29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

વધુ 17 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવનો આંક 471 થયો, 1 મૃત્યુ જ્યારે 1 દર્દીને રજાસુરતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. નવા 17 કેસ સામે આવતા અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લા મળી કુલ પોઝિટિવની સંખ્યા 471પર પહોંચી ગઈ છે. આજે વધુ 1 મહિલા દર્દીનું મોત નીપજતા કુલ મૃત્યુ આંક 14 પર પહોંચ્યો છે. તો કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર માટે દાખલ થયેલી ઉધનાની વૃદ્ધાનો રિપોર્ટ આવે તે પહેલા જ તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો બીજી તરફ સિવિલમાં સારવાર લઈ રહેલા રાંદેરના વૃદ્ધ કોરોનાને માત આપી સાજા થતા તેમને આજે રજા આપવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લા મળી અત્યાર સુધીમાં 17 લોકોને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યાછે. આજે સવારે 6 વાગ્યાથી સુરત શહેરના પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ કર્ફ્યુ હટીવીલેવામાં આવ્યો છે. જોકે, દિવસે ને દિવસે પોઝિટિવ કેસ અને મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં 10 ગણો વધારો થયો છે. જેથી કેન્દ્રની ટીમ સ્થિતિની સમીક્ષા કરવા આવશે.

મૃતક મહિલાને હાઇપર ટેન્શન-ડાયાબિટિસ
નાનપુરા વિસ્તારમાં રહેતા સવિતાબેન વિજયકુમાર નાગર (53) તાવ અને શ્વાસમાં લેવામાં તકલીફની ફરીયાદ સાથે 21મીએ સિવિલમાં આવ્યા હતા. જ્યા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન શુક્રવારે તેમનું મોત થયું હતું. તેઓ લાંબા સમયથી ડાયાબિટીસ અને હાઇપર ટેન્શનથી પીડાતા હતાં.

અહેસાન ખાનને મદદ કરનાર દર્દીને રજા
રાંદેરની અલ અમીન રેસિડન્સીમાં રહેતા અહેસાન ખાનનું કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોત થયુ હતું. સારવાર સમયે તેમને એમ્બ્યુલન્સમાં ચડાવામાં મદદ કરનાર વોચમેન હસન મોહંમદ પટેલ(68)નો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તેઓ સાજા થતાં તેમને સિવિલમાંથી રજા આપવામાં આવી હતી.

મહિલાઓને ડોલ વેચનાર કોંગી કોર્પોરેટર વિજય પાનસેરીયાની માતા પોઝિટિવ
વરાછા ઝોન-એ માં વોર્ડ નં. 16(પુણા પશ્ચિમ) વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસેરીયાના માતા રમાબેન પાનસેરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માતા દિવ્ય વસુંધરા સોસાયટીમાં રહે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી શરદી-ખાંસીની તકલીફ હતી. ઉલ્લેખનિય છે કે કોર્પોરેટર વિજય પાનસેરીયાએ થોડા દિવસ પહેલા જ સોસાયટીના રહિશોને ડોલનું વિતરણ કર્યું હતું. તેમજ સોશિયલ સેવા માટે ઘરની બહાર અવર-જવર કરતા હતાં.

લિંબાયતમાં કલસ્ટર ઝોન કરાયું

લિંબાયતમાં આવેલા સંજયનગર વિસ્તારમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા કલ્સ્ટર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેથી લિબંયાતના સંજયનગરમાં આવેલા 3616 ઘરાં રહેતા 17580 લોકો હોમ ક્વૉરન્ટીન જાહેર કરવામાં આવ્યાં છે.

