27.8 C
Amreli
21/10/2020
અજબ ગજબ

વાસ્તુ અને જ્યોતિષ અનુસાર તમારી આ 6 આદતો બને છે ધનના નુકશાનનું કારણ.

જો તમને છે આ 6 ખોટી ટેવ તો જલ્દી સુધારી લો, વાસ્તુ અને જ્યોતિષ અનુસાર તે બને છે ધનના નુકશાનનું કારણ. ઘણીવાર એવું જોવા મળે છે કે ઘર તો વાસ્તુ પ્રમાણે બનેલું હોય છે અને ઘરના પંચતત્વોનું સંતુલન પણ યોગ્ય હોય છે, પરંતુ મુશ્કેલીઓ તમારી આસપાસ જ રહે છે. તે મુશ્કેલીઓનું કારણ સમજાતું નથી અને તમે પરેશાન રહો છો. ઘણીવાર તમારી ખરાબ ટેવ તમારા ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન કરી દે છે. તમારે ફક્ત આ ટેવો બદલવાની જરૂર છે. તો આવો જાણીએ વાસ્તુ અનુસાર તે કઈ આદતો છે, જે તમારા જીવન પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

પગરખાં ગમે તેમ રાખવા : ઘરમાં જુના બુટ-ચંપલ રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, અને ઘરની સમસ્યાઓ પુરી થવાનું નામ નથી લેતી. તે જ રીતે, બુટ-ચંપલ ગમે તેમ પડ્યા હોય તો ઘરમાં વિવાદ થાય છે અને પરસ્પર સંબંધો બગડે છે. જે ઘરમાં બુટ-ચંપલ ગમે ત્યાં પડ્યા રહે છે, ત્યાં શનિની ખરાબ અસર રહે છે. શનિને પગના કારક માનવામાં આવ્યા છે, તેથી પગ સાથે સંબંધિત કોઈપણ વસ્તુને વ્યવસ્થિત રાખવી જોઈએ.

ગમે ત્યાં થૂંકવું : ઘણા લોકોને વારંવાર ગમે ત્યાં થૂંકવાની ટેવ હોય છે. આમ કરવાથી તમારી પ્રસિદ્ધિ, સમ્માન અને તમારી પ્રતિષ્ઠાને નુકસાન થાય છે. તમારી આ ટેવથી બુધ અને સૂર્ય ગ્રહો ખરાબ પ્રભાવ આપવાનું શરૂ કરે છે.

વાસણ એઠા રાખવા : ઘણીવાર મહિલાઓ રાત્રે રસોડાના સિંકમાં એઠા વાસણો છોડી દે છે, તમારી આ આદત ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે ઘણા લોકોને પ્લેટમાં હાથ ધોવાની, અને એઠા વાસણને ત્યાં જ છોડી દેવાની ટેવ હોય છે. આ ટેવ શાસ્ત્રની વિરુદ્ધ છે. આવા લોકોએ જીવનમાં સફળતા માટે સંઘર્ષ કરવો પડે છે, અને તેમના ઘરોમાં બરકત નથી થતી. તેનાથી માનસિક અશાંતિ પણ વધે છે. ક્યાંય પણ એઠા વાસણ છોડી દેવા અથવા વાસણો વેરવિખેર રાખવા, તમારી આ આદતથી ચંદ્ર અને શનિ બગડે છે.

પાણી નહીં પીવડાવવું : ઘણા લોકોની ટેવ હોય છે કે તેઓ ઘરે આવતા મહેમાનને પાણીનું પણ નથી પૂછતા. મહેમાન હોય કે અન્ય કોઈ વ્યક્તિ, જે પણ તમારા ઘરે આવે તેમને આદરપૂર્વક શુધ્ધ પાણી આપવું જોઈએ. જો તમે કોઈને પાણી માટે નથી પૂછતા, તો રાહુ ગ્રહ ગુસ્સે થઈ જાય છે, તેના પરિણામ સ્વરૂપ ઘરમાં અચાનક મુશ્કેલી આવી શકે છે.

