26.6 C
Amreli
26/10/2020
અજબ ગજબ

વિજ્ઞાન પણ અહીં છે ફેલ, દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે આ શિવલિંગ.

દિવસમાં ત્રણ વખત શિવલિંગ બદલે છે રંગ, જાણો ક્યાં છે આ ચમત્કારી મંદિર. ભગવાન શિવને વેદો અને શાસ્ત્રોમાં પરમ કલ્યાણકારી અને જગતગુરુ દર્શાવવામાં આવ્યા છે. તે સર્વોપરી અને સંપૂર્ણ સૃષ્ટિના સ્વામી છે. ભારતમાં એક ભગવાન શિવ જ એવા છે, જેને કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી બધા સમાન રીતે પૂજે છે.

ભગવાન શિવની માન્યતા પણ આખા ભારતમાં સમાન જ છે. આવો વાંચીએ શિવ ભગવાનના એક એવા ચમત્કારી શિવલિંગ વિષે, જે દિવસમાં ત્રણ વખત પોતાનો રંગ બદલે છે. આ મંદિરનો મહિમા અને મહત્વની આજ સુધી લોકોને ખબર ન હોવાને કારણે જ લોકો અહિયાં ઓછી સંખ્યામાં જ આવે છે.

ક્યાં આવેલું છે આ ચમત્કારી મંદિર : જો તમે ભગવાન શિવનું ‘અચલેશ્વર મહાદેવ’ મંદિરોને શોધો છો, તો તમે આ નામના આખા ભારતમાં ઘણા મંદિરો જોઈ શકો છો. પરંતુ જો તમે ચમત્કારીક, રંગ બદલવા વાળા શિવલિંગને શોધો છો, તો તમે રાજસ્થાનના ધોલપુર જીલ્લામાં આવેલા ‘અચલેશ્વર મહાદેવ’ મંદિર વિષે માહિતી પ્રાપ્ત કરી શકો છો. ધોલપુર જીલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદ ઉપર આવેલું છે.

આ વિસ્તાર ચંબલની ખીણ માટે પણ પ્રસિદ્ધ છે. ક્યારેક અહિયાં ભાગેડુ અને ડાકુઓ રાજ કરતા હતા. અને તે જ ખીણોમાં આવેલું છે ભગવાન અચલેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરની સૌથી મોટી ખાસિયત છે, અહિયાં આવેલું શિવલિંગ દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.

દિવસમાં કેટલી વખત બદલે છે શિવલિંગ રંગ? સવારના સમયે તેનો રંગ લાલ રહે છે, તે બપોરે કેસરિયો અને રાત્રે તે ચમત્કારિક શિવલિંગ શ્યામ રંગનું થઇ જાય છે. આ શિવલિંગ વિષે એક વાત બીજી પણ પ્રસિદ્ધ છે કે આ શિવલિંગનો છેડો આજ સુધી કોઈ શોધી નથી શક્યું. આસપાસના લોકો જણાવે છે કે ઘણા વર્ષો પહેલા આ શિવલિંગનો રંગ બદલવાની ઘટના જાણવા માટે ખોદકામ થયું હતું. ત્યારે ખબર પડી કે આ શિવલિંગનો કોઈ છેડો પણ નથી.

ઘણું ખોદકામ પછી પણ આ શિવલિગનો છેડો ન આવ્યો. ત્યારથી આ શિવલિંગનો મહિમા ઘણો જ વધી ગયો છે. અચલેશ્વર મહાદેવના રંગ બદલવા પાછળ કયુ વિજ્ઞાન છે, તે વાત માટે પુરાતત્વ વિભાગ પણ અહિયાં કામ કરી ચુક્યું છે, પરંતુ બધા આ ઈશ્વરીય શક્તિ સામે હાર માની ચુક્યા છે.

મંદિરના મહિમાનું વર્ણન કરતા પુજારી જણાવે છે કે અહિયાંથી ભક્ત ખાલી નથી જતા. ખાસ કરીને યુવાન છોકરા અને છોકરીઓ અહિયાં પોતાની કારકિર્દી, નોકરી અને લગ્ન સંબંધિત સમસ્યાઓ સાથે આવે છે અને તે ભગવાન શિવની મહિમા જ છે કે તે બધાની ઈચ્છાઓ પૂરી પણ કરે છે. સાથે સાથે પુજારી એ પણ જણાવે છે કે આ મંદિરનું મહત્વ તો હજારો વર્ષોથી એવુ ને એવું જ છે, છતાં પણ ઘણી મોટી સંખ્યામાં ભક્ત એટલા માટે નથી આવી શકતા કેમ કે અહિયાં આવવાનો રસ્તો આજે પણ કાચો અને ખાડા-ખૈયા વાળો છે.

