્ર અને કેટલાક રાજ્યોની સરકારો

Amreli Live

ઊંઝામાં 20 જુલાઈથી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન, ફક્ત આ સેવાઓ ચાલુ રહેશે

Amreli Live

‘દિયા ઔર બાતી હમ’ની એક્ટ્રેસની માતાને કોરોના, હોસ્પિટલમાં દાખલ ન કરતાં કેજરીવાલની માગી મદદ

Amreli Live

પુરીની રથયાત્રા પર સુપ્રીમનો પ્રતિબંધ, અમદાવાદની રથયાત્રા સામે પણ HCમાં PIL

Amreli Live

રિતિક રોશનની ‘ક્રિશ 4’માં વધુ ખતરનાક હશે વિલન, શાહરુખની કંપની કરશે VFXનું કામ

Amreli Live

સુહાગ રાતના બીજા જ દિવસે પતિનું મૃત્યુ, કોરોના વાયરસથી મોત થયું હોવાની શંકા

Amreli Live

શું ગ્લવ્સ પહેરીને લખવાથી હેન્ડ રાઈટીંગ અને માસ્ક પહેરવાથી અવાજ પર અસર પડે?

Amreli Live

રિલિફ રોડ પરના ચાઈના માર્કેટ સામે કરણી સેનાનું વિરોધ પ્રદર્શન, રસ્તા પર ચક્કાજામ

Amreli Live

ચીન અને નેપાળ બાદ આ ટચૂકડા પાડોશી દેશે વધારી ભારતની ચિંતા

Amreli Live

મણિનગરઃ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક

Amreli Live

આપણી સરહદમાં નથી ઘૂસ્યું ચીન, જવાનોએ તેમને બરાબરનો પાઠ ભણાવ્યોઃ વડાપ્રધાન મોદી

Amreli Live

23 જુલાઈનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

આ એક્ટરને ‘આત્મનિર્ભર’ બનવાનું ભારે પડ્યું,જાતે હેર કટ કરતાં થઈ ગયો ‘ટકો’

Amreli Live

સુરતઃ ‘કોરોના વોરિયર્સ’ પર વધી રહ્યું છે જોખમ, વધુ 10 ડોક્ટર્સ સંક્રમિત

Amreli Live