શુક્ર અને ગુરુ તારાની સ્થિતિ જોઈને નક્કી થાય છે લગ્નના મુહૂર્ત, જાણો 2021 માં શુક્ર અને ગુરુની સ્થિતિ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લગ્ન જેવા માંગલિક કાર્યો માટે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિઓ વિષે જોવામાં આવે છે. શુક્ર અને ગુરુ તારા (ગ્રહ) ની સ્થિતિને જોઈને લગ્ન મુહૂર્ત નક્કી કરવામાં આવે છે. જો આ બંને તારા અસ્ત હોય તો આ સ્થિતિમાં માંગલિક કાર્યો માટે મુહૂર્ત નથી નીકળી શકતા. બંનેના ઉદય થવા પર જ લગ્ન જેવા માંગલિક કાર્ય સંપન્ન થાય છે. વર્ષ 2021 માં ગુરુ અને શુક્ર તારાના અસ્ત થવાનો સમય ગાળો લાંબો છે. એટલા માટે નવા વર્ષમાં લગ્નના મુહૂર્ત ઓછા છે.
ગુરુ તારાના અસ્ત થવાનો સમય : ગુરુ તારાનું લગ્ન યોગમાં ઉદય હોવું જરૂરી માનવામાં આવે છે, પણ પોષ શુક્લ પક્ષની ચોથ એટલે કે 17 જાન્યુઆરી 2021 થી ગુરુ અસ્ત થઈ રહ્યા છે, જે મહા મહિનાના શુક્લ પક્ષની બીજની તિથિ એટલે કે 13 ફેબ્રુઆરી 2021 એ ઉદય પામશે. ગુરુ તારાના અસ્તનો આ સમયગાળો લગ્ન યોગમાં અડચણ ઉભી કરી રહ્યો છે.
શુક્ર તારાના અસ્ત અને ઉદયનો સમયગાળો : જે રીતે ગુરુ તારાનો ઉદય માંગલિક કાર્યો માટે મહત્વપૂર્ણ છે, એજ રીતે શુક્ર તારાનો ઉદય પણ દરેક પ્રકારના માંગલિક કાર્યોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર નવા વર્ષમાં શુક્ર તારો મહા શુષ્ક ત્રીજ એટલે કે 14 ફેબ્રુઆરી 2021 ના રોજ અસ્ત થઈ રહ્યો છે, જે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની છઠ એટલે કે 18 એપ્રિલ 2021 ના રોજ ઉદય થશે.
2021 માં માંગલિક કાર્યોમાં અડચણ : નવા વર્ષમાં 14 જાન્યુઆરી સુધી ખરમાસ હોવાને કારણે માંગલિક કાર્ય નહિ થઇ શકે. 17 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2021 સુધી ગુરુ તારો અસ્ત હોવાને કારણે સમય અશુદ્ધ રહેશે. તેમજ 14 ફેબ્રુઆરીથી 18 એપ્રિલ 2021 સુધી શુક્ર તારો અસ્ત હોવાને કારણે માંગલિક કાર્યો માટે સમય અશુદ્ધ રહેવાનો છે. તે સિવાય 14 માર્ચથી 13 એપ્રિલ સુધી ખરમાસ રહેશે અને 22 માર્ચથી 28 માર્ચ સુધી હોળાષ્ટકને કારણે માંગલિક કાર્ય નહિ થઈ શકે.
વર્ષ 2021 માં વંસત પંચમી પર પણ નહિ થઇ શકે લગ્ન : વર્ષ 2021 માં વસંત પંચમી 16 ફેબ્રુઆરી છે. શાસ્ત્રોમાં તેને પણ લગ્ન જેવા માંગલિક કાર્યો માટે અબુઝ મુહૂર્ત માનવામાં આવે છે, પણ આ દિવસે સૂર્યોદયની સાથે જ શુક્ર તારો અસ્ત થઈ જશે. આ કારણે આ દિવસે લગ્નના યોગ બની રહ્યા નથી.
વર્ષ 2021 માં લગ્ન મુહૂર્ત :
એપ્રિલ – 22, 24, 25, 26, 27, 28, 29, અને 30
મે – 1, 2, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 28, 29 અને 30
જૂન – 3, 4, 5, 16, 20, 22, 23, અને 24
જુલાઈ – 1, 2, 7, 13 અને 15
નવેમ્બર – 15, 16, 20, 21, 28, 29 અને 30
ડિસેમ્બર – 1, 2, 6, 7, 11 અને 13
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com