30.6 C
Amreli
27/11/2020
અજબ ગજબ

વરસાદના પાણી કે પાણીના વહેણથી જમીન ના ધોવાય એ માટે ક્યું વૃક્ષ કે છોડ લગાવાય? અન્ય શું કરી શકાય?

પાણીના વહેણ અને વરસાદથી જમીનનું ધોવાણ થવું એ મોટી સમસ્યા છે. ઘણી બધી જગ્યાઓ પર લોકો આ સમસ્યાથી પરેશાન થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, અને તેનો ઉપાય શોધી રહ્યા છો, તો આજનો આ લેખ તમારી મદદ કરી શકે છે. આજે અમે વરસાદના પાણી કે પાણીના વહેણથી જમીનનું ધોવાણ થતું અટકાવવા શું કરી શકાય તેની જાણકારી લઈને આવ્યા છીએ. આજે અમે તમને જણાવીશું એવા ઝાડ વિષે જેને ઉગાડીને તમે જમીનનું ધોવાણ અટકાવી શકો છો.

જમીનનું ધોવાણ અટકાવવા માટે જાડા થડીયાવાળા ઝાડ જેમ કે પીપળો, વડ, લીમડો, ખીજડો, ઉંબરો વગેરે રોપી શકાય છે. તે સિવાય વાંસ પણ લગાવી શકાય છે. ખેતરની ફરતે વાંસની બોર્ડર બનાવી શકાય છે, તેનાથી પણ જમીનનું ધોવાણ અટકે છે.

કેસકી કે કેતકી લગાવવાથી પણ જમીનનું ઢોવાણ થતું નથી. વાડ કરવાથી પણ જીવન માટે આ ઝંઝટ રહેતી નથી. કેતકીના પાન તલવાર જેવા ઉપરથી સાકંડા અણીદાર હોય છે અને નીચે જતા પહોળા થતા જાય છે. તેની કિનારી પર ઝીણા કાંટા જેવી અણી હોય છે. કેતકીના પાકટ છોડ પર 6 થી 8 ફૂટ વાંસ જેવો સોટો નીકળતા ઉપરના ભાગે ઝૂમખામાં ફરતા કુવારપાઠાના રોપ જેવા બચ્ચા હોય, એને નીચે પાડી એક કયારો કરી રોપી દેવા. ચોમાસે પાણી આપવાની જરૂર નહી, પછી મહીનામાં બે વાર પાણી આપો તો ચાલે. વરસ દિવસ થતા જ્યાં વાડ બનાવવાની હોય ત્યાં રોપી દેવા. સરસ મજાની વાડ થશે, જમીન અને ખાસ તો શેઢાનું ધોવાણ નહી થાય.

તમે શેઢા ઉપર મોજાળી અથવા દર્ભ પણ વાવી શકો છો. એ શ્રાવણ મહિનામાં વાવેતર કરાય. ફૂલ વરસાદ થયા પછી એના થોડા પીલા વાવો તોય ખૂબ ફેલાશે, અને ગમે તેવું પુર આવે તોય ધોવાણ થતું નથી. ત્રણ વર્ષમાં તો મજબૂત થઈ જશે.

શેઢા ઉપર થોર વવાય જેનાથી જમીનનું બિલકુલ ધોવાણ થતું નથી. મેંદી પણ વાવી શકાય, તેનાથી જમીનનું ધોવાણ નહિ થાય અને સુગંધ પણ આવે.

શેઢા પર ધોવાણ અટકાવવા માટે દુર્વા રોપવી. અને આપણી જમીન ઉંચી હોય અને પાડોશીની જમીન નીચે હોય, તો શેઢા પર નારિયેળ, ખજુરી, વગેરે વાવવી જેના મૂળિયાં શેઢાના પાળાને બરાબર પકડી રાખશે અને ધોવાણ અટકશે, સાથે ફળ ખાવા મળશે.