પોઝિટિવ દર્દીઓના નામ

 • ઝહીદ અખ્તર મન્સૂરી (ઉ.વ.આ.41) ફૂલવાડી ભરીમાતા,સુલેમાન મસ્જિદ પાસે કતારગામ
 • સાવિત્રિ મહેશ ત્રિવેદી(ઉ.વ.આ.28) એસએમસી ક્વોટર્સ સરસ્વતી સ્કૂલની સામે હનીપાર્ક રોડ
 • સુશિલા કમલેશ રાણા (ઉ.વ.આ.50) ટેનામેન્ટ ઉમરવાડા,લિંબાયત
 • કિશોર બાબુ રાઠોડ (ઉ.વ.આ.35) એમસએમસી ક્વોટર્સ,સરસ્વતી સ્કૂલની સામે હનિપાર્ક રોડ
 • રમાબેન પાનસેરિયા(ઉ.વ.આ.58) દિવ્ય વસુધારા સોસાયટી વરાછા
 • પુરૂષોતમ અરજણભાઈ લીંબાચીયા (ઉ.વ.આ. 50)સત્યમશિવમ સુંદરમ એપાર્ટમેન્ટ એકે રોડ
 • જીતેન્દ્રભાઈ સી ગૌડ (ઉ.વ.આ.46) દયાળજી પાર્ક સોસાયટી ગોપાલનગર પાછળ પરવત પાટીયા
 • નારાયણ દત શિવમૂર્તિ તિવારી (ઉ.વ.આ.34)આનંદનગર ઝૂપડપટ્ટી,સહારા દરવાજા
 • સંતોષરામ સુંદર ગુપ્તા (ઉ.વ.આ.32)આનંદનગર ઝૂપડપટ્ટી,સહારા દરવાજા
 • વેદ પ્રકાશ સિંગ(ઉ.વ.આ.26) એસ જે ચેમ્બર્સ,ઉમરવાડા લિંબાયત
 • અમલેશ શાહ (ઉ.વ.આ.31)એસ જે ચેમ્બર્સ ઉમરવાડા લિંબાયત
 • વિનોદ યાદવ (ઉ.વ.આ.24) મફતનગર ઝૂપડપટ્ટી સહારા દરવાજા
 • અવદેશ માધવરાજ તિવારી (ઉ.વ.આ.32) આનંદનગર ઝુપડપટ્ટી
 • ક્રિષ્ણકાંત શ્રોફ (ઉ.વ.આ.45)ગાયત્રીનગર આસપાસ કડોદરા
 • કમલાબેન શિવાજી વાનખેડે (ઉ.વ.આ.55) પદ્માનગર,નવી કોલોની રીંગરોડ
 • કુલદેવ વર્મા (ઉ.વ.આ.50) પેશવેર કૃપા સોસાયટી,પરવત ગામ
 • રાજેશ ચોરસિયા (ઉ.વ.આ.42) ન્યૂ સુભી એપાર્ટમેન્ટ,બોમ્બે માર્કેટ
 • દિપક દગડું મહાજન (ઉ.વ.આ.35) દાતુરનગર નિલગિરી

ટેનામેન્ટમાંથી બે પોઝિટિવ કેસ સામે આવ્યા

અડાજણ હની પાર્ક સ્થિત SMCઅવાસમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. SMC ટેનામેન્ટમાંથી બે પોઝિટિવ કેસ નોંધાયા છે. 32 વર્ષીય કેશવભાઈ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ 28 વર્ષીય સાવિત્રી ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશવના સંક્રમણમાં આવતા મહિલાને ચેપ લાગ્યો હતો. યુવક લોકડાઉનમાં માવા ગુટખાનો ગેરકાયદે વેપાર કરતો હતો. પાલિકા તંત્રએ 10 ટેનામેન્ટના 320 ઘરોને કર્યા માસ ક્વૉરન્ટીન કર્યા છે. જેથી 1280 લોકોને માસ ક્વૉરન્ટીન કરાયા છે. યુવક માવા ગુટખાનો વેપાર કરતા અનેક લોકો સંક્રમિત થયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે.
કોર્પોરેટર ક્વૉરન્ટીન

કોંગ્રેસના પુણા વોર્ડનાકોર્પોરેટર વિજય પાનસેરીયાની માતા રમાબેનનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. જેથી કોર્પોરેટર વિજયભાઈ પાનસેરીયા હોમ ક્વૉરન્ટીન થયાંછે.મહત્વપૂર્ણ છે કે, થોડા દિવસ અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાના ભત્રિજાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

વધુ એકનું મોત

નાનપુરા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય સવિતાબેન વિજયકુમાર નાગરને 21મીના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની તકલીફ હતી. તેમનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજ્યું હતું.

