આ રાશિઓ માટે ઘણું લાભદાયક સાબિત થશે ગુરુનું રાશિ પરિવર્તન, પણ આ લોકોએ રહેવું સાવધાન. દેવગુરુ બૃહસ્પતિ પોતાની નીચ રાશિ મકરની યાત્રા સમાપ્ત કરીને 5 એપ્રિલ 2021 ની મધ્યરાત્રિએ કુંભ રાશિમાં ગોચર કરવાના છે. બૃહસ્પતિ કુંભ રાશિમાં 5 મહિનાથી વધારે સમય સુધી રહેશે. દેવગુરુ અહીં 5 એપ્રિલથી 13 સપ્ટેમ્બર સુધી રહેશે અને ફરીથી મકર રાશિમાં પ્રવેશ કરશે અને 20 નવેમ્બર સુધી રહેશે.
બૃહસ્પતિના ગોચરનો પ્રભાવ દરેક રાશિના લોકો પર રહેવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બૃહસ્પતિ કાર્ય વ્યાપાર, નુકશાન-લાભ, શાસન સત્તા અને ન્યાયિક પ્રકિયાને પ્રભાવિત કરવાવાળા ગ્રહ છે. એવામાં રાશિ પરિવર્તનથી આ દરેક ક્ષેત્ર પ્રભાવિત થાય છે. ગુરુ બ્રહ્મવિદ્યા અને જ્ઞાનના દાતા પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર તેમના અનંત જ્ઞાનને દૃષ્ટિગત રાખીને ભગવાન શિવ તેમનાથી ઘણા પ્રસન્ન થયા હતા, અને તેમને દરેક દેવી દેવતાઓન ગુરુ તરીકે પસંદ કર્યા હતા.
તે લગ્ન, સંતાન સુખ, શિક્ષણ પ્રતિયોગિતામાં સફળતા, ન્યાયિક પ્રક્રિયા, તીર્થસ્થળો, પવિત્ર નદીઓ, ધાર્મિક સાહિત્યો, શિક્ષકો, જ્યોતિષીઓ, દાર્શનિકો, લેખકો, કલાકારો અને નાણાકીય સંસ્થાઓમાં કાર્યરત વ્યક્તિઓના કારક છે. જણાવી દઈએ કે ગુરુ, ધનુ અને મીન રાશિના સ્વામી ગ્રહ પણ છે.
કેવો રહે છે કુંડળી પર ગુરુનો પ્રભાવ : જન્મ કુંડળીમાં બીજા, પાંચમા, નવમા અને અગિયારમાં ભાવ માટે ગુરુ શુભફળ કારક હોય છે. જે લોકો પર ગુરુનો શુભ પ્રભાવ હોય છે, તે બળવાન, દયાળુ, બીજાની મદદ કરવાવાળા, ધાર્મિક, માનવીય મૂલ્યોની સમજ રાખવાવાળા અને બુદ્ધિમાન હોય છે. તે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાને સારી રીતે ઢાળી લે છે અને પડકારોનો સામનો કરવાથી ગભરાતા નથી. સાથે તે લોકો ક્રિએટિવ મગજના હોય છે, જેના લીધે સમાજમાં તેમને વિશેષ સમ્માન મળે છે. આવો જાણીએ, છેવટે કુંભ રાશિમાં ગુરુના ગોચરનું ફળ અન્ય દરેક રાશિના લોકો માટે કેવું રહેવાનું છે.
મેષ રાશિ : મેષ રાશિના લોકો માટે ગુરુનું કુંભ રાશિમાં ગોચર ઘણું શુભફળદાયી રહેવાનું છે. આ રાશિના વિદ્યાર્થીઓને ગોચરકાળમાં મનગમતી સફળતા મળી શકે છે. જે લોકો પરિણીત છે, તે પોતાના સંતાનની ફરજો સારી રીતે નિભાવશે. નવ પરિણીતોને સંતાન પ્રાપ્તિના યોગ છે. વરિષ્ઠ લોકો ગોચર કાળમાં તીર્થ યાત્રા પર જઈ શકે છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યના અવસર બનશે, જેથી ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે.
