27.8 C
Amreli
21/10/2020
અજબ ગજબ

વધેલી રોટલીમાંથી આ વિશિષ્ટ રીતે બનાવો મન્ચુરિયન, સ્વાદ એવો કે ખાતા જ રહી જશો.

બિલકુલ નવી રીતે ઘરમાં જ વધેલ વસ્તુઓ માંથી બનાવો, વધેલી રોટલીના મંચુરિયન

ઠંડી વધેલી રોટલી માંથી મન્ચુરિયન બનાવો.

સામગ્રી-

મન્ચુરિયનના ભજીયા માટે જરૂરી સામગ્રી

4 નંગ રોટલી ક્રશ કરેલી

2 ટીસ્પૂન ડુંગળી બારીક સમારેલી

2 ટીસ્પૂન કેપ્સિકમ બારીક સમારેલું

2 ટીસ્પૂન કોબીજ બારીક સમારેલું

1/2 ટીસ્પૂન આદુ

1/2 ટીસ્પૂન ખમણેલું લસણ

1/2 ટીસ્પૂન તીખા લીલા મરચા

1/2 ટીસ્પૂન મીઠું (સ્વાદ મુજબ)

3 ટીસ્પૂન ટામેટાનો સોસ

1 ટીસ્પૂન સોયાસોસ

1 ટીસ્પૂન ચીલી સોસ

3 ટીસ્પૂન ઘઉંનો લોટ

તળવા માટે તેલ

ગ્રેવી માટે જરૂરી સામગ્રી

4 ટીસ્પૂન તેલ

1/2 ટીસ્પૂન આદુ

1/2 ટીસ્પૂન લસણ

1/2 ટીસ્પૂન મરચાની પેસ્ટ

2 ટીસ્પૂન કોબીજ બારીક સમારેલું

2 ટીસ્પૂન ડુંગળી બારીક સમારેલી

2 ટીસ્પૂન કેપ્સીકમ બારીક સમારેલું

1/2 ટીસ્પૂન મીઠું

3 ટીસ્પૂન ટામેટાનો સોસ

1/2 ટીસ્પૂન સોયા સોસ

1/2 ટીસ્પૂન ચીલી સોસ

2 ટીસ્પૂન કોર્નફ્લોર અને 3 ટીસ્પૂન પાણીની સ્લરી

1/2 કપ પાણી

વધેલી રોટલી માંથી મન્ચુરિયન બનાવવાની રીત

સૌ પ્રથમ રોટલીના ટુકડા કરી તેને મિક્સરમાં ક્રશ કરી બારીક રોટલીનો ભૂકો કરી લેશુ. પછી તેમાં બારીક સમારેલી ડુંગળી, કેપ્સિકમ, કોબીજ ઉમેરી તેમાં જણાવેલ માપ મુજબ આદુ, લસણ, લીલા મરચાની પેસ્ટ, મીઠું ,ટામેટાનો સોસ, સોયાસોસ, ચીલી સોસ ઉમેરીશું. છેલ્લે તેમાં ઘઉંનો લોટ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેશું. જો મિશ્રણ બરાબર મિક્સના થાય તો તમે અનુકૂળતા મુજબ પાણી ઉમેરી શકો છો.

હવે આ મિશ્રણના નાના ગોળા બનાવી લઈશું. બધા જ ગોળા તૈયાર થઈ જાય એટલે તેને મીડીયમ તાપે તળી લેશું.

બધા જ મન્ચુરિયનના ભજીયા તળાઈ જાય એટલે આપણે તેની ગ્રેવી તૈયાર કરશુ.

ગ્રેવી બનાવવા સૌ પ્રથમ 4 ટીસ્પૂન તેલ ગરમ કરવા મુકસું, તેલ થોડું ગરમ થાય પછી તેમાં જણાવેલ માપ મુજબ આદુ, લસણ, મરચાની પેસ્ટ, બારીક સમારેલું કોબીજ, ડુંગળી, તેમજ કેપ્સિકમ નાખી તેને ચળવા દઈશું.

