24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતાઅમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના પૂર્વ નેતા અને હાલ બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને કારણે મોત થયું છે. છેલ્લા 6 દિવસથી તેઓ SVP હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા.

જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને કોરોના વાઇરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવા આવ્યા છે. ત્યારે આવતીકાલે તેમને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. મહત્વનું છે કે, ગત અઠવાડિયે ઇમરાન ખેડાવાલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે સારવાર બાદ આજે રિપોર્ટ નેગેટિવ આવતા તેઓના પ્રશંસકોમાં ખુશી છવાઈ ગઈ છે.

દર દોઢ કલાકે એકનું મોત

છેલ્લા 24 કલાકમાં શહેરમાં178 નવા કેસ અને 18 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ 2181 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 104 થયો છે. છેલ્લા 24 કલાકમાં જ 18 દર્દીના મોત થતા મોતનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં દર દોઢ કલાકે 1 દર્દી મોતને ભેટ્યો છે. આ ઉપરાંત આજે 25 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં 9 પુરુષ અને 16 મહિલા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 140 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે.

26 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

હાલ ડબલિંગ રેટ 8 દિવસનો,રિકવરી રેટ 4થી 5 ટકાથી વધીને 10 ટકાથી વધુ

આ પહેલા બપોરેશહેરમાં કોરોનાની સ્થિતિ અને વ્યવસ્થા અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે,ગઈકાલથી આજ સુધી 49 દર્દી ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 193 દર્દી સાજા થયા છે. તેમજ શહેરના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત 3 મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે. વેપારી એસોસિયેશને સામેથી જ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ નિર્ણય બદલહું તેમને બિરદાવવા માગું છું. વેપારી એસોસિયેશન સાથેની ચર્ચા વિચારણા બાદ હવે આજે ખુલેલી દુકાનો પણ 3 મે સુધી બંધ રાખવામાં આવશે.

એક સમયે સરખી ચાલતી રિકવરીની સંખ્યા મૃત્યુ કરતા ડબલ થઈઃ વિજય નેહરા

વિજય નેહરાએ આગળ કહ્યું કે, શહેરમાં 18 એપ્રિલે 243 કેસ સામે હતા ત્યાર બાદ 234, 257, 228 થયા હતા. થોડા દિવસ પહેલા 4 દિવસે ડબલિંગ રેટ હતો જે આપણા તમામના પ્રયાસોથી 8 દિવસનો થયો છે. તેમજ રિકવરી રેટ 4થી 5 ટકાથીવધી 10 ટકાથી વધુ થયો છે. જ્યારે એક સમયે રિકવરી અને મૃત્યુઆંક સરખા હતા. પરંતુ હવે રિકવરીની સંખ્યા મૃત્યુ કરતા ડબલ થઈ ગઈ છે. હોટલ ફર્નમાંરૂ.3500ના દૈનિક ખર્ચ થશે જ્યારે અન્ય એક હોટલ સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. જેમાં સંપન્ન લોકો દરરોજ રૂ.3500ના ખર્ચ સાથે આઈસોલેશનમાં રહીશકશે.

નરોડામાં નિર્માણાધીન હોસ્પિ. ઉપયોગમાં લેવાશે
નરોડામાં એક ખાનગી હોસ્પિટલ બની રહી હતી, આ નિર્માણાધીન હોસ્પિટલનો ઉપયોગ શરૂ થયો ન હોવાથી કોવિડ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરવા ઓફર કરીઅને 200 બેડની હોસ્પિટલ તૈયાર કરી છે. રાજ્ય સરકાર પાસે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની માંગણી કરી છે. જ્યારે એક મહિલાની પીવાના પાણીનીફરિયાદના વીડિયો મુદ્દે વિજય નેહરાએ કહ્યું કે, સમરસ હોટલમાં પીવાના પાણીની 3 પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને જેટલી બોટલ જોઈએ એટલું
પાણી આપવામાં આવશે.