વૃષભ રાશિ : આ રાશિના નોકરી કરતા લોકો માટે ગુરુનું આ ગોચર શુભ રહેવાનું છે. તમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે. સાથે જ કાર્યક્ષેત્રમાં તમને કોઈ નવા પ્રોજેક્ટ મળી શકે છે, જેથી તમે પોતાના બોસની આશા પર ખરા ઉતરશો. જે લોકો વ્યાપારના ક્ષેત્રમાં સક્રિય છે, તેમના માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. જો કોઈ જમીન મિલ્કતની બાબતમાં ફસાયેલા છો, તો એવી બાબતોમાં જલ્દીથી જલ્દી છુટકારો મળી શકે છે. સામાજિક કાર્યોમાં ખર્ચ કરશો, જેથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.
મિથુન રાશિ : મિથુન રાશિના લોકો ગોચર કાળમાં ધર્મ કર્મના કાર્યોમાં વધારે રૂચી દેખાડશે. આવનારા દિવસોમાં તમારી વિચારેલી દરેક રણનીતિઓ કારગર સાબિત થવાની છે. પોતાના ભાઈ-બહેનોમાં અસહમતિ અથવા અવિશ્વાસનું વાતાવરણ ન બનવા દો. આ રાશિના લોકો જે વિદેશ જવાની ઈચ્છા રાખે છે, ગોચર કાળમાં તેમની આ ઈચ્છા પુરી થઇ શકે છે. તમારી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે, તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
કર્ક રાશિ : કર્ક રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સતર્ક રહેવાની જરૂર છે, નહિ તો કોઈ મોટી બીમારીની ઝપેટમાં આવી શકો છો. બિઝનેસના ક્ષેત્રમાં સક્રિય લોકોને અમુક હદ સુધી સફળતા પ્રાપ્ત થશે, અને આકસ્મિક ધનલાભના યોગ છે. એટલે યોગ્ય રીતે તકનો લાભ ઉઠાવો. નોકરી કરતા લોકોને આ ગોચરકાળમાં અમુક સારા સમાચાર મળી શકે છે. તમારું પ્રમોશન અને પગાર વધારો થશે. ક્યાંક તીર્થ યાત્રા પર જઈ શકો છો. સાથે જ સામાજિક કાર્યોમાં આગળ વધીને ભાગ લેશો.
સિંહ રાશિ : તમારા ઘરમાં માંગલિક કાર્યોના સુઅવસર આવી શકે છે. લગ્ન સંબંધી વાતચીત આગળ વધશે અને વર્ષના અંત સુધી લગ્નના પણ યોગ છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધમાં કડવાશ ના આવવા દો, નહિ તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો, નહીં તો કોઈ બીમારીની ઝપેટમાં આવશો તો ખર્ચમાં વધારો થઈ શકે છે.
કન્યા રાશિ : ગોચર કાળ દરમિયાન તમારે તમારા ગુપ્ત શત્રુઓથી બચવું પડશે, નહિ તો તમને કોઈ મોટું નુકશાન થઈ શકે છે. જો કોર્ટ કચેરીની બાબતોમાં ફસાયેલા છો, તો તેને બહાર જ ઉકેલી દો. ગોચર કાળમાં ભાગ દોડ વધારે રહેશે, જેથી તમારે શારીરિકની સાથે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. લગ્નમાં બજેટ કરતા વધારે ખર્ચ કરવાને કારણે આર્થિક તંગીમાંથી પસાર થવું પડશે. જો વિદેશમાં ભણવા અથવા નોકરી કરવા ઈચ્છો છો અથવા વિદેશની નાગરિકતા લેવા ઈચ્છો છો, તો તમારા માટે સારા અવસર છે.
તુલા રાશિ : આ ગોચરકાળ દરમિયાન તમને સફળતાના અવસર પ્રાપ્ત થવાના છે. જો તમે સિંગલ છો અને પાર્ટનર શોધી રહ્યા છો, તો તમને તેમાં પણ સફળતા મળશે. આવકના નવા સાધન પ્રાપ્ત થશે. જો તમે વ્યવસાયમાં છો તો તમને પરિવારના વડીલોની મદદ મળશે. આ દરમિયાન સંતાન સંબંધી ચિંતાઓથી તમને મુક્તિ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને નવા અનુબંધ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે.