છોડને સૂકાવા દેવા : સુકા છોડને વાસ્તુમાં નિરાશાના પ્રતીક માનવામાં આવે છે, તે વિકાસને અવરોધે છે. જો તમે તમારા ઘરના આંગણામાં છોડ રોપ્યા છે, તો તેમની યોગ્ય કાળજી રાખો. સવાર – સાંજ નિયમિત રૂપથી છોડને પાણી આપવાથી સૂર્ય, બુધ ને ચંદ્ર સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે. મનમાંથી ઉદાસીનતા દૂર થઈને જીવન તાણમુક્ત બને છે

ઘરમાં વિખરાયેલો સામાન : ઘણા ઘરોમાં સામાન યોગ્ય સ્થાને અને વ્યવસ્થિત રીતે રાખવામાં આવતો નથી. એ જ રીતે સવારે ઉઠ્યા પછી પથારી પણ જેમ હોય તેમ જ છોડી દેવામાં આવી છે, અને તેને ઠીક કર્યા વગર ફરીથી રાત્રે સૂઈ જાય છે. ગંદી અને અવ્યવસ્થિત પથારી ઘરમાં નકારાત્મક ઉર્જાના સ્તરમાં વધારો કરે છે, જેના લીધે કામમાં તમારું મન નથી લાગતું. ઘરમાં દરેક જગ્યાએ સામાન વિખરાયેલો હોય તો રાહુ અને શનિ ખરાબ થઇ જાય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

સૈનિકની છેલ્લી ઈચ્છા રહી ગઈ અધૂરી, માં એ પોતાના લાલને સલામ સાથે આપી અંતિમ વિદાય

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

કોરોના વાયરસ સાથે યુદ્ધએ ચડશે દેશી લીમડો, પહેલા હ્યુમન ટ્રાયલની તૈયારી શરુ

Amreli Live

શરીરમાં નબળાઇ અને માથાનો દુઃખાવો હોઈ શકે છે બ્રેન સ્ટ્રોક, જાણો તેના લક્ષણ અને બચાવ યુક્તિ.

Amreli Live

બિગ બોસ : ટીવીની 2 વહુઓમાં થઈ ગઈ કેટફાઇટ, આ વાતને લઈને થઈ ગયો ઝગડો.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે, સરકાર તરફથી લાભ થાય.

Amreli Live

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live

કોરોનાથી યુદ્ધ જીતીને ઘરે આવ્યા 103 વર્ષના વૃદ્ધ દર્દી

Amreli Live

લેટેસ્ટ કેમેરા ફીચર્સથી સજ્જ Vivo V20 થયો ભારતમાં લોન્ચ, આ ફોન સાથે થશે ટક્કર.

Amreli Live

વૃષભ રાશિના લોકોને આજે વ્‍યાવસાયિક અને આર્થિક લાભ થવાના યોગ છે, જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે.

Amreli Live

ચીનને કાનપુર આપી શકે છે 80 અરબનો ઝાટકો, હવે ઉદ્યોગસાહસિક નથી ઈચ્છા ચીની સામાન.

Amreli Live

ઓછા પેટ્રોલના વપરાશમાં જોઈએ છે વધારે માઈલેજ વાળી બાઈક, તો ફેસ્ટિવલ સીઝનમાં આ છે બેસ્ટ ઓપ્શન.

Amreli Live

આજે આ 6 રાશિઓ પર રહેશે લક્ષ્મી માતાની કૃપા, આર્થિક લાભ મળશે, વેપારનું વિસ્‍તરણ કરી શકશો.

Amreli Live

શાસ્ત્રો ની વાત : છોકરીઓનું નામકરણ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Amreli Live

બ્રહ્મલીન થાય ત્યારે હવે જળ નહિ, સંતોને આ રીતે આપવામાં આવશે સમાધિ.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકોને આજે નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળી શકે છે, જાણો અન્ય રાશિની સ્થિતિ

Amreli Live

નવી ગાઇડલાઇન સાથે નવરાત્રી, ગરબા, દશેરા જેવા તહેવાર પર સરકારે બદલ્યા આ નિયમો.

Amreli Live

કોરોનામાં સ્કૂલ કઈ રીતે ખુલે, જાણો દુનિયાના જે દેશોમાં સ્કૂલ શરૂ થઈ, ત્યાં કઈ કઈ તૈયારી કરવામાં આવી.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

ચિકનગુનિયા, ડેન્ગ્યુમાં મદદગાર છે આ અમૃત રસ, જાણો આર્ટિકલમાં વધુ માહિતી.

Amreli Live