આજે પણ તે એક રહસ્ય છે કે આ શિવલિંગનો ઉદ્દભવ કેવી રીતે થયો અને કેવી રીતે પોતાનો રંગ બદલે છે. ભગવાન અચલેશ્વર મહાદેવનું આ મંદિર હજારો વર્ષ જુનું ગણવામાં આવે છે. આ શિવલિંગ એક જુના ખડગ માંથી બનેલું છે અને જોવામાં એવું દેખાય છે કે જેમ કે કોઈ પહાડને કાપીને અહિયાં મૂકી દેવામાં આવ્યો છે.

હવે તમે તેને ધારો તો ભગવાનનો ચમત્કાર પણ કહી શકો છો અને વિજ્ઞાનને માનો છો, તો તે વાત જાણવા માટે આ કોયડા ઉપર કામ પણ કરી શકો છો. વાત ભલે જે પણ હોય પરંતુ જો તમે ક્યારેક ધોલપુર (રાજસ્થાન) જાવ તો એક વખત ભગવાન ‘અચલેશ્વર મહાદેવ’ ના દર્શનનો લાભ જરૂર ઉઠાવો.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કર્ક રાશિવાળા માટે આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, જાણો અન્ય રાશિના લોકોનો દિવસ કેવો રહેશે.

Amreli Live

આ 4 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લાભના સમાચાર મળે, આવકના નવા સ્‍ત્રોત દેખાય.

Amreli Live

પાણીપુરી વેચીને ગુજરાન ચલાવનારો બાળક હવે IPL ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે, જાણો આ ભાઇની આંખોદેખી.

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

મેષ રાશિમાં મંગળનો પ્રવેશ, આ 8 રાશિઓનું ચમકશે ભાગ્ય.

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકો માટે આજે કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

શરૂ કરો આ બિઝનેસને થશે મહિને 50 હજાર રૂપિયાની કમાણી.

Amreli Live

નુકશાનને કવર કરવા માટે પેસેન્જર ટ્રેનોને એક્સપ્રેસ બનાવવાની તૈયારીમાં રેલવે.

Amreli Live

શાસ્ત્રો ની વાત : છોકરીઓનું નામકરણ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Amreli Live

સમુદ્ર કિનારે દેખાઈ ભયંકર સમુદ્રીજીવની લાશ, જોઈને લોકો ગભરાઈ ગયા

Amreli Live

ગુજરાતમાં આ જગ્યાએ ખેડૂતે ખોલ્યો પ્રાકૃતિક સ્ટોર, મળશે આ પ્રાકૃતિક વસ્તુઓ, જાણો વધુ વિગત.

Amreli Live

કન્યા રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, રાશિ અનુસાર જાણો કેવો રહેશે નવરાત્રીનો પહેલો દિવસ.

Amreli Live

ઘરમાં ઉગાડવા જેવું છે આ લેમન ગ્રાસ, આના ઉપયોગ અને એનાથી મળતા ફાયદાએ જાણી લેશો તો આજે જ વાવસો.

Amreli Live

જાણો જન્મ કુંડળીમાં રહેલ ‘લક્ષ્મી-નારાયણ યોગ’ અને ‘કલાનિધિ યોગ’ ના પ્રભાવ અને ફળ.

Amreli Live

સવારે ખાલી પેટ કરો આ 4 વસ્તુઓનું સેવન, વધશે મેટાબોલિજ્મ, રહેશો એનર્જીથી ભરપૂર અને ઘટશે વજન.

Amreli Live

ખાસ ઔષધીય ગુણો ધરાવે છે આ ઉકાળો, જે કોરોનાથી બચવા માટે ખુબ અસરકારક છે.

Amreli Live

જાણો આયુર્વેદિક ઉકાળો કેવી રીતે કોરોના સામે આપણી ઢાલ બનીને ઉભો છે.

Amreli Live

ગુજરાતના વૈભવ સિદ્ધપુરના “રુદ્રમહાલય” નો આ ઇતિહાસ દરેક ગુજરાતીએ જાણવો જોઈએ ખીલજી અને અહમદ શાહના આક્રમણ…

Amreli Live

રિસર્ચમાં ખુલાસો, ડેન્ગ્યુ થયો હોય તો કોરોનો ટેસ્ટ પણ આવી શકે છે પોઝિટિવ.

Amreli Live