ગેરેજ, પંચરથી લઈ AC, વાસણ અને મોબાઈલની દુકાનો ખુલી
કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે દુકાનો ખોલવા માટે છૂટ આપવાના નિર્ણયને લઈ આજથી અમદાવાદમાં દુકાનો ખુલી હતી. વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તમામ તૈયારીઓ સાથે દુકાનો ખોલી હતી. સવારથી જ ગેરેજ, પંચરની, વાસણની, સ્ટેશનરીની, મોબાઈલ સેલ અને રિપેરિંગ, રિચાર્જ, એસી, ઇલેક્ટ્રોનિક, કપડાંના શો રૂમ, દરજી, સ્ટોર્સ સહિતની દુકાનો ખુલી ગઈ હતી. દુકાનદારોએ દુકાનની આગળ ટેબલ મૂકી અને દોરી બાંધી દીધી હતી, જેથી ગ્રાહકોની દુકાનમાં ભીડ ન થાય. બહારથી ગ્રાહકોને વસ્તુ આપવામાં આવતી હતી. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા. ગેરેજની દુકાનો પર પણ લોકો વાહન સર્વિસ અને રિપેરીગ માટે જોવા મળ્યા હતા. જે જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સ નહોતા જાળવતા ત્યાં લોકોને સમજાવી અને પાલન કરાવતા હતા.

અમદાવાદ જિલ્લામાં કોરોના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા કુલ દર્દી 25

અમદાવાદ જિલ્લાનાદસક્રોઈ તાલુકામાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. દસક્રોઈના પ્રજાપતિ વાસની બે મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 25 થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાસાણંદ, બાવળા, વિરમગામ, દસક્રોઈ, ધંધુકામાં કોરોનાના કેસ નોંધાયા છે.જેમાં દસક્રોઈમાં જ 18 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.ગ્રામ્ય વિસ્તારના કુલ 25 પોઝિટિવ કેસમાંથી આઠ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બદરુદ્દીન શેખ – ફાઇલ તસવીર


ઇમરાન ખેડાવાલા, ધારાસભ્ય, જમાલપુર, અમદાવાદ – ફાઇલ તસવીર


ફાઇલ તસવીર


Corona Ahmedabad Live, corona positive patients in Ahmedabad is steadily increasing


જે જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટન્સ નહોતા જાળવતા ત્યાં લોકોને સમજાવી અને પાલન કરાવવામાં આવે છે

Related posts

25 માર્ચના રોજ દેશમાં કોરોનાના દર્દી માટે 70 હોસ્પિટલ હતી, આજે 900થી વધારે છે

Amreli Live

આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

Amreli Live

એક જ દિવસમાં સૌથી વધુ 96 કેસ સામે આવતાં પોઝિટિવનો આંક 1917 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

31,361 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

ચામાચીડિયાની 1400 પ્રજાતિ પૈકી 3 હજારથી વધારે કોરોના વાઈરસ સક્રિય, ઈબોલા અને માર્ગબર્ગ પ્રકારનો તાવ પણ તેનાથી ફેલાયો

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં વડાપ્રધાન 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

દેશમાં 24 કલાકમાં 16 હજાર ટેસ્ટ પૈકી 2% પોઝિટિવ, રેડ ઝોનમાં સૌની તપાસ કરવામાં આવશે

Amreli Live

રહેણાંક વિસ્તારના સ્મશાનગૃહમાં કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિને લઇને સ્થાનિકોનો વિરોધ, 24 કલાકથી મૃતદેહ રઝળી રહ્યો છે

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 367 કેસ નોંધાયા, ગુજરાતમાં કુલ 1743 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 1101 કેસ, 63 મોત

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

પ્રેરણાત્મક સંબોધનમાં કોરોના નામના અંધકાર સામે લડાઈ માટે મોદીનો મંત્ર- ‘તમસો મા જ્યોર્તિગમયમ્’; 5 એપ્રિલે રાત્રે 9 વાગે દિવો પ્રગટાવવાની અપીલ

Amreli Live

34,901 કેસ, મૃત્યુઆંક-1,154: 4 હજારથી વધુ સંક્રમિતો સાથે ગુજરાત બીજા ક્રમે,દિલ્હી સાથે જોડાયેલી તમામ સરહદ સીલ

Amreli Live

4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા

Amreli Live

અત્યાર સુધી 20,333 કેસ- 652 મોતઃસંક્રમણના કેસ વધ્યા બાદ મુંબઈ-પૂણે હવે હાઈ રેડ ઝોનમાં, જયપુરમાં આજથી 400 મોબાઈલ ઓપીડી વેન શરૂ કરાઈ

Amreli Live

વડોદરામાં લોકલ ટ્રાન્સમિશનથી વધુ 4 કોરોના પોઝિટવ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા 22 ઉપર પહોંચી, તાંદલજામાં સેનેટાઇઝની કામગીરી પૂરજોશમાં

Amreli Live

અંકલેશ્વરના ભાજપના મહામંત્રી પીન્કેશભાઈ મોદીનું કોરોનાથી મોત, વધુ 108 કેસ સાથે આંક 5580

Amreli Live