આઇટી વિભાગના ટેક્ષ આસિસ્ટન્ટનો રિપોર્ટ પણ પોઝિટિવ

સુરતના આઇટી વિભાગની કચેરીમાં કામ કરતા વિજય વીરેન્દ્ર પ્રસાદ નામના કર્મચારીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.વિજય 31મી માર્ચ સુધી નોકરીએ ગયા હતા.વિજય ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને પાલનપૂર પાટિયા વિસ્તારમાં રહે છે.

એક શંકાસ્પદનું મોત, રિપોર્ટ નેગેટિવ આવ્યો

સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના શંકાસ્પદ દર્દીનું પણ મોત થયું હતું. જોકે તેમના મોત બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મધુસૂદન બાબુભાઈ લંકાપતી(64) છેલ્લા બે દિવસથી તાવ અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા હતા. બુધવારે શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં રિપોર્ટ આવે તે પહેલા જ બુધવારે રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. જોકે ત્યાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કર્ફ્યુ ઉઠાવી લેવાતા આરોગ્ય કર્મીઓ દ્વારા તકેદારી લેવામાં આવી રહી છે

Related posts

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ

Amreli Live

નેટફ્લીક્સને લોકડાઉન ફળ્યું, 2020ના પહેલા ત્રણ મહિનામાં નફો બમણો વધીને રૂ. 5434 કરોડ થયો

Amreli Live

રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ, અમદાવાદના હોટસ્પોટમાંથી 25 કેસ નોંધાયા, કોરોનાના કુલ દર્દી 572

Amreli Live

આવક વેરા વિભાગ તાત્કાલિક રીતે રૂપિયા 5 લાખ સુધીના ઈન્કમ ટેક્સ રિફંડ કરશે, 14 લાખ કરદાતાને લાભ મળશે

Amreli Live

સરકારે સુપ્રીમમાં કહ્યું- છેલ્લી 3 પરીક્ષાના આધારે ધો.12ના વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

18.04 લાખ કેસઃ પી ચિદમ્બરમનો પુત્ર કાર્તિ અને કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાની પુત્રી કોરોના પોઝિટિવ

Amreli Live

શહેરમાં નવા 17 માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર, 32 વિસ્તાર મુક્ત, હાલમાં 236 માઈક્રો કન્ટેનમેન્ટ અમલમાં

Amreli Live

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યો

Amreli Live

ભૂતપુર્વ ક્રિકેટર અને UPના પ્રધાન ચેતન ચૌહાણ કોરોના પોઝિટિવ, નાગાલેન્ડ અને બેંગ્લુરુમાં 22 જુલાઈ સુધી લોકડાઉન; દેશમાં 8.50 લાખ કેસ

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

રથયાત્રા શરૂ, બહેન સુભદ્રાનો રથ ખેંચવામા આવ્યો, સોનાની સાવરણીથી જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરાઈ

Amreli Live

આવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે

Amreli Live

રાજકોટમાં કોરોનાના વધુ 4 કેસ સાથે કુલ 35 પોઝિટિવ થયા, ધમણ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ માટે કલેક્ટરને અપાયું

Amreli Live

રાજકોટમાં 45 કેસ-5ના મોત, અમરેલીમાં 7 અને ગોંડલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

એક જ દિવસમાં સૌથી વધુ 96 કેસ સામે આવતાં પોઝિટિવનો આંક 1917 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

આધ્યાત્મિક ગુરૂ રમેશ ઓઝા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી વાતચીત, જુઓ વીડિયો

Amreli Live

17 દિવસે સમજાયું, તંત્ર ફફડ્યું; અંતે કર્ફ્યૂ, જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીમાં 400 પોલીસની કિલ્લેબંધી

Amreli Live

કોરોના કાબુમાં આવતો નથી ને અમદાવાદ મ્યુનિ. સિંગલ-ડબલિંગ રેટની ‘ડેટાગેમ’ વડે લોકોને રમાડી રહ્યા છે

Amreli Live

ગુજરાત માટે ખતરાની ઘંટી, એક જ દિવસમાં 16 નવા કેસ નોંધાયા, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ છે

Amreli Live