2-3 મિનિટ પછી શાક ચડે એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, જણાવેલ માપ મુજબ ટામેટાનો સોસ, સોયા સોસ, ચીલી સોસ નાંખીશું, આ ગ્રેવી ઘટ્ટ થાય તે માટે આપણે 2 ટીસ્પૂન કોર્નફ્લોરને 3 ટીસ્પૂન પાણીમાં નાંખી સ્લરી બનાવી આ ગ્રેવીમાં મિક્સ કરીશું. પછી તળેલા મન્ચુરિયનના ભજીયા ગ્રેવીમાં ઉમેરી દઈશું. છેલ્લે અડધો કપ પાણી ઉમેરી મન્ચુરિયન ગ્રેવીમાં બરાબર મિક્સ થાય ત્યાં સુધી ઉકળવા દેશું.

2 મિનિટ પછી મન્ચુરિયન ગ્રેવીમા એકદમ ભળી જાય એટલે આપણે ગેસ બંધ કરી ગરમા ગરમ મન્ચુરિયન સર્વ કરીશું.

તૈયાર છે વધેલી રોટલી માંથી મન્ચુરિયન.


Source: gujaratilekh.com

Related posts

દુનિયાના અમુક એવા દેશ, જ્યાં ક્યારેય થતી જ નથી રાત.

Amreli Live

આ 4 રાશિઓને મળશે ભોલેનાથના આશીર્વાદ, વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, આકસ્મિક ધનલાભની શક્યતા છે.

Amreli Live

ઘણું અનોખું છે આ મંદિર, 45 ડિગ્રી નમેલી છે માં કાળીની ગરદન, નવરાત્રી દરમિયાન થઈ જાય છે સીધી.

Amreli Live

300 રૂપિયા રોજ માટે મજૂરી કરી રહ્યો છે રેસર, ગોલ્ડ મેડલથી ભરાયેલું છે ઘર

Amreli Live

આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટિ રહેશે, વેપાર ધંધામાં લાભ થાય.

Amreli Live

અમેરિકી વૈજ્ઞાનિકોએ આ પ્રાણીઓ માંથી બનાવ્યો ખાસ પ્રકારનો સ્પ્રે, જે નાકમાં સ્પ્રે કરવાથી PPE કીટ કરતા પણ વધુ આપશે સુરક્ષા.

Amreli Live

અર્જુન એવોર્ડ મળવાથી ઇશાંત શર્મા બોલ્યા – મારી પત્ની આ પુરસ્કારની વધારે હકદાર છે.

Amreli Live

જાણો ભરેલા LPG ગેસના બાટલાને કેટલા સમય સુધી ઘરમાં રાખી શકો છો

Amreli Live

સોશિયલ મીડિયાથી સમજો સુસાઇડ ટેંડેંસીના સિગ્નલ, આને ઓળખીને બચાવી શકો છો, કોઈનો જીવ…

Amreli Live

શ્રાવણમાં સવાર-સાંજ આ રીતે કરો શિવ આરાધના અને રાખો અમુક વાતોનું ધ્યાન, દરેક ઈચ્છાઓ થઈ જશે પુરી.

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

Amreli Live

ગણપતિ બાપ્પાની કૃપાથી આ રાશિ માટે નાણાકીય દૃષ્‍ટ‍િએ આજનો દિવસ લાભદાયી નીવડશે, સરકારી લાભ મળે.

Amreli Live

જો પેટમાં થાય છે આવો દુઃખાવો, તો સમજો ગર્ભાશયમાં છે સોજો.

Amreli Live

5 રાશિઓ માટે આ અઠવાડિયું રહેશે શાનદાર, જાણો શું કહે છે તમારા નસીબના તારા.

Amreli Live

આ 6 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

Amreli Live

84 વર્ષ પછી, નૈનિતાલમાં જોવા મળ્યો લાલ રંગનો દુર્લભ સાપ, કુખારી જેવા દાંત.

Amreli Live

જીવલેણ બની ગયો લગ્ન પ્રસંગ, વરરાજાનું મૃત્યુ, 95 મહેમાન થઇ ગયા કોરોના પોઝિટિવ

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

ગણેશજીની કૃપાથી આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live