26.8 C
Amreli
05/08/2020
bhaskar-news

વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવાયેલા માંજરેકરે કહ્યું- મને પેનલમાં લઈ લો હું guidelineનું પાલન કરીશભૂતપુર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ને ફરી તેમની કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવા વિનંતી કરી છે. આ માટે તેમણે BCCIને એક ઈમેલ પણ મોકલ્યો છે. જેમા તેમણે કહ્યું છે કે તેઓ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે કામ કરશે.

તેમણે બોર્ડને IPL 2020ની કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવા માટે વિનંતી કરી છે. સંજય માંજરેકરને આ વર્ષે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે સિરિઝ અગાઉ કોમેન્ટ્રી બોર્ડમાંથી હટાવ્યા હતા. જોકે, કોરોના મહામારીને લીધે આ સિરીઝ શક્ય બની ન હતી.

બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે કામ કરવામાં મને ખુશી થશેઃ માંજરેકર
અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે બોર્ડને પાઠવવામાં આવેલા ઈમેલમાં માંજરેકરે લખ્યુ છે કે આદરણિય અપેક્સ કાઉન્સિલના મેમ્બર્સ, હું આશા કરું છું કે આપ સૌ કૂશળ હશો. મે અગાઉ પણ એક ઈમેલ કર્યો હતો, જેમાં મે કોમેન્ટેટર તરીકે મારી ભૂમિકા અંગે કહ્યું હતું. હવે જ્યારે IPLની તારીખ જાહેર થઈ છે અને BCCI ટીવી કોમેન્ટ્રી માટે સિલેક્શન કરશે. મને BCCIની ગાઈડલાઈન પ્રમાણે કામ કરતા ખુશી થશે. અગાઉ આ અંગે ચિત્ર વધુ સ્પષ્ટ ન હતું.

જાડેજાની રમત અંગે ટિપ્પણી કરી હતી
ગયા વર્ષે ઈગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વનડે વિશ્વ કપ સમયે સંજયે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ટીકા કરી હતી. તેમણે જાડેજાને ટૂકડે- ટૂકડે પ્રદર્શન કરનાર ખેલાડી તરીકે ગણાવ્યો હતો. જેના જવાબમાં જાડેજાએ કહ્યું હતું કે હું તમારી તુલનામાં બમણી મેચ રમ્યો છું અને હજુ પણ રમી રહ્યો છું. જે લોકોએ કંઈક હાંસલ કર્યું છે તેનુ સન્માન કરતા શીખો.

હર્ષા ભોગલે અંગે પણ ટિપ્પણી કરી હતી
આ એકમાત્ર ઘટના ન હતી કે જેમાં માંજરેકરે તેમના નિવેદનથી વિવાદ ઉભો કર્યો હતો. તેમણે ગત વર્ષ કોલકાતામાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે પિંક બોલથી રમાયેલી મેચ સમયે સાથી કોમેન્ટેટર હર્ષા ભોગલે અંગે પણ ટિપ્પણી કરી હતી. તે સમયે તેમણે કહ્યુ હતું કે તમે ક્રિકેટ રમ્યા નથી, ફક્ત ક્રિકેટ રમનાર અંગે મેદાન પર ચાલતી ચીજો અંગે જ વાત કરી શકો છો.

ગાંગુલી અને જય શાહ માંજરેકર અંગે નિર્ણય કરશે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે એક બોર્ડ ઓફિશિયલે કહ્યું છે કે આ વિવાદનો હવે અંત આવવો જોઈએ અને માંજરેકરે માફ કરવો જોઈએ. તેમણે જાડેજા અંગે જે નિવેદન આપ્યુ હતું કે અંગે માફી માંગી વિવાદનો અંત લાવ્યા છે. તેમણે વચન આપ્યુ છે કે તે બોર્ડની ગાઈડલાઈનનું સંપૂર્ણપાલન કરશે. તે એક સારા ક્રિકેટર છે અને ક્રિકેટ વિશે ઘણી જાણકારી ધરાવે છે. હવે આ અંગે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ આ અંગે નિર્ણય લેશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સંજય માંજરેકરે કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવા BCCIને વિનંતી કરી છે (ફાઈલ ફોટો)

Related posts

સુરતની અભિનેત્રીને ઇરફાને કહેલું, મને લોચો ખાવાની ઇચ્છા છે હું એક દિવસ સુરત ચોક્કસ આવીશ

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર ડ્રગની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

અત્યાર સુધી 27,964, મૃત્યુઆંક 884: તેલંગાણા 1000નો આંકડો પાર કરનારું 9મું રાજ્ય, 9 રાજ્યોમાં જ 88% દર્દી

Amreli Live

10.77 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 37,407 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 3 લાખને પાર

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસમાંથી 80 ટકા અમદાવાદના હતા, ગઈકાલે 60 ટકા થયા

Amreli Live

સુરતમાં HIV પીડિત યુવકે CISFના જવાનના હાથની આંગળીમાં બચકું ભરી લીધું

Amreli Live

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

Amreli Live

વડોદરા શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને 12 પોલીસ જવાન કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં કુલ 16 પોલીસ જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Amreli Live

રાજ્યના ગ્રીન ઝોનમાં એસટી બસોને 30 મુસાફરોના વહન સાથે છૂટ, ઓરેન્જ-ગ્રીનઝોનમાં હેર સલૂન અને ટી સ્ટોલ ખુલી શકશે

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

અમરેલીમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 1, જસદણમાં 2, બોટાદમાં 2 અને ઉનામાં 1 કેસ પોઝિટિવ, રાજકોટ-બોટાદમાં 1-1નું મોત

Amreli Live

કોરોના વાઈરસના વધુ 4 પોઝિટવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ 139 થયા, મૃતક યુવાનના પરિવાર અને સારવાર કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

દર બે કલાકે એક મોત, શહેરમાં કોરોનાના વધુ 128 કેસ, કુલ પોઝિટિવ કેસ 1501, મૃત્યુઆંક 62 થયો

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

37,262 કેસ, મૃત્યુઆંક-1,223: મહારાષ્ટ્રથી 347 મજૂરોને લઈને સ્પેશ્યલ ટ્રેન ભોપાલ પહોંચી,પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન માટે રવાના

Amreli Live

અત્યાર સુધી 27890 કેસઃ દિલ્હીમાં 3 હોસ્પિટલોના ડૉક્ટર સહિત 74 લોકોનો સ્ટાફ પોઝિટિવ, એઇમ્સની નર્સને કારણે એના 2 બાળકો સંક્રમિત થયાં

Amreli Live

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

Amreli Live

દેશમાં કોરોનાના 10 હજાર કેસ માત્ર અમદાવાદ અને મુંબઈમાં, ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા

Amreli Live