ખેતરમાં શેઢા પર અરીઠા, આમળા, આમલી, કોઠી, પીલુડી, બીલા, શિકાકાઈ, લીમડો, નીલગીરી, સરગવો જેવા વૃક્ષો વાવી શકાય છે.

જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમે લાઈક અને શેયર કરશો તો જ ફેસબુક અમારા નવા નવા આર્ટિકલ તમારા સુધી પહોંચાડશે.


Source: gujaratilekh.com

Related posts

જાણો કૃષિ ખરડાની જોગવાઈઓ વિશે, અને તેનાથી થનારા ખેડૂતોને લાભ અને વિરોધના કારણો

Amreli Live

ભારતીયો માટે શું છે નામકરણ સંસ્કાર, બાળક માટે શું છે તેનું મહત્વ.

Amreli Live

અઢળક સંપત્તિ અને પ્રસિદ્ધિ, તો પણ કેમ આત્મહત્યા કરે છે સેલિબ્રિટી?

Amreli Live

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : વહુને માટે છે ખુશીના સમાચાર.

Amreli Live

માણસની હત્યા કરતા હાથીને ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવે છે, અહીં પ્રચલિત છે અનોખી માન્યતાઓ.

Amreli Live

શનિ અને ગુરુના મિલનથી આ રાશિઓની આવકમાં વધારાની સાથે છે પ્રમોશનના યોગ, મળશે દરેક જગ્યાએ સફળતા.

Amreli Live

આવા સમયે ક્યારે પણ ભૂલથી પણ ના પીવો હળદર વાળું દૂધ, મુશ્કેલી ઉભી થઈ શકે છે તમારા માટે.

Amreli Live

2020 થી 8 વર્ષ પાછળ છે આપણે, 21 જૂને સર્વનાશ થશે દુનિયાનો, થિયારીનો દાવો.

Amreli Live

ભાત બનાવતા નીચે દાઝી જતા હોય તો આ 2 વસ્તુ પાણીમાં મિક્સ કરો પછી જુઓ ચમત્કાર.

Amreli Live

ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી.

Amreli Live

ઘણું અનોખું છે આ મંદિર, 45 ડિગ્રી નમેલી છે માં કાળીની ગરદન, નવરાત્રી દરમિયાન થઈ જાય છે સીધી.

Amreli Live

પગમાં કપાસી કે ફૂટ કોર્ન્સની સારવારમાં મદદ કરશે, આ 5 આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય.

Amreli Live

જાણો કેમ આનંદ મહિન્દ્રાએ ફ્રી માં લૂંગ્ગી ભાઈને ભેટમાં આપી આટલા લાખની એક કામની વસ્તુ, જાણો રોચક કારણ

Amreli Live

આ છોડ છે પાંડવોની મશાલ, વનવાસ દરમિયાન આ રીતે કર્યો હતો તેનો ઉપયોગ.

Amreli Live

BMW કારમાં કચરો ભરી રહ્યો છે વ્યક્તિ, તેની પાછળનું કારણ ચકિત કરી દેશે.

Amreli Live

આ જગ્યાએ સ્પાની આડમાં ચાલી રહ્યો હતો ગોરખધંધો, રેડ પાડી તો ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં પકડાઈ યુવતીઓ.

Amreli Live

પતિ-પત્નીએ એક સાથે કરવી જોઈએ શિવજી, માતા પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીની પૂજા, જાણો કારણ

Amreli Live

ફટાફટ પેટની ચરબી ઓગાળવી છે તો અજમાવો આ ખાસ પ્રયોગ, 15 દિવસમાં ચરબી ઓગળવાનું શરૂ થઈ જશે

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

કયા ગ્રહના દોષ દૂર કરવા માટે પક્ષીઓને કયુ અનાજ ખવડાવવું જોઈએ? જાણો જ્યોતિષીય ઉપાય

Amreli Live

Royal Enfield Meteor 350 ભારતમાં 6 નવેમ્બરે થશે લોન્ચ, જાણો શું હશે કિંમત અને ખાસિયતો.

Amreli Live