વૃશ્ચિક રાશિ : ગુરુનું કુંભ રાશિમાં ગોચર તમારા માટે શુભ ફળદાયી નહિ રહે. પરિવારના સભ્યો સાથે અણબનાવ થઈ શકે છે, જેનાથી તમારી માનસિક સ્થિતિ પ્રભાવિત રહેશે. નોકરીમાં નવા કરારના અવસર બનશે, પણ તમારી બેદરકારીને કારણે તે હાથમાંથી નીકળી શકે છે. જો તમે પ્રમોશન ઈચ્છો છો અથવા એક સ્થળ પરથી બીજા સ્થળ પર જવાની ઈચ્છા રાખો છો, તો તમારા પ્રયત્ન સફળ રહેશે. પૈતૃક સંપત્તિથી તમને લાભ મળવાનો છે. ભૌતિક સુખ સુવિધાઓ અને વાહન ખરીદવામાં પૈસા ખર્ચ કરી શકો છો.
ધનુ રાશિ : ગોચર કાળ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. જે વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમને સફળતા મળવાના યોગ છે. ગોચરકાળ દરમિયાન ધર્મ અને આધ્યાત્મમાં તમારી રુચિ રહેશે. તમે ક્યાંક તીર્થ યાત્રા પર પણ જઈ શકો છો. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. સાથે જ સંતાન સંબંધી દરેક ચિંતાઓ દૂર થશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે, સાથે જ કોઈ વિદેશી કંપનીમાં નોકરી મળવાની શક્યતા છે.
મકર રાશિ : ગુરુ તમારી રાશિમાં જ કુંભ રાશિમાં ગોચર કરવાના છે. એવામાં તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોઈ મોંઘી વસ્તુની ખરીદી કરી શકો છો. જમીન મિલ્કતની બાબત પણ ઉકેલાશે. ગોચરકાળ દરમિયાન તમારા દ્વારા કરવામાં આવેલા નિર્ણયની પ્રશંસા થશે. તમારા ગુપ્ત શત્રુ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચશે, તેનાથી બચીને રહો. પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. જીવનસાથી સાથે કોઈ વિષય પર અણબનાવ થઈ શકે છે, તેને અંદરોઅંદર ઉકેલી લો.
કુંભ રાશિ : ગુરુનું ગોચર મકર રાશિમાંથી કુંભ રાશિમાં થવાનું છે. એવામાં કુંભ રાશિના લોકો માટે આ શુભફળદાયી નથી. જો લગ્ન કરવા ઈચ્છો છો, તો અડચણ આવી શકે છે. સાથે સાથે વ્યાપારના ક્ષેત્રમાં પણ થોડી અડચણોનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પરિણીત લોકો સંતાન સંબંધી ચિંતાઓમાંથી મુક્ત થશે. તમારા સામાજિક માન-સમ્માનમાં વૃદ્ધિ થશે.
મીન રાશિ : તમારે વધારે ભાગદોડ કરવી પડી શકે છે, સાથે જ તમારે આવક કરતા વધારે ખર્ચનો સામનો પણ કરવો પડી શકે છે. બારમા ભાવમાં બૃહસ્પતિનું ગોચર અશાંતિ અને મૂંઝવણો ઉભી કરશે. સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો અને પૈસાની લેવડ-દેવડની બાબતમાં પણ સાવચેત રહેવાની જરૂર છે. સાથે જ કોર્ટ કચેરીની બાબત બહારથી જ ઉકેલો તો સારું રહેશે.
બૃહસ્પતિને પ્રસન્ન કરવાના સરળ ઉપાય :
જો બૃહસ્પતિનું ગોચર તમારા માટે અશુભ છે, તો તમારે તેને ખુશ કરવા માટે અમુક ઉપાયો વિષે જરૂર જાણવું જોઈએ. આવો જાણીએ તે ઉપાય કયા છે.
જો બૃહસ્પતિનું ગોચર અશુભ છે, તો તમારે ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓની મદદ જરૂર કરવી જોઈએ.
બૃહસ્પતિના અશુભ પ્રભાવોથી બચવા માટે તમારે આંબો, વડ, પીપળો અને દાડમના ઝાડ જરૂર રોપવા જોઈએ.
મહિલાઓ ગુરુવારે બૃહસ્પતિનું વ્રત રાખી શકે છે.
બૃહસ્પતિના રાશિ પરિવર્તનના અશુભ પ્રભાવોથી બચવા માટે બૃહસ્પતિ ગાયત્રી મંત્રનો જાપ કરવો પણ શુભ છે. બૃહસ્પતિ ગાયત્રી મંત્ર આ રીતે છે – ૐ અંગિરો જાતાય વિદ્મહે વાચસ્પતયે ધીમહિ તન્નો ગુરુ: પ્રચોદયાત.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com